Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 15
________________ મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવો સર્જકઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે. સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજમાં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજકારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે. સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તે ય હવે ઓછી થઈ છે. વ્યક્તિને બે રીતે સજ્જતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવા જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે. સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજબરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ. પ્રજાનું હીર અને સત્ત્વ અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણિજતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ સાહિત્યિક નિસબત ૧૮ Ezalkout1 | | | જી 14 અસિધારાવ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે. મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુઃખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે. ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે. અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. નેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે. પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વને વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી. એફ. આર. લેવિસે કવિતા સાથે ‘કેન્દ્રીય માનવત્વ'નો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દૃષ્ટિ – આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટેક્નૉલોજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે. સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના જીવન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૯

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54