Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 11
________________ છે. માટે મને દીક્ષા છોડવાની આજ્ઞા આપો. બુટેરાયજી મહારાજે એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જ્યારે લાગ્યું કે એ સાધુજીવનમાં હવે ટકી શકે તેમ નથી, ત્યારે તેમણે દીક્ષા છોડવાની અનુમતિ આપી. મુનિ પ્રેમચંદજીએ દીક્ષા છોડીને, લગ્ન કરીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. લાહોરમાં જઈને એમાણે સિપાઈની નોકરી લીધી. ગૃહસ્થ વેશે તેઓ કોઈ કોઈ વાર ગુરુ મહારાજને વંદન કરવા આવતા. સં. ૧૯૦૨નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પસફરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપકવતા ઘાણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બુટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યાર પછી સોળ વર્ષની વયે એમણે બુટેરાયજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે તેમનું નામ મુનિ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુ મહારાજ બુટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું. મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બુટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ.સં.૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને ચાતુર્માસ પછી માગસર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપત્તીનો દોરો તોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એવું જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું, અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોને સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી. આ સમય દરમ્યાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ તે વખતે બુટેરાયજીને શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે તેમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા. પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા માટે એટલા બધા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરી મૂળચંદજી મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બુટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધા હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બુટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતા. બુટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75