________________
આત્મશ્રીની પૂર્ણતા
[3]
પણ આવું કેમ થતુ નથી? એનું કારણ એ જ કે જિંદગી શા માટે છે અને જિંદગીના હેતુ શે! છે એ પહેલેથી જાણ્યુ નથી. એટલે કરાંજેમ પેલાં ડખલાં— ડબલીએ ભેગાં કરતાં હાય છે એમ માણસા માત્ર થેાડાક પૈસા, ઘેાડીક સત્તા, થોડીક પદવી-આ બધું ભેગું કરવામાં આયુષ્ય પૂરું કરી નાખે છે,
દુનિયાનું આ પલટાતું દશ્ય તો જુએ ? - જ્યાં સુધી તમારી પાસે પૈસા હાય, સત્તા હોય, પ્રતિષ્ઠા હૈાય ત્યાં સુધી દુનિયા તમને પૂછ્યા કરે, પણ જેવી એ સત્તા ગઇ, જેવા એ પૈસા ગયા, જેવી એ પ્રતિષ્ઠા ગઇ એટલે દુનિયા કહે કે હવે એને બાજુમાં ફૂંકે. દુનિયા એને જે માનતી હતી તે એના વ્યકિતત્વના વિકાસને લીધે નહિ, એની આધ્યાત્મિક ચેતનાના આરેહણને લીધે નહિ, પણ એની પાસે જે દસ લાખ રૂપિયા હતા એને લીધે એ એને પૂજતી હતી. હવે એ દસ લાખ રૂપિયા એના હાથમાં નથી, એના દીકરાના હાથમાં છે. દુનિયા કહે કે હવે ડોસો આપણે શું કામના છે? મૂકે અને બાજુમાં આમ માણસના હાથમાં સત્તા હતી ત્યાં સુધી પૂજાતા હતા, પુછાતા હતા પણ સત્તા ઉપરથી ઊતરી ગયા એટલે એ પણ ભુલાઈ ગયા. ભુલાઈ જ જાયને. કારણકે હવે એ કાઈને સુખી કરી શકે, કાઈને લાભ કરાવી શકે એવું કાંઇ એની પાસે રહ્યું નથી.
ખૂટ પૉલિશ કરનાર પાસે કરોડપતિ ઊભેલે હાય, એકના જનરલ મેનેજર ઊભા હાય ત્યારે એ એમ નથી માનતા કે એકના જનરલ મેનેજર મારે ત્યાં ઊભા રહ્યો. એના ગવ એ કરે તેા એ ગવ ખાટા છે. એકના જનરલ