________________
ભારતીય ભાષાનાં સર્જકો
ભારતીય ભાષામંચ પર હાંસિયામાં રહેલી ભાષાઓની ગતિવિધિ કેવી હશે ? ભારતીય બંધારણમાં છેલ્લા થોડાક સમયમાં કોંકણી, મણિપુરી, બોડો, મૈથિલી, ડોગરી અને સંતાલી જેવી માન્ય ભાષા બોલનારા ભાષકોએ પોતાની માતૃભાષા કાજે દીર્ધ અને તીવ્ર સંઘર્ષ વેઠ્યો છે. માતૃભાષાની માન્યતા માટે આંદોલનો થયાં છે અને ક્યાંક એ આંદોલનોમાં કેટલીક વ્યક્તિઓએ પ્રાણ પણ ગુમાવ્યા છે. આ સંઘર્ષના મૂળમાં વાત હતી માતૃભાષામાં શિક્ષણ આપવા અંગેની. એ ભાષાપ્રેમીઓ ચાહતા હતા કે અમને અમારી માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ. કાશ્મીરમાં સત્તાવાર ભાષા તરીકે ઉર્દૂ અને બીજી ભાષા તરીકે અંગ્રેજી કે હિંદી પ્રયોજાતી હતી. વિચિત્ર વાત તો એ છે કે કાશ્મીરની ખીણના પ્રદેશોમાં પહેલાં કૉલેજ અને યુનિવર્સિટીમાં કાશમીરી ભાષા શીખવવાનો પ્રારંભ થયો અને અત્યારે નિશાળના અભ્યાસક્રમમાં દાખલ કરવા પ્રયત્ન થાય છે.
સંતાલ જાતિની આદિવાસી પેટાજાતિ ખેરવાલમાં જન્મેલા પં. રઘુનાથ મુર્ખને ઊડિયા ભાષામાં અભ્યાસ કરતાં મન લાગ્યું નહીં. એમને હૈયે એમની માતૃભાષા વસી ગઈ હતી તેથી સંતાલી ભાષાના વિકાસ માટે ‘એક ભાષા – એક લિપિનો આગ્રહ રાખીને ઑલચિકી લિપિને પ્રતિષ્ઠા અપાવી. તેમણે સ્વયં એ સાહિત્યસર્જન કર્યું. તાજેતરમાં ભારત સરકારના આયકરવિભાગમાં કાર્ય કરતા ‘દ ચિરાગલ' નામના સૈમાસિકના સંપાદક રામચંદ્ર મુર્મુએ ‘ગુરુ ગમકે પંડેત રઘુનાથ મુર્મનું જીવનચરિત્ર લખીને એમના માતૃભાષાના કાર્યને બિરદાવ્યું છે.
આજે કોંકણી ભાષામાં ઘણા સર્જકો જુસ્સાભેર સર્જન કરી રહ્યા છે અને એ ભાષાને વામન રઘુનાથ વડે વલુનીકરે જાતિ અને ધર્મના ભેદથી મુક્ત કરી, હિંદુ-ક્રિશ્ચિયન તમામ કોંકણીઓને એક કર્યા અને આધુનિક કોંકણી સાહિત્યના પ્રવર્તક બન્યા. કોંકણી એક એવી ભાષા છે જે પાંચ-છ લિપિમાં લખાતી હતી. પહેલાં બ્રાહ્મી લિપિમાં લખાતી કોંકણી, રોમન, કન્નડ, મલયાળમ અને અરબી લિપિઓમાં પણ લખાય છે. ૧૯૮૭ની ૪થી ફેબ્રુઆરીએ દેવનાગરી લિપિમાં લખાતી કોંકણી ભાષા ગોવાની સત્તાવાર ભાષા બની. આ બધી ભાષાઓની જાળવણી માટેના પ્રયત્નની પાછળ પોતાની સંસ્કાર તેમજ સંસ્કૃતિની અસ્મિતાને, પોતાની પ્રાચીન સાહિત્યપરંપરા તેમજ મૂલ્યવ્યવસ્થા જાળવવાનો એમના સર્જકો અને ભાષકોનો ઉદ્દેશ રહેલો હોય છે.
કોંકણી ભાષાની પણ આવી જ વિચિત્ર પરિસ્થિતિ હતી. ત્યાં પોર્ટુગીઝ ભાષા સત્તાવાર ભાષા થઈ. ગોવાના ક્રિશ્ચિયનોએ પોર્ટુગીઝ અપનાવી અને હિંદુઓએ મરાઠી અપનાવી. આથી બન્યું એવું કે ગોવામાંથી સ્થળાંતર કરી ગયેલા લોકોએ ગોવાની આ વર્તમાન રાજભાષાને જીવતી રાખી. માતૃભાષાને ટકાવવા અને સમૃદ્ધ કરવા ભાવકો અને સર્જકોએ ધૂણી ધખાવી. આ ભાષાના સર્જકોમાં વિશેષ અધ્યાપકો, ઇજનેરો અને સરકારી અધિકારીઓ જોવા મળે છે. વળી આમાંના કેટલાક સર્જકો પૂર્વે હિંદી કે અંગ્રેજીમાં રચના કરતા હતા, તે હવે માતૃભાષા તરફ વળ્યા છે.
| હિંદી, પંજાબી, ઉર્દૂ ને અંગ્રેજી જાણતા ડોગરી ભાષાના સર્જક દર્શન દર્દીને ખ્યાલ આવ્યો કે જેમ પ્રેમ અને ગીત પર્યાયરૂપ છે, તે જ રીતે કવિતા અને માતૃભાષા પર્યાયરૂપ છે. આથી એમણે ડોગરી ભાષામાં આધુનિક કાવ્યસંવેદના, નવીન કલ્પના તથા મૌલિક વિષયવસ્તુ સાથે કાવ્યસર્જન કર્યું. છેક અઢારમી સદીથી ડોગરીમાં રચનાઓ થતી હતી, પણ એને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો તો ૨૦૦૩ની ૨૨મી ડિસેમ્બરે મળ્યો. આ ભાષાની અનેક બોલીઓ મળે છે, કારણ કે ભારતીય આર્યકુળની આ ભાષા ભારત અને પાકિસ્તાનમાં બોલાય છે. જમ્મુ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને છેક પંજાબ સુધી એના ભાષકો મળે છે.
સાહિત્યિક નિસબત
ભારતીય ભાષાનાં સર્જકો
પ૦