Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 70
________________ ખ્યાલ આવી શકશે. આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મને બોધ આપ્યો તેના પરિણામે પંજાબના જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાક લોકો એમ ઈચ્છતા હતા કે સમકાલીન, સમવયસ્ક જેવા, દેખાવે પણ એકબીજાને મળતા આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઈચ્છા હોવા છતાં એકબીજાને મળી શકયા નહિ. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. - આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં પણ આવ્યા હતા અને એમનાં ત્યાગ-વૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સૂરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું અને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહિ મળે ત્યારે એમણે કહ્યું, મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે. તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો. આમ, તેઓ બીજાની શકિતની કદર કરનારા, ઉદાર દિલના હતા એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ -સદ્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે મોહનલાલજી મહારાજ પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું. આત્મારામજી મહારાજની વ્યાખ્યાનશૈલી પણ અનોખી હતી. તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમની ગુજરાતી મિશ્રિત હિંદી ભાષા અત્યંત મધુર લાગતી. તેમનો અવાજ બુલંદ હતો. તેમનાં વ્યાખ્યાનો વિદ્વત્તાથી સભર છતાં સામાન્ય શ્રોતાજનોને રસ પડે એવાં હતાં. તેમની વાણીમાં ઉત્સાહ, પ્રેરણા, ધગશ વરતાતાં. પરંતુ એ બધાં ઉપરાંત અનુભવીઓ કહેતા કે એમની વાણીમાં સંગીતની સુરાવટ પણ જણાતી, કારણ કે તેઓ લયબદ્ધ અને તાલબદ્ધ શબ્દો ઉચ્ચારતા. એમાં રહેલી સંગીતની સ્વરબદ્ધતાની આછી ઝણઝણાટી શ્રોતાઓનાં દિલને ડોલાવતી. આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુતપન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા. ૬ ૨. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75