________________
વિનિતા ]
ऋषभपञ्चाशिका.
૧૧૫
(૬) સમલઢ નય પર્યાયની ભિન્નતાથી અર્થમાં ભિન્નતા માને છે. કેમકે એ લૌકિક સંકેતો ઉપરાંત વ્યુત્પત્તિ તરફ પણ લક્ષ્ય આપે છે. અર્થાત્ આ નય શબ્દો દ્વારા અર્થોનો બોધ મેળવતી વેળા લોકિક સંકેત અને શબ્દ વાચ્યભાવ એ બંને તરફ નજર રાખે છે. આના તરફ અયોગ્ય મોહ ધરાવનારા દર્શન તરીકે યોગાચારને ઓળખાવી શકાય.
(૭) એવંભૂત નય સ્વકીય કાર્યને કરનારી વસ્તુનેજ વસ્તુરૂપે માને છે. આ નય પણ લૌકિક સંકેતનો આશ્રય લે છે તો પણ તેનું મુખ્ય ધ્યેય તો શબ્દના વ્યુત્પત્તિ જન્ય ભાવ સાથે અર્થના સામ્ય તરફજ હોય છે. આ નય લાક્ષણિક કે ઔપચારિક શબ્દો તરફ જરા પણ ધ્યાન આપતો નથી. કહેણી અને રહેણીની સમાનતાને પુષ્ટિ આપવામાં આ નય એક્કો છે, અર્થાત્ શબ્દનો ભાવ એક દિશામાં હોય અને અર્થનો મીજી દિશામાં હોય તે વાત આને સંમત નથી. માધ્યમિક દર્શનની આ તરફ અઘટિત પ્રીતિ છે.
એક એકથી વધારે વિશુદ્ધ એવા આ સાત નયો પૈકી પ્રત્યેકના સો સો ભેદો પડે છે. સુભાગ્યે આનું સ્વરૂપ નયચક્રવાલમાં તેના કર્તા શ્રીમહ્વવાદીએ આલેખ્યું છે એટલુંજ નહિ, પરંતુ તેના ઉપર સુવિસ્તૃત ટીકા રચી પોતાની પરોપકાર-વૃત્તિ શ્રીસિષિ મુનિવર્યે પ્રકટ કરી છે. આનો આદર્શ તૈયાર કરવામાં ન્યા ન્યા॰ શ્રીયશવિજય મહેાપાધ્યાયે અપૂર્વ પરિ શ્રમ સેવ્યો છે. આ અનુપમ ગ્રન્થ જેમ બને તેમ જલદી છપાવીને બહાર પાડવામાં આવે તેમ વધારે હિતકર છે. એ પ્રકટ થતાં તેના જિજ્ઞાસુને ઘણું જાણવાનું મળશે.
ઉપર્યુક્ત સાત નયો પૈકી કેટલા નયોને દ્રવ્યાર્થિક ગણવા એ સંબંધમાં મત-ભેદ છે. શ્વેતામ્બર સમ્પ્રદાયમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સૈદ્ધાન્તિકો પ્રથમના ચારને દ્રવ્યાર્થિક માને છે, જ્યારે શ્રીસિસૈનદિવાકર પ્રમુખ તાર્કિકો પ્રથમના ત્રણને દ્રવ્યાયિક માને છે. નચેાપદેશમાં કહ્યું પણ છે કે—
"तार्किकाणां त्रयो भेदा, आद्या द्रव्यार्थिनो मताः । સૈદ્ધાન્તિાનાં વવા, પાયાર્થતાઃ રે || ૬૮ દિગમ્બર-સમ્પ્રદાય તરફ નજર કરતાં શ્રીવિદ્યાનન્દસ્વામી તાર્કિકોને મળતા છે,
માલૂમ પડે છે કે તત્ત્વાર્થશ્યાવાર્તિકના કર્તા કેમકે તેમણે આ ગ્રન્થ (પૃ૦ ૨૬૮)માં કહ્યું છે કે— “સ પામ્ ઢૌ વિશેષેળ, દ્રવ્યપર્યાયોષૌ । द्रव्यार्थो व्यवहारान्तः, પાર્થસતોઽપરઃ ॥ ૨ ॥”
અર્થ—નય અને શબ્દ–નયમાં ક્યા ક્યા નયોનો અન્તર્ભાવ થાય છે તે સંબંધમાં તો મતભિન્નતા જણાતી નથી. સૈદ્ધાન્તિકો તેમજ તાર્કકો નૈગમથી ઋજુસૂત્ર પર્યંતના ચાર નયોને અર્થ-નય માને છે, જ્યારે બાકીના નયોને શબ્દ–નય તરીકે ઓળખાવે છે. આ વિષયમાં તો શ્વેતાંખર અને દિગમ્બર સમ્પ્રદાયોનું પણ ઐક્ય જોવાય છે; કેમકે તત્ત્વાર્થસ્લેકવાર્તિક (પૃ૦ ૨૭૪)માં કહ્યું છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org