Book Title: Rushibhashitani Part 1 Author(s): Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ જ- ત્રવિષિતાનિ – 9. જ્ઞાન થયું અને સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર મેળવીને જ વલ્કલગીરી વગેરેની જેમ તેઓ મોક્ષે ગયા હતાં. સર્વવિરતિના પરિણામરૂપ ભાવલિંગ વિના તો ક્યારેય પણ જીવહિંસારૂ૫ શીતોદક-બીજ વગેરેના પરિભોગથી કર્મક્ષય ન થઈ શકે. અહીં દષ્ટાન્ત આપતાં કહે છે કે જેમ ભાર વહન કરતાં ભાંગી પડેલા ગધેડા પડી જાય છે. તેની જેમ વિષાદ પામે છે અર્થાત્ સંયમભારને છોડીને શિથિલાચારી થાય છે. અથવા તો જેમ અગ્નિ વગેરેના ઉપદ્રવમાં જેઓ ગમન કરતાં અટકી જાય છે, પાછા ફરે છે, આગળ જતાં નથી. વળી અગ્નિ વગેરેના ઉપદ્રવમાં જ વિનાશ પામે છે. એમ તે શિથિલાચારીઓ પણ મોક્ષ પ્રતિ પ્રવૃત થવા છતાં પણ મોક્ષ તરફ ગતિ કરતાં નથી, પણ સંસારમાં જ અનંત કાળ સુધી રહે છે. પાન શ્રીસૂત્રકૃતાંગસૂત્રના ઉપરોક્ત વચનોથી પ્રસ્તુત પ્રશ્નનું પરિપૂર્ણપણે સમાધાન થયા વિના રહેતું નથી. શ્રીતત્ત્વાધિગમસૂત્રના સ્વોપજ્ઞભાષ્યમાં પણ આ જ રીતે પ્રસ્તુત સમાધાન પ્રાપ્ત થાય છે - लिङ्गे पुनरन्यो विकल्प उच्यते । द्रव्यलिङ्गभावलिङ्गमलिङ्गमिति। प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्यालिङ्गः सिध्यति । पूर्वभावप्रज्ञापनीयस्य भावलिङ्गं प्रति स्वलिङ्गे सिध्यति । द्रव्यलिङ्गं त्रिविधं स्वलिङ्गमन्यलिङ्गं गृहिलिङ्गमिति तत्प्रतिभाज्यम् । सर्वस्तु भावलिङ्गं प्राप्तः सिध्यति । - તત્વાર્થસૂત્રે 19૦-૭|ી માધ્યમ્ // અર્થાત્ સ્ત્રી-પુરુષ-નપુંસક આ ત્રણે લિંગે મોક્ષમાં જઈ શકે છે. એ તો કહ્યું હવે લિંગવિષયક અન્ય વિકલ્પ કહેવાય છે. (૧) દ્રવ્યલિંગ - બાહ્યવેષ, (૨) ભાવલિંગ - સર્વવિરતિ પરિણામ - ચારિત્ર (3) અલિંગ – શુદ્ધઆત્મસ્વરૂપ. 10 आर्षोपनिषद् - અહીં પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીય નથી એટલે સિદ્ધ થવાની વર્તમાન ક્ષણનો વિચાર કરીએ તો અલિંગ સિદ્ધ થાય છે. અર્થાત જે સમયે સિદ્ધ થાય તે સમયે શરીર જ ન હોવાથી બાહ્યવેષ હોતો નથી, માટે દ્રવ્યલિંગ સંભવતું નથી. અને કર્મોનો ક્ષય કરે એ ચારિત્ર એ આવા સ્વરૂપનું ચારિત્ર પણ હોતું નથી. કારણ કે કર્મોનો ક્ષય થઈ ચૂક્યો છે. માટે ચારિત્ર માનીએ તો તેનું ફળ શું મળશે ? માટે વરિત્તાવાર વરિત્ત - આ લક્ષણવાળું ચારિત્ર ન હોવાથી ભાવલિંગ પણ નથી. માટે અલિંગપણે સિદ્ધ થાય છે એમ કહેવાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીય નયે ભાવલિંગ પ્રતિ સ્વલિંગમાં સિદ્ધ થાય છે. અર્થાત્ જિનપ્રવચનપ્રતિપાદિત સર્વવિરતિ - પરિણામને પ્રાપ્ત કરીને જ સિદ્ધ થાય છે. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારનું છે. (૧) સ્વલિંગ – જૈન સાધુનો વેષ (૨) અભ્યલિંગ – પરિવ્રાજક, તાપસાદિનો વેષ (3) ગૃહિલિંગ - ગૃહસ્થવેષ. અહીં ભજના હોય છે. અર્થાત્ સિદ્ધ થનારો આત્મા સિદ્ધિની પૂર્વે આ ત્રણ લિંગમાંથી કોઈ પણ લિંગમાં હોઈ શકે છે. જેમ કે નવતત્વ પ્રકરણમાં કહ્યું છે - frદક્તિસિદ્ધ મરદો, વવ•d વીર ય એન્નતામિ સાદુ સતાસિદ્ધા – ભરત ચક્રવર્તિ ગૃહસ્થલિંગે સિદ્ધ થયા, વલ્કલગીરી અન્યલિંગે સિદ્ધ થયા અને જંબૂસ્વામી વગેરે સાધુ સ્વલિંગે સિદ્ધ થયા. પણ આ સર્વે ભાવલિંગ સર્વવિરતિ પરિણામને પામીને જ મોક્ષે જાય છે. પરિવાક થઈને મોક્ષે ગયા, એનો અર્થ એ નથી કે પરિવ્રાજકપણું, કંદમૂળભોજન વગેરેના કારણે તેમની મુક્તિ થઈ, આ તો સમ્યગ્દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ પૂર્વે તેમની જે અવસ્થા હતી તેનો વ્યપદેશમાત્રPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 141