Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 9
________________ [ ૮ ] શ્રેષ્ઠી પિતાના ઘેર ધેળકા આવ્યા અને સૂરિજી એ નગરથી વિહાર કરતા કરતા ચિતોડ આવ્યા. સૂરિજીને હવે સમજતાં વાર ન લાગી કે તેમની વાણું ધારી અસર કરી શકતી હતી. ચિતોડમાં તેમણે કુર્કટ ચેપડાગેત્રીય ઓશવાળ શ્રેષ્ઠી સમરાશાહને શત્રુંજયને સંધ કાઢવા ઉપદેશ આપ્યો. સં. ૧૩૭૧ માં સમરાશાહે શત્રુંજયને સંઘ કાઢો, તેમાં બે લાખ માનવીઓ હતા. પ્રસિદ્ધ આચાર્યપુંગવ શ્રી સમપ્રભસૂરિજી, શ્રી રત્નાકરસૂરિજી વગેરે વિશાળ સમુદાય એ સંધમાં સામેલ હતો. જિનશાસનની ઠેરઠેર પ્રભાવના કરત સંઘ શત્રુંજય પહોંચ્યો, તીર્થની અસ્તવ્યસ્ત દશા જોઈને સમરાશાહે એ ગિરિરાજને ઉદ્ધાર કરાવી પંદરમા ઉદ્ધારક તરીકે ખ્યાતિ મેળવી. એ નિર્મળ હૃદયેના ત્રિવેણી સંગમમાં અનેક યાત્રીઓએ પિતાનાં જીવનને શુદ્ધ બનાવી કૃતાર્થ કર્યું. એ જ સમયે શ્રીરત્નાકરસૂરિજીએ સંધ સમક્ષ ગિરિરાજ શત્રેયના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંત સામે પિતાના ચારિત્ર ખંડનની આયણરૂપે આ “રત્નાકર-પચીશી” રચી; જે આજ સુધી ઘણુયે આત્માઓને નિર્મળ બનાવવામાં સહાય નિવડી છે. સૂરિજી નિર્મળ ચારિત્ર પાળી સં. ૧૩૮૪માં સ્વર્ગસ્થ થયા. આપણે પણ આ પચ્ચીશીથી આપણા હૃદયને નિર્મળ બનાવીએ. આચાર્ય શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66