Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 69
________________ તમારા શબ્દોની જો તમે જ કિંમત નહિ કરો, તો પછી તમારા શબ્દોની કોઈ જ કિંમત નહિ કરે. એમની આજ્ઞાનુસાર હર્ષવિજયજીએ એ ચાતુર્માસ ઘોઘામાં જ કર્યું. આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દૃઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં નમો લોએ સવ્વસાહૂણં બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવુ જોઈએ. આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુકત દલીલ સાથે એ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. ઈ.સ. ૧૮૯૩ માં અમેરિકાના ચિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું કારણકે તેઓ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા થયા હતા. પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યાં. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહિ પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિશે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો. શિકાગો પરિષદ નિમિત્તે શિકાગો પ્રશ્નોત્તર નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર ર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મોની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે. પૂ. આત્મારામજી મહારાજના સમયમાં એમના જેટલો શાસ્ત્રાભ્યાસ અને એમના જેટલી વિદ્વતા અને તર્કપટુતા ભાગ્યે જ કોઈની હશે. જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મના વિવિધ ગ્રન્થોના હજારો શ્લોક એમને કંઠસ્થ હતા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ જૈન ધર્મ વિષે કંઈ જાણવું હોય તો અથવા કંઈ શંકાનું સમાધાન મેળવવું હોય તો એમની પાસે આવતા. રૂડોલ્ફ હર્નલ નામના પાશ્ચાત્ય વિદ્વાને પોતાનો ગ્રન્થ આત્મારામજી મહારાજને અર્પણ કર્યો છે અને એની અર્પણપત્રિકા સંસ્કૃત ભાષામાં શ્લોકરચના કરીને મૂકી છે એ ઉપરથી પણ આત્મારામજી મહારાજની વિદેશોમાં ત્યારે પ્રસરેલી ખ્યાતિનો પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only ૬૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75