________________
अर्हम् છે રત્નારવિતારિક્ષા ,
– अथ षष्ठः परिच्छेदः .. एवं प्रमाणस्य लक्षणसंख्याविषयानाख्याय फलं स्फुटयन्तियत्प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥६-१॥
टीका- यद् वक्ष्यमाणमज्ञाननिवृत्त्यादिकं प्रत्यक्षादिना प्रमाणेन साधकतमेन साध्यते, तदस्य प्रमाणस्य फलमवगन्तव्यम् ॥६-१॥
હવે છઠ્ઠો પરિચ્છેદ શરૂ કરાય છે.
પૂર્વે આવેલા એકથી પાંચ પરિચ્છેદોમાં પ્રમાણનું (૧) લક્ષણ, (૨) સંખ્યા અને (૩) વિષય સમજાવીને હવે આ પરિચ્છેદમાં પ્રમાણનું ફળ સમજાવાય છે.
પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ સમજાવવામાં આવ્યું છે. તે આ પ્રમાણે- “સ્વ અને પરનો વ્યવસાય (નિર્ણય) કરાવનારું એવું જે જ્ઞાન તે જ પ્રમાણ છે” જે ઇષ્ટવસ્તુનો સ્વીકાર કરાવવામાં સમર્થ હોય, અને અનિષ્ટ વસ્તુઓનો પરિહાર કરાવવામાં સમર્થ હોય તે વસ્તુ જ પ્રમાણ કહેવાય છે. આત્માનો એક જ્ઞાનગુણ જ એવો છે કે જે ઇષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર છે. માટે જ્ઞાનગુણ જ પ્રમાણ સ્વરૂપ છે. પરંતુ જડ એવા સન્નિકર્ષાદિ પ્રમાણ નથી.
આવા પ્રકારના જ્ઞાનગુણમાં રહેલી પ્રમાણતા અને અપ્રમાણતા એ પરથી ઉત્પન્ન થાય છે. પરંતુ વિશાળ અનુભવવાળાને પ્રમાણતા તથા અપ્રમાણતા સ્વતઃ જ જણાઈ જાય છે. અને અનુભવ વિનાના પુરુષને પરથી જણાય છે. આ પ્રમાણે લક્ષણનું વર્ણન પ્રથમ પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે.
પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ છે. તથા પ્રત્યક્ષ પ્રમાણના પણ સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ છે. સાંવ્યવહારિકના ઇન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિય નિમિત્તક ઇત્યાદિ ભેદો છે. તથા પારમાર્થિકના વિકલ અને સકલ ઈત્યાદિ ભેદો છે. આ પ્રમાણે પ્રત્યક્ષ નામના પ્રથમ પ્રમાણના ભેદોનું વર્ણન બીજા પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org