Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 74
________________ સૌથી મહત્ત્વનું હતું. વડોદરાના આ છગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપ્યા પછી એમનું મુનિ વલ્લભવિજય એવું નામ રાખવામાં આવ્યું હતું. ગુરુએ એમની કુશાગ્રબુદ્ધિ, દઢ ચારિત્રપાલન તથા વ્યવહારદક્ષતા પારખી પોતાના આ શિષ્યને શાસ્ત્રાભ્યાસમાં સારી રીતે તૈયાર કર્યા હતા. અને એમની સમજશક્તિ, જવાબદારી વહન કરવાની શક્તિ, સમુદાયને જાળવવાની આવડત વગેરે જોઈને આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની જવાબદારી વલ્લભસૂરિને સોંપી હતી. “મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે” એવા એમના કથનને વલ્લભસૂરિએ પંજાબમાં ઘણાં વર્ષ વિહાર કરીને, અનેક ધાર્મિક તેમજ સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું હતું. એમણે પોતાના ગુરુ આત્મારામજીનું નામ અનેક રીતે રોશન કર્યું હતું. સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં તેમણે અભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારનાં ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યા. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યકિતઓ, કુટુંબ, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે એમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ. આત્મારામજી અને વિજય આનંદસૂરિ એ બંને નામોનો સમન્વય કરી આત્માનંદના નામથી શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઉલ્લાસભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષત પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. પ્રર્વતક શ્રી કાંતિવિજયજીએ એમને અંજલિ આપતા પદમાં લખ્યું છે પરમ મંત્ર ગુરુ નામ છે, સાચો આતમરામ, તીન લોકકી સંપદા, રહનેકો વિશ્રામ. વીરજિનંદકી વાણી માની, ગુરુગમ અખીયાં અંજનમે, સંજમરાજ કીયો શિરભૂષણ, મોહરાજ દલ ખંડનમેં. વિષયવિરાગી, પરિગ્રહ ત્યાગી, ધૂલ પડી કહે કંચનમે, નમન કરત હે નરપતિ યતિપતિ, જનમ સફલ લહે વંદનમેં. વિજ્યાનંદસૂરિ મહારાજા, જય જય રહો સદાનંદનમેં. કાંતિવિજય ગુરુ ચરણકમલમ્ વંદન હોવે અનંતનમેં. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 72 73 74 75