________________
શબ્દો આપોઆપ એમના સર્જનમાં ફૂટી નીકળે તે સ્વાભાવિક છે. ગદ્યક્ષેત્રે આ નવું વલણ ધીરે ધીરે વિસ્તરતું જાય છે. ગુજરાતી સર્જક ‘ડૉટ કોમ'ના વિષય પર કાવ્યસર્જન કરે છે. વિષય ગમે તે હોય, માત્ર કવિતા બને તે આપણી નિસબત છે. વિષયોનો વ્યાપ ક્યાં સુધી પહોંચશે એની આજે તો કલ્પના કરવી મુશ્કેલ છે. વિજ્ઞાન એટલી ત્વરિત ગતિએ ચાલે છે કે એક દેશના માનવીના ધડ પર અન્ય દેશના માનવીનું મસ્તક જોવા મળે તો નવાઈ નહીં લાગે. સર્જકોએ ક્ષણે ક્ષણે બદલાતી આ પરિસ્થિતિ સાથે તાલ મેળવવો પડશે અને આને માટે સતત વિકસતા રહેવું પડશે. એણે સાહિત્ય વિશેનો અભિગમ પણ બદલવો પડશે. કોઈ પણ પ્રયોગ ઘરેડમાં પડે તે પહેલાં એ પ્રયોગ પ્રતિભાશાળી સર્જ કે ત્યજી દેવો જરૂરી બનશે. વળી આવતા યુગને પિછાણીને સર્જન અને વિવેચનમાં મોટા પ્રમાણમાં પ્રયોગો કરવા જરૂરી બનશે. વિચારમાં મૌલિકતા, ગઘમાં બળકટતા અને અભિગમમાં નાવીન્ય માટે સર્જનપુરુષાર્થ કરવાનો રહેશે.
કેટલા બધા વિષયો આપણી આસપાસ વણખેડાયેલા જોવા મળે છે. ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો અને એની આસપાસ રહેતી પ્રજા અને એનું વાતાવરણ આપણા સાહિત્યમાં ઓછામાં ઓછું ઝિલાયું છે. અંગ્રેજો આવ્યા તે પૂર્વે છે કે પ્રાચીન કાળથી ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતમાં દરિયાઈ માર્ગે ઈ. સ. પૂર્વે આશરે ૩000 વર્ષ પહેલાં આગમન થયું હતું અને એ લોકો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સૂરત નજીક વસ્યા હતા. લોથલ સુકભાદર નદી પરનું સૌથી સમૃદ્ધ બંદર હતું, ત્યારથી માંડીને આજ સુધી વેપાર એ ગુજરાતી પ્રજાની એક વિશિષ્ટતા રહી છે. એને કેન્દ્રમાં રાખીને કાવ્યસર્જન ન થાય તે બરાબર, પરંતુ એને વિષય તરીકે વાર્તા કે નાટકમાં પ્રયોજી શકાય. આપણી પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા છે, જેનો ઝવેરચંદ મેઘાણીના સમય બાદ બહુ ઓછો ઉપયોગ થયો છે. ઇતિહાસની ચૂળ ઘટનાને બદલે ઇતિહાસમાં જોવા મળતા માનવીય સંબંધોની વાતો લખાવી જોઈએ. અહીં દીવનાં જેઠીબાઈનો કિસ્સો યાદ આવે છે. એ સમયે પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલા આ પ્રદેશમાં એવો
સાઝિયિક નિસબત
કાયદો હતો કે કોઈ સ્થાનિક રહેવાસી ગુજરી જાય, તો તેની મિલકત સરકાર જપ્ત કરી લેતી હતી. આની સામે બહાદુર જેઠીબાઈએ વિરોધ કરવાનો નિર્ધાર કર્યો. એમણે પોર્ટુગીઝ ભાષામાં પોર્ટુગાલની રાણીને અરજી રૂપે લખાણ તૈયાર કર્યું અને એનું બીબું બનાવીને સાડી પર છાપ્યું. પોર્ટુગાલની રાણીને પોતાની અરજી રૂપે આ સાડી આપી. રાણી એની આવી સૂઝથી ખુશ થઈ અને એ કાયદો રદ કર્યો, એટલું જ નહીં પણ જેઠીબાઈનું સન્માન કર્યું. કોઈ પણ પોર્ટુગીઝ અધિકારી એના ઘર આગળથી પસાર થાય ત્યારે એની હેટ ઉતારીને જેઠીબાઈને સન્માન આપતો. આવાં કેટલાંય ચરિત્રોને ભિન્ન અને વ્યાપક અભિગમથી રજૂ કરવાનો પ્રયત્ન થઈ શકે.
આવનારી પેઢી વિશે વિચાર કરીએ ત્યારે એમાં સામાન્ય રીતે બે પ્રકારના યુવાનો જોવા મળે છે. એક છે અત્યંત બુદ્ધિશાળી અને બીજા છે સાવ પ્રાપ્ત કે સ્થૂળ રુચિ ધરાવનારા. આ સ્થળ રુચિ ધરાવનારા લોકોને કોઈ * આદર્શોક' હોતો નથી. કોઈ ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા કે ધ્યેયથી એ જીવતા નથી. એ માત્ર જીવે છે એ જ એમનો જીવવાનો પુરાવો હોય છે. અત્યંત બુદ્ધિશાળી લોકોમાં કેટલાક ઉન્નતભ્ર (હાઈ બ્રો) હોય છે, તો કેટલાક પોતાની ભાષા, અસ્મિતા અને પરંપરાને ઓળખવા મથતા હોય છે. હકીકતમાં માનવજીવનનાં મૂલ્યો આજના યુગમાં જ સૌથી વધારે સપાટી પર આવ્યાં છે. આજની નવી પેઢીને માનવતાપ્રેમી સંતો અને મૂલ્યનિષ્ઠ માનવીઓ પસંદ છે. એને માટે મહાત્મા ગાંધી અગાઉ હતા તેટલા જ પ્રસ્તુત છે. શ્રી નારાયણ દેસાઈએ ન્યૂજર્સીના પોતાના પ્રવાસ વિશે લખતાં નોંધ્યું છે કે એમના યજમાને એમને એમના પુત્રની
ઓરડીમાં વાસો આપ્યો હતો. યજમાનના આ પુત્રને જે લખાણના લીધે ‘એ-વન' જેવી ઊંચી ગુણવત્તા પ્રાપ્ત થઈ હતી તેનું એક લખાણ એણે એ ખંડના બારણા પર ચોંટાડ્યું હતું. બાર વર્ષના આ છોકરાએ ‘ડિયર ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. એમાં લખ્યું, “આ રજામાં આપની આત્મકથા વાંચી. મને માત્ર એટલું જ દુ:ખ છે કે તમે આટલા બધા વહેલા કેમ જન્મ્યા ? તમારી વધારે જરૂર તો આ જમાનામાં છે. પણ કાંઈ નહીં. અમે બેઠા છીએ અને તમારો બોધ અમારી પાસે છે. અમે
નવા વિષયોની ક્ષિતિજ