Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 298
________________ ૬૫ विरचिता] श्रीवीरस्तुतिः "आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निजुत्ति वुच्छामि तहा दसाणं च ॥ ८४ ॥ कप्पस्स य निजुत्तिं ववहारस्सेव परमणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥ ८५ ॥ एतेसिं निजुत्तिं वुच्छामि अहं जिणोवएसेणं । आहारणहेउकारणपयनिवहमिणं समासेणं ॥ ८६ ॥" નંદીસત્રમાં કહ્યું છે કે ચૌદપૂર્વધારીને રચેલો ગ્રંથ “આગમ' કહેવાય છે. તો એ કથન અનુસાર આ નિર્યુક્તિઓને “આગમ તરીકે ઓળખાવાય. તેમ કરતાં આગમની કુલ સંખ્યા ૨૮૪ ની થાય છે. દશવૈકાલિક કૃતના જે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે ભેદ છે તે પૈકી અંગખાદ્યના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એમ બે અવાંતર ભેદો છે. તેમાં વળી આવશ્યક-વ્યતિરિક્તના કાલિક અને "ઉત્કાલિક એમ બે પ્રકારે છે. ઉત્કાલિકના અનેક પ્રકારો છે. તેમાંના એક પ્રકારનું નામ “દશવૈકાલિક” છે. એના કર્તાનું નામ શ્રીશચંભવસૂરિ છે. તેઓ ચૌદપૂર્વધર હતા. તેમને પોતાના પુત્ર મનકને દીક્ષા આપી ત્યારબાદ તેમણે ઉપયોગ મૂક્યો તો જણાયું કે મનક મુનિનું આયુષ્ય ફક્ત છ માસનું છે. આથી તેમણે વિચાર કર્યો કે કંઈ કારણ હોય તો ચૌદપૂર્વધર પૂર્વમાંથી ઉદ્ધાર કરે છે અને દશપૂર્વધરો તો અવશ્ય ઉદ્ધાર કરે જ. હું ચૌદપૂર્વધર છું, વાતે મારા પુત્રની સદ્ગતિ થાય તે માટે મારે પણ પ્રયાસ કરવો. આમ વિચારી તેમણે પૂર્વોમાંથી ઉદ્ધાર ૧ છાયા आवश्यकस्य दश(वै)कालिकस्य तथा उत्तराध्य(यन)-आचारयोः । सूत्रकृते नियुक्तिं वक्ष्ये तथा दशानां च ॥ कल्पस्य च नियुक्तिं व्यवहारस्यैव परमनिपुणस्य । सूर्यप्रज्ञप्तेर्वक्ष्ये ऋषिभाषितानां (देवेन्द्रस्तवादीनां) च ॥ एतेषां नियुक्तिं वक्ष्येऽहं जिनोपदेशेन । आधारणहेतुकारणपदनिवहामेतां समासेन ॥ ૨ હાલ ઉપલબ્ધ આગમોની આ સંખ્યા છે. એમાં ૪૧ સુત્રો. ૩૦ પયજ્ઞા. ૧ર નિયક્તિઓ અને એક મહાભાષ્ય (વિશેષાવશ્યક)ને સમાવેશ કરાયેલો છે. નંદીસૂત્રમાં જે ૮૪ આગમ ગણાવ્યા છે તે કંઈ આના આ જ નથી. તેમાં ૩૪ સૂત્ર અને ૫૦ પન્નાનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે. જુઓ જૈન ગ્રન્થાવલી, ઓવ-નિયુક્તિ અને પિંડ-નિર્યુક્તિને પ્રચલિત ૪૫ આગમાં ગણી લેવામાં આવે છે. તેમ થતાં | આગમો, ૧૦ અવશિષ્ટ સૂત્રે, ૨૦ પન્નાઓ અને ૯ નિયુક્તિ મળતાં ૮૪ ની સંખ્યા થાય છે.. વિચારસાર (પૃ. ૭૮)માં આગમોની સંખ્યા ૪૫ હોવાનો નિર્દેશ છે. ૩ અવશ્ય કરવા લાયક સામાયિક વગેરે અનુષ્ઠાનેને પ્રતિપાદન કરનારું શ્રત “આવશ્યક કહેવાય છે. ૪-૫ જે દિવસની પહેલી અને પાછલી પૌરૂષી તેમજ રાતની પહેલી અને પાછલી પોરૂષીમાં જ ભણાય તે “કાલિક શ્રત છે. જે કાલ-વેલા સિવાય અન્ય વખતે ભણાય તે “ઉત્કાલિક છે. ૬ એના વૃત્તાન્ત માટે જુઓ પરિશિષ્ટપર્વ (સ. ૫). ૭ ક્યા ક્યા પૂર્વમાંથી શેને શેને ઉદ્ધાર કર્યો તે વાત શ્રીભદ્રબાહુકૃત દશવૈકાલિક-નિયુક્તિની સોળમી, સત્તરમી અને અઢારમી ગાથાઓ ઉપરથી જણાય છે, ઋષભ૦ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314