________________
પિજિતા ] ऋषभपञ्चाशिका.
૧૬૫ સ્પષ્ટીકરણ કવીશ્વરના નામની ગર્ભિતતાદ્વારા સ્ત્ર વિસર્જામય!
વાળા એ પદમાં વાવાઝના પ્રયોગથી કવીશ્વરે પોતાનું ધનવાળ-ધનપાલ એવું નામ સૂચવ્યું છે. આથી કરીને આ ઋષભ-પંચાશિકાને ધનપાલની કૃતિ તરીકે બેધડક ઓળખાવી શકાય છે. રસ્તુતિ-રચનાનો હેતુ
કાવ્ય રચવાનાં કેટલાંક કારણે કાવ્યપ્રકાશમાં પ્રથમ પરિચ્છેદમાં નિગ્ન-લિખિત દ્વિતીય પદ્ય દ્વારા સૂચવવામાં આવ્યાં છે –
"काव्यं यशसेऽर्थकते, व्यवहारविदे शिवतरक्षतये ।
सद्यः परनिर्वृतये, कान्तासम्मिततयोपदेशयुजे ॥" અથ–કાલિદાસ પ્રમુખને કાવ્ય રચનાને હેતુ કીર્તિની પ્રાપ્તિ, શ્રીહર્ષ પ્રમુખને દ્રવ્યનું સંપાદન, મયૂર પ્રમુખનો અનર્થનું નિવારણ ઈત્યાદિ છે.
આ ગષભ-પંચાશિકારૂપ સ્તુતિ તો કવીશ્વરે કીર્તિની કામનાથી કે અર્થની વાંછાથી કે વાણીને વૈભવ પ્રર્શત કરવાના હેતુથી રચી નથી, પરંતુ પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરવાના હેતુથી રચી છે એમ તેઓ પોતે મત્તા શબ્દ વડે સૂચવે છે. આ સંબંધમાં એ ઉમેરવું અનાવશ્યક નહિ લેખાય કે આવી હાર્દિક ઉપાસના વિકારરૂપ મળને શુદ્ધ કરનારી અજબ જડીબુટ્ટી છે. નિર્મળ હદયમાંથી ઉદ્ભવતી આ ઉપાસનાના તારો સુસંગઠિત થતાં તેમાંથી ગગનગામી સૂર ઉદ્દભવે છે. તેને વ્યક્ત કરવા માટે જીભની અપેક્ષા રહેતી નથી. એની વાત તો કંઈ ઓર જ છે. જેને આની પ્રસાદીનો સ્વાદ લેવાનો સુવર્ણયોગ મળ્યો હોય તે આ સમજી શકે તેનું વર્ણન તે તે પણ કરી શકે કે કેમ એ પ્રશ્ન છે. કવિ-રવની લઘુતા–
વધુળા પદ વડે કવિરાજે પોતાની લઘુતા જાહેર કરી શિષ્ટાચારનું પાલન કર્યું છે. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાથી અધિક જ્ઞાનવાળાની અપેક્ષાએ તો પોતે મન્દીમતિજ ગણાય અને એવો જેને બોધ હોય તે પોતે પોતાને તેવી રીતે ઓળખાવે એ શોભાસ્પદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org