________________
ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થવું જોઈએ. જુદી જુદી વિદ્યાશાખાના કોશ તૈયાર થવા જોઈએ. એમના પરિભાષા-કોશ હોવા જોઈએ. બાળગીતો અને બાળવાર્તાઓના માધ્યમથી બાળકોમાં માતૃભાષાનું સિંચન કરવું જોઈએ. આને માટે કોઈ એક પ્રવૃત્તિ નહીં પણ એક આંદોલન સર્જવું જોઈએ. એક ડાળીની સંભાળ લેવાથી વૃક્ષની સંભાળ લેવાતી નથી. સાહિત્યની એક પ્રવૃત્તિથી સમગ્ર સાહિત્યનું કામ થાય નહીં.
૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદપ્રમુખનું ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું : “અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ..... જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્ર્મ નહીં હોય.” અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક યુવાનના આવરદાનાં કમીમાં કમી બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે એટલું જ નહીં, પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.”
આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. મુંબઈમાં સ્નાતક કક્ષાએ માત્ર ચાર કૉલેજોમાં ગુજરાતી પૂર્ણ વિષય તરીકે શીખવવામાં આવે છે અને એમાં કુલ સોળેક વિદ્યાર્થીઓ છે. જો અંગ્રેજી માધ્યમનું આ ઘોડાપૂર અટકશે નહીં તો આવતીકાલે ગુજરાતની પણ
આવી પરિસ્થિતિ થાય. આજે માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે. આ પરિસ્થિતિ અંગે માત્ર સાહિત્યકારે જ નહીં બલ્કે સમાજના તમામ વર્ગોએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. માધ્યમિક શાળાકક્ષાએ માતૃભાષાનો જુવાળ વધે તેમ કરવું પડશે. શુદ્ધ
સાહિત્યિક નિસબત
૩૦
pulhikoot1 | T
20
ગુજરાતી બોલાય, લખાય તે વિશે પણ ચિંતા-ચિંતન કરવાં પડશે. કૉલેજ– કક્ષાએ ગુજરાતી સાહિત્ય પ્રત્યે રુચિ વધે તેવું વાતાવરણ પણ સર્જવું પડશે. નર્મદના સમયથી માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કહેવાઈ છે. એનાં સારાં પરિણામો દુનિયાભરમાં જોવા મળે છે. આજે અંગ્રેજી એક દેશની નહીં, બલ્કે આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે, પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયકને રસોડામાં પેસવા દેવાય નહીં. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ – એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ.
સામયિકો, દૈનિકો અને એની પૂર્તિઓ ફૂલીફાલી રહ્યાં છે. સંસ્થાઓ દ્વારા પુસ્તક-પ્રકાશન માટે સહાય મળે છે. પ્રકાશકો પણ વધ્યા છે અને ઢગલાબંધ સાહિત્ય ઠલવાતું રહે છે. આમાં સાહિત્યના જેટલી જ સાહિત્યંતર ગણતરીઓ પણ રહી હશે. શું આપણું આજનું ‘સરેરાશ’ સાહિત્ય એ જ આપણું સત્ય છે ? ભાવકની નાડ પારખીને જ સર્જકે લખતા રહેવાનું છે ? આવા પ્રશ્નો તો અનેક છે.
પુસ્તકાલયો દ્વારા ઘણી મોટી ખરીદી કરવામાં આવે છે. અકાદમીઓ અને સંસ્થાઓ દ્વારા પ્રકાશન માટે સહાય કરવામાં આવે છે. આ બધું થવા છતાં વાચનની વ્યાપક અભિરુચિ જાગી નથી. પુસ્તક ખરીદીને વાંચનારાઓની સંખ્યા સતત ઘટતી જાય છે.
માતૃભાષાનું સિંચન
૩૧