SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ લખ્યો. પરંતુ પત્ર મોડો પહોંચ્યો અને દીક્ષા અપાઈ ગઈ હતી. તે વખતે મહારાજશ્રીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. બીજો પ્રસંગ ગુરુબંધુ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથેનો છે. શારીરિક અશકિતને કારણે વૃદ્ધિચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થિરવાસ કરીને રહ્યા હતા. ત્યારે તેમને મળવા, વંદન કરવા આત્મારામજી ગયા હતા. તે સમયે તેઓ પોતે પાટ ઉપર બેઠા નહિ. સામે નીચે બેસી ગયા. પરંતુ વૃદ્ધિચંદ્રજીએ આજ્ઞા કરી ત્યારે જ પાટ ઉપર બેઠા અને એમની આજ્ઞા થતાં તેમણે લોકોને માંગલિક સંભળાવ્યું. આત્મારામજીના વિનય ગુણના પ્રસંગો એમના શિષ્યો-પ્રશિષ્યોએ પણ નોંધ્યા છે. પોતાનાથી દીક્ષા પર્યાયમાં જે કોઈ મોટા હોય (પછી ભલે પદવીમાં નાના હોય) તો પણ આત્મારામજી તેમને વંદન કરતા, સામી વ્યકિત વંદન કરવાને ના પાડે તો પણ પોતે વંદન કર્યા વગર રહેતા નહિ. આત્મારામજી મહારાજની શારીરિક તાકાત અને કરુણાનો એક પ્રસંગ નોંધાયો છે. તેઓ જ્યારે ભાવનગરમાં હતા ત્યારે શૌચક્રિયા માટે દરિયાકિનારા તરફ ફરતા હતા ત્યાં જોયું તો થોડે દૂર કમલવિજયજી તથા જશવિજયજી મહારાજ, લાકડાંની બે ભારીઓની વચ્ચે ફસાઈને પડેલા એક ગધેડાને કાઢવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કાઢી શકતા નહોતા. એ વખતે આત્મારામજી મહારાજે પોતાના ચોલપટ્ટાને લંગોટની જેમ વાળી, પૂરી તાકાતથી લાકડાંની ભારી સાથે ગધેડાને ઊંચકીને એવો દૂર ફેંક્યો કે ગધેડાનો પગ છૂટો થઈ ગયો અને ઊભો થઈને તે ચાલવા લાગ્યો હતો. આત્મારામજી મહારાજ સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહિ. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તેમ તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો. મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહારસમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે મંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠિઓએ કહ્યું કે નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ. પરંતુ એમણે કહ્યું કે નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક, અમારે મન બધા સરખા છે, વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું. એટલે અમે તો વિહાર કરી દઈશું. એમાણે ૫૯ પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy