________________
ko
અને એમાંથી પરિષદને બહાર લાવવાનું કામ આપણા સહુનું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતા તમામ લેખકો અને વાચકોની આ પરિષદ છે. પરિષદનું ગૌરવ સચવાય તે પ્રદેશના ગૌરવ બરાબર છે.
પરિષદ ગુજરાત અને ગુજરાત બહારના સાહિત્યપ્રેમી સહદયો પાસેથી સૂચનો મેળવવા આતુર છે. પરિષદમાં જે કંઈ કરવા જેવું લાગે, તે અંગે ભાવાત્મક અભિગમથી સૂચનો કરશો અને સાથોસાથ તમે કઈ રીતે પરિષદમાં સક્યિતા દાખવી શકશો તે પણ જરૂર જણાવશો. આપણા સર્વની ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા પૂર્ણ થાય એ જ ભાવના.
હું ગુર્જર વિશ્વનિવાસી
આજે ગુજરાતી સાહિત્યમાં ધીરે ધીરે ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને વિદેશવાસી સાહિત્યકારો એમની કૃતિઓ અને સામયિકો દ્વારા કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, બ્રિટન, કેનેડા, પાકિસ્તાન, પૂર્વ આફ્રિકા, ઇટલી, ઑસ્ટ્રેલિયા જેવા દેશો કે ઍન્ટવર્પ જેવાં શહેરોમાં ગુજરાતી પ્રેમી સર્જકો અને સાહિત્યરસિકોની સાહિત્યિક પ્રવૃત્તિ ચાલતી રહી છે.
સિંગાપોરમાં શિશુવર્ગના બીજા ધોરણથી “એ” લેવલ એટલે કે બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીને વિષય તરીકે ગુજરાતી શીખવા મળે છે. કુલ તેરા ધોરણમાં ૨૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. અહીં શાળા-પ્રવેશ સમયે વિદ્યાર્થીને એની માતૃભાષા પૂછવામાં આવે છે અને તે નોંધણી કરાવવી પડે છે. વળી શાળા એવો આગ્રહ રાખે છે કે તમારી માતૃભાષા ગુજરાતી હોય, તો તમારે ગુજરાતી વિષય લેવો જોઈએ. કેનિયાના નાઇરોબી શહેરની મહાજનવાડીના ગ્રંથાલયમાં કે પછી ત્યાં વસતા પાનાચંદ દેઢિયા જેવા સાહિત્યપ્રેમીઓ પાસે ‘ક્યોતિ’, ‘આગળ ધસો' જેવાં સામયિકના અંકો છે. જેમાં વિદેશની ધરતી પરના નેવું વર્ષ પૂર્વેના સ્વાનુભવો અને ત્યાંનાં પ્રવાસવર્ણનો મળે છે. ભારતમાં થતી પ્રવૃત્તિનો - પછી તે મહાત્મા ગાંધીજીનું સ્વતંત્રતા માટેનું આંદોલન હોય કે દેશમાં થતી સામાજિક સુધારણાની કામગીરી હોય એનો - પડધો એ સામયિકો ઝીલતા હતાં અને સાથોસાથ આસપાસના વતનની વાતો પોતાની માતૃભાષામાં લખતા હતા. આવાં વિદેશનાં જૂનાં સામયિકોને કોઈ સી.ડી.માં જાળવી લે, તો એ સમયનો મહત્ત્વનો સામાજિક
સાહિત્યિક નિસબત
હું ગુર્જર વિશ્વનિવાસી