Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 66
________________ સ્થાપતા. આત્મારામજી મહારાજનું વ્યકિતત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રશસ્ત લલાટ, ચહેરા પર અલૌકિક તેજ, દીર્ધ નયન, સર્વ જીવોને અભય આપવાની શોભાવાળું મુખમંડળ અને સમગ્ર દેહમાં દેવી તેજએ એમના ભરાવદાર શરીરની લાક્ષણિકતા હતી. તેઓ નીડર હતા અને ક્ષત્રિય હતા એટલે શારીરિક તાકાત પણ ધરાવતા. એક વખત મારવા આવેલા એક તલવારધારી ભીલનું કાંડું પકડીને વનવગડામાંથી ગામમાં એને ઢસડી ગયા હતા. તેઓ પ્રત્યુત્પન્ન મતિવાળા પાગ હતા. એક વખત એક જંગલમાંથી પોતાના શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં દૂરથી બહારવટિયાઓનો અવાજ સંભળાયો. તેમણે તરત પોતાના શિષ્યોને બન્નેની હારમાં ચાલવા કહ્યું અને દરેકને પોતાનો દંડ (લાકડી) રાઈફલની જેમ ખભે રાખવાનું કહ્યું. બહારવટિયાઓને દૂરથી એમ લાગ્યું કે આ કોઈ બંદૂકધારી સૈનિકો કૂચ કરતા ચાલ્યા આવે છે એટલે તરત તેઓ નાસી ગયા હતા. આત્મારામજી મહારાજમાં વિનયનો ગુણ કેટલો મોટો હતો તે વિષે ભાવનગરના તે સમયના સુપ્રતિષ્ઠિત ધર્માનુરાગી શ્રાવક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ ત્રણેક પ્રસંગો નોંધ્યા છે. બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લેતી વખતે બુટેરાયજીના શિષ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય થવાની ઈચ્છા આત્મારામજીએ વ્યકત કરી હતી. પરંતુ મૂલચંદજી મહારાજનો પણ વિનય ગુણ એટલો મોટો હતો. આત્મારામજી બુટેરાયજીના જ શિષ્ય થાય તે વધુ યોગ્ય છે એવો આગ્રહ એમાણે રાખ્યો હતો. આથી મૂલચંદજી મહારાજ એમના ગુરુ નહિ પણ વડીલ ગુરુબંધુ થયા. પંજાબમાં પોતાની તબિયત બગડી તે વખતે આત્મારામજીને બેશુદ્ધ અવસ્થામાં લુધિયાણાથી અંબાલા લઈ જવામાં આવ્યા ત્યારે શુદ્ધિ આવતાં તેમણે, પોતે શાસ્ત્રજ્ઞાતા હોવા છતાં, મૂલચંદજી મહારાજને પત્ર લખીને એમની પાસે આલોયણ મંગાવી હતી. મૂલચંદજી મહારાજ ગણિ હતા અને દીક્ષાપર્યાયમાં એમનાથી મોટા હતા, પરંતુ પોતાને આચાર્યની પદવી મળી તે પછી પણ આત્મારામજી મહારાજે મૂલચંદજી મહારાજ પ્રત્યે એટલો જ વિનય દાખવ્યો હતો. સંવેગી દીક્ષા પછી પોતાના શિષ્યોને વડી દીક્ષા કે પદવી આપવાની હોય તો પોતે આચાર્ય હોવા છતાં ન આપતાં અને તે મૂલચંદજી મહારાજ પાસે જ અપાવતા. એવી જ રીતે એક વખત આત્મારામજી મહારાજ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવા આવ્યા ત્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ હજુ મુનિ હતા અને પોતે આચાર્ય થયા હતા ત્યારે અગાઉની જેમ જ તેમણે વૃદ્ધિચંદ્રજીને ખમાસમણાં દેવાપૂર્વક વંદન કર્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે ના પાડી ત્યારે તેમણે કહ્યું, તમે મારાથી મોટા છો. હું આચાર્ય થયો છું તે શ્રાવકોને માટે તમારો તો હું સેવક જ છું. એક વખત ગુજરાતના બે યુવાનો લુધિયાણામાં તેમની પાસે દીક્ષા લેવા ગયા. તેઓ દીક્ષાને માટે અયોગ્ય હતા એવું જણાતાં અમદાવાદથી શેઠ દલપતભાઈ ભગુભાઈએ મહારાજશ્રીને પત્ર ૫૮ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75