Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
ચાર ચાતુર્માસ કર્યાં. તે દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓ શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ મગનભાઈ વગેરે ઉપર તેમનો ઘણો પ્રભાવ પડ્યો. શેઠ દલપતભાઈ ભગુભાઈએ સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી, પણ તે એ શરતે કે સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ પધારે. મહારાજશ્રીએ સંમતિ આપી એટલે બહુ ધામધૂમપૂર્વક સંઘ કાઢવામાં આવ્યો. શેઠશ્રીએ આ માટે એ દિવસોમાં રૂપિયા એંસી હજારનું ખર્ચ કર્યું હતું.
ત્યાર પછી ભાવનગર, અમદાવાદ, રાઘનપુર વગેરે સ્થળે મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યાં. ૧૯૨૭માં જ્યારે તેમણે જાણ્યું કે ગુરુવર્ય બુટેરાયજી મહારાજ પાછા ગુજરાત તરફ આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા મૂળચંદજી મહારાજ સાથે તેઓ પાટણ, પાલનપુર થઈ ઠેઠ રાજસ્થાનમાં પાલી સુધી પહોંચ્યા હતા. ઘણાં વર્ષે પાછા તેઓ ત્રણે એકત્ર થયા. આબુની જાત્રા કરી તેઓ ગુજરાતમાં પધાર્યા અને ઠેર ઠેર વિચરી યતિઓ-શ્રી પૂજ્યોના જોરને ઓછું કરી નાખ્યું.
એ દિવસોમાં ઋદ્ધિસાગર નામના એક સાધુ લોકોને મંત્ર-તંત્ર શિખવાડી વહેમમાં નાખતા અને તત્વસિદ્ધાન્તથી વિમુખ બનાવતા હતા. બીકના માર્યા ઘણા લોકો ઋદ્ધિસાગરને અનુસરતા. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજના જાણવામાં આ વાત આવી ત્યારે તેમણે એ દંભી સાધુના મોહમાં ન ફસાવા માટે ઘણો પ્રચાર કર્યો અને લોકોને એમની માયાજાળમાંથી છોડાવ્યા હતા.
મહારાજશ્રીએ લોકોને સન્માર્ગે વાળવા જાગૃતિપૂર્વક કેવા કેવા પ્રયાસો કર્યા હતા એનો બીજો એક પ્રસંગ પણ નોધાયેલો છે. વિ. સં. ૧૯૩૯ માં જેઠમલજી નામના એક સાધુએ સમક્તિસાર નામનો ગ્રંથ છપાવીને પ્રગટ કર્યો હતો, એમાં જૈન ધર્મની કેટલીક અવળી પ્રરૂપણા કરવામાં આવી હતી. એ વાંચવાથી કેટલાયે લોકોના મનમાં શંકા-કુશંકા થવા લાગી હતી. મહારાજશ્રીએ જ્યારે એ ગ્રંથ વાંચ્યો ત્યારે એમને થયું કે એનું ખંડન થવું જરૂરી છે. પોતે તે લખે તેના કરતાં પોતાના લઘુ ગુરુબંધુ આત્મારામજી મહારાજ તે કામ કરવાને વધુ સમર્થ છે એમ સમજીને તેમની પાસે તે લખાવવાનું વિચાર્યું. આત્મારામજી મહારાજ ત્યારે અમદાવાદમાં હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજની આજ્ઞા થતાં તરત તેમણે સમકિત શલ્યોદ્ધાર નામનો ગ્રંથ ખંડનમંડનરૂપે હિંદીમાં લખી આપ્યો. એનું ગુજરાતી ભાષાન્તર થયું. વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ એ જોઈ ગયા અને આત્મારામજી મહારાજ પણ ફરી તપાસી ગયા. ત્યારપછી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી એ ગ્રંથ પ્રગટ થયો. એની સમાજ ઉપર ઘણી સારી અસર થઈ અને લોકોના મનમાં જાગેલી શંકાઓનું સમાધાન થયું.
વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના ગુરુ બુટેરાયજી મહારાજે ભલામણ કરી હતી કે જૈન શાસનને સુદઢ કરવું હોય તો સાધુઓ વધારવા જોઇશે. બુટેરાયજી મહારાજ પોતે તો અધ્યાત્મરસમાં વધારે લીન હતા એટલે આ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મૂળચંદજી મહારાજે ઉપાડી લીધી. પરંતુ એક દિવસ રાતે એકાંતમાં બેસી બંનેએ નિર્ણય કર્યો કે કોઈએ પોતાના ચેલા ન કરવા, પરંતુ જે કોઈ
૪૨
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org