Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 27
________________ શરીરે અતિ વેદના આપતાં ખરજવાં થયાં હતાં. એક વાર શ્રી વિષ્ણુભાઈ ભટ્ટે એમને માલિશ કરતાં પૂછ્યું. ન્હાનાભાઈ ! દલપતકથા તો આપે લખી, પણ નાનલકથા કોણ લખશે ?” ન્હાનાલાલે જવાબ આપ્યો, ‘ભાઈ, દલપત તો ડુંગર હતો ને ન્હાનાલાલ તો ણ છે.” દલપતરામનું ચરિત્ર ન્હાનાલાલે આપ્યું અને તે હાનાલાલની ઉત્કૃષ્ટ સર્જનશ િતને કારણે સુવાચ્ય બન્યું. પરંતુ શબ્દાળુ ભાષાશૈલી અને અત્યુતિથી કરેલું ચરિત્રનાયકના વ્યકિતત્વનું ગુણદર્શન રસક્ષતિ પહોંચાડે છે. તેથી કવિ દલપતરામનું સમતોલ અને તટસ્થ રીતે લખાયેલું ચરિત્ર લખવાનું બાકી છે. એ જ રીતે કવિ ન્હાનાલાલનું જીવનચરિત્ર પણ • યાં છે ? અંગ્રેજી સાહિત્યમાં નીવડેલા સર્જકોનાં ચરિત્રોની શ્રેણી પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સર્જકોનાં આવાં જૂજ ચરિત્રો મળે છે. એક પ્રશ્ન એ થાય કે સર્જકના જીવન સાથે કૃતિને શો સબંધ ? હકીકતે માણસનું જીવન અખંડ પદાર્થ છે અને તેથી સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે ઝાઝો ભેદ હોતો નથી. વ્ય િતના આંતરજીવનને સમજવા માટે એનું બાહ્ય જીવન જરૂરી છે. કલાપીના કાવ્યને સમજવા માટે એમનું જીવન જાણવું જરૂરી છે. કલાપી વિશે નવલરામ નાનું સરખું ચરિત્ર લખ્યું. પણ તે અપૂર્ણતાવાળું છે. કોઈ કલ્પનાશીલ લેખકે કાન્ત અને કલાપીના જીવન પર ચરિત્ર લખવું જોઈએ. ચરિત્રના આલેખનમાં કલ્પનાનો ઉપયોગ ચરિત્રનાયકના આંતરસ્વરૂપને સમજવા માટે કરવો જોઈએ. એનાં કાર્યો પરથી એના ઉદ્દેશો પ્રગટ કરવા જોઈએ અને એ ચરિત્રને જીવંત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ચરિત્ર એ ઇતિહાસ છે કે કલા એવો વિવાદ થાય છે. પણ નવલકથાને આવો કોઈ સવાલ નડતો નથી. નવલકથામાં લેખક ચરિત્રને યથેચ્છા બહેલાવી શકે છે, જ્યારે અહીં ચરિત્રકાર ઐતિહાસિક સત્યની બહાર જઈ શકતો નથી છતાં એને રસિક જરૂર બનાવી શકે. સર્જકના ચરિત્રને બે પ્રકારે લખી શકાય. પ્રથમ પ્રકારમાં ચરિત્ર આલેખક સર્જકના જીવનની ધટનાઓને સાંકળીને એનું વ્ય િતત્વ ઉપસાવે છે, જ્યારે બીજા પ્રકારમાં એ સર્જકનાં લખાણોનું સાહિત્યિક નિસબત યથાર્થ મૂલ્યાંકન કરીને એમાંથી • પસતું એનું વ્ય િતત્વ આલેખવામાં આવે છે. સર્જકોનાં ચરિત્ર-આલેખનની જુદી જુદી પદ્ધતિ જોવા મળે છે. પ્રથમ પદ્ધતિમાં કાળક્રમ અનુસાર એના જીવનની ઘટનાઓનું આલેખન કરવામાં આવે છે. બીજી પદ્ધતિ તે ચલચિત્રાત્મક ફિલ્મોબાયોગ્રાફી) પ્રકારની છે. એમાં જીવનનાં દેશ્યો એક પછી એક અને કલાત્મક રીતે આલેખાય છે. અહીં કલ્પનાનો ઉપયોગ થાય છે, પણ એ એવો ન હોવો જોઈએ કે જેમાં ન બની હોય એવી ઘટનાની વાત હોય. ઘટના સત્ય જ હોય, પણ એનું નિરૂપણ વધારે જીવંત બનાવવું જોઈએ. સર્જકોનાં ચરિત્રોની એ માટે જરૂર છે કે ઘણી વાર ચરિત્ર એ સર્જકને ઓળખવાની બારી બની રહે છે. અંગ્રેજ કવિ શેલીનું જીવન, શેલીનું વ્ય િતત્વ અને શેલીનું સર્જન – એ ત્રણેયને જોઈએ ત્યારે કવિની એક ચોક્કસ છબી આપણને મળે છે. સર્જકોનાં આ ચરિત્રો લોકોની રુચિ ઘડવા માટે પણ ઉપયોગી બને છે. નવી પેઢીને પ્રેરણા અને નવું દર્શન પણ આપે છે. વ્ય િતને ક્યા હેતુને લક્ષ બનાવી સર્જન-સાધના કરી, તે હેતુ • યારે પ્રાપ્ત કર્યો, એનું શું મૂલ્ય હતું. એ સિદ્ધ કરવા માટે કયો પુરુષાર્થ કર્યો – આ બધી બાબતનો ખ્યાલ સર્જકના ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે. સાક્ષરોનો વર્ગ એ સમાજમાં અગ્ર (એલિટ) વર્ગ ગણાય છે. એના વિચારો, કાર્યો અને સર્જન એ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. નર્મદકે ગોવર્ધનરામે સામે આદર્શ રાખીને પ્રયત્નો કર્યા. સામાન્ય રીતે આપણે સર્જકને એની કૃતિ પરથી ઓળખીએ છીએ, પરંતુ એ કૃતિ સાથે સર્જકોનું જીવન એવી રીતે જડાયેલું હોય છે કે એનું ચરિત્ર વાંચીએ તો વધુ સારી રીતે સમજી શકીએ. આ ચરિત્ર કુતૂહલ ખાતર નહીં, પણ આપણી જ્ઞાનવૃદ્ધિ માટે વાંચવું જરૂરી છે. નરસિંહરાવની ‘કુસુમમાળા'નાં કાવ્યો વાંચીએ ત્યારે એમણે પ્રકૃતિનાં વિધવિધ રૂપો કેવી રીતે જોયાં હશે, કેવા અનુભવ્યા હશે. એ બધું જાણવાનું સહેજે મન થાય. ‘નરસિંહરાવની રોજનીશીમાંથી આની થોડી વિગતો પ્રાપ્ત થાય છે, પરંતુ એ સંપૂર્ણ માહિતી આપતી નથી. નરસિંહરાવનું વિસ્તૃત જીવનચરિત્ર હોત તો એ સંપૂર્ણ માહિતી આપણે મેળવી શ યા હોત. સર્જકોનાં ચરિત્રો ૪૩

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54