SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોય. વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો લોકોનો રાગ ઓછો થયો. - ભાવનગરમાં ચાતુર્માસ પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાછા સિદ્ધાચલની યાત્રા કરવા અને ગુરુ મહારાજ સાથે રહેવા પાલિતાણા ગયા. ત્યારપછી બુટેરાયજી મહારાજે તથા મૂળચંદજી મહારાજે પાલિતાણાથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. માર્ગમાં પ્રેમચંદજી મહારાજ તેમનાથી જુદા પડી ગયા. તેઓ આચારમાં શિથિલ થતા જતા હતા. જૂનાગઢમાં ગિરનારી યાત્રા માટે અમદાવાદથી સંઘ આવ્યો હતો, તેમાં મુનિ કેવળવિજયજી અને મુનિ તિલકવિજયજી નામના બે સાધુઓ હતા. વૃદ્ધિચંદ્રજીને મળતાં જ તેઓને પોતાની સાથે જોડાઈ જવા વિનંતી કરી જેથી એમના શાસ્ત્રજ્ઞાનને પણ પોતાને લાભ મળે. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રકૃતિ એટલી સરળ અને ગમી જાય એવી હતી. તેઓ સંઘ સાથે જોડાયા, પણ પોતાની ઝડપે આગળ પ્રયાણ કરવા કહ્યું અને પોતે ધોરાજીમાં થોડા દિવસ મુકામ કરવાનો વિચાર કર્યા. પરંતુ બંને મુનિઓ, સંઘપતિ અને સંઘના માણસોને વૃદ્ધિચંદ્રજીનો સંગ છોડવાનું ગમતું નહોતું. એટલે તેઓએ પોતાની ઝડ૫ ઓછી કરી, નજીક નજીકના મુકામ નક્કી કર્યા અને યાત્રાનો આખો કાર્યક્રમ બદલી કાઢ્યો, પાગ વૃદ્ધિચંદ્રજી મહારાજને પોતાની સાથે જ રાખ્યા. વૃદ્ધિચંદ્રજી ત્યારે બાવીસ વર્ષના યુવાન હતા. બંને મુનિઓ કેવળવિજયજી અને તિલકવિજયજી તેમના કરતાં ઉમરે મોટા હતા અને તપસ્વી હતા. એટલે મુકામ પર પહોંચ્યા પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ તે બંને મહાત્માની સારી વૈયાવચ્ચ કરતા. વૃદ્ધિચંદજી મહારાજ શાસ્ત્રાર્થ કરવામાં કુશળ હતા. તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો અને મનન પણ ઘણું કર્યું હતું. પોતે સ્થાનકવાસી હતા, પણ મૂર્તિપૂજામાં માનતા હતા. યાત્રા દરમિયાન કાલાવડ, જામનગર વગેરે સ્થળે ઢંઢક મતના જે કોઈ તેમની પાસે ચર્ચા કરવા આવતા તેમને તેઓ પોતાના જ્ઞાનથી નિરુત્તર કરી દેતા. તેઓ અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડીમાં રોકાઈ ગયા છે, કારણકે મૂળચંદજી મહારાજને તાવ આવે છે. આથી વૃદ્ધિચંદ્રજી મહારાજ તરત ત્યાં પહોંચી ગયા. બુટેરાયજી મહારાજ પોતાના માંદા શિષ્યની સેવાસુશ્રુષા પ્રેમથી કરતા હતા. હવે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે લઈ લીધી. તેથી મૂળચંદજી મહારાજ પ્રસન્ન થયા, કારણ કે ગુરુ મહારાજ પાસે સેવાચાકરી કરાવતાં તેમને ખેદ થતો હતો. થોડું સારું થયું એટલે તેઓ ત્રણેએ લીંબડીથી વિહાર કર્યો, પણ વિહારના શ્રમને લીધે મૂળચંદજી મહારાજને પાછો તાવ આવ્યો. એટલે લીંબડી પાછા ફરવું પડ્યું. તાવ સાવ મટી ગયો ત્યારપછી વિહાર કરી તેઓ ત્રણે અમદાવાદમાં આવી ઊજમફઈની ધર્મશાળામાં ઊતર્યા. પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy