________________
શબ્દો અંકે કરીએ
ગુજરાતી ભાષાના શબ્દકોશમાં ઘણા શબ્દો અંકે કરી લેવાનો સમય પાકી ગયો છે. ૧૯મી સદીમાં રચાયેલા ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલા કેટલાક શબ્દો આપણા શબ્દ કોશમાં નથી. મહાનવલ ‘સરસ્વતીચંદ્ર'માંથી જ આવા કેટલાક શબ્દો મળી રહે. એ જ રીતે ‘સાર્થ જોડણીકોશ'માં ન હોય તેવા કેટલાયે શબ્દો આપણી પ્રજાના રોજબરોજના જીવન-વ્યવહારમાં વપરાતા રહે છે, જેમનો આપણે કોશમાં સમાવેશ કરવાની દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. છે ક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જે ભાષાકીય સમૃદ્ધિ છે તે આપણને આશ્ચર્યચકિત કરે એવી ભાતીગળ અને વિપુલ છે , આ બધા વિસ્તારોના અનેક શબ્દો આપણા કોશમાં સ્થાન પામી શકે એવા છે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથાઓ, નવલિકાઓ અને કાવ્યોમાંથી પણ આવા અનેક શબ્દોનું અધિકારી અભ્યાસીઓ દ્વારા કોશ માટે ચયન થાય તે જરૂરી છે. જુદા જુદા વ્યવસાયોના ને ધર્મસંપ્રદાયોના, વિવિધ ક્ષિાવિધિઓના પણ અનેક શબ્દો સંઘરીને કોશમાં મૂકવા જેવા છે. એ માટે ભાષા-બોલીને અનુલક્ષતા સર્વેક્ષણોની પણ તાતી જરૂર છે. આપણી રહેણીકરણી, ખાનપાન વગેરેમાં જે ઝડપથી પરિવર્તનો આવે છે તેનો પ્રભાવ આપણી બોલીઓમાં – ભાષામાં વરતાય છે અને તેને આવરી લેવાનો વિચાર પણ કોશ-સંપાદકોએ કરવો જોઈએ.
કેટલાક વ્યવસાયો આજે લુપ્ત થતા જાય છે. કેટલાકમાં વ્યાવસાયિક પરિસ્થિતિ કે સંદર્ભો બદલાતાં જાય છે; જેમ કે, આજે મકાનના બાંધકામમાંથી ‘મોભ' જતો રહ્યો છે. એવે સમયે ‘મોભી’ શબ્દ સમજવાનું મુશ્કેલ બને.
સાહિત્યિક નિસબત
લીંપણ અને ઓકળી આજે ક્યાં જોવા મળે છે ? એવી જ રીતે લાપસી ભુલાતી જાય છે અને બર્ગર કે પિઝા આવતાં જાય છે. આજથી ત્રીસેક વર્ષ પહેલાં રસોડામાં જે શબ્દો વપરાતા હતા, તે પણ હવે પ્રયોજાતા નથી. આવી પરિસ્થિતિમાં લુપ્ત થતા શબ્દોને કોશમાં જાળવી રાખવા તેમજ વપરાશમાં આવતા નવા શબ્દો ઉમેરવા જરૂરી બને છે. એક સમયે ‘વીંછિયા’ અને ‘અણવટ” જેવાં ઘરેણાં પહેરવામાં આવતાં હતાં. આજે એવાં ઘરેણાં રહ્યાં નથી અને સમય જતાં તે ભુલાઈ જશે. આથી જરૂર હોય તો આવાં ઘરેણાં કે સાધનો ચિત્રો સાથે કોશમાં દર્શાવવાં જોઈએ. ‘સરસ્વતીચંદ્ર'ના બીજા ભાગમાં માનચતુર કહે છે, “અલ્યા, પલ્લું !” આ પલ્લું એટલે શું તે આજની યુવાપેઢી જાણતી નથી, તેથી આજની પેઢી કોશની કે અન્ય કોઈની મદદથી ‘પલ્લું'નો અર્થ ન જાણે તો એને નવલકથાના આસ્વાદમાં રસક્ષતિ પહોંચે, તેથી શબ્દકોશે આવા શબ્દોને તેના સંદર્ભ સાથે કોશમાં જાળવી રાખવા જરૂરી છે.
આજના આપણા રોજિંદા જીવનમાં અનેક અંગ્રેજી શબ્દો એવી ગાઢ રીતે વણાઈ ગયા છે કે તેમને પછી આપણે કોશમાં સમાવી લેવા જોઈએ . આપણા શબ્દકોશમાં ‘સ્પિનિંગ', ‘જિનિંગ’, ‘ક્લૉરોફિલ', 'કંક્યુલેટર’, * કમ્યુટર’, ‘ટ્રાન્સમિટર’ કે ‘ચિમ્પાન્ઝી” જેવા શબ્દો નથી. ‘હાઉસફૂલ' શબ્દ બોલચાલમાં વપરાય છે, પણ એ શબ્દકોશમાં નથી. એ જ રીતે ‘સબસિડી’, ‘પૅરપી' જેવા વારંવાર પ્રયોજાતા શબ્દોનો શબ્દકોશમાં સમાવેશ કરવો જોઈએ. આવા અંગ્રેજી શબ્દોનો સ્વીકાર કરતાં એમાં ઉત્કૃષ્ટ ભાષાવિવેક જળવાય તે જરૂરી છે. આપણી ભાષાની ગરિમા ને ગુંજાશના ભોગે કશુંયે ન થવું જોઈએ, વળી રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દોને બદલે ગુજરાતી શબ્દો પ્રયોજવાનો આગ્રહ રખાય તે ઇચ્છવા યોગ્ય છે; જેમ કે ‘બુક’ને બદલે ‘પુસ્તક’ કે ‘ચોપડી' શબ્દ વાપરવો જોઈએ. સાથે એ પણ ખરું કે અંગ્રેજી શબ્દનું ભદ્રંભદ્રીય ગુજરાતી કરી તે વાપરવાની જરૂર ન હોય. જ્યાં અંગ્રેજી શબ્દો અનિવાર્ય હોય ત્યાં એ નિઃસંકોચ વપરાય તો એમાં કશું ખોટું નથી. અંગ્રેજી સમેત ઘણીબધી ભાષાઓ એ રીતે ઉત્તરોત્તર સમૃદ્ધ થતી રહી છે. વળી વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જેવા વિષયોમાં
શળે અંકે કરીએ