Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 296
________________ વિનિતા ] श्रीवीरस्तुतिः ૨૬૩ વિચાર કરવામાં આવ્યો છે. અહીં દરેક પૂર્વના અનુક્રમે કેટલા વસ્તુઓ છે તેનો નિર્દેશ કરીએ, ઉત્પાદ પૂર્વાદિ ચૌદ પૂર્વના વસ્તુઓની સંખ્યા ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૫ ની છે. અનુચાગ અનુકૂળ અથવા અનુરૂપ યોગ તે ‘અનુયોગ’ કહેવાય. સૂત્રનો પોતાના અભિધેય (વિષય)ની સાથેનો અનુરૂપ સંબંધ તે અનુયોગ’ છે. આ અનુયોગના મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ એમ એ પ્રકારો છે, ધર્મના પ્રણેતા તીર્થંકરો હોવાથી તેઓ ‘મૂળ’ કહેવાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ ભવમાં થઈ હોય ત્યાંથી માંડીને તે તેમના નિર્વાણુ પરત્વેની હકીકત ઉપર પ્રકાશ પાડનારો અનુયોગ તે ‘મૂલપ્રથમાનુયોગ' છે. શેરડીનાં એ પર્વના વચલા ભાગને ગણ્ડિકા ( ગંડેરી ) કહેવામાં આવે છે. ગણ્ડિકાના જેવી ગણ્ડિકા છે. એ એક વિષયના અધિકારરૂપ ગ્રન્થ-પદ્ધતિ છે. એનો અનુયોગ તે ગણ્ડિકાયોગ' કહેવાય છે. કુલકરગણ્ડિકા, તીર્થંકરગણ્ડિકા, ગણધરગણ્ડિકા, ચિત્રાન્તરગણ્ડિકા એમ અનેક ગણ્ડિકાઓ છે. કુલકરગણ્ડિકામાં વિસલવાહન વગેરે કુલકરોનાં પૂર્વ ભવો, જન્મ વગેરેનું સવિસ્તર વર્ણન છે. એ પ્રમાણે તીર્થંકરગણ્ડિકા વગેરે માટે સમજી લેવું. ચિત્ર એટલે અનેક અર્થવાળી, અને અન્તર એટલે શ્રીઋષભદેવ અને શ્રીઅજિતનાથ વચ્ચેનું આંતરૂં. આથી શ્રીઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના મોક્ષગમન કે અનુત્તર વિમાનમાં ઉપપાત વિષે પ્રકાશ પાડનારી ગણ્ડિકા તે ચિત્રાન્તરગણ્ડિકા છે. એનું વિશિષ્ટ સ્વરૂપ નન્દીની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિમાં ૨૪૨ માંથી તે ૨૪૬ મા પત્રમાં નજરે પડે છે. ચૂલિકાએ— ચૂલિકા કહો કે ચૂલા કહો તે એક જ છે અને તેનો અર્થ શિખર થાય છે. દૃષ્ટિવાદરૂપ પર્વતની ચૂલારૂપ આ ચૂલિકાઓ, પરિકર્મ, સૂત્ર, પૂર્વ અને અનુયોગમાં જે અર્થ ન કહ્યો તેના સંગ્રહરૂપ છે. પ્રથમના ચાર પૂર્વાંને ચૂલિકા છે, બાકીનાને નથી. આ લિકાઓને ‘ચૂલિકાવસ્તુ’ પણ કહેવામાં આવે છે. પહેલા પૂર્વની ચૂલિકાની સંખ્યા ચારની છે. એ પ્રમાણે બીજા, ત્રીજા અને ચોથા પરત્વેની ચૂલિકાની સંખ્યા અનુક્રમે ૧૨, ૮ અને ૧૦ છે. આથી ચૂલિકાઓની કુળ સંખ્યા ૩૪ ની છે. ૧ વસ્તુ એટલે એક જાતનું ગ્રન્થનું પ્રકરણ (ગ્રન્થ-વિચ્છેદ-વિશેષ ). ૨ તીર્થંકરગટિકા અને મૂલપ્રથમાનુયોગ જૂદા ગણાવ્યા છે તેથી એમ કલ્પના થાય છે કે મૂલપ્રથમાનુયોગમાં સમસ્ત તીર્થંકરોનાં જીવનોને એક સરખી રીતે લાગૂ પડતી હકીકતોનો નિર્દેશ હોવો જોઇએ, જ્યારે તીર્થંકર-ગણ્ડિકામાં પ્રત્યેક તીર્થંકર આશ્રીને તેનાં જીવનના વિશિષ્ટ પ્રસંગોનો પણ ઉલ્લેખ હોવો જોઇએ. ૩ શ્રીધર્મઘોષસૂરિષ્કૃત ઘૂસમડિયા કે જેનો ઉલ્લેખ સેનપ્રશ્ન ( ઉ. ૪)ના ૧૦૧ મા પત્રમાં છે તેને પ્રસ્તુતમાં કશો સંબંધ નથી. યુગપ્રધાનગંડિકા પાંચમા આરામાંના યુગપ્રધાનોનાં નામ, સ્થળ, દીક્ષા, પર્યાય વગેરે હકીકત રજુ કરે છે. આ ગ્રંથ આજે પણ કોઇ કોઇ સ્થળે ઉપલબ્ધ હોવાનું સંભળાય છે, પરંતુ તે પ્રસ્તુત છે કે નહિ તે ગ્રંથ નજરે જોયા વિના કેમ કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314