Book Title: Punjabna Char Krantikarai Mahatma Author(s): Ramanlal C Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 9
________________ અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બુટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા. બુટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી. તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા, ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુ મહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો હતો. તેઓ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. એટલે વ્યાખ્યાન આપવાની જવાબદારી અમરસિંહજીએ લીધી હતી. બુટેરાયજી અમરસિંહજીના સંપર્કમાં આવ્યા. બુટેરાયજી યુવાન, બુદ્ધિશાળી તથા સંસ્કૃત-અર્ધમાગધીના જાણકાર અને જિજ્ઞાસુ છે એ જાણી અમરસિંહજીને એમનો સંગ ગમી ગયો. તેઓ પાસે જે કંઈ નવી નવી પોથીઓ આવતી તે બુટેરાયજીને બતાવતા અને વાંચવા આપતા. એક દિવસ અમરસિંહજીએ બુટેરાયજીને વિપાકસૂત્રની પોથી બતાવી પૂછ્યું, ‘આ તમે વાંચ્યું છે ?’ પોથી જોઈ બુટેરાયજીએ કહ્યું, ‘વિપાકસૂત્ર મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલીવાર તમારી પાસેથી સાંભળું છું.' અમરસિંહજીએ વિપાકસૂત્ર બુટેરાયજીને વાંચવા આપ્યું. બુટેરાયજી વિપાકસૂત્ર બહુ રસપૂર્વક, ચીવટથી વાંચી ગયા. શાસ્ત્રોનું અધ્યયન કરવાની એમની ભૂખ ગુરુ મહારાજે પૂરી સંતોષી નહોતી, એટલે તે વાંચતાં વધુ આનંદ થયો. પરંતુ વિપાકસૂત્ર વાંચતાં તેમાં આવતો મૃગા-લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી મૃગાવતીના માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગંધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગંધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એટલે ગુરુ રામલાલજીને પૂછ્યું. એમની પાસે પણ જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે ‘આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે, માટે મોઢે મુહપત્તી બાંધવી જરૂરી છે.’ પરંતુ આ ખુલાસાથી બુટેરાયજીને સંતોષ થયો નહિ. વળી જિન પ્રતિમાનાં દર્શન-વંદનનો નિષેધ આગમસૂત્રમાં કયાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યકત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહિ. દિલ્હીના ચાતુર્માસ પછી બુટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, અમૃતસર, સિયાલકોટ, ; વિડીયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75