Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 71
________________ ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહિ. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખીને ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી. તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે મુખીની છાશ એ જૈન દર્શન છે, અને ગામના લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા હોય એ અન્ય દર્શનો છે. આત્મારામજી મહારાજે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉગ્ર વિહાર કર્યો. વ્યાખ્યાનપ્રવૃત્તિ ઉપરાંત તેમના દ્વારા, તેમની પ્રેરણાથી અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ થતી. અનેક વ્યક્તિઓ વંદન, દર્શન કે મુલાકાત માટે આવતી. પોતાની દૈનિક ધાર્મિક ક્રિયાઓ કરવા ઉપરાંત પોતાના શિષ્યોને રોજ નિયમિત તેઓ શાસ્ત્રાભ્યાસ કરાવતા. પોતાના શિષ્યોને પણ તેમણે સંસ્કૃત ભાષામાં એટલા સરસ તૈયાર કર્યા હતા કે કેટલીક વખત તેઓ બધા માંહોમાંહે સંસ્કૃતમાં જ ચર્ચા કરતા. આટલી બધી પ્રવૃત્તિઓ છતાં આત્મારામજી મહારાજ સમય કાઢીને પોતાનું લેખનકાર્ય પાર કરતા રહ્યા હતા. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા ઉપર એમનું એવું અસાધારણ પ્રભુત્વ હતું કે પોતે ધાર્યું હોત તો પોતાના બધા ગ્રંથો સંસ્કૃત કે અર્ધમાગધી પ્રાકૃતમાં લખી શક્યા હોત. પરંતુ પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાની ભાવનાને લક્ષમાં રાખી એમણે પોતાના ગ્રંથો હિન્દી ભાષામાં લખ્યા હતા. પોતાના સમયમાં લોકોની શાસ્ત્રાભ્યાસ માટેની, શાસ્ત્રગ્રંથો વાંચવા-સાંભળવા માટેની રુચિ ઓછી હતી તે વિશે ટકોર કરતાં એમાણે કહેલા શબ્દો આજે પણ એટલા જ સાચા છે. તેઓ કહેતા કે શ્રાવક-વાણિયા લોકોની બે ઈન્દ્રિયો બહુ સતેજ છે. એક નાક અને બીજી જીભ. પોતાનું નામ રાખવા ખાતર લગ્ન અને બીજા સામાજિક પ્રસંગે માણસો ધામધૂમપૂર્વક ખર્ચો કરી વાહવાહ બોલાવે છે, અને પોતાની જીભના સ્વાદને ખાતર કંઈક નિમિત્ત મળતાં મોટા મોટા જમણવાર કરે છે. પરંતુ નાક અને જીભ કરતાં શ્રાવકોએ પોતાની શ્રવણેન્દ્રિયને અને નયનેન્દ્રિયને વધુ સતેજ કરવાની જરૂર છે કે જેથી શાસ્ત્રગ્રંથો વાંચવા ગમે, તત્ત્વમાં રુચિ જન્મ અને ધર્મચર્ચા સાંભળવી ગમે. આત્મારામજી મહારાજે એટલા માટે જ જિનમંદિરોના નિર્માણની સાથે સાથે સરસ્વતીમંદિરો ઊભા કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેઓ માનતા કે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો બરાબર અભ્યાસ કરીને માણસ જો મૂળ ભાષામાં શાસ્ત્રગ્રંથો ચીવટપૂર્વક વાંચે તો એની બધી શંકાઓનું સમાધાન થઈ જાય. એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છે : જૈન તત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તસ્વનિર્ણયપ્રાસાદ, સમ્યકત્વશલ્યોદ્ધાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્વ તથા ઉપદેશ બાવની, જૈન મતવૃક્ષ, પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75