Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 11
________________ [૧૦] આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. અત્યંત ભાવવાહી મધુર અને હૃદયમાંથી સરી પડેલ સ્ત્રોત છે. માસ્તરશ્રી શામજીભાઈને લાગ્યું કે આ જમાનામાં સંસ્કૃત ભાષાના જાણનારા કેઈ વીરલા જ છે. આવા ઉત્તમ સ્તંત્રને લાભ જે સામાન્ય જન--સમાજમાં પ્રસરાવ હોય તે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો જરૂરી છે. જેવી ભાવના એવી સિદ્ધિ એ ન્યાયે માસ્તર સાહેબની બુદ્ધિમાં માતા સરસ્વતીએ વાસ કર્યો હોય અને આચાર્ય દેવશ્રી રત્નાકયુરિજીએ સ્વર્ગમાંથી પ્રેરણું અને આશીર્વાદ મોકલ્યા હોય તેમ એના ફળરૂપે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એમ માસ્તર સાહેબના હૈયામાંથી રત્નાકર પચીશીનો ગુજરાતી ભાષામાં અનુવાદ પ્રગટ થએલ લાગે છે. શ્રી શામજી માસ્તરની રત્નાકર પચીશીને કેઈએ હૈયાના હેતથી અપનાવ્યું છે-વેતાંબર-દિગંબર-સ્થાનકવાસી કે તેરાપંથી ગુજરાતી હિંદી મરાઠી મારવાડી કચ્છી કે બંગાળી દરેક ભાષાવાળાઓએ આ ગુજરાતી કાવ્ય એવું તો અપનાવ્યું છે કે ભગવાનની પાસે મંદિરમાં ઉપાશ્રયમાં કે ઘરે ભક્તિ કરતા આ કાવ્ય દ્વારા ભાવ પ્રગટ કરી પશ્ચાત્તાપના તાપમાં પાપને બાળી નાખતા હોય છે. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવડાવતા અનેક મુમુક્ષુઓ એના પ્રવાહથી પાપના કાળમીંઢ પત્થરેને ભેદવા સમર્થ બને છે–અને વિદ્યુતશક્તિને પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. તેમ આત્માની શક્તિને પ્રકાશ પ્રાપ્ત કરવા શક્તિમાન બને છે. માસ્તર સાહેબ શ્રી શામજી હેમચંદ દેસાઈએ ભાવનગરની પાઠશાળા, સામાયિક શાળા તથા સંઘની ઘણી ઘણી સેવા કરી છે. સમસ્ત જીવનમાં આજીવિકાના અલ્પ સાધન વડે સંતેષ માની મસ્ત ફકીરની જેમ મસ્તીમાં જ્ઞાનગંગા વહાવી છે. એમણે ધાર્મિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય કાવ્યોની સુંદર રચના કરી છેએમણે અનેક સ્તુતિઓ રચી છે. “છે પ્રતિમા મને હરિણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66