________________
[ ૭ ]
વનરૂપ ચારિત્ર જ સીધી અસર કરી શકે. સભવ છે કે શ્રેષ્ઠીની સમજણને આ મારા દોષનો પડદો જ આવે છે!
સૂરિજીએ શાંતિથી જણાવ્યું: · મહાનુભાવ, એ ગાથાના અ આજે નહિ, કાલે બરાબર સમાવીશ. તમારા જેવાને ન સમજાવી શકુ તે! એ મારા જ દોષ ગણાય.'
સુરિજીએ કરેલા નિશ્ચય મુજબ એ શ્રેષ્ઠી સમક્ષ માતિઓની માળાના ચૂરેચૂરા કરી નાખ્યા અને ઉધિને બન્ને પરિગ્રહ પણ દૂર કયાં. પછી સુરિજીએ એ ગાથાના અર્ધાં સમાવવા માંડયો. સૂરિજીની હૃદય શુદ્ધામાંથી નીકળેલા વાણીપ્રવાહ પવિત્ર ભાગીરથીનું રૂપ લેતા ગંભીરપણે વહેવા લાગ્યા : ‘ મહાનુભાવ, આ ગાથા તમને નહિં પણ મને જ ઉપદેશ આપી રહી છે કે, જાળમાંથી ઉત્પન્ન થયેલા અથ-દ્રવ્ય ઉપર મેાહુ રાખીને તુ' જે તપસ્યા કરે છે એ માત્ર કાયકલેશ છે. માટે સમજ, સમજ. જે ગુરુ છત્રીશ ગુણના ધારક હાવા જોઈ એ તે જ તે એવા મહુમાં ફસાય તો પછી ગૃહસ્થને એના ઉપદેશ આપવા એ માત્ર વાણીવિડંબના જ છે. આ ગાથા સાચેા અર્થ આત્મ ઉપકારક છે અને તેથી જ હું બધા પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું. મહાનુભાવ ! ખરેખર, તમે મોહમાં ફસતા મારા આત્માને આમ ઉગારી લીધા એ બદલ ધન્યવાદ ધટે છે. હવે જ હું તમારા વંદનને પાત્ર ’
સૂરિજીની નિખાલસ વાણીથી શ્રેષ્ઠીનુ હૃદય એક તરફ ગદ્ગદ્ થઈ ઊઠયું અને બીજી તરફ અને પ્રયત્ન સફળ થયાના આત્મસ'તાષ એના મુખ ઉપર તરી રહ્યો. મૂરિજી અને શ્રેષ્ઠી મનેામન એક બીજાના આભારની લાગણી અનુભવવા લાગ્યા. ખરેખર, એમના હૃદયસાગરમાં હું નાં માળ કેવાં ઉછળતાં હશે એનું વર્ણન તો કોઈ કવિથી પણ માપી શકાય એમ નહાતુ એ દિવસથી સૂરિજી અને શ્રેષ્ઠી એક ખીજાને સાચા હૃદયથી ગુરુ-શિષ્યભાવે સમજવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org