Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 24
________________ મધ્યકાલીન સાહિત્યનું સંશોધન ઈ. સ. ૧૯૩૯ની નવમી એપ્રિલને રવિવારે પાટણમાં યોજાયેલા હેમ સારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વ• તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારોમાં રહેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. આપણી હસ્તપ્રતોમાં રહેલી વિપુલ જ્ઞાનરાશિની આજે આટલાં વર્ષીય આપણને માહિતી નથી. એ જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાની વાત તો દૂર રહી, પરંતુ આજેય કેટલાક હસ્તપ્રત-ભંડારોની સૂચિ પણ થઈ નથી અને રાજસ્થાન, મેવાડ, મારવાડ આદિ પ્રદેશમાં હજી કેટલાય એવા હસ્તપ્રતભંડારો હશે જેમનો આપણને ખ્યાલ પણ નથી. એક સમયે ગુજરાતમાં થતિઓ પટારામાં આવા હસ્તપ્રત-સંગ્રહો રાખતા. એમાં ગુટકાઓ, છૂટાં પાનાં અને મહત્ત્વના ઐતિહાસિક લેખો મળતાં હતાં, પરંતુ એ સંગ્રહો સાર-સંભાળને અભાવે વેચાઈ ગયા કે પછી ગામડાંઓમાં ખાલી થઈ જતાં એ • વાંક લુપ્ત થઈ ગયા અથવા નષ્ટ થઈ ગયા. ગુજરાતના હસ્તપ્રતભંડારોની પૂરી યાદી પણ આપણી પાસે ઉપલબ્ધ નથી, ત્યારે એ ભંડારોની સૂશ્ચિની કલ્પના તો • યાંથી કરી શકાય ? જેન હસ્તપ્રત-ભંડારોમાં આવા ગ્રંથો સારી રીતે સચવાયા છે. અને નોંધપાત્ર બાબત એ છે કે આ ગ્રંથભંડારોમાં જૈન ઉપરાંત જૈનેતર ગ્રંથો પણ મળે છે. એમાં લેશમાત્ર સાંપ્રદાયિક ભેદ નડ્યો નથી. આ ગ્રંથભંડારોમાં કેટલાક જૈનેતર ગ્રંથો તો એવા પણ છે કે જે અન્યત્ર યાંય ઉપલબ્ધ ન હોય અથવા તો નષ્ટ થઈ ચૂક યા હોય. આને સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક ગ્રંથભંડારો કહી શકાય. સાહિત્યિક નિસબત વળી બીજી મહત્ત્વની બાબત એ છે કે આ ગ્રંથ-જાળવણી ખૂબ ચીવટથી કરવામાં આવી હતી, પરંતુ જેટલી ચીવટ ગ્રંથ-જાળવણીમાં રખાઈ છે તેટલી એ ગ્રંથોના અભ્યાસ માટે રાખવામાં આવતી નથી, જે ભારે ખેદની વાત છે. ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ મધ્યકાલીન કૃતિઓનાં ઘણાં ઓછાં સંપાદન બહાર પડે છે. જે સમયગાળામાં અંદાજે ત્રણ હજાર જેટલી જૈન અને એક હજાર જેટલી જૈનેતર કૃતિઓ સંગૃહીત મળે છે એમાંથી કેટલી કૃતિઓ યોગ્ય રીતે સંપાદિત સ્વરૂપમાં આપણી પાસે ઉપલબ્ધ છે ? વિક્રમના બારમા શતકથી મધ્યકાલીન સાહિત્યના અંત સુધીના ગાળામાં આપણને દાયકે દાયકે લખાયેલી હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. આથી બારમા શતકથી ઓગણીસમા શતક સુધીની હસ્તપ્રતોમાં ગુજરાતી ભાષામાં જે પરિવર્તન થતાં રહ્યાં છે તેની સિલસિલાબંધ વિગતો ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીઓ ઇચ્છે તો મેળવી શકે એમ છે. નૅશનલ મિશન ફૉર મેન્યુસ્ક્રિપ્ટ' દ્વારા આવી હસ્તપ્રતોની નોંધણી થઈ છે. સમગ્ર દેશમાંથી પચાસ લાખ જેટલી હસ્તપ્રતોની માહિતી એકત્રિત કરવામાં આવી છે; પરંતુ હજુ તેમાં મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોની ખોજ બાકી છે. આમાંની મોટી સંખ્યા જૈન હસ્તપ્રતોની - ગ્રંથોની હોવાનો સંભવ છે. એ જોતાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને ભો. જે. વિદ્યાભવન જેવી સંસ્થાઓ આ કામમાં વિશેષ ભાવે સહયોગ આપી શકે. આપણાં સમૃદ્ધ ગણાતાં પુસ્તકાલયોમાં પણ આવી હસ્તપ્રતો વિશે મહત્ત્વની માહિતી આપતી સૂચિઓ મળતી નથી. ઇન્સ્ટિટ્યૂટ ઑવુ જૈનૉલોજીએ બ્રિટનમાં રહેલી જૈન હસ્તપ્રતોની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ. નલિની બલબીર, ડૉ. કનુભાઈ શેઠ અને ડૉ. કલ્પનાબહેન શેઠે આના સંશોધનની જવાબદારી ઉઠાવી હતી. આના પરિણામે લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાંથી અંદાજે બે હજાર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી. • સફર્ડ યુનિવર્સિટીની બોડેલિયત લાઇબ્રેરીમાંથી ચારસો અને વેલકમ ટ્રસ્ટ પાસેથી બીજી બે હજાર જૈન હસ્તપ્રતો મળી. લંડનના વિખ્યાત વિ• ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં પણ કેટલીક હસ્તપ્રતો છે. આમાંથી લંડનની બ્રિટિશ મધ્યકાલીન સાહિત્યનું સંશોધન

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54