Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya
Catalog link: https://jainqq.org/explore/004529/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ A ........... Co TEXTBO XOSS 760% .... CRAME શ્રી રત્નાકર પચ્ચીશી આવા સુ - adapavano TOG .......... Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીશી સચિત્ર સંસ્કૃત-ગુજરાતી–અંગ્રેજી—પદ્યાનુવાદ, ભાવાનુવાદ દરેક પદના ભાવચીત્રો સાથે * રચયિતા જૈનાચાર્ય શ્રીમદ્નરત્નાકરસૂરિજી મહારાજ પદ્યાનુવાદ માસ્તર શામજી હેમદ દેસાઇ * સયેાજક : ચિત્રપ્રેરક ૫. પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી દાર્ભાવેજયજી મહારાજ * અંગ્રેજી અનુવાદ શ્રી નગીનદાસ દીપચંદ શાહ : પ્રાપ્તિસ્થાન : 6 ધર્મલાભ કાર્યાલય ન્યુદાણાપીઠ, ભાવનગર મૂલ્ય : રૂપિયા ત્રણ ઃ ', Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આત્માના પ્રદેશે પ્રદેશને ઝણઝણાવનાર અને આંદોલિતકરનાર રત્નાકર પચ્ચીશી એક શ્રેષ્ઠ રચના છે; આ ગેય કાવ્યમાં કવિએ જે સુંદર ઊર્મિ એ અને ભાવનાઓ ઠાલવી છે એ ભલભલાના અંતરની વીણાના તાર ઝણઝણાવી જાય છે. કવિએ જે ભાવનાઓ વ્યક્ત કરી છે એ સાચે જ અજોડ છે. મૂળ સંસ્કૃતમાં રચાયેલી આ કૃતિને કાવ્યમય ગૂર્જર ભાવાનુવાદ ટાદ નિવાસી સાક્ષરવર્યશ્રી શામજી Rsમદ દેસાઈ એ કર્યા છે. આજે એ ધરધરમાં અને ઘટઘટમાં લે:કપ્રિય બની ચૂક્યો છે. આબાલવૃદ્ધો સૌ પ્રભુ સામે જ્યારે ભાવનામાં લીન બનીને આ પ્રાર્થના કાવ્ય ગાવા દ્વારા પોતાના અંતરની ભાવનાએ ડાલવે છે ત્યારે સુદર, આહલાદક અને પવિત્રતામય વાતાવરણની ત્રિવેણી રચાઈ જાય છે. આ કાવ્યની અનેડ અને અપૂર્વ લોકપ્રિયતા જોઈને મૂળ સંસ્કૃત શ્લોક, ગુજરાતી બ્લેક અને ગુજરાતી અર્થની પુસ્તિકા ગયા વર્ષે અમે અમારા કાર્યાલય તરફ઼થી પ્રકાશિત રી હતી. એની નકલા અશ્પસમયમાં જ ખલાસ થઈ ગઈ અને વારવાર માગણી આવવા લાગી જેમાં પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. તથા તેમના સેવા ભાવિ શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી એ જ પુસ્તિકા ફરી વાર બીજી આત્તિરૂપે અમે છપાવી રહ્યા છીએ. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે આમાં અંગ્રેજી કાવ્યાનુવાદ પણ ઉમેરવામાં આવ્યા છે. આશા છે કે વાચકો એને જરૂર આવકારશે. પ્રકાશક, સપાદન કે મુદ્રણદોષથી રહી ગયેલ દોષ કે ભૂલને સુધારીને વાચવા વિનતી છે. તથા ક્ષતિ તરફ ધ્યાન દોરવા વિનંતી છે. ન્યુ દાણાપીô, ભાવનગર. મહેન્દ્ર ગુલામચંદ શેઠ સંપાદક જૈન ધર્મલાભ ’ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ વાત્સલ્ય પૂર્ણ પૂજ્ય પિતાશ્રીને ... પવિત્ર ચરણે. આપશ્રીએ જીવનભર સ્વભાવની સરળતા, નિખાલસતા અને ઉદારતા કેળવી વ્યવહારમાં પ્રામાણિકતા, વ્યવહાર કુશળતા અને આત્મબળ અપનાવી અમારામાં જે સંસ્કાર-સિંચન કર્યું છે એ કદાપિ મૂત્રાશે નહિ? પૂજ્ય પિતાશ્રી આપને પ્રિય નિત્ય સ્મરણીય પશ્ચાત્તાપ ઉચ્ચારતી પુસ્તિકા આપશ્રીને ચરણે ધરીયે છીએ : આપનું છત્ર ગુમાવતા અમે આજે રાંક બન્યા છીએ. આપ ના અમારા માટે એક ઘેઘુર વડલા સમાન હતા. જેની છાંયામાં અમે હંમેશાં શિતળતા અનુભવી છે. આપના દેહવિલયથી અમને મોટી ખોટ જશે. પરંતુ આપશ્રીએ વેલા જીવન અને સિંચેલા સંસ્કાર અને સદગુણે અમને હિંમેશાં પથદર્શક બની રહે તેવી પ્રાર્થના. આપશ્રીએ જીવન-માવાની છેલ્લી ઘડી સુધી જાગતપણે સમાજની નાનીમોટી ઘટના સાથે તાલ મિલાવી જેન” પત્ર દ્વારા સાહિત્ય અને ધર્મને વિસ્તારવા નૈન યR સાજન ને જય ઘેર જતા અને ગાજતિ કરીને અમર ચિરંતન પ્રકાશમાં વિલીન થયા... આપશ્રીના ધાર્મિક વૃત્તિ, સેવાભાવના અને ઉદારતાના પ્રસંગે અમને અમારા જીવનમાં યાદગાર બની રહેશે. આ પછી તેર વર્ષની વયે પૂજય પિતાશ્રી દેવચંદદાદાના કાર્યમાં જોડાયા અને ત્રીસ વર્ષની ઉંમરે સેવાક્ષેત્રમાં જોડાયા. જે સમયે કળી સમેતશિખર જીની યાત્રા દુર હતા ત્યારે આપશ્રીએ પેશ્યલ ટ્રેઈનની મંજુરી મેળવવામાં જે ફાળે આન્યા હતા એ ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાઈ ગયું છે. ને જીવનના અંતિમ વર્ષે (સં. ૨૦૩૮) માં ફેડ દેવચંદ દામજીના પરિવાર સાથે શ્રી શંખેશ્વર આદી તીર્થોની યાત્રા કરી-કરાવી છે. આપના પિતાશ્રી દેવચંદદાદાની અમર ભાવનાનું ક્ષેત્ર ત સાધર્મિક ભાઈએની ભક્તિનું શ્રી ભાવનગર જેન ભોજનશાળામાં ત્રીસ વર્ષ એવા આપ એને નવા મકાનમાં લાવી નિવૃત્તિ લીધી. આપનો સાહિત્યના વિષયમાં કેટલો રસ હતો. જેન” પરમત્યે કેટલું Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪ ] મમત્વ હતુ. એ સમજવા માટે એમના જીવનના એક પ્રગ આપશે જ બસ થઈ પડશે: પૂજ્ય પિતામહ શ્રી દેવચંદદાીના અવસાન બાદ ભાઈઓ જીદા થતાં આનંદ પ્રેસ (જેની કીમત લાખ રૂપીયાની હાય શકે ) નુ મમત્વ ન રાખતા પ્રેસ ભાઈને આખ્યા અને ત તુમે જૈન છે. પત્ર સ્વીકાર્યું. અને કપરી કસેઢીમાં પણ જૈન પત્ર નિયમમત રૂપે બહાર પાડી રહેલ. અને ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦માં નીર્વાણ મહોત્સવના માહિતી વિશેષાંક પ્રગટ કરી ભારતભરની જૈન સમાજની પ્રતિનીધી સંસ્થાઓના બહુમાનના અધીકારી બનેલ. આપ નાના સાથે નાના અને માટા સાથે મેટા બની રહેતા. હુશ્નનારાઓ સાથે હસવું અને રેનારાઓનાં આંસુ લૂછવાં એ આપને જીવનના સિદ્ધમત્ર હતા. આપ જેને પણ પેાતાના (મિત્ર) કરી લેતા, એની સાથે જીવન પર્યંત આત્મીયતા નિભાવતા એની માટે ગમે તેવાં કષ્ટો વેઠી લેતાં જરાય અચકાતા નહીં. એથી જ સાહિત્યના ને સેવાના કાર્યમાં મુર્ખ્ખી શ્રી ભાગીલાલ મગનલાલ, શ્રી ભીમજી હરજીવન ‘સુશીલ,’ શ્રી માણેકલાલ ડી. માદી, શ્રી રતિલાલ ડી. દેસાઈ, શ્રી કાંતિલાલ ડી. કારા, શ્રી વીભાઈ શેડ અને પાલીતાણાવાળા ડૉ. બી. એમ. ભાવીશી જેવા સહ સાથી મિત્ર મળેલ, ધાર્મિક કાર્યાં પણુ આપના જીવન સાથે વણાય ગયેલ. તેમા પણ અમારા પૂજ્ય માતુશ્રી (સમરતબેન) પણ સહુભાગી વિશેષ રહેલ છે. તી યાત્રામાં, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ-ભક્તિમાં, સાધર્મિક ભક્તિમાં પ્રેારૂપ બની રહેલ છે, તેમાં પણ પર્મ પૂજ્ય આચાર્ય દેવશ્રી ત્રિજય ધસૂરીશ્વરજી મ. એ શ્રી પાર્શ્વનાથની આરસની પ્રતિમાજી આપવાથી અશક્તી સમયે પણ પ્રભુ ભક્તિ-પૂજા કર્યા વિના ચા-પાણી પણ કરતા નહિ તે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અમારા માટે કાયમ બની રહેશે. છેવટ એટલું ઈચ્છીએ કે શાસનદેવ પૂજ્ય પિતાશ્રીના પુણ્યાત્માને ચરઃ શાન્તિ અ૫ે, તેઓ જ્યાં હેાય ત્યાં એમના ઉત્કષ ઈચ્છીએ, અને અમેને તેમના ઉજ્જવળ જીવનને અનુસરવાની શક્તિ આપે તેવી પ્રાથના સાથે લ, પુત્ર પરિવાર પુત્રી વસંત પુત્રી ચ'પા પુત્રી યાતિ પુત્ર નવીન પુત્ર વિનાદ પુત્ર મહેન્દ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય શ્રીમદ્ રત્નાકરસૂરિજી મ. * રત્નાકર-પચ્ચીશી ’ના રચયિતા કવિવર શ્રી રત્નાકરસૂરિજી છે; એ આ પચીશીના છેલ્લા પદ્યમાં ઉલ્લેખેલી ‘શ્રીરણામનું નિય ! શ્રેયાનું પ્રાથયે’ની પ્રક્તિ દ્વારા જણાય છે. ભીન્ન સાધનોથી જાણવા મળે છે કે, તેઓશ્રી ચૌદમા સૈકામાં હયાત હતા. તેમણે બીજા કાં કાવ્યો કે ગ્રંથ રચ્યા એ સબંધે હજી જાણવામાં આવ્યું નથી; તેની શેાધ કરતાં જીવ-વિચાર વૃત્તિ અને વક્રાતિ પંચાશિકા એ એ ગ્રંથા જાણવા મળેલ છે. પરંતુ આ નાની કૃતિ એમના શ્રેષ્ઠ કવિત્વની, એમના નિખાલસ ભાવુક હૃદયની પ્રતીતિ કરાવે છે, એમાં શંકા નથી. કવિવરના ફૂંકો પરિચય આપણને આ રીતે જાણવા મળે છે. C કત્યાં કવિવરના કથન વિશે પણ તે મ્યા; માતા-પિતાનુ નામ શું હતુ; ત્યારે દીક્ષા લીધી; અધ્યયન કચાં, કેટલું, કેાની પાસે કર્યું... એ વિશે કોઈ માહિતી મળતી નથી, માત્ર એક-એ પ્રસંગેા જ એમની જીવન-સાધનામાં આછા પ્રકાશ પાડે છે, તે આપણે જોઇ એ. પ્રસંગ એવા છે કે, જ્યારે તેઓ ગુજરાતમાં આવેલા રાય ખંડવડલી નામના નગરમાં બિરાજતા હતા ત્યારે એક ધોળકાને રૂ તે વેપારી વેપારના કામકાજ માટે ત્યાં આવ્યા. એ શ્રેષ્ઠી જિનમદિરમાં ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિનાં પૂજન, દન કરી પાસેના ઉપાશ્રયમાં વ્યાખ્યાન-વાણી સાંભળવા નિમિત્તે ગયા. સૂરિજીનું વ્યાખ્યાન સાંભળી Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] એના હૃદય ઉપર સારી અસર પડી. બપોરે ફરીથી એ સૂરિજી પાસે આવ્યે ત્યારે સૂરિજી પાસે એણે વિવિધ પ્રકારના માતીઓની માળાઆ ોઈ. એ માળાઓને સંભાળપૂર્વક પોતાની પોટકીમાં મૂકતાં ચકાર શ્રેષ્ઠીની આંખે એમને મેતીએ ઉમરના મેહ અછતા ન રહી શકયો. સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા અને આ મેાતીઓના પરિગ્રહના એમેળ અને સમજાયા નહિ. અને લાગ્યું કે, આવા વિદ્વાન સૂરિને મેાતીઓની માળા રાખવા પાછળ કોઈ હેતુ હાવા જોઇએ. એ હેતુ જાણવા અથવા એવા કોઇ હેતુ ન હોય તે એવા મેહથી એમને છેડાવવા એ શ્રેષ્ટીએ એજ પ્રસંગે તેણે નીચેની ગાથાને અ પૂછ્યા. 'दोस सयमूलजालं, पुत्ररिसिविवजियं जइवंतं । अत्यं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥ ' સૂરિજીએ ગાથાના અર્થ સમાવતાં કહ્યું :~“ સેંકડો દાષાના મૂળ કારણરૂપ જાળવાળું ( જાળથી ઉત્પન્ન થયેલુ), પૂર્વ ઋષિએ અને સંયમી સાધુઓએ તળેલુ એવું ખતમ કરે છે ? '' સુરિજીએ કહેલા આ અર્થથી તેના ઉપર કશી અસર ન થઈ. તેણે કહ્યું : ‘ ગુરુજી, એના અ મને બરાબર ન સમજાયો. ’ બીજે દિવસે એ જે ગાથાના અર્થ સૂરિજીએ વધુ સ્પષ્ટતા પૂર્વક સમજાવ્યા છતાં શ્રેષ્ટીએ કર્યુ : સૂરિજી, હજી એને મમ્ બરાબર સમજમાં નથી આવતા. 〃 2 ત્રીજે દિવસે શ્રેષ્ટીએ એ જ ગાથાના અર્થ સમજાવવા વિનતી કરી, આમ છ મહિનાના અંતે વિદ્વાન સૂરિજીને સમન્વયુ કે, શ્રેષ્ટીને આ ગાથાને વારંવાર અ પૂછવા પાછળ કઈક કારણ હાવું તેઈ એ. વિચાર કરતાં તેમને લાગ્યુ કે, માતીઓને પરિગ્રહ રાખીને શ્રેષ્ટી ઉપર અસર પાડી શકાશે નહિ. સાચું જ છે કે, વાણી નંદુ પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] વનરૂપ ચારિત્ર જ સીધી અસર કરી શકે. સભવ છે કે શ્રેષ્ઠીની સમજણને આ મારા દોષનો પડદો જ આવે છે! સૂરિજીએ શાંતિથી જણાવ્યું: · મહાનુભાવ, એ ગાથાના અ આજે નહિ, કાલે બરાબર સમાવીશ. તમારા જેવાને ન સમજાવી શકુ તે! એ મારા જ દોષ ગણાય.' સુરિજીએ કરેલા નિશ્ચય મુજબ એ શ્રેષ્ઠી સમક્ષ માતિઓની માળાના ચૂરેચૂરા કરી નાખ્યા અને ઉધિને બન્ને પરિગ્રહ પણ દૂર કયાં. પછી સુરિજીએ એ ગાથાના અર્ધાં સમાવવા માંડયો. સૂરિજીની હૃદય શુદ્ધામાંથી નીકળેલા વાણીપ્રવાહ પવિત્ર ભાગીરથીનું રૂપ લેતા ગંભીરપણે વહેવા લાગ્યા : ‘ મહાનુભાવ, આ ગાથા તમને નહિં પણ મને જ ઉપદેશ આપી રહી છે કે, જાળમાંથી ઉત્પન્ન થયેલા અથ-દ્રવ્ય ઉપર મેાહુ રાખીને તુ' જે તપસ્યા કરે છે એ માત્ર કાયકલેશ છે. માટે સમજ, સમજ. જે ગુરુ છત્રીશ ગુણના ધારક હાવા જોઈ એ તે જ તે એવા મહુમાં ફસાય તો પછી ગૃહસ્થને એના ઉપદેશ આપવા એ માત્ર વાણીવિડંબના જ છે. આ ગાથા સાચેા અર્થ આત્મ ઉપકારક છે અને તેથી જ હું બધા પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું. મહાનુભાવ ! ખરેખર, તમે મોહમાં ફસતા મારા આત્માને આમ ઉગારી લીધા એ બદલ ધન્યવાદ ધટે છે. હવે જ હું તમારા વંદનને પાત્ર ’ સૂરિજીની નિખાલસ વાણીથી શ્રેષ્ઠીનુ હૃદય એક તરફ ગદ્ગદ્ થઈ ઊઠયું અને બીજી તરફ અને પ્રયત્ન સફળ થયાના આત્મસ'તાષ એના મુખ ઉપર તરી રહ્યો. મૂરિજી અને શ્રેષ્ઠી મનેામન એક બીજાના આભારની લાગણી અનુભવવા લાગ્યા. ખરેખર, એમના હૃદયસાગરમાં હું નાં માળ કેવાં ઉછળતાં હશે એનું વર્ણન તો કોઈ કવિથી પણ માપી શકાય એમ નહાતુ એ દિવસથી સૂરિજી અને શ્રેષ્ઠી એક ખીજાને સાચા હૃદયથી ગુરુ-શિષ્યભાવે સમજવા લાગ્યા. Page #9 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રેષ્ઠી પિતાના ઘેર ધેળકા આવ્યા અને સૂરિજી એ નગરથી વિહાર કરતા કરતા ચિતોડ આવ્યા. સૂરિજીને હવે સમજતાં વાર ન લાગી કે તેમની વાણું ધારી અસર કરી શકતી હતી. ચિતોડમાં તેમણે કુર્કટ ચેપડાગેત્રીય ઓશવાળ શ્રેષ્ઠી સમરાશાહને શત્રુંજયને સંધ કાઢવા ઉપદેશ આપ્યો. સં. ૧૩૭૧ માં સમરાશાહે શત્રુંજયને સંઘ કાઢો, તેમાં બે લાખ માનવીઓ હતા. પ્રસિદ્ધ આચાર્યપુંગવ શ્રી સમપ્રભસૂરિજી, શ્રી રત્નાકરસૂરિજી વગેરે વિશાળ સમુદાય એ સંધમાં સામેલ હતો. જિનશાસનની ઠેરઠેર પ્રભાવના કરત સંઘ શત્રુંજય પહોંચ્યો, તીર્થની અસ્તવ્યસ્ત દશા જોઈને સમરાશાહે એ ગિરિરાજને ઉદ્ધાર કરાવી પંદરમા ઉદ્ધારક તરીકે ખ્યાતિ મેળવી. એ નિર્મળ હૃદયેના ત્રિવેણી સંગમમાં અનેક યાત્રીઓએ પિતાનાં જીવનને શુદ્ધ બનાવી કૃતાર્થ કર્યું. એ જ સમયે શ્રીરત્નાકરસૂરિજીએ સંધ સમક્ષ ગિરિરાજ શત્રેયના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંત સામે પિતાના ચારિત્ર ખંડનની આયણરૂપે આ “રત્નાકર-પચીશી” રચી; જે આજ સુધી ઘણુયે આત્માઓને નિર્મળ બનાવવામાં સહાય નિવડી છે. સૂરિજી નિર્મળ ચારિત્ર પાળી સં. ૧૩૮૪માં સ્વર્ગસ્થ થયા. આપણે પણ આ પચ્ચીશીથી આપણા હૃદયને નિર્મળ બનાવીએ. આચાર્ય શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમર કાવ્યના અમર કવિ શ્રી શામજી હેમચંદ દેસાઈ રત્નાકર પચ્ચીશીના અનુવાદક માસ્તર શામજી હેમચંદ દેસાઈ આદર્શ ધાર્મિક શિક્ષક હતાં. મૂળવતન બેટાદ હતું પણ નાનપણથી ભાવનગરમાં આવી વસ્યા. સર્વ પ્રકારે ભાવનગરને જ વતન બનાવ્યું. મૌજીલે અને આનંદી સ્વભાવ, તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, સારા વિદ્વાન, વકતા અને મસ્ત કવિ હતા. કાવ્ય રચનાની કુદરતી બક્ષીસ હતી. ડું ભલે લખ્યું છે પણ જેટલું લખ્યું છે તે બધુ અમર બની ગયું છે, તેમાં પણ રત્નાકર પચીશી તે અમરતાના શિખરે પહોંચી છે. એમના કાવ્યનું પદ લાલિત્ય, કવિની કલ્પના, અર્થ ગાંભીર્ય, ભાષાની સચોટતા, શબ્દ રચના, રસ પરિપૂર્ણતા, જેને શ્રવણ કરતાં માથા ડેલવા માંડે, હૈયા નાચવા માંડે અને મનડા મુગ્ધ બની જાય, આત્મા પરમાત્મા વચ્ચે લય લીનતાની કડી બની જાય એવો નૈસર્ગિક સ્ત્રોત-પ્રવાહે એમના કાવ્યોમાંથી પ્રગટ થતો લાગ્યો છે. પ. પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. સારા સંસારી પણના બંધુ હતા. અને પ. પૂ. આ. દેવશ્રી વિજયધર્મધૂરંધરસૂરીશ્વરજી સંસારીપણમાં એમની પાસે જ ભણ્યા હતા. મારા પણ ધાર્મિક શિક્ષક હતા. એમની પાસે ભણેલા વિદ્યાર્થીઓને માસ્તર પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ રહેતા અને માસ્તર સાહેબનો પ્રેમ વિદ્યાર્થીઓ પ્રત્યે અનેરેજ હતે. આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરિજીના અંતરમાંથી નીકળે નાદ વાણીના પ્રવાહ રૂપે પ્રગટ થયે જેને રત્નાકર પચીશી કહે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. અત્યંત ભાવવાહી મધુર અને હૃદયમાંથી સરી પડેલ સ્ત્રોત છે. માસ્તરશ્રી શામજીભાઈને લાગ્યું કે આ જમાનામાં સંસ્કૃત ભાષાના જાણનારા કેઈ વીરલા જ છે. આવા ઉત્તમ સ્તંત્રને લાભ જે સામાન્ય જન--સમાજમાં પ્રસરાવ હોય તે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો જરૂરી છે. જેવી ભાવના એવી સિદ્ધિ એ ન્યાયે માસ્તર સાહેબની બુદ્ધિમાં માતા સરસ્વતીએ વાસ કર્યો હોય અને આચાર્ય દેવશ્રી રત્નાકયુરિજીએ સ્વર્ગમાંથી પ્રેરણું અને આશીર્વાદ મોકલ્યા હોય તેમ એના ફળરૂપે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એમ માસ્તર સાહેબના હૈયામાંથી રત્નાકર પચીશીનો ગુજરાતી ભાષામાં અનુવાદ પ્રગટ થએલ લાગે છે. શ્રી શામજી માસ્તરની રત્નાકર પચીશીને કેઈએ હૈયાના હેતથી અપનાવ્યું છે-વેતાંબર-દિગંબર-સ્થાનકવાસી કે તેરાપંથી ગુજરાતી હિંદી મરાઠી મારવાડી કચ્છી કે બંગાળી દરેક ભાષાવાળાઓએ આ ગુજરાતી કાવ્ય એવું તો અપનાવ્યું છે કે ભગવાનની પાસે મંદિરમાં ઉપાશ્રયમાં કે ઘરે ભક્તિ કરતા આ કાવ્ય દ્વારા ભાવ પ્રગટ કરી પશ્ચાત્તાપના તાપમાં પાપને બાળી નાખતા હોય છે. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવડાવતા અનેક મુમુક્ષુઓ એના પ્રવાહથી પાપના કાળમીંઢ પત્થરેને ભેદવા સમર્થ બને છે–અને વિદ્યુતશક્તિને પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. તેમ આત્માની શક્તિને પ્રકાશ પ્રાપ્ત કરવા શક્તિમાન બને છે. માસ્તર સાહેબ શ્રી શામજી હેમચંદ દેસાઈએ ભાવનગરની પાઠશાળા, સામાયિક શાળા તથા સંઘની ઘણી ઘણી સેવા કરી છે. સમસ્ત જીવનમાં આજીવિકાના અલ્પ સાધન વડે સંતેષ માની મસ્ત ફકીરની જેમ મસ્તીમાં જ્ઞાનગંગા વહાવી છે. એમણે ધાર્મિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય કાવ્યોની સુંદર રચના કરી છેએમણે અનેક સ્તુતિઓ રચી છે. “છે પ્રતિમા મને હરિણી Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] દુ:ખ હરી શ્રી વીર જિણ દની; ભક્તાને છે સદા સુખકરી જાણે ખીલી ચાંઢની———વળી દીક્ષાગ્રહી પ્રથમ તીથ તેમજ સ્થાપ્યું, કેઈ ભવ્યનું કઠણ દુ:ખ અનંત કાપ્યું, આમ ચાવીશ જિનેશ્વરની ચાવીશ સ્તુતિએ રચેલી છે. પરંતુ શરૂઆતમાં જે દૃસ રચેલી તે અત્યારે મળે છે. વળી “ ભક્તિમાળા ' નામની એક સ્તવનાવલી એમણે પ્રસિદ્ધ કરી છે તેમાં માસ્તર સાહેબ રચિત ** સ્તુતિએ સ્તવને પ્રગટ થયેલા છે. તદુપરાંત સિંદૂરપ્રકરના ઘણા શ્લોકાનો અનુવાદ કાવ્યોમાં કરેલ પર`તુ તે ઉપલબ્ધ થતુ ં નથી. - તેઓશ્રીને જન્મ સંવત ૧૯૪૭ના મોટાદ મુકામે થયેલ. ઉછેર પણ ટાદમાં થયેલ બાદ ભાવનગર કન્નેત્ર બનાવો ધાર્મિકસામાજિક પ્રવૃત્તિ કરતા કરતા અડસઠ વર્ષની ઉંમરે ભાવનગર મુકામે સંવત ૨૦૧૪ના પોષસુદ ૬ના નિજાનમાં મસ્ત બની ને આ દેહુંતે ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા. એમની કાવ્ય રચના કુદરતની બક્ષિસ હતી, અને એવી ભવ્ય હતી કે જેના ઉપર વિવેચન કરવું એ મેટા સાક્ષરનુ કામ છે. હું તો માત્ર નામને જ ક્રૂÀ પરિચય આપી શકું છું. લેખક રાયચંદ્ર મનગનલાલ શાહુ ET Page #13 -------------------------------------------------------------------------- ________________ અમર કાવ્યના અંગ્રેજી કર્તા શ્રી નગીનદાસ દીપચંદ શાહ (બી. એ.) શ્રી રત્નાકર પચ્ચીશીની રચના જ એટલી સુઉંદર છે કે તેની ઉપયેાગિતા સમજી તેમને ગુજરાતી અનુવાદ માસ્તર શામજી હેમચંદ દેસાઈ દ્વારા થયેલ. તેમજ હિન્દીના અનુવાદ પણ થયેલ છે. પરંતુ આજે મેટા શહેરામાં અ'ગ્રેજીના અભ્યાસ પ્રાથમિક ધેારણેાથી જ થવા લાગ્યા છે. તેમને તેમજ વિદેશમાં વસતા આપણા જૈનેાની નવી પેઢીના બાળકોને પણ જૈન ધર્મ તુ આત્મજ્ઞાન આપતી ઉત્તમ કૃતિના લાભ મળે તે માટે મુરબ્બી શ્રી નગીનદાસ દીપચંદ શાહે સજન હિતાય અંગ્રેજીમાં કાવ્યમય રચના કરેલ છે. જે સર્વને ઉપયાગી બનશે તેવી શ્રદ્ધા છે. અંગ્રેજીના રચયિતા શ્રી નગીનદાસભાઈ મહુવાના વતની હાઈ મહુવામાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ ભાવનગરની કૅાલેજમાં ખી. એ. કરેલ. તેએ જૂના ભાવનગર રાજ્યમાં અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ ખાદ ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગમાં મામલતદાર તરીકે ૩૦ વર્ષ સેવા આપી નિવૃત્ત થઈ હાલમાં આપણા પાલીતાણાના શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુળમાં ગૃહપતિ તરીકે સેવા બજાવી રહેલ છે. શ્રી નગીનભાઈ એ અગ્રેજીમાં શ્રી રત્નાકર પચ્ચીશી ઉપરાંત શ્રી કલ્યાણ મંદિર, શ્રી ભક્તામર સ્તાત્રના અંગ્રેજીમાં કાવ્યાનુવાદ કરેલ છે. તેમજ આગળ નવેસ્મરણેાની અંગ્રેજી કાવ્યમય રચના કરી સમાજને અપવા ઇચ્છે છે. તે સાહિત્ય રસિક હાઈ મીજી પણ રચનાએ તૈયાર કરી રહેલ છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીશી સચિત્ર સંસ્કૃત મૂળ, ગુજરાતી-પદ્યાનુવાદ અંગ્રેજી-પદ્યાનુવાદ તથા ભાષાંતર યુક્ત Page #15 -------------------------------------------------------------------------- ________________ . c: CLT w RASTOR Wet Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ..? ઉપજાતિ, श्रेयः श्रियां मंगलकेलिसन, नरेंद्रदेवेद्रनतांध्रिपन । સર્વજ્ઞ સતિશથaધાર, चिरं जय ज्ञानकलानिधान ।।१।। હરિગીત મંદિર છે, મુક્તિતશું માંગલ્યક્રિડાના પ્રભુ, ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવતું ભંડાર જ્ઞાનકળાતણુ. O, The temple of freedom, And the Lord of Mangal activities Even the Indra-Men and Gods worship thee O, The Lord of absolute knowledge And Master of all Atishayas 0, The storage of Art and Knowledge May your reign be victorious for ever: અર્થ:-મેક્ષરૂપી લક્ષ્મીના મંગળમય આનંદના ગૃહ. નરના ઈદ-રાજાઓએ તથા દેવતાઓના, ઈક્રીએ નમન કર્યું છે જેના ચરણકમળમાં એવા સર્વ અતિશયે કરીને મુખ્ય અને જ્ઞાનરૂપી કળાના, ભંડાર એવા હે સર્વજ્ઞ પ્રભુ! આપ ચિરકાળ જયવંતા વર્તા: Page #17 -------------------------------------------------------------------------- ________________ H OS DA zigiel Page #18 -------------------------------------------------------------------------- ________________ અભિધેય સૂચત. जगत्त्रयाधार कृपावतार, दुर्वारसंसार विकार वैद्य । श्री वीतराग त्वयि मुग्धभावाद्विज्ञ प्रभो विज्ञपयामि किचित् ॥ २ ॥ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સસારનાં દુ:ખા તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરૂ, જાણું છતાં પણુ કહી અને આ હૃદય હું' ખાલી કરૂં, O, The pillar of three worlds And The incarnarion of Mercy O, You the Dhanvantari And the remover of the world misery O, You the Dispassionate Lord of the world I beseech before you Though you know each and everything I make my heart empty. અર્થ :-ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર અત્યંત દુઃખથી છૂટે તેવા સંસારના વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધુ જાણવાવાળા એવા હે પ્રભુ ! મુગ્ધ ભાવથી-ભોળપણાથી કાંઈક વિનતિ કરું છું. તારી પાસે બહુ જ Page #19 -------------------------------------------------------------------------- ________________ DEVONE 3 - યોગેશ Page #20 -------------------------------------------------------------------------- ________________ રા બાળક જેવા નિખાલસપણુથી વિનંતિ कि बाललीला कलितो न बालः पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाये ॥ ३ ॥ શું બાળકો માબાપ પાસે બાળ ક્રીડા ન કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું બેટું નથી. Does not a child make childish Activities before the parents ! " And speak words As they come out from the mouth Oh God before you With simple devotion What has happened I tell you Nothing but the Truth. અર્થ-બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પિતાના માબાપ પાસે કઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બેલ તેવી જ રીતે હે નાથ ! મારે આશય મારું નિવેદન પશ્ચાત્તાપ પૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ. LOGO Page #21 -------------------------------------------------------------------------- ________________ on Dim min پیدا 1111 Page #22 -------------------------------------------------------------------------- ________________ દાન, શીળ, તપ, અને ભાવના વિનાનું. વ્યર્થ ભવભ્રમણ दत्त न दानं परिशीलितं च, न शालि शीलं न तपोऽभितप्तं । शुभो न भावोऽप्यभवद्भवेऽस्मिन, . विभो मया भ्रांतिमहो मुधैव ॥ ४॥ મેં દાન તે દીધું નહિ, ને શિયળપણુ પામ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવપણુ ભાળે નહિ; એ ચાર ભેદે ધર્મમાંથી કોઈપણ પ્રભુ નવ કર્યું, મારું જામણુ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું?. Charity was not given And character was not observed The body was not dried with penance No good motive was remembered Front the four religious principles Could not perform any one Oh God I lost my voyage In the ocean of life. અથ:-હે પ્રભુ! નથી મેં આ ભવમાં દાન દીધું, કે નથી મેં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, નથી કયાં મેં તપ, તેમ નથી અંતરમાં ભાવ્યો સારે ભાવ, અરેરે! મારે આ ભવને ફેરે નકામે જ થયે! Page #23 -------------------------------------------------------------------------- ________________ wwww Page #24 -------------------------------------------------------------------------- ________________ કરાયના મ‘ધનથી પ્રભુ ભજવાની અશકિત. दग्धोऽग्निना क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् ॥ ५ ॥ કેાધઅગ્નિથી અન્ય વળી લાભ સપ` ડયેા મને, ગળ્યા માનરૂપી અજગરે હું કેમ કરી યાવું તને ? મન મારૂં માયાજાળમાં મેાહન, મહા મુઝાય છે, ચડી ચાર ચેારા હાથમાં ચેતન ઘણા ચગદાય છે. I was burnt with the fire of anger And the vicious serpant of greed has beaten me I was swallowed by the cobra of ego How can I devote thee ?* My mind is much confused, In the net of illusion. And the soul is suppressed In the hands of four thieves Tell me O God How can I worship thee ? અ:-ક્રોધરૂપી અગ્નિએ મને બાળ્યો, દુષ્ટ લેાભરૂપી મોટા સર્પ મને ડંશ દીધો, અભિમાન રૂપ અજગર મને ગળી ગયે, અને માયારૂપી જાળમાં હું બધાયેા. હું પ્રભુ ! હું તમને શી રીતે ભજું ? મ Page #25 -------------------------------------------------------------------------- ________________ 000 .... หากการ ดอกกก TOP 18 હિત ใบ Trat Wrote m Page #26 -------------------------------------------------------------------------- ________________ સત્કર્મને અભાવે ભવની નિષ્ફળતા. कृतं मयामुत्र हितं न चेहलोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।।६।। મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અપ પણ પામ્યો નહિ; જમે અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયાં, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. Neither in this, nor in the previsus birth. No benevolent act was done. So was not able to get the slightest happiness in this world. Oh God we are here, To complete the series of birth . The precious game of life was last through ignorance. અર્થ: ત્રણ જગતના નાથ ! આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી. હે પ્રભુ ! અમારા જેવાને અવતાર તે જાણે ભવ પૂરે કરવા માટે જ થયું હોય તેમ લાગે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ 000 AN 14, SCARIC es ANA W 10. NYIA Page #28 -------------------------------------------------------------------------- ________________ મનની પાષાણથી પણ વિશેષ કઠોરતા. मन्ये मनो यन्न मनोज्ञवृत्त, त्वदास्यपीयूष मयूखलाभात् । द्रुतं महानंदरसं कठोरमस्मादृशां देव तदश्मतोपि ॥