Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ - ડૉ. રમણલાલ ચી. શાહ શ્રી બુટેરાયજી મહારાજ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં જૈન ત્યાગી સંયમી સાધુઓની સંખ્યા અલ્પ થઈ ગઈ હતી. જૈન યતિઓનો પ્રભાવપ્રચાર ઘણો વધી ગયો હતો. તે વખતે જન્મ જૈન ન હોય એવા પંજાબના મહાત્માઓએ ગુજરાતમાં આવી, સંવેગી દીક્ષા ધારણ કરી સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. તેમાં અગ્રેસર હતા પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ. ત્યાગવૈરાગ્યની સાચી ભાવના, શાસ્ત્ર-જ્ઞાનની તીવ્ર ભૂખ, સામાજિક નીડરતા, સાચું આત્માર્થીપણું, તેજસ્વી અને પ્રતાપી મુખમુદ્રા ધરાવનાર શ્રી બુટેરાયજી મહારાજનો એ જમાનામાં જૈન ધર્મના પુનરુત્થાનમાં અનન્ય ફાળો રહ્યો છે. શ્રી બુટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાના પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જટ જાતિના હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કમ હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યનાં જોધપુર નામના ગામનાં વતની હતાં. ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું, પરંતુ તેમને એક વાતનું મોટું દુ:ખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતાં રહેતાં નહિ. જન્મ પછી બાળક પંદર-વીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણાં નિરાશ થઈ ગયાં હતાં. એક દિવસ ગામમાં કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધ વચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુ:ખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતા નહિ. સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કમને આનંદ થયો. તેમણે કહ્યું, ગુરુ મહારાજ! પંજયના ચાર વાડી પા.પારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 75