Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 292
________________ વિરતિ] श्रीवीरस्तुतिः ૨૫૯ અંગપ્રવિષ્ટ એવા બે ભેદો છે. તેમાં વળી જેમ પુરૂષના બાર અંગે છે તેમ પરમ પુરૂષરૂપ આ અંગપ્રવિષ્ટના બાર ભેદ પાડવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને “અંગ” કહેવામાં આવે છે. બારમો ( શ્રુતન મસ્તક સમાન) વિભાગ દૃષ્ટિવાદના નામથી ઓળખાય છે. એની વ્યુત્પત્તિ કરતાં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે – "दृष्टीनाम्-अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवाद" અર્થાત્ અજ્ઞાનિક વગેરે દષ્ટિઓની જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તે “ષ્ટિવાદ છે. દષ્ટિપાત તેમજ ભૂતવાદ તરીકે પણ આ ઓળખાય છે. સંપૂર્ણ વિશેષ યુક્ત સર્વ વસ્તુઓનું પ્રતિપાદન આ ભૂતવાદમાં છે. સામાન્ય, વિશેષ ઈત્યાદિ સર્વ ધર્મ યુક્ત જીવાદિના ભેદ-પ્રભેદ ઉપર આ પ્રકાશ પાડે છે. આમાં સમગ્ર વાડ્મયનો સમાવેશ થાય છે, છતાં તે ન સમજી શકે તેવા મંદમતિ માટે શેષ શ્રુતની રચના છે. આ પ્રાયઃ ગમિક કૃતના (૧) પરિકર્મ, (૨) [गणधरकृतमङ्गकृतं यत् कृतं स्थविरैर्बाचं तत् तु । नियतं वाऽङ्गप्रविष्टम नियतश्रुतं बाह्यं भणितम् ॥] અર્થાત ગણધરોએ રચેલું શ્રત તે અંગકૃત-અંગપ્રવિષ્ટ છે, જ્યારે સ્થવિરોએ રચેલું તે અંગબાહ્ય-અનંગપ્રવિષ્ટ છે. અથવા સર્વે ક્ષેત્ર અને સર્વે કાળોમાં જેનો અર્થ અને ક્રમ અમુક જ પ્રકારનો નિયત છેસર્વ તીર્થકરોના તીર્થમાં જે અવશ્ય થનારું છે, તે અંગપ્રવિષ્ટ છે (જેમકે દ્વાદશાંગી) અને સર્વ તીર્થંકરોના તીર્થમાં થાય જ એમ નહિ એવું તંદુલચારાદિ અનિયત કૃત તે અંગબાહ્ય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણધરોએ સાક્ષાત રચેલું દ્વાદશાંગીરૂપ શ્રત તે અંગપ્રવિષ્ટ છે. શ્રીભદ્રબાહુસ્વામી જેવા સ્થવિરોએ ચેલું આવશ્યક–નિર્યુક્તિ આદિ શ્રત અંગબાહ્ય છે. અથવા ત્રણ વાર ગણધરદેવે પૂછવાથી તીર્થંકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિપદને અનુસરીને રચાયેલું શ્રત અંગપ્રવિષ્ટ છે. ગણધરના પ્રશ્ન પૂછયા વિના અથવા બીજાએ પૂછેલા પ્રશ્નના ઉત્તર તરીકે ભગવાને જે ઉત્તર આપ્યા તેને લક્ષીને સ્થવિરોએ રચેલ જંબદ્વીપપ્રાપ્તિ વગેરે શ્રત અંગબાહ્ય છે. વળી ગણધરનાં વચનને અનુલક્ષીને સ્થવિરોએ રચેલ આવશ્યક-નિયુક્તિ વગેરે પણ અંગબાહ્ય છે. પ્રશ્ન પૂછયા સિવાય અર્થ પ્રતિપાદન કરવાથી થયેલું આવશ્યકાદિ શ્રત પણ અંગબાહ્ય છે. જુઓ આવ શ્યક-સૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૪૮ મું પત્ર તેમજ શ્રીવિશેષાવશ્યક (ગા. ૫૫૦) ની શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિનું ૨૯૮ મું પત્ર. વિશેષમાં ઉપાંગો તીર્થંકરની હૈયાતીમાં અથવા તેમની અવિદ્યમાન દશામાં સ્થવિરો રચે છે. જુઓ હીરપ્રશ્નને તૃતીય ઉલ્લાસ (પૃ. ૨૪). १ "पायदुर्ग जंघोरू गायदुगद्धं तु दो य बाहू य। गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिहो ।" [पादयुगं जड़े उरुणी गात्रयुगाढे तु द्वौ च बाहू च । થવા શિર પુરો દ્વારા કૃતવરિદi] અર્થાત શ્રતવિશિષ્ટ દ્વાદશાંગરૂપ પુરુષનાં બે પગ, બે નેત્ર, બે ઊરુ, બે ગાત્રા, બે હાથ, એક ડોક અને એક મસ્તક એમ બાર અંગ છે. ૨ જુઓ વિશેષાવશ્યકની ૫પર મી ગાથા. ૩ આનો અર્થ સમજાવતાં ચૂણિમાં કહ્યું છે કે – "आई मज्झेऽवसाणे वा किंचिविसेसजुत्तं दुगाइसयग्गसो तमेव पढिजमाणं गमियं भन्नई" [भादौ मध्येઘણાને વા વિવિજ્ઞપિયુ. દ્રથતિરાતા તહેવ સ્થમા શમિ માથ] અર્થાત આદિમાં, મધ્યમાં કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314