७॥ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તે પણ પ્રભુ, ભિજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તે વિભુ; પત્થરથકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા આ મનથકી હું તે પ્રભુ હાર્યો હવે. Though the neetar is flowing Form your moon like face o God It does not make my mind wet What should I do O God? More hard than the stone is my mind. How can it become soft ? Oh God I am completely defeated By this monkey type mind. અર્થ:-આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ! તમારા મુખરૂપી ચંદ્રના દર્શનનો લાભ થયા છતાં પણ આનંદરૂપી રસ મારા મનમાંથી ઝર્યો નહિ; તેથી હું ધારું છું કે મારું મન પાષાણથી પણ વધારે કઠેર છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ દુષ્પા રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું. त्वत्तः सुदुष्प्राप्यमिदं मयाप्तं, रत्नत्रयं भूरि भवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत् , कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८ ॥ ભમતાં મહા ભવસાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં, કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ? While sailing in the ocean of life I obtained with great difficulty Three gems Gnan-Darshan-Charitray By your favourable sight Through sleep and Idleness I lost them. Oh, God to whom should I go And tell my tale of woe ? અર્થ:-હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી) ત્રણ રત્નો બહુ ભવમાં ભ્રમણ કર્યા પછી આપની પાસેથી મેળવ્યા; પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવતપણામાં હું ગુમાવી બેઠે. હવે તેની પાસે જઈને પિકાર કરું ? Page #31 -------------------------------------------------------------------------- ________________ TRAD 000 101 000 F Page #32 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય, ધમ વિદ્યાદિને દુરુપયોગ. वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय । . वादाय विद्याध्ययनं ज मेऽभूत्, વિદ્ gવે ગ્રાહ્યવરું રચના છે ? ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભયે હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. In order to cheat the world, In only made false show of vairagya And to entertain people I made the use of religious speech I obtained knowledge only for debate Though appeared as a Monk I lead a pretending life What a pitiable tale of mine ? ' ' , અર્થ-હે પ્રભુ! મેં વૈરાગ્યને દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધમને ઉપદેશ કર્યો તે માત્ર લોકોને ખુશ કરવા માટે, વિદ્યા ભર્યા તે પણ માત્ર વાદ કરવા માટે, આપને મારી હસવા જેવી કેટલીક વાતો કહું ? Page #33 -------------------------------------------------------------------------- ________________ 1->{ ច Page #34 -------------------------------------------------------------------------- ________________ મુખ, ચક્ષુ તથા મનને દુરૂપયેગા. परापवादेन मुखं सदोषं, नेत्रं परस्त्रीजनवीक्षणेन । चेतः परापाय विचितनेन, कृतं भोविष्यामि कथं विभोऽहं ।। १० ।। મેં મુખને મેલું કર્યું દે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારમાં લપાઈને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું, હે નાથ! મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું, Faults of others were sung by my tongue. Eyes led nothing but to see fair ladies And the mind always wished unwell of others Oh God what will happen of me Though cleaver lost everything અર્થ-અન્યનું વાંકું બેલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈને મારી આંખોને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને, મેં દોષિત કર્યા છે. હે પ્રભુ! હવે મારું શું થશે? Page #35 -------------------------------------------------------------------------- ________________ VOS C LE Inde dec SOR 13 AKALA M w / / 19 A OS ", SIA om Vizit Page #36 -------------------------------------------------------------------------- ________________ કામાંધ થઈ આત્માને ઊપજાવેલી પીડા, विडंबितं यत्स्मरघस्मरातिदशावशात्स्वं विषयांधलेन । પ્રાપ્તિ તદ્ભવતો ત્રિા, सर्वज्ञ सर्व स्वयमेव वेत्सि ॥११॥ કરે કાળજાને કતલ પીડા કામની બીહામણ, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયે ઘણું; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને. Cupid and Rati have made me blind By involving in passion I am much troubled I am niuch ashamed of my acts Though you know each and everything Forgive my faults અર્થ:-કામથી આંધળા બનેલા મેં કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદર્થના ઉપજાવી; હે સર્વજ્ઞ! શરમ આવે છે તે પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરું છું, જો કે આપ તો તે સર્વ હકીક્ત જાણે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ F x x C T 000 SEND AUTORKERS @ 273721 Page #38 -------------------------------------------------------------------------- ________________ મતિભ્રમથી કરેલાં કાર્યો, ध्वस्तोऽन्यमंत्रैः परमेष्ठिमंत्रः कुशास्त्रवाक्यनिहतागमोक्तिः । कतुं वृथा कर्म कुदेवसंगा दवांछि हे नाथ मतिभ्रमो में ॥ १२ ॥ નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રનાં વાક્યોવડે હણું આગમોની વાણીને; કુદેવની સંગતથકી કર્મો નકામાં આચર્યા, અતિશ્રમથકી રને ગુમાવી કાચ કટકા મેં ચહ્યા. By worshiping other Mantras I destroyed Navakar Mantra The writing of Agams Were disobeyed by Kushastra Foolish acts were performed With the help of Kudev Having lost Jewels through illusionment. I accepted the pieces of glass અર્થઅહિક સુખ દેનાર) અન્ય મંત્રોવડે પરમેષ્ટિ મંત્ર (નવકાર મંત્ર) નો મેં નાશ કર્યો (તજી દીધે.) ખેટાં શાસ્ત્રોનાં પ્રયોગથી જૈન આગમનાં વા ઉપર પ્રહાર કર્યો; ખરાબ દેવના સમાગમથી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઈચ્છા થઈ, હે નાથ ! આ તે મારી કઈ જાતની માનસિક શ્રમણ !!! Page #39 -------------------------------------------------------------------------- ________________ 000 . RECARO . .V EZ ISTAN ww OX . SI A . Nik MP AWNIAMY UMO isig VO Page #40 -------------------------------------------------------------------------- ________________ આપને મૂકીને મેં કરેલી સ્ત્રીઓના વિલાસની ભજના, Fam विमुच्य दृग्लक्ष्यगतं भवंतं, ध्याता मया मूढधिया हृदंतः । कटाक्ष वक्षोजगभीरनाभिઘટીતટીયા સુદાં વિનાસાઃ ।। oરૂ।। આવેલ દૃષ્ટિમાગમાં મૂકી મહાવીર આપને, મે. મૃદ્ધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રબાણા ને પાઘર નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીએતણા છટકેલ થઈ જોયા અતિ. O, Mahavir, I left your Clear cut sight of Religion, At heart I always loved The arrows of cupid And the Faia Charming Ladies Having Lotus like eyes And breasts with delicate Loins Uncontrolled always I used to see at them અ દ્રષ્ટિગોચર થયેલા આપને છેડીને મૂઢ બુદ્ધિવાળા મે અંતરમાં સુંદર આંખોવાળી સ્ત્રીઓના કટાક્ષ સ્તન, નાભિ તથા *ટીતનુ જ ધ્યાન ધર્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ 009 ] MOSOS Page #42 -------------------------------------------------------------------------- ________________ સીમુખ દાનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા. लोलेक्षणावक्त्रनिरीक्षणेन, यो मानसे रागलवो विलग्नः । न शुद्ध सिद्धांत पयोधिमध्ये, धौतोऽयगात्तारक कारणं किम् ।। १४॥ મૃગનયણી સમ નારીતાં મુખચ`દ્ર નીરખવાવતી, મુજમન વિષે જે ર`ગ લાગ્યા અલ્પપણુ ગાઢ અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનુ કહેા કારણ તમે અચુ` કેમ હુ' આ પાપથી Always used to see the durlike eyes And moon like faces of Charmins Ladies Affected a little With the deep colour of passion That colour does not vanish Though washed in the Scripture How can I be saved from this sin Oh God tell me the Reason. of ocean અર્થ :–(સ્ત્રીઓના) ચપળ ચક્ષુયુક્ત ચહેરાને જોવાથી મનની અંદર જે રાગના અશ જરા જરા લાગ્યા છે તે પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધાયા છતાં પણ જતા નથી; હું તારક! તેનુ શું કારણ ? Page #43 -------------------------------------------------------------------------- ________________ لگائے fw Wo તિર્યંચ wh You H07021 ENU Page #44 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રી છતાં મારું અભિમાન. अंगं न चंगं न गणो गुणानां, न निर्मलः कोपि कलाविलासः स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहंकारकर्थितोऽहम् ।। १५ ।। સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતો નથી, ઉત્તમ વિલાસ કળાતણે દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચેપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરૂં. Neither my body is fair Nor | Possess the collection of virtues Neither any developed art Nor any attractive lustre in me Godliness not in me, Yet I Welk with ego, equal to God Playing the part of an actor Move like a canel in chen. અર્થ:-નથી મારું શરીર સુંદર કે નથી હું ગુણાને ભંડાર; નથી વિકાસ પામેલી મારામાં કોઈ કળા, તેમ નથી ઝળકતું જરા પણ તેજ; વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા: છતાં અહંકાર મને છોડતો નથી. (એ દરેકના હું અહંકાર કર્યા કરું છું) અને ચાર ગતિમાં પરિભ્રમણની ચોપાટ રમું છું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ג 2413181 01010101010101000001010 Page #46 -------------------------------------------------------------------------- ________________ મહામાહથી ગ્રસ્ત થયેલ મારી અપદશા. आयुगलत्याशु न पापबुद्धिगंतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्मे, स्वामिन्महामोह विडंबना मे ।। १६ ।। આયુષ્ય ઘટતુ જાય તાપણુ પાપમુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ સટે; ઔષધ વિષે કરૂ’યત્ન પણ હું ધને તેા નવ ગણું, બની મેાહમાં મસ્તાન હું. પાયા વિનાના ઘર ચણું, Though the life decreases. Evil activity increases Hopes of life disappear Yet passion never dies Try to take strong medicine Never consider for religion Completly conquered by Moha I built the house without base. અ:– મારૂ` આયુષ્ય ધટતું જાય છે, પરંતુ પાપવૃત્તિ ઘટતી નથી, વય (જુવાની) ચાલી જાય છે, પરંતુ વિષય તૃષ્ણા ઘટતી નથી; ઔષધ માટે હું યત્ન કરૂ છુ, પણ ધ' માટે કાંઈ યત્ન કરતા નથી; હે સ્વામિન ! મહામેાહુથી ઘેરાયેલા એવી મારી સ્થિતિ તેા જુએ !! Page #47 -------------------------------------------------------------------------- ________________ 90 4124 રવી. MOURNER 000 ג 4021 ہو رہے Page #48 -------------------------------------------------------------------------- ________________ આપની વાણીની હાજરી છતાં અન્યની વાણીને કરેલ સ્વીકાર नाऽत्मा पुण्यं न भवो न पापं, मया विटानां कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्क, परिस्फुटे सत्यपि देव धिङ्मां ।। १७ ।। આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તેપણુ અરે, દીવો લઈ ફ પડયો ધિક્કાર છે મુજને ખરે. There is no soul mor rebirth Neither sin nor merit exist here Always drank with taste The bitter speech of Mithyatvi Though shinning as sun, With absolute knowledge o God Fell in the well with the lamp Myself am hatred. અર્થ-કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાત્વીની ખોટી વાણી જેવી કે “આત્મા નથી, ય નથી, પરભવ નથી, પાપ નથી” વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ . . OR WA X Page #50 -------------------------------------------------------------------------- ________________ મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ. न देवपूजा न च पात्रपूजा, न श्राद्धधर्मश्च न साधुधर्मः । लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयाऽरण्यविलापतुल्यं ॥ १८ ॥ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું? ધોબીતણું કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. With firm mind did not worship god Charity not given to worthy People Did not follow the strict religion of a Shrawak or a monk Though obtained birth in mankind Mine was as cry in wilderness And the preciouss life was lost Like a washerman's dog. અર્થ:-મે ન કરી દેવની પૂજા, તેમ મેં ન કરી પાત્રની પૂજા, (સુપાત્ર દાન દેવું તે) ન કરી મેં શ્રાવકધર્મની ઉપાસના, તેમ ન કરી મેં સાધુધર્મની પ્રતિપાલના; મનુષ્ય જન્મ પામીને મે જગલમાં કરાતા દિનની માફક મેં નિષ્ફળ ગુમાવ્યું. Page #51 -------------------------------------------------------------------------- ________________ * : ક --- , D S : * ના., in મન - ના માં ( A) ત ક .ક ના - - શ * જ V ના Rામા L list ઃ . જ ? : SHNA Y '' * કર - કે - Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી સ્પૃહા. चक्रे मयाऽसत्स्वपि कामधेनुकल्पद्रुचितामणिषु स्पृहाति: । न जैनधर्मे स्फुटशर्मदेऽपि, जिनेश मे पश्य विमूढभावम् ।। १९॥ હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાંઅંગે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારે ધર્મ જ સે નહિ. R મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કર કરુણું કંઈ Always wished to have a cow Kamdhenu Kalptaru & Chintamani giving everything to the wisher Deeply engrossed in worldly pleasure though wrong Did not put in practise, O God Your religion which gives eternal happines Having seen my foolish acts, O God, yet me not depart without the blessing. અર્થ-કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો અછતી હોવા છતાં મેં તેના ઉપર આસાત કરીતે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જૈન ધર્મને વિષે મેં આસકિત ન કરી; હે પ્રભુ! મારી મૂર્ખાઈ તો જુઓ ??? મ Page #53 -------------------------------------------------------------------------- ________________ MOC WWW SY OSAS SOM Page #54 -------------------------------------------------------------------------- ________________ વિપર્યાસ બુદ્ધિ. सद्भोगलीला न च रोगकोला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिति निस्यं मयकाऽधमेन ।। २० ॥ મેં ભેગ સારા ચિતવ્યા તે રેગ સમ ચિત્યા નહિ, આગમન ઇશ્કે ધનતણું પણ મૃત્યુને પીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નક કારાગ્રહ સમી છે નારીએ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે. Never considered wordly Pleasure As root cause of evil disease. Always welcomed wealth But did not like to acquaint with death Never thought of Women As prison leading to hell Forgot the danger in life In the hope of a honey drop. અર્થ:-મારા અંતરમાં સુંદર ભોગને મેં અધર્મે ચિંતવ્યા, પરંતુ રેગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી ધનપ્રાપ્તિને મેં વિચાર કર્યો પરંતુ તે મૃત્યુને બેલાવા જેવું છે તે ભૂલી ગયે. સ્ત્રીઓને ઉહાપોહ કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદી પણ ન થયું. Page #55 -------------------------------------------------------------------------- ________________ po FONTAN L ભવના સન ય ફેરા બાર Page #56 -------------------------------------------------------------------------- ________________ મારા જન્મની નિષ્ફળતા. स्थित न साधोह दि साधुवृत्तात, परोपकारान्न यशोऽर्जितं च।। कृतं न तीर्थीद्धरणादिकृत्यं, मया मुधा हारितमेव जन्म ।। २१ ।। હું શુદ્ધ આચાર વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, શું કરી કામ પર ઉપકારના યશપણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થનાં ઉદધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફેગટ અરે આ લક્ષ ચોરાશી તણું ફેરા ફર્યા. : Did not follow the striet path of good natured man Did not earn fame hy obliging others Renovation of Tirthas To complete the series of birth Oh God In vain moved round and round, : અર્થ:-સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીર્તિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોધારાદિક કાર્યો પણ મેં ન કર્યા, મેં તે મારો જન્મ વ્યર્થ ગુમાવ્યું ! Page #57 -------------------------------------------------------------------------- ________________ (અશાંતિ) de CA ROUGHLY ג अध्यात्म A Page #58 -------------------------------------------------------------------------- ________________ સંસારસમુદ્રનો પાર ઉતરવા માટે સાધનને અભાવ. वैराग्यरंगो न गुरुदितेषु, न दुर्जनानां वचनेषु शांतिः । नाध्यात्मलेशो मम कोपिदेव, तार्यः कथंकारमयं भवाब्धिः ॥ २२॥ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણું વાક્યો મહીં શાંતિ મળે કયાંથી મને, તરૂ કે મહું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી? Words from the preceptor, Did not bring the colour of monkhood How can I get peace From the words of a wicked person How can I cross the Occan of life When there is no inclination nor the spiritvual life How can I fill the broken pot wtih water Which has no bottom. અર્થ:-ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગને રંગ જાગે નહિ, તેમજ દુર્જનનાં વાકયે સાંભળી હું શાંતિ રાખી શકે નહિ. હે દેવ ! અધ્યાત્મજ્ઞાન જેવું તે મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ? Page #59 -------------------------------------------------------------------------- ________________ SAR 116657 mana ASYARAT One VED har wat T AVY fr Page #60 -------------------------------------------------------------------------- ________________ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હું તો હાર્યો ! पूर्व भवेऽकारि मया न पूण्यमोगामि जन्मन्यपि नो करिष्ये । यदीदशोहं मम तेन नष्टा, भूतोद्भवद् भावी भवत्रथीश ।। २३ ।। મેં પરભવે નથી પુન્ય કીધું ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. Neither did any good act in the prervious birth Nor doing at present How can I hope to do at in the next birth The past, the present and the future All the three at a time I lost Oh lord I was suspended like Trishanku In the sky O God. ' અર્થ:-આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ, આ ભવમાં કરતા નથી તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; હે ત્રણ જગતના નાથ ! હું તો આ હેઈને મારા ભૂત, વર્તમાન તથા હવે પછીના ભાવિ જન્મ વ્યર્થ ગયા-નાશ પામ્યા. (પૂર્વ ભવે પુણ્ય કર્યું હોત તે અહીં ધર્મ કરી શકત, અહીં ધર્મ કરત તે આગળના ભવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધમ કરી શકત, આમ ન થવાથી મારાં તે ત્રણે ભવ બગડયા. Page #61 -------------------------------------------------------------------------- ________________ DOO 2XL 9.WVYU NU 20 ROWN 12 - STE Twin Ruta hindi NILUX tiiasi 11 H 15h 10 on OF 11 EIDI 11 D Sht mehow Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના સર્વત્વનું સૂચન. किं वा मुधाहं बहुधा सूधामुकपूज्य ! त्वदने चरितं स्वकीयं । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरुपकस्त्वं कियदेतदत्र ।। २४ ।। અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પતાતણું, જાણે સ્વરૂપ ત્રણ લોકનું તે માહરૂં શું માત્ર આ? જ્યાં દોડનેહિસાબ નહિ ત્યાં પાઈનીતે વાત ક્યાં? કર : જ : મ અર Why to speak uselessly Oh-Lord before you ? This character of mine O the beloved of God You are able to see the adetails of the three worlds Then there is no wonder about mine I should not talk about a pie When there is no value of crores ( અર્થ દેવને પૂજવા ગ્ય હે પ્રભુ! મારું ચરિત્ર આપની સન્મુખ હું આથી વધારે નકામું કેટલુંક કહું ? કારણ કે આપ તો ત્રણ જગતના સર્વ સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકે છે, તે પછી મારું ચરિત્ર આપ જાણે તેમાં તે શું નવાઈ? Page #63 -------------------------------------------------------------------------- ________________ - N - * TUTH RAN ST MANI -LI --- --- -- -- - - -- --- - -- பாயயாமாம் - ராயம் - வகை ப Page #64 -------------------------------------------------------------------------- ________________ છેલી આંતરિક વિજ્ઞપ્તિ. दीनोध्धारधुरंधरस्त्वदपरो नास्ते मदन्यः कृपा -पात्रंनात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् । कित्वहन्निदमेव केवलमहो सबोधिरत्न शिव, श्रीरत्नाकरमंगलैक निलय श्रयस्करप्रार्थये ॥ २५ ॥ હારાથી ન સમથે અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ; હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપ સમ્યગ્રરત્ન શ્યામજીવને તે તૃપ્તિ થાયે ઘણું! Ojineshwar, no body is abte to lift us From the world except thee Will not find any personality Except mine here No craving for wealth and wortdly happiness Except welfare abode of eterual peace If Samyak Jewel can be granted to me by thee O Lord I am much indebted to you for ever. અર્થ:- જિનેશ્વર ! મારા જેવો મુજ રંકને ઉદ્ધારનાર કે ઈ પ્રમુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કેઈ નથી, તો પણ હું કાંઈ આપની પાસેથી ધન માગતો નથી, પરંતુ મેક્ષરૂપ લક્ષ્મીના સમુદ્રમાને તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ ! હું તે ફક્ત સર્વ શ્રેય સાધક સમ્યક્ત્વરનની જ પ્રાર્થના કરું છું. સમાસ Page #65 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચીશીના રચયિતાને (રાગ—મંદિર છે. મુક્તિમણી... ) ગાનાર ને રચનાર બ્લિની દ્દિવ્યતાના હે કવિ ! ઊંડાણ ઉનાં ખોલીને અણમોલ ઉપસાવી અિ. રત્નાકરા છલકાવીયાં આંસુ પીને ઈકરારના, ને પાપદ્મ પખાળિયાં ત્રણ જગતના આધારના...૧ ભાષા શીખી સુરલોકની જે જ્ઞાન ગુર્જરીને ધર્યું, નવનીત જે જે તારવ્યું તે સ્તવન–સ્તુતિએમાં ભયું.... સેવા કરીમા શારદાની જે હૃદયના ભાવથી, તે ‘શ્યામજીલન' ને ઝળકતું રાખશે વરસા ધીસુ...૨ સસારનાં સુખ-દુઃખ પચાવ્યાં સંત જેવા ધૈયથી, ને કર્માંના ફટકા સહ્યા સૈનિક જેવાં શૌય થી. સંસ્કાર સીચ્યા ધર્મના પ્રીતિભર્યાં પરિવારમાં, પાછાં પડે ના કદી સંજોગના પડકારમાં...૩ દ્રશ્યો દિપાવ્યાં ધર્મનાં કવિતા અને પ્રવચન થકી, ઉજ્જવળ બનાવ્યું વતનને સાહિત્યનાં સર્જન થકી. જિજ્ઞાસુઓને પાઠ શિખવ્યા તત્ત્વ કેરા જ્ઞાનના, ભાજન બન્યા સહુધમી એના પ્રેમ તે સન્માનના...૪ જેના શબ્દે શબ્દમાં ઊભરતી આત્મા તણી વેદના. જેની પંક્તિ-૫ક્તિએ પ્રસરતી પરમાત્મને પ્રાથના. જેને સુણતાં-વાંચતાં ભાવિકના, બધે છૂટે કર્મના, એ રત્નાકર પચ્ચીશી રચયિતા, કવિવને વંદના...૧ પ્રથીણ થી. ટ્રુસાઇ [ ૬૪ ] Page #66 -------------------------------------------------------------------------- ________________ નિત્ય પ્રાત: પ્રાર્થના હે વીતરાગ પ્રભુ ! હે જગરુ ! આપના પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ હે પ્રભો આપના પ્રભાવથી મને મોક્ષના માર્ગે ચાલવાની તાકાત મળે ! હે વીતરાગદેવ ! હે જગદ્ગર ! આપના પ્રભાવથી મને એવું બળ મળી રહે છે જેથી -લોકનિંઘ કાર્ચ કરવા માટે હું પ્રેરાઉં નહિ. -ગુરુજને પ્રત્યે હુ આદર ભાવ અનુભવું અને --પરોપકાર કરવા માટે સદા તત્પર બન્. હે વીતરાગ પ્રભા ! આપના પ્રભાવથીમને સદાચ અને સર્વત્ર સણુના સંગ મળી રહે અને તેમનાં વચનાનું પાલન કરવાનું બળ મળી રહે. હે જગશુરુ ! મારી આપને આ જ એક પ્રાર્થના છે કે ત્યાં સુધી મારે સંસારમાં ભમવું પડે ત્યાં સુધી મને આ બધું અખંડ રીતે મળતુ રહે ! હે વીતરાગ ભગવંત ! મારી એક જ અભિલાષા છે કે ભવભવ મને તમારાં ચરણોની સેવા કરવાનું સૌભાગ્ય મળા ! હે જગદ્ગરુ ! આપના પ્રણામના પ્રભાવથી મારાં દુઃખનો નાશ થાઓ. મારાં તમામ કર્મોનો ક્ષય થાઓ, મને હરહે મેશ સમ્યમ્ દૃષ્ટિ મળા અને મરણ સમયે સંપૂર્ણ સમભાવ મળા !