________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેર
સાર્થક કરે છે નામને મોટા જના સદ્ગુણુવડે, પુરૂષાર્થને બહુ સ્મારવી બહુખંતથી કાર્યો કરે; નિજનામ સાર્થક ના કર્યું તે હાસ્યપાત્ર જ થાય છે, નિજનામને સાર્થક કરે લોકાવડે વખણાય છે. ૩૬૭ જેણે ન રાખ્યું નામ તે શા હેત જન્મ્યા માનવા ? રાખ્યુજ જેણે નામ તે જન્મ્યા જ જગમાં માનવા; તીર્થંકરોએ નામને સફળાં કયા એ કારણે, દુનિયા પ્રભાતે પ્રેમથી નામેા જ તેઓના ગણે. ૩૬૮ અભિમાન ત્યજીને વિશ્વમાં નીચા નમીને વિનયથી
ચાલવુ
નીચા નમીને ચાલવું એવું જગત શિખડાવવા, નીચી સદા વહેતી રહે આદર્શજીવન ગાળવા; સહુને નમીને ચાલવામાં ઉચ્ચતા નિજ ઝળકતી; વિનચે ન વૈરી કા થતું યશ કીર્ત્તિમિષે ચળકતી. ૩૬૯ નીચા નમીને ચાલવામાં ફાયદો કોટી ગમે, અહંકાર મન આવે નહીં ને વૈર એ ઉપશમે; નીચા નમ્યાથી કૃષ્ણની પેઠે જ વિજયા બહુ મળે,
www.kobatirth.org
For Private And Personal Use Only