Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 10
________________ અમર કાવ્યના અમર કવિ શ્રી શામજી હેમચંદ દેસાઈ રત્નાકર પચ્ચીશીના અનુવાદક માસ્તર શામજી હેમચંદ દેસાઈ આદર્શ ધાર્મિક શિક્ષક હતાં. મૂળવતન બેટાદ હતું પણ નાનપણથી ભાવનગરમાં આવી વસ્યા. સર્વ પ્રકારે ભાવનગરને જ વતન બનાવ્યું. મૌજીલે અને આનંદી સ્વભાવ, તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, સારા વિદ્વાન, વકતા અને મસ્ત કવિ હતા. કાવ્ય રચનાની કુદરતી બક્ષીસ હતી. ડું ભલે લખ્યું છે પણ જેટલું લખ્યું છે તે બધુ અમર બની ગયું છે, તેમાં પણ રત્નાકર પચીશી તે અમરતાના શિખરે પહોંચી છે. એમના કાવ્યનું પદ લાલિત્ય, કવિની કલ્પના, અર્થ ગાંભીર્ય, ભાષાની સચોટતા, શબ્દ રચના, રસ પરિપૂર્ણતા, જેને શ્રવણ કરતાં માથા ડેલવા માંડે, હૈયા નાચવા માંડે અને મનડા મુગ્ધ બની જાય, આત્મા પરમાત્મા વચ્ચે લય લીનતાની કડી બની જાય એવો નૈસર્ગિક સ્ત્રોત-પ્રવાહે એમના કાવ્યોમાંથી પ્રગટ થતો લાગ્યો છે. પ. પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. સારા સંસારી પણના બંધુ હતા. અને પ. પૂ. આ. દેવશ્રી વિજયધર્મધૂરંધરસૂરીશ્વરજી સંસારીપણમાં એમની પાસે જ ભણ્યા હતા. મારા પણ ધાર્મિક શિક્ષક હતા. એમની પાસે ભણેલા વિદ્યાર્થીઓને માસ્તર પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ રહેતા અને માસ્તર સાહેબનો પ્રેમ વિદ્યાર્થીઓ પ્રત્યે અનેરેજ હતે. આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરિજીના અંતરમાંથી નીકળે નાદ વાણીના પ્રવાહ રૂપે પ્રગટ થયે જેને રત્નાકર પચીશી કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66