________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
ખર્ચાળુને પ્રતિદિન થતી ચિન્તા ઘણી મનમાં અરે, આવક ઘણી કાર્પણ્ય બહુ તે પણ ઘણી ચિન્તા વરે; નિજજીવન રથનાં ચક્ર એ આવક અને વ્યય જાણવાં, સરખાં જ ચાલે પ્રગતિ છે માટેજ સરખાં આણવાં. ૨૮૭ નિજશક્તિયાના વ્યય ભલે આવકપ્રમાણે યુક્તિથી, અપવાદથી નિજ શક્તિનું સ્વાર્પણ ભલું છે ભક્તિથી; આવક પ્રમાણે વ્યય કરી એવું શિખવતી જીવનથી, અવલેાકી નીતિ યુક્તિયેા આચારમાં મૂકા મથી. ર૮૮ જે દેશમાં આવક પ્રમાણે વ્યય કરે લોકો સહુ, તે દેશની આબાદી છે તેનું શું ? હું વર્ણન કહ્યું; અતિજ્ઞાનને કાપેણ્યથી વ્યવહારમાં વાંધા પડે, આવક પ્રમાણે વ્યય કરે વ્યવહારમાં સા પરવડે. ૨૮૯ આત્મસત્તા વિશ્વાસ.
નિજ આત્મસત્તાની પ્રતીતિ ધારતી વહેતી રહે, પરમાર્થજીવન જીવતી જગ લોકને એવું કહે; વિશ્વાસ રાખી આત્મની સત્તાતા કાર્યો કરો, પરના ભસે ના રહે નિજ આત્મસત્તાએ ક. ૨૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only