Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 297
________________ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનરાવ આ પ્રમાણેની દૃષ્ટિવાદના પાંચ વિભાગોની સ્થૂલ રૂપરેખા છે. વિશેષમાં એમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વો છે, વસ્તુ, ચૂલવસ્તુ, 'પ્રાણત, પ્રાણતત્રાભૂત, પ્રાકૃતિકા, પ્રાણતપ્રાકૃતિકા, સહસ્રપદ તેમજ અક્ષરોની સંખ્યા સંખ્યાતની છે, જ્યારે ગમો અને પર્યાયો અનંત છે તેમજ ત્રસ પરિત છે અને સ્થાવર અનંત છે. નિયુક્તિ— ૪ આચારાંગસૂત્રની શ્રીંશીલ કાચાયૅકૃત ટીકાના ત્રીજા પત્રમાં નિયુક્તિ એટલે શું તે સંબંધમાં એ ઉલ્લેખ છે કે “નિશ્ચયૅનાથૅતિપાદ્રિા યુન્તિનિયુક્ત્તિ” અર્થાત્ નિશ્ચયરૂપે અર્થનું પ્રતિપાદન કરનારી યુક્તિ તે ‘નિર્યુક્તિ” છે. દશવૈકાલિકની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિએ એમ કહ્યું છે કે “निर्युक्तानामेव सूत्रार्थानां युक्तिः - परिपाट्या योजनं निर्युक्तयुक्तिरिति वाच्ये युक्त शब्दलोपानिर्युक्तिस्तां विप्रकीर्णार्थयोजनां” અર્થાત્ છૂટા છવાયા અર્થોને જોડી આપવાનું કામ-પરસ્પર સૂત્રોના અર્થોનું અનુસંધાન નિયુક્તિ કરે છે. આની ભાષા પ્રાકૃત છે અને તે પદ્યખદ્ધ છે. કુલ તેર નિર્યુક્તિઓ જે ગણાવાય છે તેનાં નામો નીચે મુજબ છેઃ (૧) આવશ્યક–નિર્યુક્તિ, (ર) દશવૈકાલિક-નિર્યુક્તિ, (૩) ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ, (૪) આચારાંગ–નિયુક્તિ, (૫) સૂત્રકૃતાંગ-નિર્યુક્તિ, (૬) દશાશ્રુતસ્કંધ-નિર્યુક્તિ, (૭) કલ્પ–નિયુક્તિ, (૮) વ્યવહાર–નિર્યુક્તિ, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ-નિર્યુક્તિ, (૧૦) ઋષિભાષિત-નિર્યુક્તિ, (૧૧) ઓઘ-નિર્યુક્તિ, (૧૨) પિણ્ડ–નિર્યુક્તિ, અને (૧૩) સંસક્ત-નિર્યુક્તિ. આ નિયુક્તિઓ પૈકી સાતમી અને દશમી નિર્યુક્તિઓ જોવામાં આવતી નથી. પહેલી, ચોથી, પાંચમી અને નવમી આગમોય સમિતિ તરફથી, ખીજી અને ત્રીજી દે॰ લા॰ પુ॰ સંસ્થા તરફથી અને આઠમી શ્રીમાણેક મુનિએ છપાવી છે. અગ્યારમી અને ખારમી એ વસ્તુતઃ નિયુક્તિ નથી, કેમકે એ કોઇ ગ્રંથની વ્યાખ્યા રૂપ નથી, કિન્તુ સ્વતંત્ર ગ્રન્થરૂપ છે. આ પૈકી ઓઘનિર્યુક્તિ આગમોય સમિતિ તરફથી અને પિડનિયુક્તિ દે. લા. પુ. સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી છે. સંસક્ત-નિયુક્તિ ક્યા એ ખાદ્ય કે પેય પદાર્થોનું મિશ્રણ થતા જીવની ઉત્પત્તિ થાય છે એ વિષય ઉપર પ્રકાશ પાડે છે, પ્રથમની દેશ નિયુક્તિઓના કર્તા શ્રીભદ્રબાહુસ્વામી છે. આ વાતને આવશ્યની નિર્યુ. ક્તિની નિમ્ન—લિખિત ગાથાઓ સાક્ષી પૂરે છેઃ ૧ અત્યારે સંખ્યાત પ્રાભૂતો પૈકી યાનિપ્રામૃત જીર્ણ-શીર્ણે દશામાં ભાડારકર ઑરિયેન્ટ્સ ઇન્સ્ટિ ટપુટ (પુના)માં મળી આવે છે. આ ઉપરાંત સિદ્ધપ્રાકૃત, નિમિત્રપ્રાકૃત, વિદ્યાપ્રાભૃત, સ્વરપ્રાકૃત, કષાયપ્રાકૃત એ નામો તેમજ તેને લગતી થોડી ઘણી હકીકત મળે છે. યોનિપ્રામૃત તેમજ સિદ્ધપ્રાભ્ તાદિ ત્રણ પ્રાભૂતો ઉપર ઇતિહાસન મુનિરાજ શ્રીકલ્યાણવિજયનો આપણાં પ્રાભૂતો' એ લેખ પ્રકાશ પાડે છે. ( જુઓ ‘જૈન યુગ' પૃ૦ ૧, અં. ૩-૪). સ્વરપ્રાકૃતનો નામનિર્દેશ અનુયાગદ્નારની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિના ૬૯ મા પત્રમાં છે. કષાય-પ્રાકૃતનો નિર્દેશ પંચસંગ્રહની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિના પ્રારંભમાં છે.જયપ્રાકૃત એ પ્રશ્નન્યાકરણનું બીજું નામ હોય એમ સૂચવાય છે એટલે અત્ર તેનો પૃથક્ નિર્દેશ કરવામાં આવતો નથી. વિશેષમાં આ પ્રશ્નવ્યાકરણ કંઇ આગમ નથી. એ તો જ્યોતિષનો ગ્રંથ છે એમ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314