________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાતારને ગંભીરતાથી સાંખવાનું છે ખરે, સમજુ સમજતાં સાનમાં એ ટેકને છેડે નહીં, જે કુદતી ટેકે જીવે તે વિશ્વમાં શેભે સહી. ૧૮૦ વિશ્રાન્તિ લીધા વિના પ્રગતિ માર્ગે વહેવું. હેતી ઘણાએક કાળથી વિશ્રાતિને લેતી નહીં, રાત્રિ દિવસ ક્ષણ માત્રમાં વહેબુંજ શિખી તું સહી; વિશ્રાન્તિ લીધાવણું વહી સમજાવતી ઝટ સાનમાં, વિશ્રાન્તિ નહિ પ્રગતિપથે આલસ્ય અંગે આણુ મા. ૧૮૧ જે ક્ષણ જતે આયુષ્યને પાછા ન આવે તે સહી, આત્મોન્નતિ વિશ્વાન્નતિ કરવામાં વિશ્રાન્તિ નહીં; વિશ્રાન્તિ લીધાવણ સકળ માનવ વહે પ્રગતિ કરે, શ્રદ્ધાબળે પ્રેમે સદા નિજ જીવનની પ્રગતિ વરે. ૧૮૨ હારા વિષે ન્હાનાર મોટા મહીપતિ થઈ ગયા, કે ભેગીઓ કે જેગી નામાવશેષે થઈ રહ્યા કે માનીએ કે જ્ઞાની યાદી ન તેની આવતી, સાક્ષી સ્વરૂપી તું રહી યાદી શું? તેની લાવતી. ૧૮૩
www.kobatirth.org
For Private And Personal Use Only