SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ અમદાવાદ અને ગુજરાત સંભાળે, વૃદ્ધિચંદ્રજી મહારાજ કાઠિયાવાડ સંભાળે અને આત્મારામજી મહારાજ પાછા પંજાબ પધારે અને પંજાબનાં ક્ષેત્રો સંભાળે. બુટેરાયજી મહારાજે સં. ૧૯૩૨ થી ૧૯૩૮ સુધી, જીવનના અંત સુધી અમદાવાદમાં સ્થિરવાસ ર્યો. તેઓ હવે આત્મધ્યાનમાં વધુ મગ્ન રહેતા. શિષ્યોને તેઓ જરૂર પૂરતું માર્ગદર્શન આપતા. તેમની પાસે શેઠ પ્રેમાભાઇ, શેઠ દલપતભાઇ, શેઠ હેમાભાઈ વગેરે અમદાવાદના શ્રેષ્ઠીઓ આવતા અને તેમની સંભાળ લેતા. મહારાજશ્રી નગરશેઠના વડ છેલ્લાં પાંચ-છ વર્ષ સ્થિરવાસ રહ્યા હતા. અમદાવાદમાં તે જમાનામાં નગરશેઠનું સ્થાન અને માન ઘણું મોટું હતું. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગા શેઠાણી પણ ધર્માનુરાગી જાજવલ્યમાન નારી હતાં. છતાં બ્રહ્મનિષ મહારાજ એટલા બધા નિસ્પૃહ અનાસકત હતા કે પોતાને વંદન કરવા આવનારી બહનામાં ગંગા શેઠાણી કોણ છે તે જાણવાની ક્યારેય ઉત્સુકતા દર્શાવી નહોતી. વિ. સં. ૧૯૩૫ના આસો મહિનામાં દાદાગુરુ ગણિ મણિવિજયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. વિ. સં. ૧૯૩૮માં બુટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉમરે પંદર દિવસની બીમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર વદ અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઇ ગયો. ચત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. બુટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે બુટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજજનતા તરવરતી. બુટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહા યોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.” શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy