________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
એ પ્રેમ સંબંધ નહિ છુપે છૂપાવતાં કે કાળમાં, કમળ વિકસતાં ભાનુથી એકેન્દ્રિના અવતારમાં. ૩૩૪ તાદાસ્યસમ્મસંબંધથી મિત્ર થકી મિત્ર મળે, જ્ઞાનવિષે જ્ઞાની ભળે સખીઓથકી સખીઓ હળે; નિજની મહત્તા જ્યાં ઘણી સ્વાર્પણ કરી ત્યાં સહુ ભળે, સ્વાર્પણ અને તાદામ્ય વણ ભેળા મળ્યાથી શું વળે. ૩૩૫ નામાકૃતિથી ભિન્નતા ધરવાથકી કે ના ભળે, નામાકૃતિ વાર્પણ કરી સંન્યાસથી ભેળાં મળે; ભેગા ભળે જે એ રીતે તેનું જ ભળવું સત્ય છે, પ્રભુરૂપમાં સન્ત ભળે પરપ્રેમનું એ કૃત્ય છે. ૩૩૬ ભેગાં મળવાથી સંધશકિતની વૃદ્ધિ. બે એકડા ભેગા મળે અગિયાર જગ કહેવાય છે, બને નદી ભેગી મળે બળ પ્રાણીમાં પ્રકટાય છે, ભેગા મળી બહુ જન ઘણુ શક્તિ જગતમાં મેળવે, ધાર્યો કરે કાર્યો ઘણાં શુભસંઘ શક્તિ કેળવે. ૩૩૭ કલિકાળમચ્ચે સંઘશક્તિ સર્વથી મેટી સહી, ભેગી મળીને સંઘપુરની પાસ શિક્ષા એ કહી;
www.kobatirth.org
For Private And Personal Use Only