Page #1
--------------------------------------------------------------------------
________________
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
- ડૉ. રમણલાલ ચી. શાહ
શ્રી બુટેરાયજી મહારાજ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં જૈન ત્યાગી સંયમી સાધુઓની સંખ્યા અલ્પ થઈ ગઈ હતી. જૈન યતિઓનો પ્રભાવપ્રચાર ઘણો વધી ગયો હતો. તે વખતે જન્મ જૈન ન હોય એવા પંજાબના મહાત્માઓએ ગુજરાતમાં આવી, સંવેગી દીક્ષા ધારણ કરી સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. તેમાં અગ્રેસર હતા પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ. ત્યાગવૈરાગ્યની સાચી ભાવના, શાસ્ત્ર-જ્ઞાનની તીવ્ર ભૂખ, સામાજિક નીડરતા, સાચું આત્માર્થીપણું, તેજસ્વી અને પ્રતાપી મુખમુદ્રા ધરાવનાર શ્રી બુટેરાયજી મહારાજનો એ જમાનામાં જૈન ધર્મના પુનરુત્થાનમાં અનન્ય ફાળો રહ્યો છે.
શ્રી બુટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાના પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જટ જાતિના હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કમ હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યનાં જોધપુર નામના ગામનાં વતની હતાં.
ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું, પરંતુ તેમને એક વાતનું મોટું દુ:ખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતાં રહેતાં નહિ. જન્મ પછી બાળક પંદર-વીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણાં નિરાશ થઈ ગયાં હતાં.
એક દિવસ ગામમાં કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધ વચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુ:ખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતા નહિ.
સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કમને આનંદ થયો. તેમણે કહ્યું, ગુરુ મહારાજ!
પંજયના ચાર વાડી પા.પારો.
Page #2
--------------------------------------------------------------------------
________________
અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી અમને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યુ લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહિ.
ત્યારપછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાળક અત્યંત તેજસ્વી હતું. પતિ પત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહિ, એથી તેમનો ડર નીકળી ગયો. તેમને ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું.
બાળકનું નામ ટલસિંહ રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિંત્ર. સાધુ મહાત્માએ કહ્યું હતું કે આ બાળક જ્યારે મોટા સાધુ-સંન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં તેમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે. માટે બાળકનું નામ દલસિંહ રાખશો. એટલે માતા-પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું. પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબના લોકોમાંથી લશ્કર-દલમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જો કે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહિ, કારણ કે માતાપિતા એ ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ દલસિંહનું નામ બુટાસિંહ કરી નાખ્યું.
લોકો બાળકના નામ માટે આજે જેટલા સભાન છે તેટલા ત્યારે નહોતા. સરકારી દફતર વગેરેમાં અધિકૃત નામ-નોંધાણીના પ્રશ્નો ત્યારે તેટલા મહત્ત્વના નહોતા. એટલે ટલસિંહને પછીથી તો માતાપિતા પણ બુટા (બુટાસિંહ) કહીને બોલાવતાં.
બુટાસિંહને પોતાને બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સંન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો.
દલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બુટાસિંહને શાળામાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બુટાસિંહનાં માતા-પિતા શીખધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં.
બુટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં માત્ર માતા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બુટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બુટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથિસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બુટાસિંહે ગુરુદ્વારામાં જતા. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
J
मुनिराज श्री बुद्धिविजयजी (बूट्टेरायजी)
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
બુટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખધર્મના ગ્રંથો જેવા કે ગ્રંથસાહેબ, મુખમણ, જપુજી વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસથી બુટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી.
સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બુટાસિંહે પોતાની માતાને કહ્યું, ‘મા ! મારે લગ્ન કરીને ઘરસંસાર માડંવો નથી. મારે સાધુ થવું છે.' એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. બુટાસિંહે જ્યારે સંન્યાસ લેવા માટે માતાની આજ્ઞા માંગી ત્યારે માતાએ એમને સમજાવતાં કહ્યું, ‘બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજાં કોઈ ભાઈબહેન નથી. એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહિ. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ તું ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.’
બુટાસિંહે કહ્યું, ‘માતાજી ! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઈતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાના સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.’
એ વખતે માતાજીએ કહ્યું, ‘બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને એટલી જ સલાહ છે કે આ એક ઘરસંસાર છોડીને બીજા પ્રકારનો ઘરસંસાર નું વસાવતો નહિ. તું સાચો ત્યાગી સંન્યાસી બને એ મને વધુ ગમશે. માટે ભલે વાર લાગે, પણ તું કોઈ સાચા ત્યાગી-વૈરાગીવિદ્વાન સાધુની શોધ કરીને પછી એમની પાસે સંન્યાસ લેજે. તને જ્યાં જ્યાં જવાનું મન થાય ત્યાં ત્યાં તેવા સંન્યાસીઓ પાસે જઈને રહેજે અને તારું મન ન ઠરે તો ઘરે પાછો આવતો રહેજે. આ ઘર તારું જ છે. અને તારા માટે હંમેશા ખુલ્લું જ છે. તું જે મહાત્મા પાસે સંન્યાસ લેવાનું નક્કી કરે એની વાત પહેલાં મને કરજે અને પછી સંન્યાસ લેજે.'
માતાની આજ્ઞા મળતાં બુટાસિંહે સદ્ગુરુની શોધ શરૂ કરી. જ્યાંથી કંઈ માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા અને એમની સાથે થોડા દિવસ રહેતા. એ રીતે તેઓ કોઈ વખત શીખ ધર્મગુરુ સાથે રહ્યા, કોઈ વખત ફકીરો સાથે રહ્યા, કોઈ વખત નાથ સંપ્રદાયના બાવાઓ સાથે રહ્યા, કોઈ વખત ધૂણી ધખાવનાર અને ચરસ-ગાંજો પીનાર ખાખી બાવાઓ સાથે રહ્યા, પરંતુ તેમને ક્યાંય પૂરો સંતોષ થતો નહિ. સંન્યાસીઓની સાથે રહેવાથી તે તે સંન્યાસીઓના સ્વભાવની વિચિત્રતાઓ કે મર્યાદાઓનો અને તેમના જીવનમાં ધન, મિલકત, કીર્તિ, નારી કે એવા
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૩
Page #6
--------------------------------------------------------------------------
________________
કોઈ માટે રહેલી વાસનાઓનો પરિચય થતો. તેઓ ઘરે આવીને પોતાની માતાને દરેકના અનુભવની વાત કરતા. માતા તેમને આશ્વાસન આપતાં કહેતી કે “બેટા, ભલે મોડું થાય, ભલે જવા-આવવાનો ખર્ચ વધુ થાય, પણ તું ફિકર કરતો નહિ. આ ઘર તારું જ છે. માટે સદ્ગુરુની શોધમાં ઉતાવળે નિર્ણય લેતો નહિ.'
આ રીતે બુટાસિંહે પંજાબમાં ઠેઠ કાંગડા અને કુલુમનાલી સુધી અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર સુધી સાત-આઠ વર્ષ સુધી ઘણી રખડપટ્ટી કરી, કેટલાય સંન્યાસી, ફકીર, લિંગિયા, નાથ, જોગી વગેરેનો સંપર્ક કર્યો, પરંતુ ક્યાંય એમનું મન ઠરતું નહિ. ઘણાખરા તો ગાંજો, ચરસ, અફીણ, ભાંગ વગેરેના વ્યસની હતા. કેટલાક તો ધન-દોલત અને પરિવારવાળા હતા. એમનું અંગત જીવન જોઈને એમની પાસે સંન્યાસ લેવાનું મન થતું નહિ. એમ કરતાં બુટાસિંહની ઉમર ચોવીસ વર્ષની થવા આવી.
એક દિવસ કોઈની પાસે બુટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઉંચી કોટિના છે. બુટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાવાળા તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ટોળા કે ટોળી શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ કે રીખ શબ્દ વપરાતો. પંજાબમાં ત્યારે સ્થાનકવાસી સાધુઓના મુખ્ય બે સમુદાય હતા- બીસ તોલા અને બાઈસ તોલા. ઋષિ મલકચંદજીના ટોળાના ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બુટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બુટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બુટાસિંહનો સંયમની રુચિ અને શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને મુનિ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી.
ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બુટાસિંહ દિલહી ગયા. દિલ્હીમાં ગુરુ મહારાજ નાગરમલજીએ એમને વિ.સં. ૧૮૮૮માં ૨૫ વર્ષની ઉમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બુટેરાયજી મહારાજ રાખવામાં આવ્યું.
બુટેરાયજી મહારાજે પોતાના ગુરુ મહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરિમયાન નાગરમલજી આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાન આપતા હતા. એ વ્યાખ્યાન બુટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુ મહારાજ
શ્રી વિજયાનંદિ સ્વર્ગાએiાગ શતાબ્દી વંશ
Page #7
--------------------------------------------------------------------------
________________
પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અને અર્ધ માગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજ્જતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો.
આગમગ્રંથો વિશે ગુરુ મહારાજ પાસેથી સાંભળતાં સાંભળતાં બુટેરાયજી મહારાજને જૈન સાધુઓના આચાર તથા સિદ્ધાંતો વિશે કેટલાક પ્રશ્નો થતા, પરંતુ ગુરુ મહારાજ પાસેથી તેનું સમાધાન મળતું નિહ. અલબત્ત, ગુરુ મહારાજ નાગરમલજી એટલા બધા ઉદાર હતા કે પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજીને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપતા.
એ દિવસોમાં રાજસ્થાન અને પંજાબમાં સ્થાનકમાર્ગી અને તેરાપંથી સાધુઓ વચ્ચે વારંવાર વિવાદ થતો. દિલ્હીમાં એ વખતે તેરાપંથી સાધુ જિતમલજી હતા. બુટેરાયજીને તેમની પાસે જવાની જિજ્ઞાસા થઈ. ગુરુ મહારાજની આજ્ઞા લઈને તેઓ તેમને મળવા ગયા. તેમની સામાચારી જોઈને તેઓ પ્રભાવિત થયા અને પાછા આવીને પોતાના ગુરુ મહારાજને તે વિશે વાત કરી. નાગરમલજી ઉદાર મનના હતા, છતાં બુટેરાયજી તેરાપંથી સાધુઓના વધુ સંસર્ગમાં આવે એ વાત એમને ગમી નહિ.
બુટેરાયજી યુવાન સત્યશોધક સાધુ હતા. તેઓ તેરાપંથી સાધુઓ પાસે જવા ઈચ્છતા હતા. એમની પાકી મરજી જોઈ સરળ પ્રકૃતિના ઋષિ નાગરમલજીએ છેવટે આજ્ઞા આપી. બુટેરાયજી તેરાપંથીના સાધુ પાસે ફરીથી ગયા. ત્યારપછી મુનિ જિતમલજી દિલ્હીથી વિહાર કરીને જોધપુર ચાતુર્માસ કરવાના હતા. બુટેરાયજીએ જોધપુર જવાની આજ્ઞા માંગી. ગુરુ મહારાજને ગમ્યું નહિ, તેમ છતાં તેમણે જોધપુર જવા માટે આજ્ઞા આપી. બુટેરાયજીએ વિહાર કરી જોધપુર પહોંચી મુનિ જિતમલજી સાથે ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં સતત સાથે રહેવાને કારણે તથા વિચાર-વિનિમયયને કારણે ત્યાં પણ તેમને કેટલાક પ્રશ્નો થયા, જેનુ સમાધાન મુનિ જિતમલજી કરી શક્યા નહિ. બુટેરાયજી મહારાજને કેટલીક અપેક્ષાએ સ્થાનકવાસી સાધુઓ કરતાં તેરાપંથી સાધુઓ ચડિયાતા લાગ્યા અને કેટલીક અપેક્ષાએ તેરાપંથી સાધુઓ કરતાં સ્થાનકવાસી સાધુઓ ચડિયાતા લાગ્યા. આથી એમનું મન ડામાડોળ રહેવા લાગ્યું. તેઓ પોતાના સ્થાનકવાસી ગુરુ નાગરમલજી સાથે રહેવાનું નક્કી કરીને જોધપુરથી વિહાર કરીને પાછા દિલ્હી આવી પહોંચ્યા. દિલ્હીમાં એમણે ગુરુ મહારાજ સાથે બે ચાતુર્માસ કર્યો.
વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત . તબિયતના કારણે ઋષિ નાગરમલજીએ દિલ્હીમાં જ સ્થિરવાસ કર્યો હતો. બુટેરાયજી એમની પાસે પાછા આવ્યા હતા. પરંતુ ગુરુ મહારાજનો પહેલાં જેટલો ઉલ્લાસભર્યો ભાવ હવે જણાયો નહિ. તો પણ બુટેરાયજી દંભ-કપટ વિના સરળતાથી ગુરુ મહારાજ સાથે રહીને
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
મ
Page #8
--------------------------------------------------------------------------
________________
તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બુટેરાયજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે તેઓ પોતાને વધુ શાસ્ત્રાભ્યાસ કરાવે. પરંતુ ગુરુ મહારાજ હવે મન મૂકીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હોય એવું બુટેરાયજીને લાગતું નહિ.
કેટલાક સમય પછી ગુરુ મહારાજ વધુ બીમાર પડયા. બુટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા -ચાકરી કરી. તેમનાં ઠલ્લો-માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલ્કે હોશથી સાફ કરતા અને આસપાસ કયાંય જવું હોય તો બુટેરાયજી તેમને ઉંચકીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુ મહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જયારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બુટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, ‘બુટા, તે મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહિ. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તું રહેજે અને તે પ્રમાણે કરજે.’ આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા.
પોતાના ગુરુ મહારાજના કાળધર્મ પછી બુટેરાયજી મહારાજ વિહાર કરીને પતિયાલા પધાર્યા. એમનામાં ત્યાગવૈરાગ્યના સંસ્કાર બાળપણથી હતા એટલે ઉગ્ર તપશ્ચર્યા માટે તેમને વિશેષ રુચિ હતી. પતિયાલામાં એમણે ઘણી કડક તપશ્ચર્યા શરૂ કરી હતી, તેઓ છઠ્ઠ, અઠ્ઠમ કે પંદર દિવસના ઉપવાસ વારંવાર કરતા. આયંબિલ તો એમનાં વખતોવખત ચાલુ રહેતાં. ગોચરી વહોરવા જાય ત્યારે તેઓ જુદા જુદા અભિગ્રહ ધારણ કરીને જતા. ગોચરીને માટે તેઓ એક જ પાત્ર રાખતા, બધા લોકો ભોજન કરી લે તે પછી તેઓ ગોચરી વહોરવા જતા. બધો જ આહાર તેઓ એક જ પાત્રમાં લેતાં અને તે ભેગો કરીને ખાતા અને સ્વાદ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરતા. ઘણું ખરું તેઓ દિવસના એક જ વખત આહાર લેતા. ગોચરીમાં પણ તેઓ લુખ્ખો આહાર પસંદ કરતા. તેઓ ટાઢ-તડકાના પરીષહો સ્વેચ્છાએ વધુ અને વધુ સહન કરતા. દિવસે એક જ વસ્ત્ર ધારણ કરતા અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ઓઢવા માટે ફક્ત એક જ સુતરાઉ વસ્ર પાસે રાખતા. કેટલીક વાર તો રાત્રે તેઓ વજ્ર ઓઢતા નહિ. વળી તેઓ શિયાળાની ઠંડીમાં પણ દિવસે છાતી ઉપર કોઈ વસ્ત્ર ધારણ કરતા નહિ. પોતાની આત્મિક શક્તિ ખીલવવા માટે તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં એક બંધ કમરામાં આખી રાત નગ્ન અવસ્થામાં પદ્માસન વાળીને બેસવાની તપશ્ચર્યા કરતાં. આવી રીતે તેમણે પોતાના શરીરને ઘણું કહ્યું હતું.
તેઓ ત્યારપછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા. ત્યારે લગભગ છ મહિના સુધી રોજેરોજ
શ્રી તિરૂમાં ઘોરાડા યાદીમાંશ
Page #9
--------------------------------------------------------------------------
________________
અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બુટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા
હતા.
બુટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી.
તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા, ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુ મહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો હતો. તેઓ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. એટલે વ્યાખ્યાન આપવાની જવાબદારી અમરસિંહજીએ લીધી હતી. બુટેરાયજી અમરસિંહજીના સંપર્કમાં આવ્યા. બુટેરાયજી યુવાન, બુદ્ધિશાળી તથા સંસ્કૃત-અર્ધમાગધીના જાણકાર અને જિજ્ઞાસુ છે એ જાણી અમરસિંહજીને એમનો સંગ ગમી ગયો. તેઓ પાસે જે કંઈ નવી નવી પોથીઓ આવતી તે બુટેરાયજીને બતાવતા અને વાંચવા આપતા.
એક દિવસ અમરસિંહજીએ બુટેરાયજીને વિપાકસૂત્રની પોથી બતાવી પૂછ્યું, ‘આ તમે વાંચ્યું છે ?’ પોથી જોઈ બુટેરાયજીએ કહ્યું, ‘વિપાકસૂત્ર મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલીવાર તમારી પાસેથી સાંભળું છું.' અમરસિંહજીએ વિપાકસૂત્ર બુટેરાયજીને વાંચવા આપ્યું.
બુટેરાયજી વિપાકસૂત્ર બહુ રસપૂર્વક, ચીવટથી વાંચી ગયા. શાસ્ત્રોનું અધ્યયન કરવાની એમની ભૂખ ગુરુ મહારાજે પૂરી સંતોષી નહોતી, એટલે તે વાંચતાં વધુ આનંદ થયો. પરંતુ વિપાકસૂત્ર વાંચતાં તેમાં આવતો મૃગા-લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી મૃગાવતીના માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગંધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગંધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એટલે ગુરુ રામલાલજીને પૂછ્યું. એમની પાસે પણ જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે ‘આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે, માટે મોઢે મુહપત્તી બાંધવી જરૂરી છે.’
પરંતુ આ ખુલાસાથી બુટેરાયજીને સંતોષ થયો નહિ. વળી જિન પ્રતિમાનાં દર્શન-વંદનનો નિષેધ આગમસૂત્રમાં કયાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યકત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહિ.
દિલ્હીના ચાતુર્માસ પછી બુટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, અમૃતસર, સિયાલકોટ,
; વિડીયો
Page #10
--------------------------------------------------------------------------
________________
રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બુટેરાયજીને કહ્યું ‘બુટેરાયજી, તમે સારો શાસ્ત્રાભ્યાસ કર્યો છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુ ઋષિ મલુકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચરીએ તો કેમ ?'
અમરસિંહજીની દરખાસ્ત બુટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બુટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યકત કરતા તે અમરસિંહજીને ગમતું નહિ. બુટેરાયજી સાથે શાસ્ત્રાર્થ કરવાનું પણ એમનું ગજું નહોતું. અમરસિંહજી અમૃતસરના મોટા શ્રીમંત પરિવારમાંથી આવેલા હતા. એટલે અમરસિંહજીનો અનુયાયી વર્ગ મોટો હતો.પોતાના અનુયાયી વર્ગ પાસે બુટેરાયજી મુહપત્તી અને જિન પ્રતિમાની વાત કરે તે તેમને ગમતું નહિં. આથી બુટેરાયજી અને અમરસિંહજી વચ્ચે મતભેદ ચાલુ થયો. છેવટે બંને જુદા પડ્યા. પછી બુટેરાયજીની વિરુદ્ધ અમરસિંહજીએ પ્રચાર ચાલુ કરી દીધો, શ્રાવકોને મોકલીને તેઓ વ્યાખ્યાનમાં શું બોલે છે, લોકો સાથે શી વાત કરે છે તેની જાસૂસી કરવા લાગ્યા. પોતાને કોઈ મળવા આવે તો તેનો બુટેરાયજી માટે અભિપ્રાય પૂછતા અને કોઈ સારો, ઊંચો અભિપ્રાય આપતા તે તેમને ગમતું નહિ. વળી તેઓ શ્રાવકોને તૈયાર કરીને બુટેરાયજીની પાસે મોકલીને મુહપત્તી અને પ્રતિમાપૂજન વિશે પ્રશ્ન કરાવતા, બુટેરાયજીને લાગ્યું કે હવે બધાંને સ્પષ્ટ વાત કરવાનો વખત પાકી ગયો છે. એટલે તેમણે પોતાના વિચારો શાસ્ત્રના જાણકાર કરમચંદજી શાસ્ત્રી, ગુલાબરાયજી વગેરે શ્રાવકોને જણાવ્યા. બીજી બાજુ અમરસિંહજીએ બુટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો, આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યાં હતા અને ધમકી આપી કે બુટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેચી લેવામાં આવશે.
આ સમય દરમિયાન બુટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા. પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બુટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં
અડગ શ્રદ્ધા ધરાવનાર હતા,
એવામાં પ્રેમચંદજી નામના એક સાધુએ પોતાના ગુરુમહારાજને છોડીને બુટેરાયજી પાસે આવીને ફરીથી દીક્ષા લીધી હતી. તેઓ તેમની સાથે ચારેક વર્ષ રહ્યા હતા. બુટેરાયજીએ પ્રેમચંદજીને આગમશાસ્રોનો સારો અભ્યાસ કરાવ્યો હતો. પરંતુ ગુજરાનવાલા નગરમાં તેઓ ચાતુર્માસ હતા ત્યારે એક દિવસ મુનિ પ્રેમચંદજીએ કહ્યું, ગુરુદેવ, મારાથી હવે દીક્ષા પળાતી નથી. મારું મન ડામાડોળ થઈ ગયું છે. મારી કામવાસના બહુ જાગ્રત રહે છે. મારાં ભોગાવલી કર્મનો ઉદય થયો લાગે
.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #11
--------------------------------------------------------------------------
________________
છે. માટે મને દીક્ષા છોડવાની આજ્ઞા આપો.
બુટેરાયજી મહારાજે એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જ્યારે લાગ્યું કે એ સાધુજીવનમાં હવે ટકી શકે તેમ નથી, ત્યારે તેમણે દીક્ષા છોડવાની અનુમતિ આપી. મુનિ પ્રેમચંદજીએ દીક્ષા છોડીને, લગ્ન કરીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. લાહોરમાં જઈને એમાણે સિપાઈની નોકરી લીધી. ગૃહસ્થ વેશે તેઓ કોઈ કોઈ વાર ગુરુ મહારાજને વંદન કરવા આવતા.
સં. ૧૯૦૨નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પસફરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપકવતા ઘાણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બુટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યાર પછી સોળ વર્ષની વયે એમણે બુટેરાયજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે તેમનું નામ મુનિ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુ મહારાજ બુટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું.
મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બુટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ.સં.૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને ચાતુર્માસ પછી માગસર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપત્તીનો દોરો તોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એવું જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું, અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોને સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી.
આ સમય દરમ્યાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ તે વખતે બુટેરાયજીને શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે તેમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા. પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા માટે એટલા બધા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરી મૂળચંદજી મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બુટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધા હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બુટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતા.
બુટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Page #12
--------------------------------------------------------------------------
________________
એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નીડરતાથી વિચરતા રહ્યા હતા.
એક બાજુ એમની વિદ્વત્તા, વિનમ્રતા, સરળતા અને લોકપ્રિયતા કેવી હતી અને બીજી બાજુ તેમને માથે કેવા સંકટો આવી પડ્યા હતાં તેના કેટલાક પ્રસંગો નોધાયા છે. શરૂઆતનો એક પ્રસંગ પતિયાલા શહેરનો છે.
પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય ઋષિ અમરસિંહજી ત્યારે પતિયાલામાં બિરાજમાન હતા. અમરસિંહજીના ગુરુભાઇએ સિત્તેર જેટલા ઉપવાસની તપશ્ચર્યા કરવા ધારી હતી. સાઠ જેટલા ઉપવાસ પછી તપશ્ચર્યા દરમ્યાન જ તેઓ કાળધર્મ પામ્યા. એ પ્રસંગે પતિયાલામાં એક ગુણાનુવાદ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. એ અવસરે ચારે બાજુથી હજારો શ્રાવક-શ્રાવિકાઓ તથા અનેક સંતો-મહાસતીઓ પતિયાલા પધાર્યાં હતાં. તે વખતે માલેરકોટલાથી દિલ્હી તરફ વિહાર કરતા બુટેરાયજી મહારાજ પોતાના શિષ્ય મુનિ પ્રેમચંદજી સાથે પતિયાલા પધાર્યા હતા. ત્યાં આવતાં જ તેમણે જોયું કે તેમણે મુહપત્તીનો જે દોરો છોડી નાખ્યો છે તેની ચર્ચા પતિયાલામાં ઠેકઠેકાણે ચાલી રહી હતી. બુટેરાયજીનો વિરોધ કરવા માટે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આટલા બધાં સાધુ સાધ્વીઓ એકત્ર થયાં છે તેનો લાભ લઇ તે બધાંની સમક્ષ બુટેરાયજી મહારાજે વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહીં પતિયાલામાં રહેવું પોતાને માટે ઉચિત નથી. અહીં રહીને સંઘર્ષ કરવાનો કે લોકોના ઉપદ્રવનો ભોગ બનવાનો કોઇ અર્થ નથી. અહીં ટોળાની સામે શાસ્રસિદ્ધાંતની વાત ચાલશે નહિ. માટે પતિયાલા છોડીને આગળ વિહાર કરવો યોગ્ય છે.
આમ વિચારીને બુટેરાયજી મહારાજે ગોચારી-પાણી કર્યા પછી તરત પતિયાલામાંથી વિહાર કર્યો. જ્યારે અમરસિંહને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અને તેમના સાધુઓ વિચારમાં પડી ગયા, કારણ કે બુટેરાયજીને પાઠ ભણાવવાની તેમની યોજના નિષ્ફળ થતી હતી.
તેઓએ થોડાક યુવાનોને બોલાવીને સમજાવ્યું કે તમે બુટેરાયજી પાસે જાવ અને તેમની પ્રસંશા કરી, તથા તેમને આગ્રહ પૂર્વક વિનંતી કરી ગમે તે રીતે યુક્તિપૂર્વક સમજાવીને અહીં પાછા બોલાવી લાવો.
તેઓ બુટેરાયજી મહારાજ પાસે પહોંચી ગયા. એમની મુહપત્તિની ઘટનાની તેઓએ બહુ પ્રશંસા કરી. પછી બહુ જ આગ્રહપૂર્વક જાતજાતનાં વચનો આપીને તેઓ બુટેરાયજી મહારાજને પતિયાલા પાછા તેડી લાવ્યા. બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે પતિયાલાનગરમાં પાછો પ્રવેશ કર્યો. સ્થાનક તરફ તેઓ જ્યારે જતા હતા તે વખતે જે રીતે કેટલાક શ્રાવકો તેમના તરફ કરડી નજરથી જોતા હતા અને કાનમાં વાતો કરતા હતા તે પરથી તેમને લાગ્યું કે તેમને માટે વાતાવરણ ધારવા કરતાં વધુ પ્રતિકૂળ અને તંગ બન્યું છે. પરંતુ હવે બીજી વાર પાછાં ફરવાનું તેમના જેવા સાધુ
૧૦
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #13
--------------------------------------------------------------------------
________________
માટે યોગ્ય ન કહેવાય. એટલે હવે તો જે થવાનું હશે તે થશે એમ સમજીને તેઓ શ્રાવકો લઇ ગયા તે સ્થાનકમાં ઊતર્યા. તેઓ ત્યાં બેઠા હતા એટલામાં પચીસેક સાધુઓ અને લગભગ ૪૦૦ સ્ત્રીપુરુષો ત્યાં આવીને તેમને ઘેરી વળ્યાં. અમરસિંહજીની યોજના એવી હતી કે બુટેરાયજી પાસે મુહપત્તી મોઢે બંધાવવી અને જો ન બાંધે તો બધાંએ ભેગા મળી તેમનો સાધુવેશ ખેંચી લેવો.
ભેગા થયેલા ટોળામાંથી ગંગારામ નામના એક સાધુ કે જે જબરા હતા અને જે પોતાને ઘણા વિજ્ઞાન અને શાસ્ત્રના જાણકાર તરીકે ઓળખાવતા હતા તેમણે ઊભા થઇને બધાની વચ્ચે જોરથી મોટા અવાજે બધાને સંભળાય તે રીતે બુટેરાયજીને કહ્યું, ‘બુટેરાયજી, જો તમે આગમ સૂત્રોને માનતા હો તો પછી આચાર્યનું કહ્યું પણ તમારે માનવું જોઇએ. પરંતુ તમે તે માનતા નથી.’
બુટેરાયજીએ કહ્યું, ‘હું સૂત્ર સિદ્ધાંતમાં માનું છું, અને આચાર્યનું કહેવું પણ માનું છું.’
ગંગારામજીએ કહ્યું, ‘જો તમે આચાર્યનું કહ્યું માનતા હો તો તમારા ગુરુ નાગરમલજી મુહપત્તી મોઢે બાંધતા હતા અને જિનપ્રતિમામાં માનતા નહોતા, તો તમે એમની વિરુદ્ધ કેમ વર્તો છો? તમે તમારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે મૃષાવાદી છો; તમે નિહ્નવ છો; તમે મિથ્યાદ્દષ્ટિ પતિત છો.’
આ સાંભળી બુટેરાયજીએ કહ્યું, ‘મને મારા ગુરુ નાગરમલજીએ શિખવાડ્યું છે કેअरिहंतो मह देवो जावज्जजीवं सुसाहुणो गुरुणो ।
जिणपत्रतं तत्तं, इह सम्मतं मए गहियं ॥
( સુદેવ અરિહંત, સુસાધુ ગુરુ તથા જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્ત્વ(ધર્મ)નું જાવ જીવ હું શરણ ગ્રહણ કરું છું.)
મારા ગુરુ નાગરમલજીએ મને જે આ શિખવાડ્યું છે તેનો હું સ્વીકાર કરું છું, એમાં સૂત્ર સિદ્ધાંત અને ગુરુની આજ્ઞા બંનેનો સ્વીકાર આવી જાય છે. મારે માટે એ પ્રમાણ છે. કુદેવ, કુગુરુ, કુધર્મ મારે માટે પ્રમાણ નથી.’
આ સાંભળી નકકી કરેલી યોજના પ્રમાણે ગંગારામજીએ બૂમ પાડીને બધાને કહ્યું, ‘ભાઇઓ ! બુટેરાયજી સાથે વધારે વાત કરવાનો કોઇ અર્થ નથી. જો તેઓ અત્યારે મુહપત્તી ન બાંધે તો તમે બધા અત્યારે જ એમનો વેશ ઉતારી લો અને એમને મારીને અહીંથી બહાર કાઢી મૂકો.’
આમ વાદવિવાદ ઉગ્ર ઝગડામાં પરિણમ્યો. એ જો વધે તો જૈન સાધુઓની શોભા નહી રહે એમ સમજીને બુટેરાયજીના એક અનુરાગી બનાતીરામ નામના એક જબરા શ્રાવકે ઊભા થઇને મોટા અવાજે સંત-મહાસતીઓને કહ્યું કે ‘શું તમે બધા અહીં શાસ્ત્રની ચર્ચા કરવા આવ્યા છો? તમને જૈન સાધુ-સાધ્વીઓને આમ કરવું શોભે છે? તમે બધાં અહીંથી હઠો અને પોતપોતાના સ્થાને જાવ.
Page #14
--------------------------------------------------------------------------
________________
ખબરદાર, બુટેરાયજીને કોઈએ હાથ અડાડ્યો તો.”
બનાતીરામના અવાજથી બધા ડઘાઈ ગયા. એમની સાથે બીજા કેટલાક શ્રાવકો પણ જોડાઈ ગયા. ગંગારામજીને ખાતરી થઈ ગઈ કે અહીં પોતાનું કશું ચાલશે નહિ. તેઓ ત્યાંથી આઘા ખસી ગયા. ત્યાર પછી તેમણે પોતાના કેટલાક સંત-સતીઓને એક બાજુએ લઇ જઈ ને ધીમા અવાજે ખાનગીમાં કહ્યું, બુટેરાયજી અહીં પતિયાલામાં વારંવાર આવે છે. અહીં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે એમના અનુરાગી શ્રાવકો અહીં ઘણાં છે. એટલે તેઓ બુટેરાયજીનો વેશ ઉતારવા દેશે નહિ. પરંતુ હવે બુટેરાયજી અહીંથી અંબાલા તરફ વિહાર કરવાના છે. જો કે અંબાલામાં પણ તેમના અનુરાગી શ્રાવકો ઘણાં છે, તો પણ આપણા શ્રાવકો પણ ઓછા નથી. એમના દ્વારા ત્યાં આપણે એમનો વેશ ઉતરાવી લઇશું. છતાં જો અંબાલાના શ્રાવકો તેમ નહિ કરે તો મારા ઘાણાં વૈષણવ ભકતો છે. તેમની પાસે આપણે એ કામ કરાવી લઇશું. માટે આપણે બધાં અહીંથી જલદી વિહાર કરીને અંબાલા પહોંચી જઈએ અને બુટેરાયજી ત્યાં આવે તે પહેલાં લોકોને તૈયાર કરી દઈએ.
ગંગારામજી તરત વિહાર કરીને પોતાના સાધુઓ સાથે અંબાલા પહોંચી ગયા. બુટેરાયજીએ પાંચેક દિવસ પતિયાલામાં સ્થિરતા કરીને અંબાલા તરફ વિહાર કર્યો.
અંબાલાના કાવતરાની તેમને ખબર ન હતી. વિહાર કરતાં કરતાં જ્યારે તેઓ અંબાલા શહેર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક અનુરાગી શ્રાવકોએ બુટેરાયજીને ચેતવ્યા કે “ગુરુદેવ, અંબાલા શહેરમાં વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે. વખતે આપના ઉપર સંકટ આવી પડે. માટે અંબાલા પ્રવેશ કરવો તે આપને માટે હિતાવહ નથી. આપ આગળ ચાલ્યા જાવ.”
બુટેરાયજીને એમના શિષ્ય મુનિ પ્રેમચંદજીએ પણ વિનંતી કરી કે ગુરુ મહારાજ, અંબાલા શહેરમાં આપના માથે ભય છે. માટે આપણે અંબાલા શહેરમાં ન જતાં અંબાલા કેન્ટોનમેન્ટછાવણી તરફ વિહાર કરીએ.
બુટેરાયજીએ કહ્યું, “ભાઇ પ્રેમચંદ ! એમ ઉપસર્ગોથી ડરી જઇએ તે કેમ ચાલે? ભગવાન મહાવીરને પણ ઉપસર્ગો અને પરીષહો થયા હતા. એટલે આપણે ડરવું ના જોઇએ. પરંતુ જો તને ડર લાગતો હોય તો તું સીધો અંબાલા છાવણી પહોંચી જા. હું અંબાલા શહેરમાં બે ત્રણ દિવસ રોકાઈને પછી ત્યાં આવીશ.” | મુનિ પ્રેમચંદજી સાચે જ ડરી ગયા હતા. તેઓ અંબાલા શહેરમાં ન જતાં સીધા છાવણીમાં પહોંચી ગયા. બુટેરાયજી એકલા વિહાર કરતાં અંબાલા શહેરમાં પધાર્યા. પોતે સ્થાનકમાં ઊતર્યા અને ગોચરી લાવીને આહાર પાણી કર્યા.
અંબાલા શહેરમાં ઋષિ અમરસિંહ, ગંગારામજી વગેરે અગાઉ આવી ગયા હતા. અંબાલામાં મોહરસિંહ નામના એક જૈન શ્રાવક હતા તેઓ સૂત્ર-સિદ્ધાંતના અભ્યાસી હતા અને બુટેરાયજીના
૧૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #15
--------------------------------------------------------------------------
________________
પણ અનુરાગી હતા. ગંગારામજીએ બુટેરાયજીને સમજાવવા માટે મોહોરસિંહને મોકલ્યા. મોહોરસિંહ બુટેરાયજી પાસે આવ્યા અને મુહપત્તીની ચર્ચા કરી. બુટેરાયજીએ કહ્યું, ‘ભાઇ મોહોરસિંહ તમે સૂત્રસિદ્ધાંતના અભ્યાસી છો. તમે એમાંથી મુહપત્તી મોઢે બાંધવાનો પાઠ બતાવો તો હું મુહપત્તી મોઢે બાંધી લઇશ.'
તેઓ બંને વચ્ચે મુહપત્તી વિશે શાસ્ત્રનાં વચનોની ચર્ચાવિચારણા થઇ. એથી મોહોરિસંહને ખાત્રી થઇ કે મુહપત્તીની મોઢે બાંધવાની વાત જિનાગમમાં કયાંય આવતી નથી. એટલે એમણે કહ્યું ‘ગુરુદેવ, આપની વાત સત્ય છે. હું સ્વીકારું છું. પરંતુ અહીંનું વાતાવરણ પ્રતિકૂળ છે. અહીં આપનું અપમાન થવાના સંજોગો છે. જો અમે આપના પક્ષે રહીએ તો અમારે પણ તકલીફ ભોગવવાની આવે, માટે આપ મુહપત્તી મોઢે બાંધી લો તે સારી વાત છે.' પરંતુ બુટેરાયજીએ તેમ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
મોહરસિંહે આવીને ગંગારામજીને કહ્યું કે બુટેરાયજી મુહપત્તી મોઢે બાંધવાની સ્પષ્ટ ના કહે છે. તેઓ પોતાની શ્રદ્ધામાં અને પોતાના નિશ્ચયમાં બિલકુલ અડગ છે.
બીજે દિવસે અંબાલા શહેરમાં એક સ્થાનકમાં બધાં સાધુ-સાધ્વી એકત્ર થયાં અને તેઓએ શ્રાવકોની સભા ભરીને કહ્યું, બુટેરાયજી જો આવતી કાલે સવારે પતિક્રમણ કરતી વખતે મોઢે મુહપત્તી ન બાંધી લે તો તે જ વખતે એમનો વેશ છીનવી લઇને, એમને નગ્ન કરીને અને મારીને સ્થાનક બહાર કાઢી મૂકીશું.
સભાનો આવો નિર્ણય જાણીને બુટેરાયજીના અનુરાગી શ્રાવકો મોહોરસિંહ, સરસ્વતીદાસ વગેરેને લાગ્યું કે આ બરાબર નહિ થાય. એમાં શાસનની અવહેલના થશે. જૈન સાધુ-સમાજની કોઇ શોભા નહિ રહે. માટે તેઓ રાતને વખતે બુટેરાયજી પાસે પહોંચ્યા, તેઓએ કહ્યું, ‘ગુરુદેવ, આપને માથે ભયંકર સંકટ છે. માટે આપ સૂર્યોદય પહેલાં શહેરમાંથી વિહાર કરી જજો અને પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પછી ત્યાં કરજો.’
બુટેરાયજીએ તેમને કહ્યું, ‘ભાઇઓ, આવી રીતે ગભરાઇને હું કેટલા દિવસ રહી શકું? મને કોઇનો ડર નથી. માટે સવારે જયારે બધા લોકો મારો વેશ ઉતારવા આવે ત્યારે તમે મને બચાવવા આવશો નહિ. હું મારું સંભાળી લઇશ. હું જાટનો દીકરો છું. મને કોઇ હાથ અડાડશે તો હું જોઇ લઇશ. હું તો એકલો છું. મારી પાછળ કોઇ રોવાવાળું નથી. જે શ્રાવકો મારો વેશ ઉતારવવા આવે તેઓને કહેજો કે પોતાની બેરીનાં બલોયાં ફોડીને મારી પાસે આવે. અહીં રાજ અંગ્રેજનું છે. મારો વેશ કોઇ ઉતારશે તો તેને પૂછનાર પણ કોઇ સત્તાવાળા હશે ને? મારે કાંઇ ડરી જવાનું કારણ નથી. હું મારા નિર્ણયમાં અડગ છું. જેઓ વેશ છીનવી લેવા આવે તેઓને કહેજો કે તેઓ પોતાનું ઘર સંભાળીને આવે. વગર લેવેદેવે સરકાર તરફથી તેમને કંઇ તકલીફ ન થાય.’
પંપના થઇ ચિારી પા વાટો
૧૩
Page #16
--------------------------------------------------------------------------
________________
બુટેરાયજીની નીડરતા અને આત્મવિશ્વાસ જોઇને તથા વેશ ખેંચવા જતાં મારામારી થાય તો પોલીસનું લફરું થાય એ બીકે કોઇ આવ્યું નહી. બુટેરાયજીએ ત્યાંજ સવારનું પ્રતિમણ કર્યું અને ત્યાં જ ત્રણેક દિવસ રોકાયા. શ્રાવકોમાં પણ બે ભાગલા પડી ગયા. એટલે પણ આ વિવાદ થાળે પડવા લાગ્યો. બુટેરાયજી તપશ્ચર્યા, શાસ્રાભ્યાસ અને ચારિત્રપાલનમાં ઉચ્ચ કોટિના હતા, જે દિવસે દિવસે વધતો જતો હતો. અમરસિંહજી અને એમના શિષ્યો તરફથી શ્રાવકોને ચઢાવવામાં આવતા કે જેથી બુટેરાયજીને સ્થાનકમાં ઊતરવાની સગવડ કે ગોચરી-પાણી મળે નહિ, પરંતુ તેઓ બહુ ફાવતા નહિ.
અંબાલાના આ પ્રસંગ પછી બુટેરાયજી મહારાજ અંબાલા છાવણી ગયા. ત્યાંથી મુનિ પ્રેમચંદજીને સાથે લીધા. ત્યાંથી વિહાર કરીને મેરઠ થઇ દિલ્હી પધાર્યા. એક મહિનો ત્યાં રહી ફરી પંજાબ તરફ પધાર્યા. અંબાલા, માલેરકોટલા, પતિયાલા, લુધિયાના, હોશિયારપુર, જલંધર, જંડિયાલા ગુરુ. અમૃતસર વગેરે સ્થળે વિચરી તેઓ ગુજરાનવાલા પધાર્યા. પોતાના શિષ્ય મુનિ મૂળચંદજી અહીં કર્મચંદ્રજી શાસ્રી પાસે અભ્યાસ કરવા રોકાયા હતા તેમને લઇ વિહાર કરતાં તેઓ દિલ્હી પધાર્યા. દિલ્હીમાં સં.૧૯૦૮માં તેમણે બે યુવાનનોને બહુ ધામધૂમ પૂર્વક દીક્ષા આપીને એકનું નામ રાખ્યું વૃદ્ધિચંદ્રજી અને બીજાનું નામ રાખ્યું મુનિ આનંદચંદ્રજી.
બુટેરાયજી મહારાજની ભાવના હતી સિદ્ધાચલજીની યાત્રા કરવાની અને ગુજરાતના સાધુઓનો સમાગમ કરી પોતાની શંકાઓનું સમાધાન કરવાની. એટલા માટે દિલ્હીથી એમણે પોતાના ચારે શિષ્યો મુનિ મૂળચંદજી, મુનિ પ્રેમચંદજી, મુનિ વૃદ્ધિચંદ્રજી અને મુનિ આનંદચંદ્રજીની સાથે ગુજરાત તરફ પહોંચવાની ભાવના સાથે વિહાર કર્યો. એક પછી એક ગામે વિહાર કરતા તેઓ પાંચેય જયપુર મુકામે પધાર્યા. ચાતુર્માસ પછી તેઓ બધા વિહાર કરી કિસનગઢ થઇ ને અજમેર પહોચ્યા. નાગોરમાં મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં સંધિવાના કારણે અસહ્ય પીડા થવા લાગી. એટલે તેઓને નાગોરમાં રોકાઇ જવું પડયું. દરમિયાન મૂલચંદજી મહારાજે ગુજરાત બાજુ વિહાર કર્યો. આનંદચંદ્રજી મહારાજનું ચિત્ત સંયમપાલનમાં ડગુમગુ રહેવા લાગ્યું. થોડા વખતમાં તેઓ સાધુનો વેશ છોડીને પિત બની ગયા અને જયોતિષનો વ્યવસાય કરવા લાગ્યા.
થોડા વખત પછી બિકાનેરથી સંઘના આગેવાનો નાગોર આવ્યા અને બુટેરાયજી મહારાજને બિકાનેર ચાતુર્માસ માટે પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી બુટેરાયજી મહારાજે બિકાનેર તરફ વિહાર કર્યો. દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજને પગની પીડા ઓછી થઇ ગઇ, એટલે તેઓ પણ ગુરુ મહારાજની સાથે બિકાનેર પધાર્યા. પ્રેમચંદજી મહારાજ ચાતુર્માસ માટે નાગોરમાં જ રોકાયા. મૂલચંદજી મહારાજ વિહાર કરતા કરતા પાલિતાણા પહોંચી ગયા અને એમણે ચાતુર્માસ પાલિતાણામાં કર્યું.
વિ.સ.૧૯૧૦નું ચાતુર્માસ આ રીતે બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજીની સાથે
૧૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #17
--------------------------------------------------------------------------
________________
બિકાનેરમાં કર્યું. ત્યાં ઓસવાલ જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં. બુટેરાયજી મહારાજની વાણીથી તેઓમાં સારી ધર્મજાગૃતિ આવી ગઈ. બિકાનેરના ખરતરગચ્છના યતિઓને પણ બુટેરાયજી પ્રત્યે આદરભાવ થયો. તેઓએ પણ પોતાની પૌષધશાળામાં સ્થિરતા કરવા માટે એમને વિનંતી કરી.
બિકાનેરથી બુટેરાયજી મહારાજની ભાવના શત્રુંજયની યાત્રા કરવાની હતી. પરંતુ અજમેરના સંઘનો પત્ર આવ્યો કે હુંઢિયાના પૂજ્ય રતનચંદજી શીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છે છે. આ પત્ર મળતાં બુટેરાયજી મહારાજે ગુજરાત તરફ વિહાર ન કરતાં અજમેર તરફ પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજી સાથે વિહાર કર્યો. શાસ્ત્રાર્થ કરવા માટે તેઓ ઇચ્છતા હતા. કારણ કે એ વિષયમાં એમનો અભ્યાસ ઘણો ઉડો થયો હતો. તેઓ અજમેર તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જાણવા મળ્યું કે મુનિ રતનચંદજીએ તેરાપંથીના મતનું ખંડન કરતી એક પ્રત લખી છે. એની તપાસ કરાવીને બુટેરાયજી મહારાજે એ પ્રત મેળવી લીધી. એ વાંચતાં જ એમને લાગ્યું કે મુનિ રતનચંદજીનાં પોતાનાં જ વાકયો વડે મૂર્તિપૂજા સાબિત થઈ શકે એમ છે.
વિહાર કરતાં કરતાં તેઓ પોતાના શિષ્ય સાથે અજમેર પહોંચ્યા. પરંતુ ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે મુનિ રતનચંદજી અજમેરથી ચૂપચાપ વિહાર કરીને બીજે ચાલ્યા ગયા છે. બુટેરાયજી સાથે મૂર્તિપૂજા વિશે પોતે શાસ્ત્રાર્થ નહિ કરી શકે અને કરશે તો પરાજિત થશે એવો ડર એમને લાગ્યો હતો.
બુટેરાયજી મહારાજ જે હેતુથી અજમેર પધાર્યા તે હેતુ હવે રહ્યો નહિ. પરંતુ અજમેર પધારવાના કારણે એક વિશેષ લાભ થયો. અજમેરથી એ વખતે એક સંઘ કેસરિયાજીની યાત્રા કરવા માટે જઇ રહ્યો હતો. જૈનોના ઘરબાર વગરના પ્રદેશમાં એકલા વિહાર કરવા કરતાં સંઘ સાથે વિહાર કરવામાં મુનિ મહારાજોને સૂઝતા આહાર વગેરેની અનુકૂળતા રહે છે. બુટેરાયજી મહારાજ એ રીતે સંઘ સાથે કેસરિયાજી પધાર્યા. તીર્થયાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાના હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી.
કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલા કલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતા. તેઓ બીજા આગેવાનો સાથે બુટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી ! અમને થોડીક જિજ્ઞાસા થઇ છે. આપને દેરાસરમાં દર્શન કરતા જોયા હતા. આપના વેશ પરથી આપ સ્થાનકમાર્ગી સાધુ લાગો છો. પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો. તેથી અમને પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.'
બુટેરાયજી મહારાજે કહ્યું, “ભાઇ હું જન્મથી અજૈન છું. અમારો પરિવાર શીખધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી. પરંતુ શાસ્ત્રોનું ઊડું અધ્યયન કર્યા પછી
પંજાબના ચાર ક્રાન્તિ:કારી મહાત્માઓ
૧૫
Page #18
--------------------------------------------------------------------------
________________
-
મને ખાત્રી થઈ ગઈ કે જિન પ્રતિમાના સિદ્ધાંત સાચી છે. વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી. એટલે મુહપત્તી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની છે.'
સંઘવીએ કહ્યું, તો પછી ગુરુ મહારાજ ! આપ બંને અમારા સંઘ સાથે જોડાઈને અમને લાભ આપો. વળી અમને પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોના ઘર આવતાં નથી.
બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા.
એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સૌભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજયજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઇને' શત્રુંજયની તીર્થયાત્રા પહેલી વાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા.
ત્યાં યતિઓનું જોર ઘણું હતું. એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજે ભાવનગરના સ્થળની અનુકૂળતા જોઇ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બુટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું
ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલજીની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઇ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. રામાનુગ્રામ વિહાર કરતા બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂળચંદજી મહારાજને તાવ આવ્યો અને તે ઊતરતો નહોતો. એ સમયે ગુરુ મહારાજ બુટેરાયજીએ પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજની ઘણી સેવાચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોચ્યાં હતા. મુનિ પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતા.
મૂળચંદજી મહારાજને તે સારું થઇ ગયું ત્યાર પછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઉજમફોઇની ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા. અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યાર પછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજય દાદાએ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ
૧૬
--
૮ મા -
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #19
--------------------------------------------------------------------------
________________
મુકિતવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી. જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની. એથી પંજાબથી આત્મારામજી મહારાજને પણ બીજા સત્તર સાધુઓ સાથે ગુજરાતમાં આવી સ્થાનકમાર્ગી દીક્ષા છોડી સંવેગી દીક્ષા ધારણ કરવાની પ્રેરણા મળી. આમ ગુજરાત ઉપર પંજાબી સાધુઓના આગમનનો ઘણો પ્રભાવ પડ્યો.
બુટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવામાં ઘણા મકકમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બે એક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂળચંદજી મહારાજ ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુ મહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઇ ગયેલી ગોચારી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય.
પંજાબના લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂળચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બુટેરાયજી મહારાજે મૂળચંદજીને કહ્યું, ‘મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.’ તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, ‘ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.'
આમ બુટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શિખંડ, દૂધપાક કે કઢી વચ્ચે એમને બહુ ફેર જણાતો નહિ.
પાલિતાણામાં એક દિવસ મૂળચંદજી મહારાજ એક શ્રાવકના ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવક પાસે જાણવા મળ્યું કે પાલિતાણામાં ઘણા શ્રાવકો રીંગણાનું શાક ખાય છે અને સ્થાનકવાસી સાધુઓ રીંગણાનું શાક વહોરે પણ છે. બહુબીજના પ્રકારનું આ શાક અભક્ષ્ય ગણાય છે. જૈનોથી તે ખવાય નહિ. મૂળચંદજી મહારાજ જયારે એ શ્રાવકને ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવકે અચાનક ઉત્સાહપૂર્વક રીંગણાનું શાક પાત્રમાં ઠલવી દીધું. મૂળચંદજી મહારાજે ઉપાશ્રયમાં આવીને ગુરુ મહારાજ બુટેરાયજીને આ વાત કહી. એ ગોચરી તો તેઓને કલ્પે નહિ, એટલે ન વાપરતાં પરઠવી દીધી. પરંતુ બુટેરાયજી મહારાજે એ પ્રસંગે મૂળચંદજી મહારાજને કહ્યું કે ‘મૂલા ! આમાં શ્રાવકોનો કંઇ દોષ નથી. વસ્તુતઃ શુદ્ધ આહાર માટે ધર્મપ્રચારની જરૂર છે. ધર્મપ્રચાર સાધુઓ વગર સરળતાથી થઇ શકે નહિ. આપણા શ્વેતામ્બર સંવેગી સાધુઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. જો આપણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશમાં સારી રીતે ધર્મપ્રચાર કરવો હશે તો ઘણા સાધુઓની જરૂર પડશે. એટલે મારી તને ભલામણ છે કે જેનો ઉપદેશક બળવાન તેનો ધર્મ બળવાન એ ન્યાયે સારા ચારિત્રશીલ
પંપના ચાર ડાચિારી પાડાપાઓ
૧૭
Page #20
--------------------------------------------------------------------------
________________
સાધુઓને તૈયાર કરવા જોઈએ. એ જો થાય તો આપોઆપ શ્રાવકોનો આચાર સુધરી જશે. અત્યારે ચારે બાજુ અંધારું છે. માટે યોગ્ય પાત્ર જોઇને એમને સંયમના માર્ગે વાળવા જોઇએ. એ કામ તું બહું સારી રીતે કરી શકે એમ છે, કારણ કે તારી પાસે ધર્માનુરાગી ભક્તો ઘણા આવે છે.'
બુટેરાયજી મહારાજની આ વાત મૂળચંદજી મહારાજના મનમાં વસી ગઈ. એમણે નિશ્ચય કર્યો કે યોગ્ય પાત્રોને શોધીને દીક્ષા આપીને સંવેગી સાધુઓની સંખ્યા વધારવી જોઇશે. એ કામ એમણે હોંશભેર ઉપાડી લીધું.
બટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે છ ચાતુર્માસ કર્યો. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમોનો પંચાંગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મી સૂરિ, વિનયવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. એમાં તર્ક અને ન્યાયયુકત એ ગ્રંથોના અભ્યાસથી એમની દષ્ટિ ખૂલી ગઇ. એમની શ્રદ્ધા અડગ થઇ ગઇ. એમણે પોતે જ પોતાના આત્મકથનમાં લખ્યું છે : “उपाध्यायजीके ग्रंथोंकी रचना देखके मेरेको परम उपकारी उत्तम पुरुष दीसे है, तत्त्व तो केवलज्ञानी जाणे! मेरेको महाराजजी इस भवमें मिले नथी। परभवका संबन्ध तो ज्ञानी મિન તવ પુછયું .......પિur મેર સરથા તો શ્રી નવિનયન સાથ ઘort fમત્તે હૈ
પંજાબથી નીકળ્યાને મહારાજશ્રીને ઘણાં વર્ષ થઈ ગયાં હતા. રેલવે કે તારટપાલ વગરના એ દિવસોમાં પંજાબના રામનગર, જમ્મ, ગુજરાનવાલા વગેરે શહેરોમાંથી એમના ભક્તો પંજાબ પધારવા માટે જતા-આવતા મુસાફરો સાથે વિનંતીપત્ર મોકલતા. આથી સં. ૧૯૧૮માં અમદાવાદમાં ચાતુર્માસ કરી બુટેરાયજી મહારાજે પંજાબ તરફ વિહાર કર્યો. પાલી અને દિલ્હી ચાતુર્માસ કરી તેઓ પંજાબમાં પતિયાલા, અમૃતસર વગેરે સ્થળે વિચર્યા અને લોકોને બોધ આપ્યો. હવે મુહપત્તી અને પ્રતિમાપૂજનની ચર્ચા કરવાની એમની ભાવના ન હતી. પરંતુ અમરસિંહના શ્રાવકોએ ૧૯૨૩માં ફરી ચર્ચા ઉપાડી. શાસ્ત્રાર્થ કરવા માટે બુટેરાયજીને પડકાર કર્યો. એમણે એ પડકાર ઝીલી લીધો. એમના દેવીસહાય નામના શ્રાવકભકતે સામેવાળા સાથે શરત કરી કે શાસ્ત્રાર્થ કરવામાં સાક્ષી તરીકે તટસ્થ પંડિતો પણ રાખવા પડશે, અને તોફાન ન થાય એટલા માટે બેચાર સિપાઇઓ પણ રાખવા પડશે. પરંતુ અમરસિંહ એક અથવા બીજું બહાનું કાઢી શાસ્ત્રાર્થ કરવાનું ટાળ્યું. અમરસિંહના શ્રાવક ભકતોએ પણ એમને ચર્ચા ટાળવાનું અને ખમતખામણાં કરી લેવાનું સમજાવ્યું. એ જાણી બુટેરાયજી અમરસિંહજી પાસે
૧૮
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #21
--------------------------------------------------------------------------
________________
ગયા અને ખમતખામણા કરી આવ્યા. પરંતુ એથી અમરસિંહજીના શ્રાવકોએ એવી વાત ઉડાડી કે બુટેરાયજી ખમતખામણા કરવા આવ્યા હતા પણ અમરસિંહજીએ તો એમની સાથે કંઇ ચર્ચા કરવાની ના પાડી દીધી.
બીજે દિવસે અમરસિંહજીના કેટલાક ભકતો અમરસિંહજી પાસે ગયા અને કહ્યું કે જેમ બુટેરાયજી મહારાજે તમારી પાસે ખમતખામણા કર્યા છે તેમ તમારે પણ એમની પાસે જઈને ખમતખામણા કરવા જોઇએ. પરંતુ એટલી વાત થતાંમાં તે અમરસિંહજીના શ્રાવકોએ બુટેરાયજીના શ્રાવકોને ધક્કા મારી બહાર કાઢયા, અને અમરસિંહજીના બીજા દિવસન વિહાર પણ જાહેર કરી દીધો.
પરંતુ બીજે દિવસે સવારે બુટેરાયજી જંગલમાં કહે ગયા ત્યારે અમરસિંહજી ત્યાં રસ્તામાં મળ્યાં. એમણે બુટેરાયજીને કહ્યું, “બુટેરાયજી! હું તમને ખમતખામણા કરવા આવતો હતો, પરંતુ શ્રાવકોએ મને અટકાવ્યો. લોકો બહુ વિચિત્ર છે. હું તમને વારંવાર ખમાવું છું.' આમ બુટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્ચા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદને વંટોળ શમી ગયો અને જેમાં શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બુટેરાયજી મહારાજ ના આગમનના કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણાં સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઇ સંવેગી દીક્ષા લેવા માટે હિલચાલ ચાલુ કરી દીધી હતી. - પંજાબનાં પોતાનાં ક્ષેત્રો સંભાળી, ઠેર ઠેર જિનમંદિરના નિર્માણની યોજના કરી ગુજરાત તરફ આવવા માટે બુટેરાયજી મહારાજે પંજાબથી નીકળી સં. ૧૯૨૭નું ચાતુર્માસ બિકાનેરમાં કર્યું. તેઓ ગુજરાત તરફ આવી રહ્યા છે એ સમાચાર મળતાં એમના શિષ્યો મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ તેમને લેવા માટે ગુજરાતથી વિહાર કરી આબુથી આગળ પાલી સુધી પહોંચ્યા હતા.
અમદાવાદમાં આવીને બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે જૈન શાસનની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ વિચારી. તેમણે અમદાવાદ, ભાવનગર, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. અમદાવાદમાં તેઓ હતા ત્યારે યતિમાંથી સાધુ થયેલા રતનવિજયજી નામના એક શિથિલાચારી સાધુએ પંજાબી સાધુઓને ઉતારી પાડવા પ્રપંચો કરેલા, પરંતુ અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ એમને ફાવવા દીધા નહોતા.
વિ. સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ ભાવનગરથી અમદાવાદ પધાર્યા. તેમની ઉંમર હવે ૬૫ વર્ષ વટાવી ગઇ હતી. તેમની તબિયત હવે જોઇએ તેવી સારી રહેતી નહોતી. એ વર્ષે પંજાબના તેજસ્વી મહાત્મા આત્મારામજી મહારાજ અમદાવાદ આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજે એમને તથા એમની સાથે આવેલા બીજા ૧૭ સ્થાનકમાર્ગી સાધુઓને સંવેગી દીક્ષા આપી. આમ સંગી સાધુઓની સંખ્યા વધતી ગઇ.
બુટેરાયજી મહારાજે પોતાના ત્રણ મુખ્ય શિષ્યોમાં ક્ષેત્રોની વહેંચણી કરી આપી. મૂલચંદજી
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
૧૯
Page #22
--------------------------------------------------------------------------
________________
મહારાજ અમદાવાદ અને ગુજરાત સંભાળે, વૃદ્ધિચંદ્રજી મહારાજ કાઠિયાવાડ સંભાળે અને આત્મારામજી મહારાજ પાછા પંજાબ પધારે અને પંજાબનાં ક્ષેત્રો સંભાળે.
બુટેરાયજી મહારાજે સં. ૧૯૩૨ થી ૧૯૩૮ સુધી, જીવનના અંત સુધી અમદાવાદમાં સ્થિરવાસ ર્યો. તેઓ હવે આત્મધ્યાનમાં વધુ મગ્ન રહેતા. શિષ્યોને તેઓ જરૂર પૂરતું માર્ગદર્શન આપતા. તેમની પાસે શેઠ પ્રેમાભાઇ, શેઠ દલપતભાઇ, શેઠ હેમાભાઈ વગેરે અમદાવાદના શ્રેષ્ઠીઓ આવતા અને તેમની સંભાળ લેતા. મહારાજશ્રી નગરશેઠના વડ છેલ્લાં પાંચ-છ વર્ષ સ્થિરવાસ રહ્યા હતા. અમદાવાદમાં તે જમાનામાં નગરશેઠનું સ્થાન અને માન ઘણું મોટું હતું. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગા શેઠાણી પણ ધર્માનુરાગી જાજવલ્યમાન નારી હતાં. છતાં બ્રહ્મનિષ મહારાજ એટલા બધા નિસ્પૃહ અનાસકત હતા કે પોતાને વંદન કરવા આવનારી બહનામાં ગંગા શેઠાણી કોણ છે તે જાણવાની ક્યારેય ઉત્સુકતા દર્શાવી નહોતી.
વિ. સં. ૧૯૩૫ના આસો મહિનામાં દાદાગુરુ ગણિ મણિવિજયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
વિ. સં. ૧૯૩૮માં બુટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉમરે પંદર દિવસની બીમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર વદ અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઇ ગયો. ચત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં.
બુટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે બુટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજજનતા તરવરતી. બુટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહા યોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.”
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #23
--------------------------------------------------------------------------
________________
| श्री मूलचंदजी (मुक्तिविजयजीगणी) महाराज
Page #24
--------------------------------------------------------------------------
________________
Page #25
--------------------------------------------------------------------------
________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજ
(શ્રી મૂળચંદજી મહારાજ). વિકમની વીસમી સદીની શરૂઆતમાં જૈન શાસનમાં સાધુ-સાધ્વીઓની સ્થિતિ જોઈએ તેવી સંતોષકારક નહોતી. સાચા ત્યાગી, વૈરાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી ઘટી ગઇ હતી. શ્રીપૂજયો, યતિઓ વગેરેનું વર્ચસ્વ વધી ગયું હતું. ઠેર ઠેર એમની ગાદીઓ સ્થપાયેલી હતી. બીજી બાજુ પંજાબમાં સ્થાનકવાસી સાધુઓમાં મૂર્તિપૂજા અને મુહપની વિશે ખળભળાટ મચી ગયો હતો. એ વખતે પંજાબથી, પોતાની શંકાઓના સમાધાન માટે વિહાર કરી ગુજરાતમાં આવનાર ક્રાંન્તિકારી સાધુઓમાં પૂ. શ્રી બુટેરાયજી મહારાજ મુખ્ય હતા. એમની સાથે મૂળચંદજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ હતા.
મૂલચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં થયો હતો. એમના પિતાનું નામ સુખા શાહ હતું. માતાનું નામ બકોરબાઇ (મહતાબદેવી) હતું.
બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતો. દેખાવે પણ તે સશકત અને પ્રતિભાશાળી હતો. પાંચ વર્ષની ઉમરે એને નિશાળમાં મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને થોકડાનો મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને તેમની પ્રેરણાથી ઘણાં નિયમો લેતો. એમ કરતાં કિશોર મૂળચંદને દીક્ષા લેવાની ભાવના થઈ. માતા-પિતાએ એ પ્રસ્તાવને અનુમોદન આપ્યું.
સોળ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા.
એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત કડક અને શુદ્ધ હતા. શાસ્ત્રોનો ઘણો ઊંડો અભ્યાસ એમણે કર્યો હતો એમની જ્ઞાનની ભૂખ ઘણી મોટી હતી. તેઓ જન્મે જાટ કોમના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણથી જ વારસામાં મળ્યું હતું. સોળ વર્ષની વયે દીક્ષા લીધા પછી તેમણે પોતાના ગુરુ ઋષિ નાગરમલજી પાસે, ઋષિ અમરસિંહજી પાસે તથા શ્રી પૂજ(યતિ) રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય વગેરેનો પણ ઘણો સારો અભ્યાસ કર્યો. જેમ જેમ તેઓ વધુ ને વધુ અભ્યાસ કરતા ગયા તેમ શાસ્ત્રોમાં એવા એવા પાઠ એમના વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું સમાધાન કોઈ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહિ તથા મુહપત્તિ મોઢે બાંધવી
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૨૧
Page #26
--------------------------------------------------------------------------
________________
ના ડાકલા
ન
માન
-
કે નહિ તે વિશે બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદસ્વામીએ ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ તેમ છતાં મનનું સમાધાન ન થતાં તેઓ બંનેએ વિ.સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘા ઊહાપોહ થયો હતો.
પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી સાથે ગુજરાત બાજુ વિહાર કરવાનું નકકી કર્યું. એક હજાર કરતાં વધુ માઇલને એ કઠિન અને ઉગ્ર વિહાર હતો. રસ્તામાં યોગ્ય ગોચરી-પાગી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી બધી તીવ્ર હતી કે બધાં કષ્ટો સહન કરીને પણ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પં. શ્રી મણિવિજયજી દાદાને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો, શાસ્ત્રચર્ચા કરી અને બધી શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ નિર્ણય કર્યો કે પ્રથમ શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી અને પછી પં. મણિવિજયજી દાદા પાસે ફરીથી સંવેગી દીક્ષા લેવી. તેઓએ અમદાવાદથી વિહાર કરીને શત્રુંજયની યાત્રા કરી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને પૂ. મણિવિજયજી દાદા પાસે તેઓએ સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મૂળચંદજીનું નામ મુકિતવિજયજી અને વૃદ્ધિચંદ્રજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જો કે આ નવાં નામ કરતાં પોતાના જૂનાં નામથી જ તેઓ વધુ ઓળખાતા રહ્યા હતા.
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઇ ગઇ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં મળીને પચીસથી ત્રીસ જેટલાજ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ અને શ્રીપૂજની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી અને મોટાં મોટાં નગરોમાં તેઓનું બળ ઘણું રહ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સ્થાનકવાસી સાધુ મહારાજોએ જૈન સાધુસંસ્થામાં એક ક્રાંતિકારક પગલું ભર્યું હતું. અને તેને લીધે બુટેરાયજી મહારાજ સંવેગી મૂર્તિપૂજક સમુદાયની સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબ પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ મચી ગયો હતો. એમના પ્રભાવથી ત્યારપછી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે પંદરથી વધુ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને તેઓએ પણ સંગી દીક્ષા ધારણ કરી. આમ પંજાબી સાધુઓનો ગુજરાત ઉપર ઘણો મોટો ઉપકાર થયો. બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના એ ઉપકારના કારણે એક સૈકા જેટલા સમયમાં સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજારથી વધુ થઈ ગઈ તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશાં ઋણી રહેશે.
બુટેરાયજી મહારાજ પ્રખર શાસ્ત્રજ્ઞાતા હતા. મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા અને તેમની પાસે વ્યવસ્થાશક્તિ ઘણી સારી હતી. મૂળચંદજી મહારાજે જોયું કે સાધુ વગર શાસનને ઉદ્ધાર નથી માટે જેમ બને તેમ વધુ દીક્ષા આપવી જોઇએ. એમનો પ્રભાવ પણ એવો મોટો હતો કે
૨ ૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #27
--------------------------------------------------------------------------
________________
મળવા આવનાર યુવાનને એમની પાસેથી ખસવાનું મન ન થાય. દીક્ષાની શકયતા જણાય ત્યાં તેઓ વિલંબ કરતા નહિ. જ્યાં દીક્ષાર્થીની સંમતિ હોય, પરંતુ સ્વજનોનો વિરોધ હોય ત્યાં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇ સાથે એવી યોજના કરી હતી કે ગુજરાતના એવા દીક્ષાર્થીઓને પંજાબ મોકલવામાં આવે અને ત્યાં આત્મારામજી મહારાજ દીક્ષા તેમને આપે અને પંજાબના એવા દીક્ષાર્થીઓ હોય તો
તેમને ગુજરાતમાં મોકલવામાં આવે અને તેમને મૂળચંદજી મહારાજ દીક્ષા આપે. આ રીતે થોડાંક વર્ષોમાં જ સાધુઓની સંખ્યા જે ૨૫-૩૦ ની હતી તેમાંથી એકસો ઉપર થઈ ગઈ. આમ છતાં જોવાનું એ હતું કે મૂળચંદજી મહારાજ જેને પણ દીક્ષા આપે તેને પોતાનો ચેલો ન બનાવતાં બુટેરાયજી મહારાજનો અથવા વૃદ્ધિચંદ્રજી મહારાજનો ચેલો બનાવતા, એટલે કે પોતાના હાથે થનાર નવદીક્ષિત સાધુને પોતાના શિષ્ય તરીકે સ્થાપવાને બદલે પોતાના ગુરુભાઇ તરીકે સ્થાપીને પોતાનો આદર નવદીક્ષિત પ્રત્યે વ્યક્ત કરતા. પૂ. આત્મારામજી મહારાજે પોતાની ગામઠી હિંદી ભાષામાં એમને કહ્યું, ‘મૈં તુમ્હારા શિષ્ય હોનેકું આયા હું.’ પરંતુ આત્મારામજી મહારાજને પણ સંવેગી દીક્ષા આપ્યા પછી અને તેમનું નામ મુનિ આનંદવિજય રાખ્યા પછી તેમને પોતાના શિષ્ય ન બનાવતાં પોતાના ગુરુભાઈ બનાવ્યા એટલે કે બુટેરાયજી મહારાજના શિષ્ય બનાવ્યા. મૂળચંદજી મહારાજનો આ એક ઘણો મોટો ગુણ હતો. એટલા માટે આત્મારામજી મહારાજે પોતે રચેલી પૂજાની ઢાળમાં મુકિતવિજયજી મહારાજને સંપ્રતિ રાજા તરીકે બિરદાવતાં લખ્યું છે
मुक्ति गणि संप्रतिराजा, मुक्ति गणि चंगी;
મૂળચંદજી મહારાજે ભાવનગર, પાલનપુર, વડોદરા, શિહોર, પાલિતાણા, અમદાવાદ એમ ગુજરાતમાં ઘણાં સ્થળે ચાતુર્માસ કર્યાં. તેઓ જ્ઞાન-ધ્યાનમાં પણ એટલા જ મગ્ન રહેતા. તેઓ સાધુસાધ્વીઓને નિયમિત વાચના આપતા. તેઓ રોજ ઓછામાં ઓછા ત્રણ કલાક તો ધ્યાન ધરતા હતા. તેમણે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યું ત્યાંનાં સંઘો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. શિહોર જેવા નાના ક્ષેત્રમાં પણ તેમના ચાતુર્માસથી વાતાવરણ ઘણું પ્રોત્સાહિત થયું હતું. શિહોરમાં તેઓ ગામની પાસેની એક ટેકરી (જે શત્રુંજયની મરુદેવા ટુંક તરીકે ઓળખાય છે) ઉપર બપોરે ધ્યાન ધરવા
જતા.
तस लघु भ्राता आनंदविजय.
વૃદ્ધિચંદ્રજી મહારાજના આગ્રહથી છેવટે મૂળચંદજી મહારાજને પોતાના કેટલાક શિષ્યો કરવા પડ્યા હતા, જેમાં હંસવિજય, ગુલાબવિજય, કમલવિજય, થોભણવિજય, દાનવિજય વગેરે મુખ્ય હતા. મૂળચંદજી મહારાજે સંઘની વારંવાર વિનંતી છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી અને જીવનના અંત સુધી ગણિ રહ્યા હતા. તે દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ હતી. અને આવા મહાન શાસનપ્રભાવકનો ફોટો લેવડાવવા માટે શેઠ પ્રેમાભાઈ અને બીજાઓએ બહુ આગ્રહ કર્યો હતો, પરંતુ
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૨૩
Page #28
--------------------------------------------------------------------------
________________
તેવો ફોટો તેમણે ક્યારેય લેવા દીધો નહોતો. એમના કાળધર્મ પછી એમનું આબેહૂબ તૈલચિત્ર હંસવિજયજી મહારાજે બનાવડાવીને અમદાવાદમાં ઉજમબાઈની ધર્મશાળામાં રખાવેલું તે એક ચિત્ર આજે ઉપલબ્ધ છે.
એ સમયે સાધુઓ ઓછા હતા અને ક્ષેત્રો ઘણાં હતાં એટલે તેઓએ ક્ષેત્રો વહેંચી લીધાં હતાં. મૂળચંદજી મહારાજ વિશેષત અમદાવાદ કે એની આસપાસ વિચરતા. વૃદ્ધિચંદ્રજી સૌરાષ્ટ્રમાં ગોહિલવાડમાં વિચરતા. બૂટેરાયજી મહારાજ પોતે અને આત્મારામજી મહારાજ પંજાબમાં વિચરતા. નીતિવિજયજીને સૂરત, ખાંતિવિજયજીને હાલાર અને ઝાલાવાડ, ગુણવિજયજી અને થોભાણવિજયજીને ઝાલાવાડ અને દાનવિજયજીને કચ્છ સંભાળવાનું સોંપવામાં આવ્યું હતું.
મુકિતવિજય ગણિ આચારપાલનમાં ઘણા ચુસ્ત હતા અને પોતાના શિષ્યો માટે પણ ઘણા કડક રહેતા. તેમની સંઘવ્યવસ્થા નમૂનારૂપ ગણાતી. તેમની પાસે સરસ કાર્યશકિત અને ત્વરિત નિર્ણય લેવાની સૂઝ હતી. તેમની અંતરંગ નીતિ અને બહિરંગ નીતિ પરસ્પર સુસંવાદી હતી. તેઓ શિષ્યોને અત્યંત વાત્સલ્યભાવથી રાખતા, પણ પ્રસંગે એટલા જ કડક થઈ શકતા. તેઓ પોતાના ગુરુ મહારાજની આજ્ઞા શિષ્યો પાસે બરાબર પળાવતા અને ન પાળે તો દંડ અથવા પ્રાયશ્રિત આપતા. તેમને પ્રભાવ એટલો બધો હતો કે તેમના શિષ્યો કોઈ પણ સંઘમાં હોય અને કંઈ પ્રશ્ન ઊભો થાય અને સંઘના આગેવાનો માત્ર એટલું જ કહે, “ભલે, અમે એ બાબતમાં મૂળચંદજી મહારાજને લખીશું તો પરિસ્થિતિ તરત બદલાઈ જતી.
તેમના એક શિષ્ય ઉત્તમવિજયે એક નાના છોકરાની મશ્કરી કરી અને છોકરાએ મહારાજને લાત મારી, તો ભાષા સમિતિ ન સાચવવા માટે એમને મૂળચંદજી મહારાજે અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેવી જ રીતે દંડાસાણ ન વાપરવાને કારણે એક શિષ્યને કૂતરું કરડયું તો તેમને પણ અઠ્ઠમનો દંડ આપ્યો હતો. મુનિ ભકિતવિજય પોતાની સંસારી પત્ની માટે કડવા શબ્દો, ના પાડવા છતાં બોલ્યા તો તેમને ઉપાશ્રયની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરી. તેઓ ઉજમબાઈના ઉપાશ્રયેથી હઠીભાઈની વાડીના ઉપાશ્રયે ગયા ત્યાં તેમને પોતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો અને જ્યાં સુધી મૂળચંદજી મહારાજ પોતાને પાછા ન બોલાવે અને એમનાં દર્શન ન થાય ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ કર્યો. એમ ચાર ઉપવાસ થયા ત્યારે શેઠ ધોળશાજીને ખબર પડી તો તેમણે મૂળચંદજી મહારાજને સમજાવ્યા અને સમાધાન કરાવી આપ્યું. પાછા ઉજમબાઈના ઉપાશ્રયે આવી ભક્તિવિજય મુનિએ આંખમાં આંસુ સાથે વંદન કરી ક્ષમા માગી. ત્યારપછી એમની પાત્રતા જોઈ એમને મૂળચંદજી મહારાજે પંન્યાસપદ આપ્યું હતું. લીંબડીના સંઘે પત્ર લખવામાં અવિનય દાખવ્યો તો મહારાજે લીંબડીમાં સાધુઓનો વિહાર બંધ કરાવ્યો. એક શિષ્ય મુનિ મોતીવિજય તબિયતને કારણે, પણ આજ્ઞા વગર લીંબડી ગયા તો મૂળચંદજી મહારાજે એમને સંઘાડા બહાર મૂક્યા. પરંતુ ત્યારપછી મોતીવિજયે માફી માગી અને ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો ભલામાણપત્ર આવ્યો કે તરત એમને પાછા સંઘાડામાં લઈ લીધા
૨૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #29
--------------------------------------------------------------------------
________________
હતા. મૂળચંદજી મહારાજ આજ્ઞાપાલનમાં કેટલા ચુસ્ત હતા તે આ ઉપરથી જણાઈ આવે છે. પોતે પાણ ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો બોલ આજ્ઞાની જેમ ઉઠાવતા. ગુરુમહારાજનો અમદાવાદથી એક વખત ભાવનગર પત્ર આવ્યો કે તરત જ ઉનાળામાં ભરબપોરે પોતે અમદાવાદ તરફ વિહાર ચાલુ કરી દીધો હતો.
મુક્તિવિજય ગણિ-મૂળચંદજી મહારાજ વિશે કેટલાક પ્રસંગો મુનિ દર્શનવિજયજીકૃત “આદર્શ ગચ્છાધિરાજ'માં નોંધાયા છે. કેટલાક પ્રસંગો અનુશ્રુતિથી પ્રાપ્ત છે. અહીં એવા કેટલાક પ્રસંગો આપ્યા છે.
મૂળચંદજી મહારાજ યુવાનોને દીક્ષા આપી સમુદાયની વૃદ્ધિ કરતા હતા. તેની સામે અમદાવાદમાં કેટલાકે વિરોધ વ્યકત કર્યો અને નગરશેઠ પાસે સંઘ ભેગો કરાવી તેમાં પં. દયાવિમળજી, પં. રત્નવિજયજી ગણિ અને ગણિવર્ય મૂળચંદજી મહારાજ વગેરે બધા મહાત્માઓને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું. તે સભામાં એક વૃદ્ધ શેઠે ઊભા થઈ હિંમતપૂર્વક ફરિયાદ કરી કે, મુક્તિવિજયજી મહારાજ માતા-પિતાની રજા વગર જેને-તેને મૂંડી નાખે છે તે બરાબર નથી. સભામાં આ રીતે કેટલોય ઊહાપોહ થયો, એટલે મૂળચંદજી મહારાજે ઊભા થઇ કહ્યું કે સંઘ જે નિર્ણય કરશે તે આજ્ઞા તરીકે હું માથે ચડાવીશ. પરંતુ આ બાબતમાં ઉતાવળો નિર્ણય ન થાય તે જોવા વિનંતી છે. પાટ ઉપર બિરાજમાન સર્વ મહાત્માઓ પ્રત્યે તમને બધાને અત્યંત પૂજ્યભાવ છે એ હું જાણું છું. તમારી હાજરીમાં જ હું એ બધાને પૂછું છું કે તેમાંથી કોણે કોણે પોતાનાં માતાપિતાની રજા લઈને દીક્ષા લીધી હતી ? એક પછી એક સાધુ ભગવંતોને સંઘ સમક્ષ પૂછવામાં આવ્યું અને એ બધામાંથી એક પણ સાધુ ભગવંતે એમ કહ્યું નહિ કે પોતે માતા-પિતાની રજા લઈને દીક્ષા લીધી છે. એ જાણી સંઘના આગેવાનોને પણ આશ્ચર્ય થયું. મૂળચંદજી મહારાજે પોતાના પંજાબી બુલંદ અવાજથી પછી સંઘને કહ્યું, તમે બધા જોઈ શકો છો કે તમને જેમના તરફ અત્યંત પૂજ્યભાવ છે અને જેમના વડે શાસનની શોભા છે એવા આપણા આ બધા જ બિરાજમાન પૂજ્ય સાધુ ભગવંતોએ દરેકે પોતાનાં માતાપિતાની રજા વગર દીક્ષા લીધી છે. તેઓએ ભલે એવી રીતે દીક્ષા લીધી હોય પરંતુ આજે તેઓ સંઘના પૂજ્ય બન્યા છે અને તેમને જોઈને તેમનાં માતા-પિતા પણ આજે તો બહુ રાજી થાય છે. દીક્ષા માટે રજા જરૂરી છે પરંતુ આ વિષમ કાળમાં એવાં વિવેકી અને જ્ઞાની માતા-પિતા ક્યાં છે કે જે પોતાના પુત્રને દીક્ષા માટે સહર્ષ રજા આપે. આપણને સારા સારા સાધુઓ જોઈએ છે, શાસનના સૂત્રધારો જોઈએ છે, પરંતુ ચેલાઓ ઝાડ ઉપર કંઈ ઊગતા નથી, કે હલાવીને પાડી લેવાય. એ તો તમારામાંથી જ આવવાના છે, અને તમે જો એને આવવા નહિ દો તો પરિસ્થિતિ કેવી થશે તેનો વિચાર કરે. માટે રજા સિવાય દીક્ષા આપવી નહિ એવો ઠરાવ કરવા કરતાં જેને દીક્ષા લેવાની ભાવના હોય તેને માતા-પિતા માટે નહિ, ત્રાસ ન આપે, સાધુ પાસે આવતાં ન અટકાવે એવો ઠરાવ કરવો જોઈએ.
-
-
-
-
1 -
પંજાબના ચાર ક્રાંતિકારી મહાત્માઓ
૨૫
Page #30
--------------------------------------------------------------------------
________________
મૂળચંદજી મહારાજની આ વાણી સાંભળી સંઘ વિચારમાં પડી ગયો. સાચી પરિસ્થિતિ સમજી ગયો અને કંઈપણ ઠરાવ કર્યા વિના વિખરાઈ ગયો. - ધ્રાંગધ્રામાં દેવશી અને ગુણશી બે ભાઈઓ હતા. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે આગમ-બત્રીસીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ધ્રાંગધ્રામાં વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો. મૂળચંદજી મહારાજે એ વાત જાણી ત્યારે તેમણે પોતાના શિષ્ય મહાન તપસ્વી, જ્ઞાની અને સારી તર્કશકિત ધરાવનાર મુનિ દાનવિજયજીને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈને પ્રેમ, શાંતિ, ધીરજ અને વાત્સલ્યભાવથી બંને ભાઈઓને શાસ્ત્રોના પાઠો બતાવી એવો સરસ પ્રતિબોધ કર્યો કે બંને તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. દાનવિજયજીએ તેઓ બંનેને મૂળચંદજી મહારાજ પાસે મોકલ્યા. મૂળચંદજી મહારાજે એ બંનેને દીક્ષા આપી અને દેવશી તે મુનિ દેવવિજય થયા અને ગુણશી તે મુનિ ગુણવિજય થયા. તેઓ બંનેએ આગમશાસ્ત્રોનો એટલો સરસ ઊંડો અભ્યાસ કર્યો હતો કે ત્યારપછી પંજાબથી આવેલા આત્મારામજી મહારાજને મૂર્તિપૂજા વિશે કેટલીક શંકાઓ હતી તો તેનું સમાધાન કરવાનું કામ ગુણવિજયજીને સોંપવામાં આવ્યું. ગુણવિજયજી પાસે બેસીને આત્મારામજી મહારાજે પોતાની શંકાઓનું સરસ સમાધાન કરી લીધું અને મૂળચંદજી મહારાજ પાસે ગુણવિજયજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ વખતે મૂળચંદજી મહારાજે આત્મારામજીને એટલું જ કહ્યું કે ગુણવિજયજી મહાન જ્ઞાની મહાત્મા છે. પરંતુ તેમનું આયુષ્ય ટૂંકું છે. વધુમાં વધુ તેઓ છ મહિના સુધી વિદ્યમાન રહેશે. ત્યારપછી ગુણવિજયજી મહારાજ મૂળચંદજી મહારાજે કરેલી આગાહી પ્રમાણે છ મહિનામાં કાળધર્મ પામ્યા.
મૂળચંદજી મહારાજ દીક્ષા આપવાના ઉત્સાહી હતા, પરંતુ તે પછી પદવી આપવાની બાબતમાં એટલાજ કડક હતા. એમના એક શિષ્ય દર્શનવિજયજી મહારાજે યોગવહનની ક્રિયા કરી લીધી હતી. એટલે એમને પદવી આપવા માટે પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોએ ભલામણ કરી હતી. પરંતુ પોતાને યોગ્ય લાગશે તે પછી જ પદવી આપશે એમ મૂળચંદજી મહારાજે કહ્યું હતું. ત્યારપછીનું દર્શનવિજયજીનું ચોમાસું વડોદરામાં હતું અને મૂળચંદજી મહારાજનું કેટલાક માઈલ દૂર છાણી ગામમાં હતું. એક દિવસ મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને સંદેશો કહેરાવ્યો કે અત્યંત તાકીદનું કામ છે એટલે તરત તમે છાણી આવી પહોંચો, જ્યારે સંદેશો આપવામાં આવ્યો ત્યારે દર્શનવિજયજી મહારાજ ગોચરી વહોરીને આવ્યા હતા અને વાપરવાની તૈયારી કરતા હતા. એમની સાથેના સાધુઓએ કહ્યું કે ગોચરી વાપરીને પછી જાવ, પરંતુ ગુરુ મહારાજનો સંદેશો હતો એટલે દર્શનવિજયજી ગોચરી વાપરવા રોકાયા નહિ. તેઓ તરત જ સીધા ચાલ્યા છાણી તરફ. લાંબો વિહાર કરી તેઓ મૂળચંદજી મહારાજ પાસે આવ્યા. સુખશાતા પૂછી અને શું કામ છે તે જાણવા માટે ઉત્સુક રહ્યા, પરંતુ વિનય અનુસાર પૂછયું નહિ અને ગુરુમહારાજ કહે તેની રાહ જોતા રહ્યા. લગભગ દોઢ-બે કલાક ગુરૂમહારાજે બીજી બધી વાતો કરી, પરંતુ શા માટે બોલાવ્યા છે તે કંઈ કહ્યું નહિ. ચાતુર્માસના દિવસો હતા એટલે
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #31
--------------------------------------------------------------------------
________________
પોતાને ઉપાશ્રય પાછા આવવું અનિવાર્ય હતું. ફરી લાંબો વિહાર કરીને દર્શનવિજયજી વડોદરાના ઉપાશ્રયે પાછા ફર્યા.
મૂળચંદજી મહારાજે સંદેશાવાહક દ્વારા જાણ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યા વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સંદેશો મોકલાવ્યો. ફરી ગોચરી વાપર્યા વગર દર્શનવિજયજી આવ્યા. દોઢ-બે કલાક બેઠા, પરંતુ મૂળચંદજી મહારાજે પોતે શા માટે બોલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તે વડોદરા પાછા ફર્યા. થોડા દિવસ પછી ત્રીજી એક વાર મૂળચંદજી મહારાજે એ જ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો અને દર્શનાવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયો પર બીજી ઘણી વાત થઈ પણ પોતે શા માટે બોલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દર્શનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, “ગુરુમહારાજ ! આપે મને આટલે દૂરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર બોલાવ્યો, પરંતુ આપ શા માટે બોલાવો છો તે તો કંઈ કહેતા નથી.” મૂળચંદજી મહારાજે કહ્યું “બસ મારે જે કામ હતું તે આ જ હતું. તમારી પદવી માટે પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છો એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયું નહિ. તમે હવે વડોદરા પાછા ફરો.”
દર્શનવિજય પાછા ફર્યા. પરંતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુ મહારાજે ખરી કસોટી કરી. અધીરા બનવા માટે સંતાપ પોતાને થયો. થોડા દિવસ પછી પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનો મળવા આવ્યા અને દર્શનવિજયજીની પદવીની વાત નીકળી ત્યારે મૂળચંદજી મહારાજે કહ્યું કે એમની હજુ જોઈએ તેટલી પાત્રતા થઈ નથી. મેં એમની ત્રણ વાર કસોટી કરી. ત્રીજી કસોટીમાં તેઓ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યા વગર આટલો લાંબો વિહાર કરીને જવા આવવાના તેમના કાર્યની પ્રશંસા પણ કરી. દર્શનવિજયમાં વિનય ગુણ ઘણો મોટો છે, પરંતુ હજુ તેમાં થોડી ન્યૂનતા છે તેમ મૂળચંદજી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દર્શનવિજયજીને પણ કરી. એથી દર્શનવિજયજીએ આવી કસોટી કરવા માટે ગુરુ મહારાજ પ્રત્યે રોષ વ્યકત ન કર્યો, પરંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી થોડા જ વખતમાં દર્શનવિજયજીની હવે પાત્રતા છે એમ સમજીને તથા પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોની ભલામણથી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને પદવી આપી હતી.
જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કોઈ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઈના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અંગે તે યુવાનના કેટલાંક સગાંસંબંધીઓનો વિરોધ હતો. પરંતુ જ્યાં સુધી યુવાનની સંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાસંબંધીઓની પરવા કરે એવા નહોતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઈ ત્યારે કેટલાંક સગાંસંબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામથી છાજિયાં લેવાં પણ
પંજાબના ચાર કાનિમરી મહાત્માઓ
Page #32
--------------------------------------------------------------------------
________________
ચાલુ કર્યાં. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તો દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઈ ગઈ. એક નવા સાધુનો ઉમેરો થયો. સગાંસંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે સંઘના આગેવાનોની બેઠક મળી. કેટલાક આગેવાનોએ એવો સૂર વ્યકત કર્યો કે ગુરુ મહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઈએ.
મૂળચંદજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યું, જુઓ ભાઈઓ! જૈનશાસનને જીવંત રાખવું હોય તો સાધુઓ જોઈશે. દીક્ષાનો પ્રસંગ એવો છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરનો કોઈ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીઓ છાજિયાં લેતી હોય અને હું દીક્ષા આપતો હોઉં તો મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલો જવાબ એ આપો કે જૈન શાસનને જીવંત રાખવું છે કે નહિ ? બધાએ હા કહી એટલે મૂળચંદજી મહારાજે કહ્યું કે તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના જેટલા આગેવાનો છે તેઓ દરેક પોતાના કુટુંબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફોડી ન થાય. પરંતુ સંઘનો કયો આગેવાન પોતાના સંતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ચૂપ થઈ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેઓને બધાને વર્તમાન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સંજોગોમાં સગાંસંબંધીઓનો વિરોધ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી.
એ જમાનામાં સાધુઓ ઓછા હતા, એટલે ઘણાં નગરોને સાધુઓનો લાભ મળતો નહિ. એમાં મહેસાણામાં એક-બે તપસ્વીઓ આવેલા અને તેઓ રોટલા-રોટલીનો સુક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે સાધુ મહારાજ ગોચરી માટે આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઇએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય નહિ.
આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. પંજાબી સાધુઓને તો મહેસાણામાં ઉણોદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્ય દૃષ્ટિ રાખવી ઘટે અને મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવું જોઈએ એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણા ચાતુર્માસ માટે મોકલ્યા, કારણ કે દેવવિજયજીને આજીવન આયંબિલનું વ્રત હતું, એટલે તેઓ જ ત્યાં ટકી શકે. દેવવિજયજીએ મહેસાણા જઈ લુખ્ખો, નીરસ થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે વ્યાખ્યાનમાં ભગવતીસૂત્ર નો વિષય લીધો અને સુપાત્ર દાન, ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહાર-પાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત દષ્ટિએ લોકોને સમજણ આપી. આથી મહેસાણાના સંઘને દાનઘર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રોટલા-રોટલીનો માત્ર લુખ્ખો ટુકડો વહોરાવવાની પ્રથામાં તેઓએ ફેરફાર કર્યો.
૨૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #33
--------------------------------------------------------------------------
________________
એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમફઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે વ્યાખ્યાનમાં પણ તેમનો અવાજ સંભળાવા લાગ્યો. થોડી વારે ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ વિખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક આગેવાનોએ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું, ગુરુ મહારાજ, આપના સાધુઓ આમ અંદરઅંદર લડે અને મોટેથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી વાત છે !
મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું, પણ કંઈ ઉત્તર આપ્યો નહિ. થોડા દિવસ પછી પર્વનો એક દિવસ આવ્યો. વ્યાખ્યાનમાં ભાઈઓ અને બહેનોની ઘણી સારી હાજરી થઈ. વ્યાખ્યાનના અંતે પતાસાંની પ્રભાવના હતી. એ વખતે વ્યાખ્યાન પૂરું કરીને ગુરુ મહારાજ, પ્રેમાભાઇ શેઠ અને બીજા આગેવાનો સાથે ઉપાશ્રયમાં ઉપર જઈને બેઠા. એટલામાં નીચે બૈરાંઓનો કોલાહલ વધતો ગયો અને મોટેમોટેથી કેટલાંક બૈરાંઓ પતાસાં માટે લડતાં હોય તેવું જણાયું. હાથ લાંબા કરી કરીને એકબીજાને તું તું કરીને લડતી સ્ત્રીઓમાં કોઈકનું હાથનું ઘરેણું પણ પડી ગયું. મૂળચંદજી મહારાજે આગેવાનોને કહ્યું, જુઓ તો ખરાં. આ કઈ બહેનો લડે છે? આગેવાનોએ જોઇ આવીને કહ્યું કે લડનારી બહેનોમાં કેટલીક તો મોટી મોટી શેઠાણીઓ પણ છે. મૂળચંદજી મહારાજે તક સાધીને કહ્યું, જુઓ ભાઈ પાંચ પતાસાં માટે આ મોટી મોટી શેઠાણીઓ પણ અંદર અંદર ઝઘડે છે. પોતાનાં ઘરેણાં કરતાં પણ પતાસાં એમને વહાલાં લાગે છે. હવે નગરની શેઠાણીઓજ ધર્મના પ્રસંગે માંહોમાંહે જો આમ બરાડા પાડતી હોય તો અમારી પાસે જે સાધુઓ આવે છે તે તમારા ઘરના જ યુવાનો છે. એટલે અમારા સાધુઓને સારા સંસ્કાર આપવાનું કામ તો અમે કરીએ જ છીએ. પરંતુ નવદીક્ષિત હોય ત્યારે પણ તેઓ સારા સંસ્કારી યુવાનો હોય એવું તમે જો ઇચ્છતા હો તો એની શરૂઆત તમારા ઘરથી જ કરવી જોઈએ. ગુરુ મહારાજની એ ટકોર સાંભળીને સૌ આગેવાન પરિસ્થિતિ સમજી ગયા અને સાધુઓની ટીકા કરતાં પહેલાં પોતાની જાતને અને કુટુંબને સુધારવાની પ્રથમ આવશ્યકતા છે તે તેમને સમજાયું.
મૂળચંદજી મહારાજે અમદાવાદમાં યતિઓ-શ્રીપૂજોનું જોર તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. એ દિવસોમાં પાલિતાણામાં પણ યતિઓનું ઘણું જોર હતું. એને લીધે પાલિતાણામાં કોઈ સાધુઓનું સામૈયું પણ કરી શકાતું નહિ. સાધુઓ શત્રુંજયની યાત્રાએ આવે તો છાનામાના યાત્રા કરીને ચાલ્યા જાય. જાહેરમાં બહુ દેખાય તો યતિઓ તરફથી તેમને માર પણ પડે. યતિઓનો ડર સાધુઓને અને સંઘને ઘણો રહેતો. આવી પરિસ્થિતિમાં યતિઓનું જોર તોડવા માટે મૂળચંદજી મહારાજે કમ્મર કસી. તેમણે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. દર્શનવિજયજીએ ત્યાં જઈ હઠીભાઈની ધર્મશાળામાં ચોમાસું કર્યું. સંઘના આગેવાનો તો યતિ પાસે જતા, પરંતુ યુવાનો તો સાધુઓની સમાચારીથી પ્રભાવિત થવા લાગ્યા.
૨૯
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
Page #34
--------------------------------------------------------------------------
________________
તેઓ સાધુઓ પાસે આવવા લાગ્યા અને ધર્મની વાતો સાંભળવા લાગ્યા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તો પોતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રોજ જ્યાં સુધી સાધુભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ પાસે જનાર યુવકોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. જે કોઈ જાય તે સંઘ બહાર થાય તેવો ઠરાવ કરવા પણ કહ્યું. એ પ્રમાણે સંઘની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમાણે ન કરી તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. તે મુદતમાં સહી ન કરે તો સંઘ બહાર મૂકવાની ધમકી આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઉકલ્યો નહિ. ખુદ નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયો, કારણ કે એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તો તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજાં કેટલાંક ઘરોમાં પાણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંઘ ફરી જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું, દરેક પોતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને યતિ પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે સાધુ પાસે જાય.
યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને પોતાનો આગ્રહ છોડી દીધો, આ ઘટના પછી દર્શનવિજયજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલું કર્યું. એમણે સમરાદિત્ય કેવળી ચરિત્રનો વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકોની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી કોઈ ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપકોએ અને ગામના સશકત યુવકોએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી. એ વર્ષથી પાલિતાણામાં સાધુના વ્યાખ્યાનની શરૂઆત થઈ અને યતિઓનું જોર નબળું પડ્યું.
ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ યુવાનોને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિ સંગીત સહિત રાગ-રાગિણીમાં પૂજા ભાગાવવાનું શીખવતા. એ વખતે સંઘમાં હજુ પણ કેટલાક લોકો યતિઓ પાસે જતા હતા. આમ સંઘમાં બે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે સંઘ શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીઓ જોઇ. એટલે એમણે સંઘ ને બદલે ટોળી શબ્દ વાપર્યો અને પોતાને પક્ષે વધુ માણસો હતા એટલે “મોટી ટોળી' એવો શબ્દ પ્રયોજ્યો અને એ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સંઘ માટે ચાલુ છે. યતિઓમાં ભળેલા સમુદાય માટે ત્યારે નાની ટોળી એવો વપરાયેલો શબ્દ, તેઓ યતિઓમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે. મોટી ટોળી સંગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાઓ ભાણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.)
કેટલાક માણસોને નિંદારસથી અને દોષદૃષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને બીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તે એક માણસ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “ગુરુ મહારાજ ! આપ કહે જઈ આવ્યા પછી કેટલું ઓછું પાણી વાપરો છો.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
૩૦
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તો કેટલું બધું પાણી વાપરે છે.'
મૂળચંદજી મહારાજ એ વ્યકિતને જાણતા હતા અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા માટે આવું તે બોલ્યો હતો એ તેઓ તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, પૂર્વના પડેલા સંસ્કારો જલદી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. હું મુસલમાન હતો અને તું ચમાર હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. એટલે પાણી બહુ વાપરે એ દેખીતું છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ ને ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુસલમાન હતો. મુસલમાનો અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું ઓછું પાણી વાપરું તે યોગ્ય છે. અને ગયા જન્મમાં તું ચમાર હતો. ચામડા ચૂંથવાનું કામ તું કર્યા કરતો હતો. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. બધાંની ચામડીના દુર્ગુણો તને દેખાય છે. તું ચમાર હતો. એટલે તારામાં દોષદષ્ટિ આવે એ સ્વાભાવિક છે.” આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુકિતપૂર્વક ચમાર જેવો કહ્યો. ત્યારથી એ માણસ સાધુઓના દોષ જોતો બંધ થયો.
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ ને રોજનો નિયમ હતો કે ઘરેથી પાલખીમાં ઉપાશ્રયે આવી સામાયિક લઈ વ્યાખ્યાન સાંભળવા બેસે અને વ્યાખ્યાન પૂરું સાંભળે. એક વખત પ્રેમાભાઈ શેઠ કોઈકને મોઢે કહ્યું કે આપણો વેપારીઓનો સમય તો બજારમાં ક્યાં ચાલ્યો જાય તેની ખબર પડે નહિ, પરંતુ આપણા જૈન સાધુઓ આખો દિવસ ઉપાશ્રયમાં બેસીને શું કરતા હશે? એમનો સમય કેમ કરીને પસાર થતો હશે? તેમને કંટાળો નહિ આવતો હોય ?
પ્રેમાભાઈ શેઠે કરેલી આ ટીકા ફરતી ફરતી મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઇ શેઠને આ ટીકાનો જવાબ યુકિતથી આપવો જોઈશે. એક દિવસ એમણે પોતાના શિષ્યોને સૂચના આપી કે આજે મારું વ્યાખ્યાન ગમે તેટલું મોડે સુધી ચાલે તો પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ. પછી એ દિવસે એમને વ્યાખ્યાનમાં અધ્યાત્મનો એવો સરસ વિષય વિવિધ દૃષ્ટાંતો સાથે ચાલુ કર્યો અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યો. પ્રેમાભાઈ શેઠ અને બીજા બધા શ્રોતાઓ તો તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા.
વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઇ શેઠને ખબર પડી કે આજે તો એક નહિ પણ ત્રણ સામાયિક જેટલો સમય પસાર થઈ ગયે હતો. એમણે મહારાજને કહ્યું, “ગુરુ મહારાજ! અધ્યાત્મની વાતોમાં આજે તો એટલો બધો રસ પડ્યો કે સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી.” મૂળચંદજી મહારાજે કહ્યું, “પ્રેમાભાઈ, તમે તો કોઈક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છો, પરંતુ અમે સાધુઓ તો અધ્યાત્મની આવી વાતોમાં દિવસ-રાત રસ લેનારા રહ્યા. અમારો સમય કયાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટું અમને તો આવી વાતોમાં દિવસ-રાત વીતી જાય તો પણ સમય ઓછો પડે.”
૩૧
પંજાબના ચાર ક્રાન્તિકારી માહાત્માઓ
Page #36
--------------------------------------------------------------------------
________________
ગુરુ મહારાજનો આ જવાબ સાંભળી પ્રેમાભાઇ સમજી ગયા કે ગુરુ મહારાજે આજે વ્યાખ્યાન શા માટે વધુ સમય ચલાવ્યું હતું. અગાઉ બીજા આગળ પોતે કરેલી અજ્ઞાનયુક્ત ટીકા માટે પશ્ચાત્તાપ થયો અને તે માટે તેમણે મૂળચંદજી મહારાજની ક્ષમા માગી.
એક વખત પ્રેમાભાઈ શેઠના વડે વૈષ્ણવોની નવનાત મળી હતી. તે વખતે નાતના એક-બે આગેવાનોએ જૈન સાધુઓના આચાર વિશેના પોતાના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યું કે જૈન સાધુઓને ખાવાપીવાની કોઇ ચિંતા નહિ. રોજ મિષ્ટાન્ન મળે. અને સારું સારું ખાઈને લહેર કરે. એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી. એમણે મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, ફરી વૈષ્ણવોની નવ ન્યાત મળે ત્યારે મને જણાવજો. કેટલાક દિવસ પછી પ્રેમાભાઈના વડે વૈષ્ણોવોની નવનાત ફરી એકઠી થઈ. પ્રેમાભાઈ એ એ વાત મહારાજને જણાવી. એટલે તેઓ મધ્યાહ્નના સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વંડે જઈ પ્રેમાભાઈને ધર્મલાભ કહ્યું. મહારાજ વહોરવા પધાર્યા છે એમ જાણી પ્રેમાભાઈ સભામાંથી તરત ઊભા થઈ ગયા અને ગુરુમહારાજને રસોડે લઈ ગયા. બે-ત્રણ મિનિટોમાં જ મહારાજ પાછા ફર્યા અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાનો પાસે બેઠા. કોઈકે કુતૂહલથી પૂછ્યું, તમારા મહારાજ વહોરવા પધાર્યા અને બસ બે મિનિટમાં જ પાછા ફર્યા ? પ્રેમાભાઈએ કહ્યું, હા, એમને માત્ર ચપટી મીઠાનો જ ખપ હતો, એટલે તે વહોરીને પાછા ગયા. એ જાણી આગેવાનો બોલ્યા, ઓહો ! એક ચપટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દૂરથી વહોરવા પધાર્યા ? શું એટલું મીઠું એમની પાસે નહોતું ? પ્રેમાભાઈએ કહ્યું, અમારા જૈન સાધુઓ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટંકે વહોરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માઓ તો દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તો ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરેની યાવત્ જીવન બાધા હોય. સૂર્યાસ્તથી બીજા દિવસે સૂર્યોદય સુધી કોઈ પાણીનું ટીપું સુધ્ધાં મુખમાં નાખે નહિ.
પ્રેમાભાઈની આ વાત સાંભળી જૈન સાધુઓના આચાર વિશે નહિ જાણનાર અજૈન લોકોને આશ્ચર્ય થયું. જૈન સાધુઓ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારા વૈષ્ણવ આગેવાનોએ પોતાની અજ્ઞાનયુકત ટીકા માટે ક્ષમા માગી.
આમ, મૂળચંદજી મહારાજના વ્યક્તિત્વ અને ચારિત્રપાલન ઉપર પ્રકાશ પાડનારા ઘણા પ્રસંગો
છે.
મૂળચંદજી મહારાજે વિ.સં. ૧૯૪૪ નું ચોમાસું પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફોલ્લો ઊઠયો હતો તે મટતો ન હતો. છાતીમાં પણ દરદ થતું હતું. ઉપચારો કરવા છતાં આરામ થતો ન હતો. એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણાથી ભાવનગર પધારવા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજે વિનંતી કરી હતી. તે પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાનો પાલિતાણા પહોંચ્યા હતા. મહારાજશ્રી શિષ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૈદોએ જુદા જુદા ઉપચારો કર્યા, પરંતુ ખાસ ફરક પડ્યો નહિ. અશક્તિ
૩૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #37
--------------------------------------------------------------------------
________________
દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજ ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં.૧૯૪૫ ના માગસર વદ-૬ (મારવાડી મિતિ પોષ વદ ૬) ના દિવસે મૂળચંદજી મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પોતાનો અંતિમ સમય પારખી ગયા અને અનશન સ્વીકારી લીધું. તેઓ બોલ્યા
भाई वृद्धिचन्द्रजी ! अब तो हम चले । सबको सम्हालना हम जिन शासनकी प्रभावना उपासना
जो कुछ बन पडी, सो कर ली अब तुम ही सब सम्हालना बस ! नमो अरिहंताणम् ।।
બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમણે ૫૯ વર્ષની વયે દેહ છોડયો. ભાવનગરના સંઘે દાદાસાહેબના કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સીધાવ્યા. દાદાસાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિસંસ્કારના સ્થળે ત્યારપછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું.
મુક્તિવિજયજી ગણિવર્યને એટલે કે મૂળચંદજી મહારાજને ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. એમના કાળધર્મ વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજ બોલી ઊઠયા કે મારું તો છત્ર ગયું છે. એ વખતે આત્મારામજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર સાંભળતાં જ તેમણે પોતાના સાધુઓને ગંભીર સ્વરે કહ્યું, साधुओ, शासन का सम्राट चला गया। वे बडे थे, बडे गंभीर गुणज्ञ और समयज्ञ थे । इनमें शासनके नेता बनने के गुण थे और वो ही शासन के सच्चे शिरताज थे । મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં કેટલાંક ગીતો લખાયાં છે. એમાંથી થોડીક પંક્તિઓ જુઓ
જય મુકિતવિજય ગણિ મહારાજા,
જય મૂળચંદ ગણિ મહારાજા,
જય તપાગચ્છક નાયક તાજા,
શાસન સમ્રાટ ગુરુરાજા.
રા
મહાવીર વચન કે સુભટ થે,
મલ્લાહ જિન શાસન તૈયાકા,
ચારિત્ર સુદર્શન ગુણ બઢે એસે, ગુરુદેવકો વંદન હો !
તેમને અંજલિ આપતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજે લખ્યું છે : “ગુરુ બ્રહ્મચારી ધર્મધોરી મહાવતી ગુણપાવના પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુક્તિવિજય ગણીંદ્ર ગુરુનાં ચરણોમાં હો વંદના.’’
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
33
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
પોતાના ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂળચંદજી મહારાજ સાથે પંજાબથી ગુજરાતમાં આવીને સ્વ. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે જે ભગીરથ કાર્ય કર્યું તેનો ઈતિહાસ ભવ્ય છે.
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો જન્મ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લામાં રામનગર નામના શહેરમાં વિ. સં. ૧૮૯૦ ના પોષ સુદ ૧૧ના રોજ થયો હતો. માતાપિતાએ એમનું નામ કૃપારામ રાખ્યું હતું. એમના પિતાનું નામ હતું લાલા ધર્મયશજી અને માતાનું નામ હતું કૃષ્ણાદેવી. તેઓ વીસા ઓસવાલ જ્ઞાતિના, ભાવડા વંશના અને ગદહિયા ગોત્રના જૈન હતા.
કૃપારામને ચાર ભાઈઓ અને એક બહેન હતાં. ભાઈઓનાં નામ હતાં (૧) લાલચંદ, (૨) મુસદીલાલ, (૩) હજારીમલ અને (૪) હેમરાજ. બહેનનું નામ હતું રાધાદેવી.
લાલા ધર્મયશજી સુખી શ્રીમંત હતા. તેમનો વેપાર સોનાચાંદીનો, કાપડનો અને શરાફીનો હતો. શહેરમાં તેમની મોટી દુકાન હતી. કૃપારામે ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષની ઉંમર થતાં પિતાની દુકાને સોનાચાંદીના વેપારમાં જોડાઇ ગયા હતા. એ દિવસોમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. કૃપારામના મોટા ભાઈઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યારપછી કૃપારામની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણસર એ સગાઈ તૂટી ગઈ હતી. એટલે એમની બીજી સગાઈ કરવા માટે માતાપિતા વાતચીત ચલાવી રહ્યાં હતાં.
પરંતુ કૃપારામનો જીવનનો રાહ કંઈ જુદો જ હતો. એ દિવસોમાં રામનગરમાં પૂજય બુટેરાયજી મહારાજનું ચોમાસું હતું. એમની સાથે એમના શિષ્ય મૂળચંદજી મહારાજ પણ હતા. મૂળચંદજી પંજાબના એ પ્રદેશમાં એ કાળે લુકાપંથી સ્થાનકવાસી સાધુ, ઢુંઢક રીખી (ઋષિ) હતા. ધર્મયશજીનું કુટુંબ એમની મધુર વાણી સાંભળવા ઉપાશ્રયે જતું. કિશોર કૃપારામ ઉપર એની ઘણી પ્રબળ અસર પડી. એમણે પોતાની સગાઈ કરવાનો માતાપિતાને ઇન્કાર કરી દીધો અને પોતાને દીક્ષા લેવાનો ભાવ થયો છે એમ જણાવ્યું. આથી માતાપિતા, ભાઈભાંડુઓ ચિંતામાં પડી ગયાં. તેઓ કૃપારામને ઉપાશ્રયે જતા અટકાવવા લાગ્યાં, એટલે લાગ જોઈ ઉપાશ્રયે જઈ ત્યાં જ દિવસ-રાત રહેવાનું કૃપારામે ચાલુ કર્યું. માતા-પિતાએ કૃપારામને શ્રીમંત સુખી ઘરની સગવડો, કૌટુંબિક જીવનનો આનંદ, સાધુપણાનાં કષ્ટો વગેરે સમજાવવા માંડ્યાં. પણ કૃપારામ તો હઠ લઈને બેઠા હતા કે પોતાને દીક્ષા જ લેવી છે.
ચાતુર્માસ પછી બુટેરાયજી મહારાજ તો વિહાર કરીને ચાલ્યા ગયા. તાર-ટપાલ કે રેલવે વગરના એ દિવસોમાં એમનો સંપર્ક રાખવાનું સહેલું નહોતું. પરંતુ કૃપારામે તો દીક્ષા લેવાની જ વાત કર્યા
૨૪
શ્રી વિજયાનંદરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #39
--------------------------------------------------------------------------
________________
isiaceadAsana
ki
मुनिराजश्री वृद्धिचंद्रजी महाराज
Jan Education International
Page #40
--------------------------------------------------------------------------
________________
Page #41
--------------------------------------------------------------------------
________________
કરી. એથી પિતાજી તથા મોટા ભાઈઓ એમને વારંવાર ધમકાવવા લાગ્યા. ક્યારેક મારવા લાગ્યા. તેમ છતાં તેની કાંઈ અસર ન થઈ. કૃપારામ માન્યા નહિ. આથી ક્રોધે ભરાયેલા ભાઈઓએ શહેરના તહસિલદાર હાકિમ પાસે જઈને ફરિયાદ કરી. શહેરના શ્રીમંત વેપારી એટલે તરત ફરિયાદની અસર થઈ. તહસિલદાર શેખ જાતિનો મુસલમાન હતો. એણે સિપાઈઓને મોકલ્યા. કૃપારામને પકડી લાવીને કચેરીમાં પૂરવામાં આવ્યા. તહસિલદારે પણ કૃપારામને ધમકાવ્યા, સતાવ્યા, પણ કૃપારામે એમની સાથે સંસારની અસારતાની જ વાત કરી અને પોતે દીક્ષા લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે એમ કહ્યું. છેવટે તહસિલદાર પણ થાક્યા. એમણે લાલા ધર્મયશજીને બોલાવીને કહ્યું કે તમારો દીકરો કોઈ પણ રીતે માનશે નહિ. સંસારની અસારતા એને સમજાઈ છે. વૈરાગ્ય એના દિલમાં સાચી રીતે વસ્યો છે. દીક્ષા લેવાનો એનો નિર્ધાર છે. એ લગ્ન નહિ જ કરે. માટે તમે એને દીક્ષા લેવાની રજા આપો એ જ બરાબર છે.
આ રીતે સમજાવવામાં, ધાકધમકી આપવામાં, હેરાન કરવામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. છેવટે માતાપિતાને લાગ્યું કે દીકરાને દીક્ષા આપવી જ પડશે એટલે તેઓએ નાછૂટકે સંમતિ આપી. તે વખતે બુટેરાયજી મહારાજ વિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમનું ચાતુર્માસ દિલ્હીમાં
હતું.
કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે માતાપિતા પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી. પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં. બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ થતો. કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોકલ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપો.
કૃપારામ અને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજ પાસે અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઈ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો, કારણ કે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ. વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાઈ જાય એની શી ખબર પડે ? એટલે અવસર બરાબર જાણી લઈ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩, સં. ૧૯૦૮ ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું, કારણ કે દીક્ષા પછી થોડા દિવસે
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
।
।
1
1
।
'
'
૩૫
E
Page #42
--------------------------------------------------------------------------
________________
રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઈનું અવસાન થયું હતું. દીક્ષા સમયસર લેવાઈ ગઈ એથી મુનિ વૃદ્ધિચંદ્રજીને બહુ આનંદ થયો. - દિલ્હીથી વિહાર કરી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુર પધાર્યા. એમની ભાવના ગુજરાત બાજુ વિહાર કરવાની હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સં. ૧૯૦૯ નું ચાતુર્માસ ગુરુ મહારાજ સાથે જયપુરમાં કર્યું હતું. સાથે મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી તથા મુનિ આનંદચંદજી મહારાજ પણ હતા. આ ચાતુર્માસમાં અભ્યાસનો વિશેષ લાભ થયો કારણ કે જયપુરમાં હીરાચંદજી નામના એક વિદ્વાન યતિ હતા. વૃદ્ધિચંદ્રજીને જોતાં જ તેમને તેમના ઉપર પ્રીતિ થઈ હતી. તેમણે વૃદ્ધિચંદ્રજીને સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યાકરણ ભણાવવાનું તથા બીજા કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરાવવાનું ઉત્સાહથી સ્વીકાર્યું. વૃદ્ધિચંદ્રજીની સાથે અન્ય મુનિઓને પણ આ લાભ મળ્યો.
જયપુરમાં હતા ત્યારે ગુરુ મહારાજ ત્રણે શિષ્યો અને કેટલાક શ્રાવકો સાથે પાસે સાંગનેરમાં દર્શન કરવા ગયા હતા. રસ્તામાં નદી આવતી હતી તે પાર કરવાની હતી. જતાં તો તેઓ પહોંચી ગયા, પરંતુ બુટેરાયજી મહારાજને પગને તળિયે ફોલા ઉપડી આવ્યા. હવે ચલાતું બંધ થઈ ગયું. એટલે તેઓને રાત્રિવાસ ત્યાં જ રહેવું પડ્યું. પરંતુ દર્દ જેટલું શમવું જોઈએ તેટલું શમ્યું નહિ. બીજે દિવસે પાછા ફરતાં ગુરુ મહારાજથી ચલાતું નહોતું. ટેકો લઈને થોડું ચાલતા, થોડો આરામ કરતા, પરંતુ નદીના કાંઠાનો પ્રદેશ આવ્યો ત્યાં તો ચાલવું અશકય થઈ ગયું હતું. એ વખતે વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજને પોતાના ખભે ઊંચકી લીધા. બીજા શ્રાવકોએ પણ તેમાં મદદ કરી. પણ સૌથી વધુ જહેમત તો વૃદ્ધિચંદ્રજીએ ઉઠાવી હતી.
જયપુરમાં ચાતુર્માસ પછી ગુરુ મહારાજ સાથે વિહાર કરી તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાંથી અજમેર પધાર્યા. તે વખતે તેઓની હવે જિનપ્રતિમામાં શ્રદ્ધા દઢ થઈ હતી એટલે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અભિલાષા જાગી. દરમિયાન બિકાનેરના શ્રાવકો ચાતુર્માસ માટે વિનંતી કરવા આવ્યા હતા. ચાતુર્માસ પછી શત્રુંજયની યાત્રા માટે તરત વિહાર કરવો હતો પણ આ વર્ષે વૃદ્ધિચંદ્રજીને પગે વાનું સખત દર્દ ચાલુ થયું હતું, એટલે તેઓ બહુ લાંબો વિહાર કરી શકતા નહિ. એટલે તેઓ ગુરુ મહારાજ સાથે બિકાનેર પધાર્યા. મૂલચંદજી મહારાજનું જંઘાબળ સારું હતું એટલે તેઓ લાંબા વિહાર કરી શકતા. તેમણે ગુરુ મહારાજની આજ્ઞા લઈ સીધો પાલિતાણા તરફ વિહાર ચાલુ કર્યો અને ત્યાં પહોંચી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી ચાતુર્માસ ત્યાં જ કર્યું. મુનિ પ્રેમચંદજી અને મુનિ આનંદચંદજીએ ગુરુમહારાજની આજ્ઞા લઈ પોતપોતાનો સ્વતંત્ર વિહાર કરી અન્યત્ર ચોમાસું કર્યું.
બિકાનેરના ચાતુર્માસ દરમિયાન મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો, પરંતુ અહીં ખરતગચ્છના યતિઓનું વર્ચસ્વ વધારે હતું. શ્રાવકોની ક્રિયાવિધિ પણ જુદી હતી. એટલે તેઓ પોતાની ઢંઢક સમાચારીમાં પણ થોડો થોડો ફેરફાર કરતા રહ્યા હતા.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #43
--------------------------------------------------------------------------
________________
બિકાનેરમાં હતા ત્યારે અજમેરના સંઘનો બુટેરાયજી મહારાજ ઉપર પત્ર આવ્યો કે અજમેરમાં ઢુંઢીઆના પૂજ્ય રતનચંદજી આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા માગે છે. બુટેરાયજી તો એ માટે સજજ જ હતા. તરત તેઓ વૃદ્ધિચંદ્રજી સાથે ત્યાંથી વિહાર કરી અજમેર પહોંચ્યા. રતનચંદજીએ તેરાપંથનું ખંડન કરતી એક પ્રત લખી હતી. રસ્તામાં બુટેરાયજીને એ પ્રત મળી. તે વાંચતાં જ લાગ્યું કે રતનચંદજીનાં વાક્યોથી જ મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકે એમ છે. પરંતુ તેઓ અજમેર પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે રતનચંદજી ત્યાંથી ચૂપચાપ નીકળીને બીજે ચાલ્યા ગયા હતા. આમ અજમેર આવવાનું પ્રયોજન ન સર્યું. પરંતુ એથી બીજો એક લાભ થયો. તેઓની ઇચ્છા સિદ્ધાચલજીની યાત્રાએ જવાની હતી. વિહાર લાંબો અને કઠિન હતો. માર્ગમાં શ્રાવકોનાં ઘર ઓછાં આવતાં. એવામાં અજમેરથી કેસરિયાજીનો એક સંઘ નીકળતો હતો. તેઓએ બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને જોડાવા વિનંતી કરી એટલે તેઓ તેમાં જોડાઈ ગયા. તેઓએ સંઘ સાથે પ્રયાણ કર્યું. એટલે વિહારગોચરી વગેરેની અનુકૂળતા પ્રાપ્ત થઈ. તે વખતે ગુજરાતમાં પ્રાંતિજથી કેસરિયાજી આવેલ એક સંઘ પાછો ફરી રહ્યો હતો. સંઘપતિએ વિનંતી કરી એનો સ્વીકાર કરી બટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ સંઘ સાથે જોડાઈ ગયા એટલે ગુજરાત સુધીનો વિહાર કરી, તેઓ બંને અમદાવાદ પહોંચ્યા અને શહેર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા.
તે વખતે દેરાસરના દર્શને આવેલા નગરશેઠ હેમાભાઈએ રસ્તામાં તેમને જોયા. કોઈ સાધુઓ આવ્યા હશે એમ માની વંદન કરી શહેરમાં ઉપાશ્રય તરફ જતા હતા ત્યાં એમને થયું કે સાધુઓ ગુજરાતી જેવા નથી. વળી અજમેરના એક વેપારીની પેઢી અમદાવાદમાં હતી ત્યાં સંદેશો આવ્યો હતો કે બે પંજાબી સાધુઓ ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેઓ બહુ વિદ્વાન, ગુણવાન, ચારિત્રશીલ અને પરિચય કરવા જેવા છે. એ વાત શેઠ હેમાભાઈ એ સાંભળી હતી એટલે રસ્તામાં જે એમને થયું કે આ એ બે પંજાબી સાધુઓ તો નહિ હોય ને ! તરત ડેલાના ઉપાશ્રયે આવીને તેઓ ગણિ સૌભાગ્યવિજયના વ્યાખ્યાનમાં બેઠા. તે દરમિયાન સૌભાગ્યવિજયજીને એ બે સાધુઓની વાત કરી. તરત તેમને તેડવા માણસ મોકલાયો. બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ ડેલાના ઉપાશ્રયે આવી પહોંચ્યા. તેમનો પરિચય થતાં સૌભાગ્યવિજયજી બહુ આનંદિત થયા. બીજી બાજુ ગુજરાતમાં આવા સંવેગી સાધુઓનાં દર્શન થતાં બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને પણ બહુ હર્ષ થયો.
તેઓ થોડા દિવસ અમદાવાદમાં રહ્યા. ત્યાં વાત સાંભળી કે કેશરીચંદ ગટા નામના એક શ્રેષ્ઠી અમદાવાદથી સિદ્ધાચલનો સંઘ લઈ જાય છે. આ બે પંજાબી સાધુઓ સિદ્ધાચલજીની યાત્રા કરવાની પોતાની ભાવના દર્શાવેલી હતી. એટલે શેઠ હેમાભાઈએ કેશરીચંદને ભલામણ કરી કે આ બે સાધુઓને પણ સાથે લઈ લેવામાં આવે. કેશરીચંદ કહ્યું કે, હા, જરૂર અમે એમને સંઘમાં સાથે લઈ લઈશું. પરંતુ અમારા સંઘમાં બધા યુવાનો છે અને જે વૃદ્ધો છે તેમને માટે ગાડાંની વ્યવસ્થા છે. અમે આઠ દિવસમાં ઝડપથી ત્યાં પહોંચવાના છીએ. બુટેરાયજી ઉમરલાયક છે. વળી લાંબો વિહાર કરીને
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૩૭
Page #44
--------------------------------------------------------------------------
________________
આવ્યા છે માટે તેમને માટે ડોળીની વ્યવસ્થા કરીશું.
પરંતુ બુટેરાયજીએ ડોળીનો ઉપયોગ કરવાની ના પાડી અને પોતે લાંબા વિહાર કરશે એમ જણાવ્યું. તેઓ બંને સંઘ સાથે જોડાઈ ગયા અને ચૈત્ર સુદ તેરસે પાલિતાણા પહોંચ્યા. વૃદ્ધિચંદ્રજીને પગે વાની તકલીફ હતી છતાં તે સહન કરીને પણ તેઓ સહુની સાથે પાલિતાણા પહોચી ગયા, એટલું જ નહિ પણ સિદ્ધાચલજીની યાત્રાનું વર્ષોનું સ્વપ્ન સાકાર થતું હતું એટલે પાલિતાણા પહોચીને બીજે દિવસે ચૈત્ર સુદ ચૌદસે સવારે જ ડુંગર ચડીને જાત્રા કરી. આદીશ્વર દાદાનાં દર્શન કરી બંનેનાં હ્રદય હર્ષથી ગદ્ગદ્ થઈ ગયાં. બીજે દિવસે તેઓએ ફરીથી ડુંગર ચડીને ચૈત્રી પૂનમની પણ જાત્રા કરી.
પાલિતાણામાં મૂળચંદજી મહારાજ આવીને જુદી જુદી ધર્મશાળામાં ઊતર્યા હતા. હવે બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ આવી પહોચતાં ગુરુશિષ્યો એક વર્ષ પછી પાછા એકત્ર થયા. પાલિતાણામાં હતા ત્યાં સુધી જ્યારે જ્યારે અનુકૂળતા મળી ત્યારે ત્યારે તેઓ ડુંગર ચઢીને જાત્રા કરી
આવતા.
તેઓ ચૈત્ર-વૈશાખ પાલિતાણામાં રોકાયા, પણ ત્યાં યતિઓનું જોર હતું. એટલે ચાતુર્માસ બીજે કરવું હતું. એ માટે બુટેરાયજી મહારાજે વૃદ્ધિચંદ્રજી મહારાજને આસપાસનાં ક્ષેત્રોમાં તપાસ કરવા મોકલ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ તળાજા, મહુવા, ત્રાપજ, ઘોઘા, સાવરકુંડલા વગેરે સ્થળે વિહાર કરીને પછી ભાવનગર આવ્યા. અન્ય ક્ષેત્રો કરતાં ભાવનગરનું ક્ષેત્ર એમને વધુ અનુકૂળ લાગ્યું. મોટું શહેર હતું. જૈનોની વસતી સારી હતી. લોકો ધર્માનુરાગી હતા. અલબત્ત યતિ-ગોરજીને વધારે માનનારા હતા. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા પછી શ્રાવકોએ તેમને અને બુટેરાયજી મહારાજને ચાતુર્માસ માટે પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. એટલે સં. ૧૯૧૧ નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી સાથે ભાવનગરમાં કર્યું. મૂળચંદજી મહારાજ પાલિતાણામાં તિ અખેચંદજી પાસે અભ્યાસ કરવા માટે રોકાયા.
ભાવનગરના ચાતુર્માસમાં શ્રાવકો ઉપર તેઓની ઘણી મોટી અસર પડી. તેઓના ચુસ્ત સંયમપાલન અને શાસ્ત્રજ્ઞાન માટે લોકોને બહુ આદર થયો. બુટેરાયજી મહારાજનું વ્યાખ્યાન તો સરસ રહેતું, પણ પછીથી લોકો વૃદ્ધિચંદ્રજી મહારાજને વધુ મળવા આવતા. કુદરતી રીતે એમણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એમની વાતચીતની અને પ્રકૃતિની સરળતાથી, સાચા વૈરાગ્યથી, કરુણાદષ્ટિથી, તર્કયુક્ત રીતે સમજાવવાની શૈલીથી તેમજ મધુર ભાષાથી મળવા આવનારા લોકાનું એમના પ્રત્યેનું આકર્ષણ ઘણું વધી ગયું. એમને પાંચદસ મિનિટ મળવા આવેલા લોકો કલાક સુધી ખસતા નહિ. જ્યારે જુઓ ત્યારે એમની સન્મુખ શ્રાવક-શ્રાવિકાઓ બેઠેલાં જ હોય અને એમના મુખેથી નીકળતી વાણી સાંભળવામાં મગ્ન જ હોય. તેઓ પોતાની શંકાઓનું સમાધાન અને નવું માર્ગદર્શન મેળવતાં
3/
શ્રી વિજયાનંદરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #45
--------------------------------------------------------------------------
________________
જ હોય. વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો લોકોનો રાગ ઓછો થયો.
- ભાવનગરમાં ચાતુર્માસ પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાછા સિદ્ધાચલની યાત્રા કરવા અને ગુરુ મહારાજ સાથે રહેવા પાલિતાણા ગયા. ત્યારપછી બુટેરાયજી મહારાજે તથા મૂળચંદજી મહારાજે પાલિતાણાથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. માર્ગમાં પ્રેમચંદજી મહારાજ તેમનાથી જુદા પડી ગયા. તેઓ આચારમાં શિથિલ થતા જતા હતા.
જૂનાગઢમાં ગિરનારી યાત્રા માટે અમદાવાદથી સંઘ આવ્યો હતો, તેમાં મુનિ કેવળવિજયજી અને મુનિ તિલકવિજયજી નામના બે સાધુઓ હતા. વૃદ્ધિચંદ્રજીને મળતાં જ તેઓને પોતાની સાથે જોડાઈ જવા વિનંતી કરી જેથી એમના શાસ્ત્રજ્ઞાનને પણ પોતાને લાભ મળે. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રકૃતિ એટલી સરળ અને ગમી જાય એવી હતી. તેઓ સંઘ સાથે જોડાયા, પણ પોતાની ઝડપે આગળ પ્રયાણ કરવા કહ્યું અને પોતે ધોરાજીમાં થોડા દિવસ મુકામ કરવાનો વિચાર કર્યા. પરંતુ બંને મુનિઓ, સંઘપતિ અને સંઘના માણસોને વૃદ્ધિચંદ્રજીનો સંગ છોડવાનું ગમતું નહોતું. એટલે તેઓએ પોતાની ઝડ૫ ઓછી કરી, નજીક નજીકના મુકામ નક્કી કર્યા અને યાત્રાનો આખો કાર્યક્રમ બદલી કાઢ્યો, પાગ વૃદ્ધિચંદ્રજી મહારાજને પોતાની સાથે જ રાખ્યા. વૃદ્ધિચંદ્રજી ત્યારે બાવીસ વર્ષના યુવાન હતા. બંને મુનિઓ કેવળવિજયજી અને તિલકવિજયજી તેમના કરતાં ઉમરે મોટા હતા અને તપસ્વી હતા. એટલે મુકામ પર પહોંચ્યા પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ તે બંને મહાત્માની સારી વૈયાવચ્ચ કરતા. વૃદ્ધિચંદજી મહારાજ શાસ્ત્રાર્થ કરવામાં કુશળ હતા. તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો અને મનન પણ ઘણું કર્યું હતું. પોતે સ્થાનકવાસી હતા, પણ મૂર્તિપૂજામાં માનતા હતા. યાત્રા દરમિયાન કાલાવડ, જામનગર વગેરે સ્થળે ઢંઢક મતના જે કોઈ તેમની પાસે ચર્ચા કરવા આવતા તેમને તેઓ પોતાના જ્ઞાનથી નિરુત્તર કરી દેતા.
તેઓ અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડીમાં રોકાઈ ગયા છે, કારણકે મૂળચંદજી મહારાજને તાવ આવે છે. આથી વૃદ્ધિચંદ્રજી મહારાજ તરત ત્યાં પહોંચી ગયા. બુટેરાયજી મહારાજ પોતાના માંદા શિષ્યની સેવાસુશ્રુષા પ્રેમથી કરતા હતા. હવે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે લઈ લીધી. તેથી મૂળચંદજી મહારાજ પ્રસન્ન થયા, કારણ કે ગુરુ મહારાજ પાસે સેવાચાકરી કરાવતાં તેમને ખેદ થતો હતો. થોડું સારું થયું એટલે તેઓ ત્રણેએ લીંબડીથી વિહાર કર્યો, પણ વિહારના શ્રમને લીધે મૂળચંદજી મહારાજને પાછો તાવ આવ્યો. એટલે લીંબડી પાછા ફરવું પડ્યું. તાવ સાવ મટી ગયો ત્યારપછી વિહાર કરી તેઓ ત્રણે અમદાવાદમાં આવી ઊજમફઈની ધર્મશાળામાં ઊતર્યા.
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૩૯
Page #46
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં હવે તેઓ પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. એથી તેઓ ત્રણેને દાદા મણિવિજયજી પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંગી દીક્ષા લેવાની ઈચ્છા થઈ. શેઠ હેમાભાઈને વાત કરી. તેમણે દાદા મણિવિજયજીને વાત કરી. એ માટે યોગવહન કરવાની વ્યવસ્થા થઈ. યોગ પૂરા થયા એટલે સં. ૧૯૧૨ માં ચતુર્વિધ સંઘ સમક્ષ દાદા મણિવિજયજીએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી અને મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી, મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુકિતવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જૈન ધર્મના ઈતિહાસમાં આ એક મોટી ક્રાન્તિકારક ઘટના બની. સાચા ત્યાગી, વૈરાગી, ખમીરવંતા આ ત્રણે પંજાબી મુમુક્ષ મહાત્માઓનો પ્રભાવ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ઘણો મોટો પડ્યો. એથી પંજાબથી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડીને પોતાના સત્તર બીજા સાધુઓ સાથે ગુજરાત આવી પહોંચ્યા અને તેઓએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લીધી.
બુટેરાયજી મહારાજ અને એમના શિષ્યોનાં નવાં નામ રાખવામાં આવ્યાં. પણ તેઓનાં પોતાનાં મૂળ નામ એટલાં બધાં પ્રચલિત બની ગયાં હતાં કે નવાં નામો બહુ રૂઢ થયાં નહિ, એટલે મુનિ વૃદ્ધિવિજયજી પણ વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે જ વધુ જાણીતા રહ્યા.
સં. ૧૯૧૨નું ચાતુર્માસ તેઓ ત્રણેએ દાદા મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પોતાની સમાચારીને પણ બરાબર શુદ્ધ કરી લીધી. હવે ગુજરાતી ભાષા પણ તેઓ બરાબર બોલતા થઈ ગયા હતા, એટલું જ નહિ પણ પોતાની પંજાબી ભાષામાં બોલે-લખે તો તેમાં ગુજરાતી શબ્દો અને ભાષાપ્રયોગ અજાણતાં આવી જતા. અમદાવાદના સમય દરમિયાન તેઓ ત્રણેને અભ્યાસ કરવા માટે શેઠ હેમાભાઈ એ તથા સંઘે પંડિતોની વ્યવસ્થા કરી આપી. એમાં તે વખતના જાણીતા પંડિત હરનારાયણ શાસ્ત્રી પાસે સંસ્કૃત કાવ્યગ્રંથો ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી.
સં. ૧૯૧૪ માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને ભાવનગરનાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી. ત્યારે એમની ઉમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે ભાવનગરના શ્રાવકોને ફરી પાછા ઘેલા કરી દીધા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિભા ઘાણી તેજસ્વી હતી. તેઓ શરીરે ઊંચા, ગોરા અને ભરાવદાર હતા. તેમનો ચહેરો પણ ભરાવદાર અને પ્રશાંત હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા. એમનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું અને ભક્તિ, વિનય, વૈયાવચ્ચ તથા શાસ્ત્રજ્ઞાન વગેરે ગુણોથી તેમનું જીવન એટલું બધું પવિત્ર હતું કે એમની પાસે રહેવાથી ઘણાને વૈરાગ્યનો બોધ થતો હતો. કેટલાક દીક્ષા
૪૦
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #47
--------------------------------------------------------------------------
________________
લેવા તૈયાર થતા અને કેટલાક ગૃહસ્થો એમની પાસે આજીવન ચતુર્થ વતની-બ્રહ્મચર્યની બાધા લેતા.
આ વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજની ગુરુભકિતનો એક વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલો છે. ભાવનગરથી પોતાના ગુરુ મહારાજ શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુ બંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે તેઓ સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા હતા. પાલિતાણામાં મુકામ કર્યો હતો. એક દિવસ મૂલચંદજી મહારાજ ગુરુદેવને માટે દૂધ વહોરવા ગયા. કોઈક શ્રાવિકાને ઘરે જઈ દૂધ વહોર્યું. પરંતુ એ શ્રાવિકાએ ભૂલથી દળેલી ખાંડને બદલે દળેલું મીઠું નાખી દીધેલું. આ ભૂલની ખબર નહોતી શ્રાવિકાને કે નહોતી મૂલચંદજી મહારાજને. ઉપાશ્રયમાં આવ્યા પછી જ્યારે તેઓ ગોચરી વાપરવા બેઠા ત્યારે બુટેરાયજી મહારાજે દૂધનો ઘૂંટડો પીતાં જ કહ્યું, “મૂલા! મારી જીભ ખરાબ થઈ ગઈ લાગે છે. દૂધનો સ્વાદ કડવો લાગે છે.'
તરત ગુરુદેવના હાથમાંથી પાત્ર લઈને મૂલચંદજી મહારાજે દૂધ ચાખ્યું તો ખબર પડી કે દૂધમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયું છે. એટલે એમણે કહ્યું, ‘ગુરુદેવ, આપ એ દૂધ પીવું રહેવા દો. હું એ દૂધ પી જઈશ.'
ત્યાં વૃદ્ધિચંદ્રજી મહારાજે દૂધનું પાત્ર લઈ લીધું અને કહ્યું, આ દૂધ તમારા બંનેને પીવાને યોગ્ય નથી. વળી પરડવાથી જીવહાનિ થવાનો સંભવ છે. માટે હું જ આ દૂધ પી જાઉં છું. એમ કહી તેઓ બધું દૂધ પી ગયા. બુટેરાયજી મહારાજ તથા મૂળચંદજી મહારાજ તો એ જોતા જ રહી ગયા.
વૃદ્ધિચંદ્રજી મહારાજે અપધ્ય દૂધ પી તો લીધું, પરંતુ એથી એમને ઝાડા થઈ ગયા. એમાંથી આગળ જતાં એમને સંગ્રહણીનો રોગ થયો, જે ઘણા ઔષધોપચાર કરવા છતાં જીવન પર્યત મટયો નહિ. એથી એમનું શરીર ક્ષીણ અને અશક્ત થઈ ગયું હતું.
સં. ૧૯૧૪ના વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસારી પિતા લાલા ધર્મયશજીના અવસાનના સમાચાર આવ્યા. મહારાજશ્રીએ એમના ઉપકારોનું સ્મરણ કર્યું. પરંતુ બધી સાંસારિક માયા હવે એમાણે ઉતારી નાખી હતી.
સં. ૧૯૧૫નું ચોમાસું વૃદ્ધિચંદ્રજી મહારાજે કેટલાક શ્રાવકોની વિનંતીથી ઘોઘામાં કર્યું. ત્યાં યતિઓનું જોર હતું. એટલે ઉપાશ્રયમાં ઊતરવા ન મળ્યું. તેઓ એક ગૃહસ્થને ઘરે ઊતર્યા. ત્યાંના યતિ દલીચંદજીએ એમને વ્યાખ્યાન વાંચવાની મનાઈ ફરમાવી. આવી પરિસ્થિતિ ઊભી થશે એ તેઓ જાણતા જ હતા. એનો સરળતાથી એમણે સ્વીકાર કરી લીધો. પણ દિવસે દિવસે શ્રાવકો વૃદ્ધિચંદ્રજીના રાગી થતા ગયા. વ્યાખ્યાન પણ ચાલુ થયું. અને પર્યપણમાં એમણે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચ્યું. ત્યારથી ઘોઘામાંથી યતિનો મહિમા ઓછો થઈ ગયો.
સં. ૧૯૧૬નું ચાતુર્માસ ભાવનગરમાં કરી તેઓ સં. ૧૯૧૭માં અમદાવાદ આવ્યા, કારણ કે ગુરુદેવ બુટેરાયજી મહારાજે હવે પંજાબ બાજુ વિહાર કર્યો હતો. અમદાવાદમાં વૃદ્ધિચંદ્રજી મહારાજે
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
૪૧
Page #48
--------------------------------------------------------------------------
________________
ચાર ચાતુર્માસ કર્યાં. તે દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓ શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ મગનભાઈ વગેરે ઉપર તેમનો ઘણો પ્રભાવ પડ્યો. શેઠ દલપતભાઈ ભગુભાઈએ સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી, પણ તે એ શરતે કે સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ પધારે. મહારાજશ્રીએ સંમતિ આપી એટલે બહુ ધામધૂમપૂર્વક સંઘ કાઢવામાં આવ્યો. શેઠશ્રીએ આ માટે એ દિવસોમાં રૂપિયા એંસી હજારનું ખર્ચ કર્યું હતું.
ત્યાર પછી ભાવનગર, અમદાવાદ, રાઘનપુર વગેરે સ્થળે મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યાં. ૧૯૨૭માં જ્યારે તેમણે જાણ્યું કે ગુરુવર્ય બુટેરાયજી મહારાજ પાછા ગુજરાત તરફ આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા મૂળચંદજી મહારાજ સાથે તેઓ પાટણ, પાલનપુર થઈ ઠેઠ રાજસ્થાનમાં પાલી સુધી પહોંચ્યા હતા. ઘણાં વર્ષે પાછા તેઓ ત્રણે એકત્ર થયા. આબુની જાત્રા કરી તેઓ ગુજરાતમાં પધાર્યા અને ઠેર ઠેર વિચરી યતિઓ-શ્રી પૂજ્યોના જોરને ઓછું કરી નાખ્યું.
એ દિવસોમાં ઋદ્ધિસાગર નામના એક સાધુ લોકોને મંત્ર-તંત્ર શિખવાડી વહેમમાં નાખતા અને તત્વસિદ્ધાન્તથી વિમુખ બનાવતા હતા. બીકના માર્યા ઘણા લોકો ઋદ્ધિસાગરને અનુસરતા. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજના જાણવામાં આ વાત આવી ત્યારે તેમણે એ દંભી સાધુના મોહમાં ન ફસાવા માટે ઘણો પ્રચાર કર્યો અને લોકોને એમની માયાજાળમાંથી છોડાવ્યા હતા.
મહારાજશ્રીએ લોકોને સન્માર્ગે વાળવા જાગૃતિપૂર્વક કેવા કેવા પ્રયાસો કર્યા હતા એનો બીજો એક પ્રસંગ પણ નોધાયેલો છે. વિ. સં. ૧૯૩૯ માં જેઠમલજી નામના એક સાધુએ સમક્તિસાર નામનો ગ્રંથ છપાવીને પ્રગટ કર્યો હતો, એમાં જૈન ધર્મની કેટલીક અવળી પ્રરૂપણા કરવામાં આવી હતી. એ વાંચવાથી કેટલાયે લોકોના મનમાં શંકા-કુશંકા થવા લાગી હતી. મહારાજશ્રીએ જ્યારે એ ગ્રંથ વાંચ્યો ત્યારે એમને થયું કે એનું ખંડન થવું જરૂરી છે. પોતે તે લખે તેના કરતાં પોતાના લઘુ ગુરુબંધુ આત્મારામજી મહારાજ તે કામ કરવાને વધુ સમર્થ છે એમ સમજીને તેમની પાસે તે લખાવવાનું વિચાર્યું. આત્મારામજી મહારાજ ત્યારે અમદાવાદમાં હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજની આજ્ઞા થતાં તરત તેમણે સમકિત શલ્યોદ્ધાર નામનો ગ્રંથ ખંડનમંડનરૂપે હિંદીમાં લખી આપ્યો. એનું ગુજરાતી ભાષાન્તર થયું. વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ એ જોઈ ગયા અને આત્મારામજી મહારાજ પણ ફરી તપાસી ગયા. ત્યારપછી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી એ ગ્રંથ પ્રગટ થયો. એની સમાજ ઉપર ઘણી સારી અસર થઈ અને લોકોના મનમાં જાગેલી શંકાઓનું સમાધાન થયું.
વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના ગુરુ બુટેરાયજી મહારાજે ભલામણ કરી હતી કે જૈન શાસનને સુદઢ કરવું હોય તો સાધુઓ વધારવા જોઇશે. બુટેરાયજી મહારાજ પોતે તો અધ્યાત્મરસમાં વધારે લીન હતા એટલે આ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મૂળચંદજી મહારાજે ઉપાડી લીધી. પરંતુ એક દિવસ રાતે એકાંતમાં બેસી બંનેએ નિર્ણય કર્યો કે કોઈએ પોતાના ચેલા ન કરવા, પરંતુ જે કોઈ
૪૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #49
--------------------------------------------------------------------------
________________
દીક્ષાર્થી હોય તેને દીક્ષા આપીને તેને ગુરુદેવ બુટેરાયજીના શિષ્ય કરવા, એટલે કે તેને પોતાના ગુરુભાઈ કરવા. શિષ્યનો મોહ કેટલો બધો હોય છે એ તો સાધુપણામાં જે હોય તેને વધારે સમજાય. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂળચંદજી મહારાજે શિષ્યમોહ ઉપર વિજય મેળવ્યો હતો.
પરંતુ એક દિવસ ધર્મસંકટ ઊભું થયું. મૂળચંદજી મહારાજ પાસે બે યતિઓ દીક્ષા લેવા આવ્યા. તે જાણીને બુટેરાયજી મહારાજે આજ્ઞા કરી, “મૂલા! આ બંનેને હવે વૃદ્ધિના ચેલા બનાવજે.” ગુરુદેવે વૃદ્ધિચંદ્રજી મહારાજને પણ કહ્યું કે “વૃદ્ધિ ! હવે આ બેને તારા ચેલા બનાવજે.”
એ દિવસે રાત્રે ફરી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂળચંદજી મહારાજ એકાંતમાં મળ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂળચંદજી મહારાજને કહ્યું, તમે જાણો છો કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારે કોઈ શિષ્ય ન કરવા, એટલે તેઓને હું ચેલા તરીકે કેવી રીતે સ્વીકારી શકું?
મૂળચંદજી મહારાજે કહ્યું, તમારી પ્રતિજ્ઞાની વાત સાચી છે. મેં પણ એવી પ્રર્તિજ્ઞા લીધી છે. પરંતુ બીજી બાજુ ગુરુદેવની આજ્ઞાના પાલનનો પ્રશ્ન છે. હવે ગુરુદેવની આજ્ઞાનું પાલન એ અંગત પ્રતિજ્ઞા કરતાં ચડિયાતી વસ્તુ છે. માટે તમારે ચેલા સ્વીકારવા જ પડશે.
વૃદ્ધિચંદ્ર મહારાજે કહ્યું કે જો ગુરુદેવની આજ્ઞા હોય તો એક ચેલો તમે કરો અને એક ચેલો મને આપો. મૂળચંદજી મહારાજે કહ્યું, એમ બની નહિ શકે, કારણકે ગુરુમહારાજે મને આજ્ઞા કરી છે કે દીક્ષા આપીને મારે એ બંનેને આપના જ શિષ્ય કરવાના છે.
છેવટે મૂળચંદજી મહારાજે દીક્ષા આપીને તેમને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બનાવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું મુનિ ગંભીરવિજયજી અને બીજાનું નામ મુનિ ચારિત્રવિજયજી.
પોતાને બે શિષ્યો થયા એટલે સમય જોઇને વૃદ્ધિચંદ્રજી મહારાજે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ! મારે બે ચેલા છે અને મૂળચંદજી મહારાજને એક પણ ચેલો નથી. એ સાંભળી બુટેરાયજી મહારાજે મૂળચંદજી મહારાજને કહ્યું, “મૂલા ! હવે જેને દીક્ષા આપે તેને તારો ચેલો બનાવજે.' - ગુરુમહારાજની આજ્ઞા થતાં કિશનગઢથી આવેલા એક યતિને દીક્ષા આપીને મૂળચંદજી મહારાજે એમને પોતાના ચેલા બનાવ્યા. એમનું નામ રાખવામાં આવ્યું મુનિ ગુલાબવિજયજી. વૃદ્ધિચંદ્રજી મહારાજની અને મૂળચંદજી મહારાજની નિસ્પૃહતા અને ઉદારતા કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે.
વૃદ્ધિચંદ્રજીના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજ એમના કરતાં ઉમરમાં ચાર વર્ષ મોટા હતા. તેમણે દીક્ષા પણ વહેલી લીધી હતી. વળી તેઓ શરીરે સુદઢ અને સશક્ત હતા. એટલે એમણે યોગવહન કરીને ગણિની પદવી મેળવી હતી. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઇચ્છા અને ભાવના હોવા છતાં યોગવહન કરી શક્યા નહોતા. એટલે એમણે પોતાના મુનિપદથી પૂરો સંતોષ માન્યો હતો. પોતાના ગુરુબંધુ પ્રત્યે તેઓ પૂરો વિનય સાચવતા. તેમની આજ્ઞા
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૪૩
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વીકારતા.વિ.સં. ૧૯૩૮માં ગુરુમહારાજ બુટેરાયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એથી જાણે એક આધારસ્તંભ ગયો હોય એવો એમને ખેદ થયો. હવે સમુદાયની જવાબદારી ગણિવર્ય મૂળચંદજી મહારાજ ઉપર આવી. વર્ષે વર્ષે સાધુ-સાધ્વીઓની સંખ્યા વધતી જતી હતી. પણ એની બધી વ્યવસ્થામાં મૂળચંદજી મહારાજ અત્યંત કુશળ હતા.
જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ.સં. ૧૯૫૪ માં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ગદ્યમાં પ્રગટ થયેલું, એનો આધાર લઈને વળાવાળા શ્રી દુર્લભજી મહેતાએ પદ્યમાં સાત પરિચ્છેદમાં ઢાળ અને દુહાની મળીને ૧૧૨૫ કડીમાં રાસના પ્રકારની સુદીર્ઘ રચના સં. ૧૯૭૨ માં કરી છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રત્યે એમના ભક્તોની વાણી કેવી રીતે મહોરી છે તે આના ઉપરથી જોઈ શકાય છે. અને તે ઉપરથી એ મહાત્માનો પ્રભાવ કેટલો બધો પ્રેરક અને પ્રોત્સાહક હશે તેની પ્રતીતિ થાય છે. કૃતિના આરંભમાં કવિ કહે છે ઃ
શ્રી શુભ વીર પ્રભુ નમી, શારદા માય પવિત્ર, મહા મુનિ વૃદ્ધિચંદનું કહીશું જન્મચરિત્ર. બ્રહ્મચારી સંયમ ગ્રહી, ભારત ભૂમિ મોજાર, વિચર્યા નિસ્પૃહ ભાવથી કીધો અતિ ઉપગાર. શાસન સોહ વધારીને, સ્વર્ગ ગયા ગુરુરાય. દુર્લભ પદપંકજ નમી, ગુણ ગિરુઆ તસ ગાય.
કવિ પોતે વળાના હતા અને મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા એટલે એમણે બીજે ન મળતી એવી વળાની કેટલીક વિગતો આ રાસકૃતિમાં અને પાદનોધમાં વણી લીધી છે. તેઓ લખે
છે :
૪૪
પ્રતિબોધ સુણતાં નિત્ય ભાવે,
મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે,
શુદ્ધ જિનમત બીજ વાવે,
મુનિ શ્રાવક આચાર બતાવે,
લોકા તપા સહુ સુણવા આવે,
શુદ્ધ પંથ જાગૃતિ થાવે.
ગોચરી રે પણ પોતે આવે,
ભક્ષ્યાભક્ષ્ય વિવેક બતાવે,
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #51
--------------------------------------------------------------------------
________________
વકાચાર સમજાવે, મિથ્યાત્વના પરવો નહી કરવા,
રસોડે પાણિયરે ચંદરવા, સૂચવે જયણા ધરવા, કાઠી ગરાશિયાનો શિણગાર, જોતા ઘણા શ્રાવકને દ્વાર, કહે આ શું? વિરુદ્ધાચાર? લોંકા તપાનો ભેદ નિવારે રે,
જિનમત શુદ્ધ સરવે દિલ ધારે રે,
ઉપગાર કર્યો એ ભારે રે. આમ વૃદ્ધિચંદ્રજી મહારાજે વળામાં પોતાની વાણીથી ઘણો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. એમનું વ્યાખ્યાન સાંભળવા લોંકી અને તપા (સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકો) બધા જ આવતા અને તેઓ વચ્ચેના ભેદભાવ તેમણે નિવાર્યા હતા. વળી લોકો ગરાસિયા જેવો જે આચાર પાળતા હતા તેમાં પણ ફેરફાર કરાવ્યો હતો. કવિ પાદનોંધમાં લખે છે કે જૈનોના ઘરે ગરાસિયાની જેમ જે હુક્કા પિવાના હતા તે તેમણે બંધ કરાવ્યા હતા. એક જ દિવસમાં ચાલીસ જેટલાં કુટુંબોમાં મહારાજશ્રીના પ્રેરક ઉપદેશથી શ્રાવકોએ હુકકા ફોડી નાખ્યા હતા.
વળા-વલ્લભીપુરમાં એમણે દેવદ્ધિગણિની સ્મૃતિમાં દેરાસર, ઉપાશ્રય, સ્મારક વગેરે કરવા માટે પણ ઉપદેશ આપ્યો હતો.
વૃદ્ધિચંદ્રજી મહારાજને સિદ્ધાચલજીની યાત્રાનું આર્ષણ અને અનુકૂળતા વિશેષ રહ્યાં હતાં. તેમણે પહેલી યાત્રા પંજાબથી અમદાવાદ આવીને કરી હતી. ત્યાર પછી તેમણે જુદા જુદા સંઘો સાથે વિહાર કરીને વીસથી વધુ વાર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી હતી. એમાણે એક વખત શત્રુંજય મહાતીર્થની નવ્વાણું યાત્રા પણ કરી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજે શત્રુંજય તીર્થની બાબતમાં એમના જમાનાની દષ્ટિએ એક મહત્વનું કાર્ય કર્યું હતું. પાલિતાણાના ઠાકોરે જ્યારે યાત્રિકવેરો નાખ્યો ત્યારે તેની સામે વિરોધ નોંધાવવા રાજકોટમાં પોલિટિકલ એજન્ટ પાસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે અમદાવાદમાં રહી વૃદ્ધિચંદ્રજી મહારાજે બધાં શાસ્ત્રો ઝીણવટપૂર્વક વાંચીને શ્રેષ્ઠીઓને શાસ્ત્રીય પુરાવાઓ આપીને અમદાવાદથી રાજકોટ મોકલ્યા હતા. ઘણાં વર્ષ કેસ ચાલ્યો હતો. પરંતુ એમની દરમિયાનગીરીથી વ્યકિતગત યાત્રિકવેરો રદ કરવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દર વરસે રૂપિયા પંદર હજાર પાલિતાણાના ઠાકોરને આપવાનો ચુકાદો આવ્યો હતો.
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૪૫
Page #52
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૪૪ માં મૂલચંદજી મહારાજની નિશ્રામાં અમદાવાદથી શત્રુંજયનો સંઘ નીકળ્યો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે પાલિતાણા આવી શકે તેમ નહોતા. એટલે સંઘ ભાવનગર આવીને પછી પાલિતાણા જવાનો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજને આ સંઘ નીકળવાના સમાચાર મળતાં તેઓ પોતાના ગુરુબંધુને મળવા આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા હતા.
જ્યારે સંઘ ભાવનગર આવ્યો ત્યારે વૃદ્ધિચંદ્રજી પોતાના સાધુ-સાધ્વીના સમુદાય સહિત શહેર બહાર સામેયું કરવા ગયા અને ઘણાં વરસ પછી મૂલચંદજી મહારાજને મળતાં અત્યંત હર્ષ અનુભવ્યો. વડીલ ગુરુબંધુનું આગમન થતાં અને એક ઉદ્યાનમાં તેઓ પાટ ઉપર બિરાજમાન થતાં વૃદ્ધિચંદ્રજી મહારાજે પોતાનાં સાધુ-સાધ્વી સહિત વિધિપૂર્વક વંદન કર્યા અને મૂલચંદજી મહારાજનાં ચરણકમલમાં પોતાના મસ્તક વડે સ્પર્શ કર્યો. આ દશ્ય જોનાર ભાવવિભોર બની ગયા અને જૈનધર્મમાં વિનયને કેટલું બધું મહત્વ અપાયું છે તે સમજીને તે માટે રુચિવાળા થયા.
ત્યારપછી મૂલચંદજી મહારાજના પરિવારનાં સાધુ-સાધ્વીઓએ વૃદ્ધિચંદ્રજી મહારાજને વંદન કર્યા. આમ પરસ્પર વંદનવિધિ પતી ગયા પછી ભાવનગર શહેરમાં સંઘનો ભવ્ય પ્રવેશે થયો. સંઘ બે દિવસ રોકાયો તે દરમિયાન બંને ગુરુબંધુઓએ પરસ્પર અનુભવોની, અધ્યયનની અને શાસનનાં કાર્યોની વિચારણા કરી.
વૃદ્ધિચંદજી મહારાજે જોયું કે પાઠશાળાઓ અને વિદ્યાશાળાઓ વગર શ્રાવકોમાં તેજ નહિ આવે. એ માટે એમણે ઘણે સ્થળે બાળકો માટે પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. પાલિતાણામાં સંસ્કૃત વગેરેના અભ્યાસ માટે મુર્શીબાદના બાબુ બુદ્ધિસિંહજીને પ્રેરણા કરીને બુદ્ધિસિંહજી પાઠશાળા' ની સ્થાપના કરાવી હતી. ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક સભા નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી તથા “જૈનધર્મ પ્રકાશ પત્રનું પ્રકાશન કરાવ્યું હતું. લીંબડીમાં તેમણે જ્ઞાનભંડાર વ્યવસ્થિત કરાવ્યો હતો. જ્ઞાનવૃદ્ધિનાં આવાં અનેક કાર્યો એમના હાથે થયાં હતાં.
સં. ૧૯૪૪ના ચાતુર્માસ પછી પાલિતાણામાં ગણિવર્ય શ્રી મૂલચંદજી મહારાજની તબિયત બગડી. તેમના શરીરમાં રકતવાતનો વ્યાધિ થઈ આવ્યો અને તે વધતો ગયો. એથી શરીરમાં ઘણી અશકિત આવી ગઈ અને ચાલવાની શક્તિ પણ રહી નહિ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એમના સતત સમાચાર મેળવતા રહ્યા હતા, પરંતુ જ્યારે જાણ્યું કે પાલિતાણામાં ઔષધોપચારથી કંઈ ફરક પડ્યો નથી ત્યારે તેમને ભાવનગર બોલાવી સારા વૈદ્યો-ડૉક્ટર પાસે ઉપચાર કરાવવાનું વિચાર્યું. તેમણે ભાવનગરથી શ્રેષ્ઠીઓને મોકલ્યા. ગણિવર્ય મહારાજ ચાલી શકે એમ નહોતા. એટલે તેમના માટે માના (પાલખી જેવું વાહન) ની વ્યવસ્થા કરાવી. તેમાં બેસી મૂલચંદજી મહારાજ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ઘણા ઉપચાર કરાવ્યા પણ વ્યાધિ વધતો રહ્યો. આયુષ્ય પૂરું થતાં સં. ૧૯૪૫ ના માગસર વદ છઠ્ઠના દિવસે એમણે દેહ મૂક્યો. ગણિવર્યના અંતિમ અવસ્થાના સમાચાર સાંભળી એમના સંઘાડાના બાવીસ જેટલા સાધુઓ ભાવનગરમાં એકત્ર થયા હતા. મુનિ ઝવેરસાગરજી તો
૪૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉદયપુરથી વિહાર કરીને આવી ગયા હતા. સૌએ અને ખાસ કરીને તો વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી ગણિવર્યની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. કાળધર્મ પામ્યા પછી ગણિવર્ય મૂલચંદજી મહારાજના દેહને મહારાજશ્રીની સૂચનાથી દાદાવાડીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાં આરસની દેરી કરી એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં. એ માટે ખર્ચ કરવામાં ભાવનગરના સંઘે પાછું વળીને જોયું નથી, કારણકે તપગચ્છના સંવેગી સાધુઓના પુનરુત્થાનનું મહત્વનું કેન્દ્ર ભાવનગર બની ગયું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજના છેલ્લે દસ શિષ્યો હતા (૧) કેવળવિજયજી (૨) ગંભીરવિજયજી (૩) ઉત્તમવિજયજી (૪) ચતુરવિજયજી (૫) રાજવિજયજી (૬) હેમવિજયજી (૭) ધર્મવિજયજી (કાશીવાળા વિજયધર્મસૂરિ) (૮) નેમવિજયજી (શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ) (૯) પ્રેમવિજયજી અને (૧૦) કપૂરવિજયજી (સન્મિત્રો, આ શિષ્યોમાં વિજયધર્મસૂરિ અને વિજયનેમિસૂરિએ શાસનનાં ભગીરથ કાર્યો કરી ઘણું ઉજ્જવળ નામ કર્યું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજને વિદ્યાભ્યાસ અને જ્ઞાનસંપાદન પ્રત્યે ઘણી રુચિપ્રીતિ હતી. તેમણે સ્વય શાસ્ત્રસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે ભાવનગરનાં ચાતુર્માસ અને સ્થિરવાસ દરમિયાન એ દિશામાં એમણે પોતે ઘણું સંગીન કાર્ય કર્યું હતું અને સંઘ પાસે કરાવ્યું હતું. કેટલાય જૈન યુવાનો એમની પાસે શંકા-સમાધાન માટે, જ્ઞાનચર્ચા માટે કે વ્યાકરણાદિના અભ્યાસ માટે નિયમિત આવતા. ભાવનગરના કુંવરજી આણંદજી અને અમરચંદ જસરાજ તો રોજ રોજ એમની પાસે નિયમિત આવતા. તેઓ રાતના બાર-એક વાગ્યા સુધી મહારાજશ્રી સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા રહેતા. અંતિમ વર્ષોમાં મહારાજશ્રીની તબિયત લથડતી જતી હતી અને ઉજાગરા થતા નહોતા. એ વખતે પણ તેઓ એ શ્રાવકોને વહેલાં ચાલ્યા જવાનું કહેતા નહિ. પરંતુ જ્યારે ઘણી અગવડ થવા લાગી ત્યારે એમણે પોતાના શિષ્ય મુનિ નેમવિજયજીને કહ્યું હતું, “જો ને નેમા ! મારું શરીર આવું નરમ છે ને આ લોકો મને બહુ ઉજાગરા કરાવે છે. એ સાંભળી, ગુરુ મહારાજની અનુમતિ મેળવી નેમવિજય મહારાજે શ્રાવકોને વહેલો આવવા અને વહેલાં જવા માટે કડક સૂચના આપી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજના અંતિમ દિવસોમાં જે શ્રાવકોએ એમની દિવસ-રાત સેવા-ભકિત કરી હતી તેમાં શ્રી કુંવરજી આણંદજી અને શ્રી અમરચંદ જસરાજનાં નામ મુખ્ય હતાં.
મહારાજશ્રીને વા અને સંગ્રહણીના અસાધ્ય દર્દો તો હતાં જ તેમાં છાતીમાં વારંવાર થઈ આવતા દુ:ખાવાનું દર્દ વધતું ચાલ્યું હતું. વૈદરાજોના ઉપચારો છતાં એમાં ફરક પડતો નહોતો. એટલે આવા શરીર મહારાજશ્રી કેટલું ખેંચી શકશે એ પ્રશ્ન હતો. મહારાજશ્રીના આ અંતિમ કાળે એમની યાદગીરીરૂપે એમનો ફોટો પાડવાની ઇચ્છા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓને થઈ. એ દિવસોમાં ફોટોગ્રાફીની
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Page #54
--------------------------------------------------------------------------
________________
શોધ થઈ ચૂકી હતી અને બોકસ કેમેરા વડે ફોટો પાડવામાં આવતો. મહારાજશ્રીએ અગાઉ કેટલીયવાર પોતાનો ફોટો પડાવવા માટે અનિચ્છા દર્શાવેલી, પરંતુ હવે તો શ્રેષ્ઠીઓ કેમેરાવાળાને પહેલાં તૈયાર રાખીને વિનંતી કરતા કે જેથી મહારાજશ્રી જો હા પાડે તો તરત જ ફોટો પાડી લેવાય.સં. ૧૯૪૮ ના પર્યુષણ પછી એક દિવસ શ્રેષ્ઠીઓએ બહુ જ આગ્રહપૂર્વક વિનંતી કરી અને સંઘના પ્રેમને વશ થઈ માત્ર દાક્ષિણ્ય ખાતર મહારાજશ્રીએ હા કહી કે તરત જ એમનો ફોટો કેમેરાવાળાએ પાડી લીધો હતો. ફોટાની અનેક નકલો કઢાવી જૈન ધર્મ પ્રસારક સભાએ ગુરુભકતોને આપી હતી. મહારાજશ્રીને આ એક જ ફોટો મળે છે જે આજ સુધી પ્રચલિત રહ્યો છે.
એવી જ રીતે મહારાજશ્રીનું જીવનચરિત્ર લખવા માટે કેટલાકે કોશિષ કરી હતી. એ માટે જોઈતી માહિતી તો મહારાજશ્રી પાસેથી જ મળી શકે. એકબે વખત કોઈ-કોઈ કે મહારાજશ્રીને એમના જીવન વિશે પ્રશ્નો કર્યા ત્યારે મહારાજશ્રીએ સહજ રીતે એના જવાબ આપ્યા હતા, પરંતુ પછીથી જ્યારે પોતાને વહેમ પડ્યો કે જીવનચરિત્ર લખવા માટે આ પ્રશ્નો પુછાય છે ત્યારે તેમણે જવાબ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
મહારાજશ્રીને વિહાર કરીને સિદ્ધાચલજી અને તળાજા જવાની ભાવના વારંવાર થતી. પરંતુ ચાલવાની શકિત રહી નહોતી. સંઘે એમને માટે ડોળીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું પણ ડોળીનો ઉપયોગ કરવાની એમાણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેઓ કહેતા કે પોતે સમુદાય માં વડા છે અને પોતે ડોળીનો ઉપયોગ કરે તો એમનો દાખલો લઈ બીજાઓ પણ ડોળીમાં બેસવા લાગે અને એમ કરતાં સાધુસમુદાયમાં શિથિલાચાર વધે.
મહારાજશ્રીની શારીરિક પીડા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમનો આત્મોપયોગ પણ વધતો ગયો. દેહભાવમાંથી છૂટી અધ્યાત્મ સ્વરૂપમાં અને અનુભવજ્ઞાનમાં તેઓ વધુ લીન રહેવા લાગ્યા હતા. શરીરની વેદના તીવ્રતમ થતી ત્યારે પણ તેમના મુખમાંથી ઊંહકારો નીકળતો નહિ. તેઓ અરિહંત, સિદ્ધ, સાહુ એ ત્રણ શબ્દોનું નિરંતર રટણ કરતા રહેતા અને પોતાને મળવા આવેલાઓને પણ એ ત્રણ શબ્દોનું રટણ કરવા કહેતા. એવા અશાતાના વખતમાં પણ તેઓ ચઉસરણ પન્નાનું રટણ કરતા અને કોઈ કોઈ ગાથાનો અર્થ ઉલ્લાસપૂર્વક સમજાવતા, જાણે કે શરીરમાં કંઈ વ્યાધિ જ નથી.
સં. ૧૯૪૯ના વૈશાખમાં મહારાજશ્રીની તબિયત વધુ બગડી અને વૈશાખ સુદ ૭ની રાત્રે ૯૩૦ વાગે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આ શોકજનક સમાચાર સમગ્ર શહેરમાં ફરી વળ્યા. ભકતોનાં ટોળેટોળાં ઉમટ્યાં. ગામેગામ તારથી ખબર અપાયા. બીજે દિવસે સવારે ભાવનગરમાં બધાં બજારો-શાળાઓ વગેરે બંધ રહ્યાં. સુશોભિત પાલખીમાં મહારાજશ્રીના દેહને મૂકીને ભકતો જય જય નંદા, જય જય ભદ્રા ના ઉચ્ચારો કરતા દાદાવાડીમાં લઈ આવ્યા. હજારોની મેદની ત્યારે એકત્ર થઈ હતી. મહારાજશ્રીના દેહને ત્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એક મહાન જ્યોતિ વિલીન
४८
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહા શતાબ્દી ગ્રંથ
Page #55
--------------------------------------------------------------------------
________________
થઈ ગઈ. એ પ્રસંગે અનેક લોકોએ અને જુદા જુદા સંઘોએ એમની સ્મૃતિમાં સંસ્થાઓની સ્થાપનાના, તપશ્ચર્યાના, અનુકંપાદાન, સુપાત્રદાન વગેરેના સંકલ્પો જાહેર કર્યા હતા.
વૃદ્રિચંદ્રજી મહારાજ પણ પોતાના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજની જેમ ૫૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા. બંને ભાવનગરમાં કાળધર્મ પામ્યા. બંનેની ઉંમર વચ્ચે ચાર વર્ષનું અંતર હતું અને કાળધર્મ વચ્ચે પણ ચાર વર્ષનું અંતર રહ્યું હતું. બંનેનો અગ્નિસંસ્કાર ભાવનગરમાં દાદાવાડીમાં થયો હતો. બંનેનાં પગલાંની દેરી પણ પાસે પાસે કરવામાં આવી છે. પંજાબથી ભરયુવાન વયે નીકળેલા આ બે સાચા સંયમી, સાચા ત્યાગી, સમર્થ ધર્મોપદેશક મહાત્માઓએ ગુજરાત ઉપર અનન્ય ઉપકાર કરી ગુજરાતમાં જ દેહ છોડયો.
પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂલચંદજી મહારાજ અને પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી. ત્યારપછી બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ પંજાબ જઈ આવ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ તો પાછા પંજાબ ક્યારેય ગયા જ નહિ. તેમણે પંજાબ ઉપરથી, પોતાના વતન અને કૌટુમ્બિક સ્વજનો ઉપરથી આસકિત ક્યારનીય ઉતારી નાખી હતી. તેઓ ગુજરાતના થઈને, ગુજરાત સાથે, ભાવનગર સાથે એકરૂપ થઈને રહ્યા હતા. ગુરુમહારાજ બુટેરાયજી મહારાજે એમને કાઠિયાવાડ અને તેમાં પણ ભાવનગર ક્ષેત્ર સંભાળવાની આજ્ઞા કરી ત્યારથી તેઓ તે ક્ષેત્રને સવિશેષપણે સાચવવા લાગ્યા હતા. અગાઉ ગુજરાત કરતાં પણ કાઠિયાવાડ ધર્મ અને સંસ્કારમાં પછાત હતું. વળી ત્યાં સ્થાનકવાસી માર્ગ વધુ પ્રચલિત બન્યો હતો. એ દષ્ટિએ મંદિરમાર્ગને ત્યાં વધુ ચેતનવંતો બનાવવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું મોટું યોગદાન રહેલું છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર અને તેમાં પણ ભાવનગર શહેર ઉપર એમનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. એમણે પંજાબ છોડ્યા પછી કુલ ૩૮ ચાતુર્માસ ગુજરાતમાં કર્યા એમાં ચોવીસ ચાતુર્માસ કાઠિયાવાડમાં કર્યા અને અડધા ચાતુર્માસ-૧૯ જેટલાં ચાતુર્માસ ભાવનગરમાં કર્યા. એ ઉપરથી પણ આ વાતની પ્રતીતિ થશે. ભાવનગરના સંઘ પાસે એમણે વખતોવખત વિવિધ સુંદર ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરાવ્યાં અને પરિણામે એ જમાનામાં ભાવનગર માત્ર ગુજરાતનું જ નહિ, સમગ્ર ભારતનું એક મહત્ત્વનું સંસ્કારકેન્દ્ર બની ગયું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી અંજલિ આપતી વિવિધ કાવ્યકૃતિઓની રચના થઈ છે. ગુજરાતીમાં રચાયેલા આઠ શ્લોકના એક અટકમાં એક કવિએ લખ્યું છે
મોટા-નાના સરવ જનને માન આપે સુહર્ષે, હેતે બોલી મધુર વચનો ભકતના ચિત્ત કર્યો. જેના ચિત્તે અવિચળ સદા તુલ્ય દષ્ટિ વિભાસે તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ?
પંજાબના ચાર કાતિકારી મહાત્માઓ
૪૯
Page #56
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોનાં વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથો દેખી અભિનવ ઘણો હર્ષ જે ચિત્ત જામે, તત્ત્વો જાણી જિનમત તથા જ્ઞાનદષ્ટિ પ્રકાશે,
તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ? વૃદ્ધિચંદ્રજીના પ્રશિષ કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિએ સ્તુતિરૂપ અટકની રચના સંસ્કૃત શ્લોકમાં કરી છે. એની વિશિષ્ટતા એ છે કે એમણે પ્રથમ સાત શ્લોકમાં પ્રત્યેકમાં પ્રથમ ચરણમાં પહેલો શબ્દ બેવડાવ્યો છે, જેમકે વારંવારં, પર્વ પર્વ, સાચું કાર્ય ઈત્યાદિ તથા તે પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ નીચે પ્રમાણે એકસરખું જ રાખ્યું છે :
__ स्वर्गस्थौऽसौ विलसति सुखं मदगुरुर्वृद्धिचन्द्र ः। પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. શ્રી વિજયનંદસૂરિએ સંસ્કૃત પદ્યમાં શ્રી વૃદ્ધિસ્તોત્રમ્ નામના કાવ્યની દસ શ્લોકમાં રચના કરી છે, જેમાંના પ્રથમ આઠ શ્લોકનું અંતિમ ચરણ તુવે કોદં ધ્યાનો એ પ્રમાણે રાખ્યું છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉત્તમ ગુણોનો મહિમા ગાતા આ સ્તોત્રના આરંભના શ્લોકમાં તેઓ કહે છે
सदा स्मर्या संडख्या स्खलित गुणं संस्मारित युगप्रधानं पीयूषोपममधुर वाचं व्रतिधुरम् । विवेकाद्दिज्ञातस्व परसमयाशेष विषयं
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं बृद्धिविजयम्॥ (સદા સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અખલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃત સમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વરૂપ સિદ્ધાંતના સર્વ વિષયોને વિવેકથી જાણનાર અને ધ્યાનમાં (અથવા તે જ હું છું એવા ધ્યાનમાં) ઉલ્લસિત હૃદયવાળા શ્રી વૃદ્ધિવિજયની હું સ્તુતિ કરું છું.)
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની યશોજ્જવલ ગાથાનું જેમ જેમ પાન કરીએ છીએ તેમ તેમ તેમના પ્રત્યે મસ્તક વધુ ને વધુ નમે છે.
વ
.
૫૦ * :
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી વિજ્યાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ)
ન્યાયામ્ભોનિધિ, તાર્કિક શિરોમણિ, સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ઘદૃષ્ટા, શાસન-શિરોમણિ, યુગપ્રર્વતક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) નું જીવન અનેક પ્રેરક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે.
ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમ તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણ સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો જેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે મહાત્માઓ સંજોગાનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા. તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ અને એમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી
આત્મારામજી મહારાજ.
પૂ. આત્મારામજી મહારાજના જીવનનાં સંસ્મરણો એટલે આજથી સવાસો દોઢસો વર્ષ પહેલાંની પંજાબની ધરતી ઉપર જૈન ધર્મના ક્ષેત્રે જે મોટો ખળભળાટ મચ્યો તેનાં ઐતિહાસિક સંસ્મરણો.
આત્મારામજી મહારાજના ગુરુનું નામ હતું બુટેરાયજી મહારાજ. બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. એમનું નામ બુટ્ટાસિંહ હતું. એમની માતાનું નામ કર્મો અને પિતાનું નામ ટેકસિંહ હતું. બાલ્યાવસ્થાથી જ એમને સંન્યાસ લેવાની તીવ્ર ભાવના થયા કરતી હતી. એકનો એક પુત્ર હોવાના કારણે માતાપિતાની મરજી બુટ્ટાસિંહને સંન્યાસ લેવા દેવાની ન હતી. પરંતુ બુટ્ટાસિંહ પોતાના નિર્ણયમાં અચલ
હતા.
સંન્યાસ કોની પાસે લેવો ? બુટ્ટાસિંહનું મન પોતાના શીખ ધર્મના ગુરુઓ કરતાં તે વખતે તે બાજુ વિચરતા જૈન પંચ મહાવ્રતધારી, પાદવિહારી અને રાત્રિભોજનના ત્યાગી સ્થાનકવાસી સાધુઓ તરફ ખેંચાયું હતું. પંદર વર્ષની વયે એટલે કે વિક્રમ સંવત ૧૮૮૮ માં દિલ્હીમાં આવીને એમણે સ્થાનકવાસી સાધુ મહારાજ પાસે દીક્ષા લીધી, અને એમનું નામ બુઢેરાયજી રાખવામાં આવ્યું.
બુઢેરાયજી તેજસ્વી સાધુ હતા, ક્રિયાકાંડમાં ચુસ્ત હતા. અભ્યાસ કરવામાં નિપુણ હતા. એમણે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્થાનકવાસી
પંજાબના ચાર કાન્તિકારી પ્રહાત્માઓ
૫૧
Page #58
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાયને માન્ય એવાં બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર પરિશીલન કર્યું. પાંચેક વર્ષ કરેલા આગમોના અધ્યયનને કારણે મૂર્તિપૂજાનો વિરોધ એમના મનમાંથી નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વધુ ને વધુ ચિંતવન તેઓ કરતા ગયા તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થતી ગઈ. અને એક દિવસ, વિ. સં. ૧૯૧૨ માં એમણે અમદાવાદ આવીને પૂ. મણિવિજયજી મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે જ તેઓ વધુ જાણીતા રહ્યા.
પંજાબથી તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પોતાના બે પંજાબી શિષ્યોને પણ લઈને આવ્યા હતા ઃ (૧) મૂળચંદજી મહારાજ અને (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ તેઓ બંનેએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં ફરીથી દીક્ષા ધારણ કરી અને તેઓનાં નામ અનુક્રમે મુક્તિવિજય અને વૃદ્ધિવિજય રાખવામાં આવ્યાં. પરંતુ એમના ગુરુની જેમ તેઓ પણ પોતાનાં મૂળ નામથી મૂળચંદજી મહારાજ ને વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે વધુ જાણીતા રહ્યા. પોતાના ગુરુ મહારાજ સાથે તેઓ ગુજરાતમાં વિચરતા રહ્યા.
પોતાના માર્ગે ભવિષ્યમાં આત્મારામજી નામના પોતાના કરતાં પણ વધુ તેજસ્વી અને સમર્થ એવા એક પંજાબી સાધુ મહારાજ ગુજરાતમાં બીજા ઘણા સાધુ મહારાજો સાથે આવશે એવી ત્યારે એમને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી.
આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો જન્મ વિ. સં. ૧૮૯૨ ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિત્તારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઉથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશકત ગણેશચંદ્રે થાણેદાર તરીકે નોકરી કરી. ત્યાર પછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા. ગણેશચંદ્રના, જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યા, તો પણ ગણેશચંદ્રે દિત્તાને સોંપવાનું કબુલ કર્યું નહિ.
એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચન્દ્રના જીવનનો આમ કરુણ અંત આવ્યો.
પર
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #59
--------------------------------------------------------------------------
________________
श्रीमद् विजयानंदसूरि महाराज चिंतन व मनन की मुद्रा में
Page #60
--------------------------------------------------------------------------
________________
Page #61
--------------------------------------------------------------------------
________________
ગણેશચંદ્રનો પુત્ર બાળક દિનારામ પોતાના પિતાની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્ર જોયું કે ઘરનાં બારણામાં દિત્તારામ તલવાર લઈને ઊભો હતો. પિતાએ પુત્રને પૂછયું, “આ તું શું કરે છે ?' દિનારામે કહ્યું તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું. એ જવાબ સાંભળી પિતાએ બાળક દિનારામને શાબાશી આપી.
દિનારામની બહાદુરીનો બીજો એક પ્રસંગ પણ છે. એક વખત જીરા ગામને પાદરે એક મુસલમાન બાઈ કેડમાં નાનું છોકરું તેડીને તળાવના કિનારે વાંકી વળીને મોઢું ધોતી હતી. એવામાં બાઈના હાથમાંથી બાળક છૂટી ગયું અને ઊંડા પાણીમાં પડ્યું. બાળકને બચાવવા બાઈ પાણીમાં પડી, પરંતુ તે પણ ડૂબવા લાગી. આ ઘટના પાસે ઊભેલા દિનારામે જોઈ. સોળ વર્ષની ઉમરે એને તરતાં આવડતું હતું. વળી તે હિંમતવાળો પણ હતો અને દયાવાળો પણ હતો. એણે તરત પાણીમાં ઝંપલાવ્યું અને ડૂબતી બાઈને તથા એના બાળકને બચાવી લીધાં. ગામમાં જ્યારે બધાંને આ ઘટનાની ખબર પડી ત્યારે સૌએ શાબાશી આપવા સાથે દિત્તારામની હિંમતની પ્રશંસા કરી.
દિત્તારામ બાળપણથી જ જેમ નીડર હતો તેમ સાચું બોલવાનો આગ્રહી હતો. એનામાં ન્યાયપ્રિયતા પણ હતી. એટલે જ પોતાના ગામમાં છોકરાઓમાં જ્યારે કંઈ ઝઘડો થતો ત્યારે તેઓ સમાધાન કે નિરાકરણ માટે દિત્તારામ પાસે આવતા, કારણ કે તેઓને ખાતરી હતી કે પોતાનો આ દોસ્તદાર જૂઠું નહિ બોલે અને અન્યાય નહિ કરે.
એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ, પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસવાલને ત્યાં દિત્તાને ઉછેર થયો. જોધલના એક ભાઈનું નામ દિત્તામલ હતું. એટલે નામમાં ગોટાળો ન થાય તે માટે દિત્તાનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવાં ઈત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ . પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ. સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી, અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું.
આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની
૫૩
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
Page #62
--------------------------------------------------------------------------
________________
મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશકિત અને સ્મરણશકિત અજોડ હતી. રોજની ત્રણસો ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુ મહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોંશિયારપુર, જીરા, લુધિયાણ, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. અર્ધમાગધી ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવા માટેની તેમને ઘણી લગની હતી. જેમ જેમ તેમને સંસ્કૃત ભાષા અને વ્યાકરણનો અભ્યાસ થતો ગયો તેમ તેમ આગમના કેટલાક પાઠોના ખોટા અર્થ વિશે તેમના મનમાં સંશય થવા લાગ્યો. એમને પોતાના સંપ્રદાયની જે પોથીઓ વાંચવા મળતી હતી તેમાં કેટલીક જગ્યાએ હરતાલ (પીળા રંગનું દ્રવ્ય) લગાડી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા હતા. આથી એમની શંકા ઊલટી વધતી હતી.
આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશકિત અને સ્મરણશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથો ભાગ્યે જ મળતા. હસ્તપ્રત-પોથીઓરૂપે ગ્રંથો મળતા. તે વાંચતાં તેમાંની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, શાંકરભાષ્ય ઈત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઈબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મનાં આગમો અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા ગ્રંથોનું એમણે પરિશીલન કર્યું હતું. એથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યકિત પંજાબમાં ત્યારે દેખાતી ન હતી.
ઈ. સં. ૧૯૨૦ માં આગ્રામાં એમણે ચાતુર્માસ કર્યું તે વખતે સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પાગ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટે માર્ગે આત્મારામજીને દોરવા ન જોઈએ. એટલે એમણે મૂર્તિપૂજા અને મૂહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, “ભાઈ ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજની તું ક્યારેય નિંદા કરતો નહિ.” આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો.
શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંદર્ભમાં ફરી એકવાર આત્મારામજી ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્ય-વિરચિત શ્રી આચારાંગસૂત્રવૃત્તિ નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિશે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય
૫૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #63
--------------------------------------------------------------------------
________________
સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા. પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંઘજીને ભય પેઠો કે રખેને આત્મારામજી જેવા તેજસ્વી મહારાજ બુટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય. એટલે એમને અટકાવવા તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યાય પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહિ. તે સમયે ખળભળાટ તો ચારે બાજુ ચાલતો હતો અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી.
પોતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પોતે ધર્મ-જીવન જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ ત્યારપછી બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બુટેરાયજી મહારાજને તથા મૂળચંદજી મહારાજને મળ્યા અને પોતાની સંવેગ પક્ષની દીક્ષા ધારણ કરવાની ઈચ્છા વ્યકત કરી. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ વર્ષના દીક્ષાપર્યાય પછી એમણે મૂળચંદજી મહારાજના કહેવાથી ફરીથી સંવેગ પક્ષની દીક્ષા બુટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવેલા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન ઐતિહાસિક ઘટના બની. સ્થાનકવાસી સંપ્રદાયમમાં એમની પવિત્રતા અને તેજસ્વિતાને કારણે એમને ગુરુ ગૌતમસ્વામીના અવતાર તરીકેનું માન અને સ્થાન મળ્યું હતું તે છોડીને એમણે મૂર્તિપૂજક સંપ્રદાયમાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી, એમાં એમની અપૂર્વ ત્યાગભાવના નિહાળી શકાય છે.
વિ. સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસુ કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ પડતી, વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ગ્રંડિયાલાગુરુ, ગુજરાનવાલા, હોંશિયારપુર અને અંબાલામાં ચતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડયો.
આત્મારામજી મહારાજ કુશાગ્ર બુદ્ધિવાળા હતા, શાસ્ત્રજ્ઞાતા હતા, અસાધારણ તર્કશકિત ધરાવતા અને વાદ કરવામાં અત્યંત નિપુણ હતા. સ્વસ્થતાપૂર્વક અને ચિત્તની સમતુલા ગુમાવ્યા વગર તેઓ સમભાવપૂર્વક શાસ્ત્રાર્થ કરતા. એક વખત લુધિયાણામાં એક હાજરજવાબી બ્રાહ્મણ પંડિત બાબુ કિશનચંદે કરેલા પ્રશ્નોના જવાબ મહારાજશ્રીએ બરાબર આપ્યા. પરંતુ મહારાજશ્રીએ કરેલા પ્રશ્નોના જવાબ કિશનચંદ આપી શકતા નહોતા. એટલે એમના પક્ષના માણસોએ ઘોઘાટ અને વિતંડાવાદ ચાલુ કરી દીધો. પરંતુ મહારાજશ્રીના પવિત્ર અને સહાનુભૂતિભર્યા વ્યકિતત્વનો પ્રભાવ એવો પડ્યો કે કિશનચંદે જ પોતાના પક્ષના માણસોને ઘોંઘાટ કરવાની ના પાડી અને પોતાનો પરાજય સ્વીકારી લીધો. કિશનચંદ ત્યારપછી મહારાજશ્રીના પાકા ભકત બની ગયા. મહારાજશ્રીના
૫૫
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
Page #64
--------------------------------------------------------------------------
________________
કાળધર્મ પછી પતિયાલામાં એક ઉત્સવમાં મહારાજશ્રીનાં સ્મરણો વિશે બોલવા જતાં કિશનચંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્વસ્થ થયા પછી કિશનચંદે મહારાજશ્રી વિશે એવું વક્તવ્ય રજૂ કર્યું કે લોકો મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા.
એક વખત એક સ્થાનકવાસી ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, મહારાજજી ! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સમદષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે?
મહારાજશ્રીએ કહ્યું “હા ભાઈ! શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.' “તો પછી મંદિર માટે ઈટ પથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જોઈએ ને?'
ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ. પરંતુ સાધુસાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગે જાય છે એ તો માનો છો ને?'
‘જરૂર, બેશક.”
કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહિ?”
‘જરૂર.'
“તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહિ? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.'
મહારાજશ્રીની તકેયુકત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા.
પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યા. આ વખતના એમના આગમનથી આ ભવ્ય અને પ્રતાપી મુખમુદ્રાવાળા પ્રખર મેધાવી પંજાબી સાધુ ભગવંતને નજરે નિહાળવા અને એમની ઉપદેશ-વાણી સાંભળવા ગામેગામ હજારો લોકો એકત્રિત થતાં. ઠેર ઠેર બહુ મોટા પાયા ઉપર એમનું શાનદાર સ્વાગત થતું. સંઘના, મહાજનના આગેવાનો પાંચ-દશ માઇલ સામે પગે ચાલીને એમનું સ્વાગત કરવા જતા. પાલિતાણામાં એમને આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પ્રવાસનાં અલ્પતમ સાધનોના એ જમાનામાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાંથી પાંત્રીસ હજારથી વધુ માણસો એકત્ર થયા હતા. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ લોકોની જીભે તો આત્મારામજી નામ જ ચડેલું રહ્યું.
પાંચ વર્ષ ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. અમદાવાદના શ્રેષ્ઠિઓ સાથે વાત થઈ હતી તે મુજબ પૂ.
૫૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #65
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીની ભાવના અનુસાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી અને પાલિતાણાથી દોઢસોથી વધુ જિનપ્રતિમાઓ પંજાબનાં જિન મંદિરોના નિર્માણ માટે મોકલી આપી. પંજાબનાં કેટલાંક મુખ્ય નગરોમાં એમના હસ્તે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. પંજાબમાં આનંદોલ્લાસનું એક મોજું ફરી વળ્યું.
વિ. સં. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધીનાં સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી જાગૃતિ આણી. આત્મારામજી મહારાજ ઉદાર દૃષ્ટિના હતા, સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા. એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યાં. એટલું જ નહિ જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચાર ધર્મના લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેરઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા, હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા.
એમના ઉપદેશથી કેટલાયે લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. એમનામાં સામી વ્યક્તિને સમજાવવાની શક્તિ ઘણી સારી હતી. તેઓ પોતાના વર્તનમાં અભિમાન દાખવતા નહિ. તેઓ વ્યવહારકુશળ અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. તેમનામાં ગજબની વિનોદવૃત્તિ પણ રહેલી હતી. પોતાના શિષ્યો પાસે જેમ કડક શિસ્તપાલન, સંયમપાલન કરાવતા તેમ પોતે વિનોદવૃત્તિ દાખવી હળવા બનતા અને બીજાઓને હળવાશનો અનુભવ કરાવતા.
પંજાબ અને રાજસ્થાનમાં એ દિવસોમાં જૈન સાધુઓ કરતાં જૈન યતિઓનું જોર ઘણું મોટું હતું. ગૃહસ્થાશ્રમી યતિઓ જુદાં જુદાં રાજ્યોમાં રાજાઓનો આશ્રય પામવાને કારણે જ્યોતિષ, આયુર્વેદ, મંત્ર-તંત્ર ઈત્યાદિ વડે રાજાઓનાં મન જીતી લઇને એમની પાસે ધાર્યું કરાવતા. રાજ્ય પાસેથી કેટલીક સત્તા ધર્મના ક્ષેત્રે તેઓ મેળવતા. એથી કેટલાંક નગરોમાં યતિઓની આજ્ઞા વગર સાધુઓથી ચાતુર્માસ થઈ શકતું નહિ. યતિઓના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં સાધુઓએ યતિઓને વંદન કરવા જવું પડતું. સામૈયા કે ઉજમણાના પ્રસંગો માટે પણ યિતઓની આજ્ઞા મેળવવી પડતી અથવા રાજની આજ્ઞા યતિઓની સંમતિ મળ્યા પછી જ મળતી. આત્મારામજી મહારાજે પોતાની પ્રકાંડ વિદ્વત્તાથી કેટલાક રાજવીઓને જૈન સાધુપરંપરાનું ગૌરવ સમજાવીને નીડરતાથી લોકોના પ્રેમભર્યા સહકારથી અને રાજાઓની સંમતિથી યતિઓનો સામનો કરી એમનું જોર ઘણું નરમ કરી નાખ્યું હતું. સાધુઓને માથે ચડી બેઠેલી યતિ-સંસ્થાના પાયા આત્મારામજીએ હચમચાવી નાખ્યા હતા. આ પણ એમની જેવી તેવી સિદ્ધિ નહોતી. બીજી બાજુ, જે યતિઓ સમજદાર અને શાસ્રજ્ઞાતા હતા તેમને મહારાજશ્રી સામેથી મળવા જતા અને તેમની સાથે સુમેળ
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૫૭
Page #66
--------------------------------------------------------------------------
________________
સ્થાપતા.
આત્મારામજી મહારાજનું વ્યકિતત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રશસ્ત લલાટ, ચહેરા પર અલૌકિક તેજ, દીર્ધ નયન, સર્વ જીવોને અભય આપવાની શોભાવાળું મુખમંડળ અને સમગ્ર દેહમાં દેવી તેજએ એમના ભરાવદાર શરીરની લાક્ષણિકતા હતી. તેઓ નીડર હતા અને ક્ષત્રિય હતા એટલે શારીરિક તાકાત પણ ધરાવતા. એક વખત મારવા આવેલા એક તલવારધારી ભીલનું કાંડું પકડીને વનવગડામાંથી ગામમાં એને ઢસડી ગયા હતા. તેઓ પ્રત્યુત્પન્ન મતિવાળા પાગ હતા. એક વખત એક જંગલમાંથી પોતાના શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં દૂરથી બહારવટિયાઓનો અવાજ સંભળાયો. તેમણે તરત પોતાના શિષ્યોને બન્નેની હારમાં ચાલવા કહ્યું અને દરેકને પોતાનો દંડ (લાકડી) રાઈફલની જેમ ખભે રાખવાનું કહ્યું. બહારવટિયાઓને દૂરથી એમ લાગ્યું કે આ કોઈ બંદૂકધારી સૈનિકો કૂચ કરતા ચાલ્યા આવે છે એટલે તરત તેઓ નાસી ગયા હતા.
આત્મારામજી મહારાજમાં વિનયનો ગુણ કેટલો મોટો હતો તે વિષે ભાવનગરના તે સમયના સુપ્રતિષ્ઠિત ધર્માનુરાગી શ્રાવક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ ત્રણેક પ્રસંગો નોંધ્યા છે. બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લેતી વખતે બુટેરાયજીના શિષ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય થવાની ઈચ્છા આત્મારામજીએ વ્યકત કરી હતી. પરંતુ મૂલચંદજી મહારાજનો પણ વિનય ગુણ એટલો મોટો હતો. આત્મારામજી બુટેરાયજીના જ શિષ્ય થાય તે વધુ યોગ્ય છે એવો આગ્રહ એમાણે રાખ્યો હતો. આથી મૂલચંદજી મહારાજ એમના ગુરુ નહિ પણ વડીલ ગુરુબંધુ થયા. પંજાબમાં પોતાની તબિયત બગડી તે વખતે આત્મારામજીને બેશુદ્ધ અવસ્થામાં લુધિયાણાથી અંબાલા લઈ જવામાં આવ્યા ત્યારે શુદ્ધિ આવતાં તેમણે, પોતે શાસ્ત્રજ્ઞાતા હોવા છતાં, મૂલચંદજી મહારાજને પત્ર લખીને એમની પાસે આલોયણ મંગાવી હતી.
મૂલચંદજી મહારાજ ગણિ હતા અને દીક્ષાપર્યાયમાં એમનાથી મોટા હતા, પરંતુ પોતાને આચાર્યની પદવી મળી તે પછી પણ આત્મારામજી મહારાજે મૂલચંદજી મહારાજ પ્રત્યે એટલો જ વિનય દાખવ્યો હતો. સંવેગી દીક્ષા પછી પોતાના શિષ્યોને વડી દીક્ષા કે પદવી આપવાની હોય તો પોતે આચાર્ય હોવા છતાં ન આપતાં અને તે મૂલચંદજી મહારાજ પાસે જ અપાવતા. એવી જ રીતે એક વખત આત્મારામજી મહારાજ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવા આવ્યા ત્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ હજુ મુનિ હતા અને પોતે આચાર્ય થયા હતા ત્યારે અગાઉની જેમ જ તેમણે વૃદ્ધિચંદ્રજીને ખમાસમણાં દેવાપૂર્વક વંદન કર્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે ના પાડી ત્યારે તેમણે કહ્યું, તમે મારાથી મોટા છો. હું આચાર્ય થયો છું તે શ્રાવકોને માટે તમારો તો હું સેવક જ છું.
એક વખત ગુજરાતના બે યુવાનો લુધિયાણામાં તેમની પાસે દીક્ષા લેવા ગયા. તેઓ દીક્ષાને માટે અયોગ્ય હતા એવું જણાતાં અમદાવાદથી શેઠ દલપતભાઈ ભગુભાઈએ મહારાજશ્રીને પત્ર
૫૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #67
--------------------------------------------------------------------------
________________
લખ્યો. પરંતુ પત્ર મોડો પહોંચ્યો અને દીક્ષા અપાઈ ગઈ હતી. તે વખતે મહારાજશ્રીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.
બીજો પ્રસંગ ગુરુબંધુ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથેનો છે. શારીરિક અશકિતને કારણે વૃદ્ધિચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થિરવાસ કરીને રહ્યા હતા. ત્યારે તેમને મળવા, વંદન કરવા આત્મારામજી ગયા હતા. તે સમયે તેઓ પોતે પાટ ઉપર બેઠા નહિ. સામે નીચે બેસી ગયા. પરંતુ વૃદ્ધિચંદ્રજીએ આજ્ઞા કરી ત્યારે જ પાટ ઉપર બેઠા અને એમની આજ્ઞા થતાં તેમણે લોકોને માંગલિક સંભળાવ્યું.
આત્મારામજીના વિનય ગુણના પ્રસંગો એમના શિષ્યો-પ્રશિષ્યોએ પણ નોંધ્યા છે. પોતાનાથી દીક્ષા પર્યાયમાં જે કોઈ મોટા હોય (પછી ભલે પદવીમાં નાના હોય) તો પણ આત્મારામજી તેમને વંદન કરતા, સામી વ્યકિત વંદન કરવાને ના પાડે તો પણ પોતે વંદન કર્યા વગર રહેતા નહિ.
આત્મારામજી મહારાજની શારીરિક તાકાત અને કરુણાનો એક પ્રસંગ નોંધાયો છે. તેઓ જ્યારે ભાવનગરમાં હતા ત્યારે શૌચક્રિયા માટે દરિયાકિનારા તરફ ફરતા હતા ત્યાં જોયું તો થોડે દૂર કમલવિજયજી તથા જશવિજયજી મહારાજ, લાકડાંની બે ભારીઓની વચ્ચે ફસાઈને પડેલા એક ગધેડાને કાઢવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કાઢી શકતા નહોતા. એ વખતે આત્મારામજી મહારાજે પોતાના ચોલપટ્ટાને લંગોટની જેમ વાળી, પૂરી તાકાતથી લાકડાંની ભારી સાથે ગધેડાને ઊંચકીને એવો દૂર ફેંક્યો કે ગધેડાનો પગ છૂટો થઈ ગયો અને ઊભો થઈને તે ચાલવા લાગ્યો હતો.
આત્મારામજી મહારાજ સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહિ. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તેમ તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો. મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું.
એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહારસમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે મંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠિઓએ કહ્યું કે નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ. પરંતુ એમણે કહ્યું કે નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક, અમારે મન બધા સરખા છે, વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું. એટલે અમે તો વિહાર કરી દઈશું. એમાણે
૫૯
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Page #68
--------------------------------------------------------------------------
________________
વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડયું, પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માગી.
એવો જ એક પ્રસંગ વડોદરામાં બન્યો હતો. શ્રી આત્મારામજી મહારાજ વડોદરાથી છાણી વિહાર કરીને જવાના હતા. એમણે વ્યાખ્યાનમાં પોતાનો વિહાર જાહેર કરી દીધો હતો. એ વખતે કલકત્તાના ધનાઢય અને જૈન આગેવાન બાબુ બદ્રીદાસજી એમની વાણી સાંભળવા કલકત્તાથી વડોદરા આવી પહોંચ્યા. મહારાજશ્રીની વિહારની વાત સાંભળી તેમણે મહારાજશ્રીને એક દિવસ વધુ વડોદરામાં રોકાઈ જવા કહ્યું. જૈન સમાજના આવા મોટા શ્રીમંત આગેવાન માટે રોકાવું કોને ન ગમે ? પરંતુ મહારાજશ્રીએ એમને જણાવી દીધું કે અમારો વિહાર નકકી થઈ ગયો છે. એમાં ફેરફાર નહિ થાય. માટે વ્યાખ્યાન સાંભળવું હોય તો તમે જાણી આવે. એટલે બાબુ બદ્રીદાસજી છાણી ગયા અને ત્યાં એમણે મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું. મહારાજશ્રીની પ્રતિભા એટલી મોટી હતી કે શેઠ બદ્રીપ્રસાદે એ બાબતમાં કંઈ માઠું લગાડયું નહિ, બલકે પોતાનો આનંદ વ્યકત કર્યો.
આત્મારામજી મહારાજ સાચા ત્યાગી હતા એટલે શ્રીમંતોની શ્રીમંતાઈથી તેઓ અંજાતા નહિ કે તેમના તરફ પરાધીનતાનો ભાવ ધરાવતા નહિ.
શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા. એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા, મલ જેવા લાગતા હતા. એક વખત તેઓ એક ગામમાં કોઈ એક અખાડા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, આજે આપણા અખાડા તરફ આ કોઈ એક નવો કુસ્તીબાજ આવી રહ્યો છે. આત્મારામજીએ એ મજાક સાંભળી. તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે. પરંતુ હું દેહ સાથે નહિ, પણ ઈન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું, અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.'
આત્મારામજનો જવાબ સાંભળી પેલો કુસ્તીબાજ શરમિંદો બની ગયો.
શ્રી આત્મારામજી મહારાજ પોતે આપેલું વચન પાળવાના આગ્રહી હતા અને એ માટે જે કંઈ કષ્ટ સહન કરવાનું આવે તે સહન કરતા. એવી રીતે પોતાના શિષ્યો પાસે પણ વચનપાલન કરાવતા. એક વખત એમના એક શિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજે ઘોઘાના સંઘને ચાતુર્માસ માટે હા પાડી. પરંતુ પછીથી એમને બીજા સ્થળે વધારે સારું ચાતુર્માસ થાય એવી વિનંતી થઈ એટલે એમણે ઘોઘાના ગૃહસ્થોને ના પાડી. એ વાત આત્મારામજી મહારાજ પાસે આવી. એમાણે હર્ષવિજયજીને કહ્યું કે તમે વચન આપ્યું છે એટલે હવે તમારે ઘોઘા જ ચોમાસું કરવું જોઈશે. વળી એમણે હર્ષવિજયજીને કહ્યું, વચન આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. પણ વચન આપ્યા પછી તેનું પાલન કરવું જ જોઈએ.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #69
--------------------------------------------------------------------------
________________
તમારા શબ્દોની જો તમે જ કિંમત નહિ કરો, તો પછી તમારા શબ્દોની કોઈ જ કિંમત નહિ કરે. એમની આજ્ઞાનુસાર હર્ષવિજયજીએ એ ચાતુર્માસ ઘોઘામાં જ કર્યું.
આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દૃઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં નમો લોએ સવ્વસાહૂણં બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવુ જોઈએ. આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુકત દલીલ સાથે એ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી.
ઈ.સ. ૧૮૯૩ માં અમેરિકાના ચિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું કારણકે તેઓ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા થયા હતા. પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યાં. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહિ પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિશે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો.
શિકાગો પરિષદ નિમિત્તે શિકાગો પ્રશ્નોત્તર નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર ર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મોની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે.
પૂ. આત્મારામજી મહારાજના સમયમાં એમના જેટલો શાસ્ત્રાભ્યાસ અને એમના જેટલી વિદ્વતા અને તર્કપટુતા ભાગ્યે જ કોઈની હશે. જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મના વિવિધ ગ્રન્થોના હજારો શ્લોક એમને કંઠસ્થ હતા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ જૈન ધર્મ વિષે કંઈ જાણવું હોય તો અથવા કંઈ શંકાનું સમાધાન મેળવવું હોય તો એમની પાસે આવતા. રૂડોલ્ફ હર્નલ નામના પાશ્ચાત્ય વિદ્વાને પોતાનો ગ્રન્થ આત્મારામજી મહારાજને અર્પણ કર્યો છે અને એની અર્પણપત્રિકા સંસ્કૃત ભાષામાં શ્લોકરચના કરીને મૂકી છે એ ઉપરથી પણ આત્મારામજી મહારાજની વિદેશોમાં ત્યારે પ્રસરેલી ખ્યાતિનો
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
૬૧
Page #70
--------------------------------------------------------------------------
________________
ખ્યાલ આવી શકશે.
આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મને બોધ આપ્યો તેના પરિણામે પંજાબના જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાક લોકો એમ ઈચ્છતા હતા કે સમકાલીન, સમવયસ્ક જેવા, દેખાવે પણ એકબીજાને મળતા આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઈચ્છા હોવા છતાં એકબીજાને મળી શકયા નહિ. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. - આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં પણ આવ્યા હતા અને એમનાં ત્યાગ-વૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સૂરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું અને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહિ મળે ત્યારે એમણે કહ્યું, મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે. તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો. આમ, તેઓ બીજાની શકિતની કદર કરનારા, ઉદાર દિલના હતા એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ -સદ્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે મોહનલાલજી મહારાજ પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું.
આત્મારામજી મહારાજની વ્યાખ્યાનશૈલી પણ અનોખી હતી. તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમની ગુજરાતી મિશ્રિત હિંદી ભાષા અત્યંત મધુર લાગતી. તેમનો અવાજ બુલંદ હતો. તેમનાં વ્યાખ્યાનો વિદ્વત્તાથી સભર છતાં સામાન્ય શ્રોતાજનોને રસ પડે એવાં હતાં. તેમની વાણીમાં ઉત્સાહ, પ્રેરણા, ધગશ વરતાતાં. પરંતુ એ બધાં ઉપરાંત અનુભવીઓ કહેતા કે એમની વાણીમાં સંગીતની સુરાવટ પણ જણાતી, કારણ કે તેઓ લયબદ્ધ અને તાલબદ્ધ શબ્દો ઉચ્ચારતા. એમાં રહેલી સંગીતની સ્વરબદ્ધતાની આછી ઝણઝણાટી શ્રોતાઓનાં દિલને ડોલાવતી.
આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુતપન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા.
૬
૨.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહિ. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખીને ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી. તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે મુખીની છાશ એ જૈન દર્શન છે, અને ગામના લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા હોય એ અન્ય દર્શનો છે.
આત્મારામજી મહારાજે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉગ્ર વિહાર કર્યો. વ્યાખ્યાનપ્રવૃત્તિ ઉપરાંત તેમના દ્વારા, તેમની પ્રેરણાથી અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ થતી. અનેક વ્યક્તિઓ વંદન, દર્શન કે મુલાકાત માટે આવતી. પોતાની દૈનિક ધાર્મિક ક્રિયાઓ કરવા ઉપરાંત પોતાના શિષ્યોને રોજ નિયમિત તેઓ શાસ્ત્રાભ્યાસ કરાવતા. પોતાના શિષ્યોને પણ તેમણે સંસ્કૃત ભાષામાં એટલા સરસ તૈયાર કર્યા હતા કે કેટલીક વખત તેઓ બધા માંહોમાંહે સંસ્કૃતમાં જ ચર્ચા કરતા. આટલી બધી પ્રવૃત્તિઓ છતાં આત્મારામજી મહારાજ સમય કાઢીને પોતાનું લેખનકાર્ય પાર કરતા રહ્યા હતા. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા ઉપર એમનું એવું અસાધારણ પ્રભુત્વ હતું કે પોતે ધાર્યું હોત તો પોતાના બધા ગ્રંથો સંસ્કૃત કે અર્ધમાગધી પ્રાકૃતમાં લખી શક્યા હોત. પરંતુ પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાની ભાવનાને લક્ષમાં રાખી એમણે પોતાના ગ્રંથો હિન્દી ભાષામાં લખ્યા હતા.
પોતાના સમયમાં લોકોની શાસ્ત્રાભ્યાસ માટેની, શાસ્ત્રગ્રંથો વાંચવા-સાંભળવા માટેની રુચિ ઓછી હતી તે વિશે ટકોર કરતાં એમાણે કહેલા શબ્દો આજે પણ એટલા જ સાચા છે. તેઓ કહેતા કે શ્રાવક-વાણિયા લોકોની બે ઈન્દ્રિયો બહુ સતેજ છે. એક નાક અને બીજી જીભ. પોતાનું નામ રાખવા ખાતર લગ્ન અને બીજા સામાજિક પ્રસંગે માણસો ધામધૂમપૂર્વક ખર્ચો કરી વાહવાહ બોલાવે છે, અને પોતાની જીભના સ્વાદને ખાતર કંઈક નિમિત્ત મળતાં મોટા મોટા જમણવાર કરે છે. પરંતુ નાક અને જીભ કરતાં શ્રાવકોએ પોતાની શ્રવણેન્દ્રિયને અને નયનેન્દ્રિયને વધુ સતેજ કરવાની જરૂર છે કે જેથી શાસ્ત્રગ્રંથો વાંચવા ગમે, તત્ત્વમાં રુચિ જન્મ અને ધર્મચર્ચા સાંભળવી ગમે.
આત્મારામજી મહારાજે એટલા માટે જ જિનમંદિરોના નિર્માણની સાથે સાથે સરસ્વતીમંદિરો ઊભા કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેઓ માનતા કે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો બરાબર અભ્યાસ કરીને માણસ જો મૂળ ભાષામાં શાસ્ત્રગ્રંથો ચીવટપૂર્વક વાંચે તો એની બધી શંકાઓનું સમાધાન થઈ જાય.
એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છે : જૈન તત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તસ્વનિર્ણયપ્રાસાદ, સમ્યકત્વશલ્યોદ્ધાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્વ તથા ઉપદેશ બાવની, જૈન મતવૃક્ષ,
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
૬૩
Page #72
--------------------------------------------------------------------------
________________
ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઇસાઇમત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણય આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સજ્જાયોની રચના કરી છે.
આ બધા ગ્રંથોમાં એમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તત્ત્વાદર્શ નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈનધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની અન્ય ધર્મો સાથે પણ તટસ્થ, તુલનાત્મક સમીક્ષા કરીને જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. અજ્ઞાનતિમિર ભાસ્કર નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઇત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જૈન દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. ચતુર્થસ્તુતિનિર્ણય નામના ગ્રંથમાં એમણે ત્રણ થોય (સ્તુતિ) નહિ પણ ચાર થોય જ શાસ્ત્રોકત છે એ પૂર્વાચાર્યોકૃત બ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. સમ્યકત્વ શલ્યોદ્ધાર નામના ગ્રંથમાં જૈન ધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે એમણે આગમગ્રંથો અને ઈતિહાસમાંથી પુરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. તેઓ કવિ હતા, એટલે એમણે વિવિધ પૂજાઓ અને સ્તવનોની રચના હિન્દી ભાષામાં કાવ્યમાં કરી છે. એમાં એમની શાસ્ત્રીય સંગીતની જાણકારી ઉપરાંત જૈન શાસ્ત્રોના સિદ્ધાંતોને લોકભાષામાં વણી લેવાની ખૂબી પણ જોવા મળે છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દી ભાષામાં સૌ પ્રથમ તેમના તરફથી આપણને સાંપડે છે. આત્મારામજી મહારાજે પોતે રચેલા સાહિત્ય દ્વારા જૈનશાસનની બજાવેલી અનન્ય સેવાની સુવાસ અનેક વર્ષો સુધી મહેકતી રહેશે.
શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણાસારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મેળવી એવું પૂછ્યું ત્યારે શ્રી શાંતિવિજયે અંગત ખાનગી રીતે જણાવ્યું હતું કે એમને એ વિદ્યાઓ એમના ગુરુ શ્રી આત્મારામજી પાસેથી મળી હતી. શ્રી આત્મારામજી મહારાજને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યુતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઈચ્છતા. શ્રી આત્મારામજી ને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકાશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી.
૬૪
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #73
--------------------------------------------------------------------------
________________
યતિથીએ જ્યારે એ વિદ્યાઓ શ્રી આત્મારામજી મહારાજને આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહિ કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. શ્રી શાંતિવિજય ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિને એમણે એ વિદ્યાઓ આપી હતી એવું મનાય છે.
આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાનને એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરંતુ માતાપિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાંસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ નક્કી થઈ ગયો હતો. પરંતુ માતા-પિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં અને વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતા ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ હતી. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, ભલે તમારી જે એવી ઇચ્છા હોય તો હવે નિર્ધારિત થયેલા સમયે દીક્ષા અપાશે જ. એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશકિતની યતિથીને પ્રતીતિ થઈ હતી.
આત્મારામજી મહારાજ કેટલાંક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઇચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી. પરંતુ વિ. સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે) માં નકકી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્ર વિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો,હાંફ ચઢતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ ના જેઠ સુદી સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચડ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભકતો એમની પાસે દોડી આવ્યા. આસન પર બેસી અર્ધન, અહંત, એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યા “લો ભાઈ, અબ હમ ચલતે હૈ, સબકો ખમાતે હૈં.” આટલું વાક્ય બોલી તેમણે આંખ મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા.
શ્રી આત્મારામજી મહારાજના બધા શિષ્યોમાં વડોદરાના શિષ્યો પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, શ્રી હર્ષવિજયજી વગેરેનું સ્થાન મહત્ત્વનું હતું અને તેમાં પણ પ્રશિષ્ય વલ્લભસૂરિ મહારાજનું નામ
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૬૫
Page #74
--------------------------------------------------------------------------
________________
સૌથી મહત્ત્વનું હતું. વડોદરાના આ છગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપ્યા પછી એમનું મુનિ વલ્લભવિજય એવું નામ રાખવામાં આવ્યું હતું. ગુરુએ એમની કુશાગ્રબુદ્ધિ, દઢ ચારિત્રપાલન તથા વ્યવહારદક્ષતા પારખી પોતાના આ શિષ્યને શાસ્ત્રાભ્યાસમાં સારી રીતે તૈયાર કર્યા હતા. અને એમની સમજશક્તિ, જવાબદારી વહન કરવાની શક્તિ, સમુદાયને જાળવવાની આવડત વગેરે જોઈને આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની જવાબદારી વલ્લભસૂરિને સોંપી હતી. “મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે” એવા એમના કથનને વલ્લભસૂરિએ પંજાબમાં ઘણાં વર્ષ વિહાર કરીને, અનેક ધાર્મિક તેમજ સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું હતું. એમણે પોતાના ગુરુ આત્મારામજીનું નામ અનેક રીતે રોશન કર્યું હતું.
સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં તેમણે અભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારનાં ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યા. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યકિતઓ, કુટુંબ, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે એમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ. આત્મારામજી અને વિજય આનંદસૂરિ એ બંને નામોનો સમન્વય કરી આત્માનંદના નામથી શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઉલ્લાસભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષત પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. પ્રર્વતક શ્રી કાંતિવિજયજીએ એમને અંજલિ આપતા પદમાં લખ્યું છે
પરમ મંત્ર ગુરુ નામ છે, સાચો આતમરામ, તીન લોકકી સંપદા, રહનેકો વિશ્રામ. વીરજિનંદકી વાણી માની, ગુરુગમ અખીયાં અંજનમે, સંજમરાજ કીયો શિરભૂષણ, મોહરાજ દલ ખંડનમેં. વિષયવિરાગી, પરિગ્રહ ત્યાગી, ધૂલ પડી કહે કંચનમે, નમન કરત હે નરપતિ યતિપતિ, જનમ સફલ લહે વંદનમેં. વિજ્યાનંદસૂરિ મહારાજા, જય જય રહો સદાનંદનમેં. કાંતિવિજય ગુરુ ચરણકમલમ્ વંદન હોવે અનંતનમેં.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #75
--------------------------------------------------------------------------
________________ આત્મારામજી મહારાજ જેવી મહાન જૈનપ્રતિભા છેલ્લા દોઢ-બે સૈકામાં બીજી કોઈ જોવા નહિ મળે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો છે. એમના કાળધર્મ પછી એમની પ્રતિમાની કે પાદકાની સ્થાપના અનેક સ્થળે કરવામાં આવી છે. શત્રુંજય તીર્થ નીર્થ અને ગિરનાર તીર્થ ઉપર પણ એમની પ્રતિમાની સ્થાપના કરવાનું એ સમયના ભકતોએ અને એ તીર્થોના વહીવટકર્તાઓએ નક્કી કર્યું. એ એમના તરફની લોકભકિત કેટલી બધી દઢ અને મોટી હતી તેની પ્રતીતિ કરાવે છે. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યો માં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, આત્મારામ પરમ બુદ્ધિશાળી હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધાં કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે જ બતાવે છે કે તે શાંત ક્રાંતિકારી હતા. કાંતિકારીની પ્રેરણાએ જ એમને જૂના ચીલે ચાલવાની ના પાડી. રૂઢિના ચીલા એમણે ભૂસ્યા. ત્રીસેક વર્ષ વધુ જીવ્યા હોત તો ક્ષત્રિયોચિત કાંતિવૃત્તિ એમને કઈ ભૂમિકાએ લઈ જાત તે નથી કલ્પાતું. શ્રી આત્મારામજી મહારાજના એક શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં કલ્યાણ મંદિર સ્તવચરણ પૂર્તિસ્વરૂ૫ 44 શ્લોકમાં તથા પ્રશસ્તિના પાંચ શ્લોકમાં અંજલિરૂપ મનોહર રચના કરી છે, જેના આરંભના બે શ્લોક નીચે પ્રમાણે છે श्रेय: श्रियां विमलकेलिगृहं विकाशिपादारविन्दयुगलं नृसुरौघसेव्यम् / भव्याङ्गिनां भवमहार्णवतारणाय पोतायमानमभिनम्य जिनेश्वरस्य / कीर्तिः सितांशुसुभगा भुवि पोस्फुरीति यस्यानधं चरिकरीति मनो जनानाम् / आनन्दपूर्व विजयान्तगसू रिभतु स्तस्याहमेष किल संस्तवनं करिष्ये // i t . - 8 કી .5 1."