SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બુટેરાયજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે તેઓ પોતાને વધુ શાસ્ત્રાભ્યાસ કરાવે. પરંતુ ગુરુ મહારાજ હવે મન મૂકીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હોય એવું બુટેરાયજીને લાગતું નહિ. કેટલાક સમય પછી ગુરુ મહારાજ વધુ બીમાર પડયા. બુટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા -ચાકરી કરી. તેમનાં ઠલ્લો-માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલ્કે હોશથી સાફ કરતા અને આસપાસ કયાંય જવું હોય તો બુટેરાયજી તેમને ઉંચકીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુ મહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જયારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બુટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, ‘બુટા, તે મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહિ. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તું રહેજે અને તે પ્રમાણે કરજે.’ આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુ મહારાજના કાળધર્મ પછી બુટેરાયજી મહારાજ વિહાર કરીને પતિયાલા પધાર્યા. એમનામાં ત્યાગવૈરાગ્યના સંસ્કાર બાળપણથી હતા એટલે ઉગ્ર તપશ્ચર્યા માટે તેમને વિશેષ રુચિ હતી. પતિયાલામાં એમણે ઘણી કડક તપશ્ચર્યા શરૂ કરી હતી, તેઓ છઠ્ઠ, અઠ્ઠમ કે પંદર દિવસના ઉપવાસ વારંવાર કરતા. આયંબિલ તો એમનાં વખતોવખત ચાલુ રહેતાં. ગોચરી વહોરવા જાય ત્યારે તેઓ જુદા જુદા અભિગ્રહ ધારણ કરીને જતા. ગોચરીને માટે તેઓ એક જ પાત્ર રાખતા, બધા લોકો ભોજન કરી લે તે પછી તેઓ ગોચરી વહોરવા જતા. બધો જ આહાર તેઓ એક જ પાત્રમાં લેતાં અને તે ભેગો કરીને ખાતા અને સ્વાદ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરતા. ઘણું ખરું તેઓ દિવસના એક જ વખત આહાર લેતા. ગોચરીમાં પણ તેઓ લુખ્ખો આહાર પસંદ કરતા. તેઓ ટાઢ-તડકાના પરીષહો સ્વેચ્છાએ વધુ અને વધુ સહન કરતા. દિવસે એક જ વસ્ત્ર ધારણ કરતા અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ઓઢવા માટે ફક્ત એક જ સુતરાઉ વસ્ર પાસે રાખતા. કેટલીક વાર તો રાત્રે તેઓ વજ્ર ઓઢતા નહિ. વળી તેઓ શિયાળાની ઠંડીમાં પણ દિવસે છાતી ઉપર કોઈ વસ્ત્ર ધારણ કરતા નહિ. પોતાની આત્મિક શક્તિ ખીલવવા માટે તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં એક બંધ કમરામાં આખી રાત નગ્ન અવસ્થામાં પદ્માસન વાળીને બેસવાની તપશ્ચર્યા કરતાં. આવી રીતે તેમણે પોતાના શરીરને ઘણું કહ્યું હતું. તેઓ ત્યારપછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા. ત્યારે લગભગ છ મહિના સુધી રોજેરોજ Jain Education International શ્રી તિરૂમાં ઘોરાડા યાદીમાંશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy