________________
છેવાડે વસતા માણસ સુધી ભાષાસાહિત્યને લઈ જવાનું; નવોદિતોની સર્જનપ્રક્યિા ખીલતી રહે તે માટે આયોજનો કરવાનું અને ઊંડી સાહિત્યચર્ચા, સંશોધન, સૂચિકરણ જેવી પ્રવૃત્તિઓ કરવાનું. માતૃભાષાના પ્રસાર માટે નિશાળોમાં જઈને સર્જ ક બાળકો સાથે સંવાદ કરે એ પ્રવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાળકો માટે બાળવાર્તાકથન, બાળગીત, જોડકણાં અને બાળગાન જેવી અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન થયું. સમય જતાં પરિષદના પુસ્તકાલયમાં એક અલાયદો બાળવિભાગ રાખવાનું આયોજન છે.
૧૯૮૦માં પરિષદના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો તે પૂર્વે એક સમયે શ્રી ચુનિલાલ મડિયાએ કહેલું કે પરિષદને પોતાનું કોઈ કાયમી સરનામું નથી. એ પછી પરિષદભવનનું નિર્માણ થતાં પરિષદને પોતાનું સરનામું મળ્યું. હવે આદિવાસી વિસ્તારો, ગામડાંઓ અને જુદાં જુદાં શહેરોમાં એની પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારવો છે , એથી ય વિશેષ જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદ - એ ભાવ સાથે આપણા મર્યાદિત વર્તુળમાં સીમિત રહેવાને બદલે ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતી સર્જકો સુધી પરિષદની પ્રવૃત્તિ વિકસાવીએ. વિશ્વના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી * ગુજરાતી સાહિત્ય પરિષદ ”નું સરનામું બની રહે તેમ થવું જોઈએ.
પરિષદમાં નવોદિત સર્જકોની પ્રવૃત્તિ સરસ રીતે ચાલે છે. અમદાવાદમાં દર મંગળવારે સાંજે નવોદિત સર્જકો પોતાની કૃતિ રજૂ કરે છે. નીવડેલા સર્જકો એની સમીક્ષા કરે છે. એને આધારે નવોદિત સર્જ કે પોતાની કૃતિ મઠારીને પુનઃ રજૂ કરે છે. આમાંથી કેટલીક કૃતિઓ ચૂંટીને દર છ મહિને એક મૅગેઝીન સ્વરૂપે (પહેલાં માત્ર કમ્યુટર-કંપોઝથી) આપવાનો આશય રાખ્યો છે અને રાજ કોટ, ભાવનગર, સૂરત જેવાં શહેરોમાં નવોદિત સર્જકોની પ્રવૃત્તિ માટે કેન્દ્રો તૈયાર થઈ રહ્યાં છે. પરિષદ પાસે સમૃદ્ધ ગ્રંથાલય છે. શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર જેવી સંશોધનસંસ્થા છે અને હવે તેમાં જુદી જુદી સંશોધનપ્રવૃત્તિઓનો પ્રારંભ કરીશું.
વિક્રવર્ગ માટે સાહિત્યિક ચર્ચા, પરિસંવાદો, સંશોધનો અને અન્ય પ્રવૃત્તિઓ ચાલે છે, પણ એની સાથે પ્રજાની રુચિ સંસ્કારવાનો યત્ન જરૂરી છે. સમૂહ માધ્યમોએ પ્રજાની રુચિને રંજ કતા તરફ વાળી છે, ત્યારે શિષ્ટ સાહિત્યિક રુચિનું ઘડતર જરૂરી બને. આ કામ મૂળમાંથી શરૂ કરવું પડશે અને બાળકોમાં માતૃભાષાનાં મૂળિયાં ઊંડાં રોપવાં પડશે. વિદ્વત્તાનું ધોરણ ઊંચું જાય અને મોય ગજાની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહે, તેની સાથોસાથ ગામડાંના અને આદિવાસી સમાજના લોકોને વધુ ને વધુ સાહિત્યસ્પર્શ કેમ મળે તેવો પ્રયાસ કરવાનો વિચાર છે.
આજના વૈશ્વિકીકરણગ્લોબલાઇઝેશન)ના યુગમાં વિદેશમાં વસતા ગુજરાતીઓની પ્રવૃત્તિનું આકલન કરવું સરળ બન્યું છે. પરદેશમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને વિશે ઘણી સારી જાગૃતિ જોવા મળે છે. આપણા કેટલાક સાહિત્યકારોનો વિદેશ-વસવાટ પણ આમાં કારણભૂત છે, તો અહીંના સાહિત્યકારો વિદેશના પ્રવાસે જાય છે ત્યારે પણ ત્યાંની સાહિત્યપ્રવૃત્તિમાં નવું બળ પૂરે છે. આ ડાયસ્પોરા સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં નવી અનુભવસૃષ્ટિ અને નવી ભાષાસમૃદ્ધિ લાવી શકે તેમ છે. આને માટે વિદેશથી આવતા સાહિત્યકારો સાથે વધુ ને વધુ આદાન-પ્રદાન કઈ રીતે થાય તે સાથે મળીને જોઈએ.
ગુજરાતી સાહિત્ય બહુ ઓછા પ્રમાણમાં અંગ્રેજીમાં અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રગટ થાય છે. પરિષદ આ કાર્ય એના અનુવાદ-કેન્દ્ર મારફતે તેમજ વિદેશસ્થિત ગુજરાતી લેખકોના સહયોગથી વિકસાવવા માગે છે. પરિષદની વેબસાઇટનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અત્યારે એના દ્વારા પરિષદ વિશેની સામાન્ય જાણકારી ઉપલબ્ધ થઈ છે. શ્રી રતિલાલ ચંદરયાએ તૈયાર કરેલા ‘ગુજરાતી લેક્સિકન ડૉટ કોમ' વિશે પૂર્વ પરિષદપ્રમુખ શ્રી બકુલભાઈ ત્રિપાઠીની અધૂરી નોંધ (‘પરબ', સપ્ટેમ્બર, ૨૦૦૬) મળે છે. એ કાર્ય અંગે પણ પરિષદ વિચારી રહી છે.
ગુજરાતની અનેક સંસ્થાઓની માફક પરિષદને પણ મર્યાદાઓ છે
સાઝિયિક નિસબત
સહિયારો પુરુષાર્થ
૨૨