SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મારામજી મહારાજ જેવી મહાન જૈનપ્રતિભા છેલ્લા દોઢ-બે સૈકામાં બીજી કોઈ જોવા નહિ મળે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો છે. એમના કાળધર્મ પછી એમની પ્રતિમાની કે પાદકાની સ્થાપના અનેક સ્થળે કરવામાં આવી છે. શત્રુંજય તીર્થ નીર્થ અને ગિરનાર તીર્થ ઉપર પણ એમની પ્રતિમાની સ્થાપના કરવાનું એ સમયના ભકતોએ અને એ તીર્થોના વહીવટકર્તાઓએ નક્કી કર્યું. એ એમના તરફની લોકભકિત કેટલી બધી દઢ અને મોટી હતી તેની પ્રતીતિ કરાવે છે. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યો માં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, આત્મારામ પરમ બુદ્ધિશાળી હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધાં કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે જ બતાવે છે કે તે શાંત ક્રાંતિકારી હતા. કાંતિકારીની પ્રેરણાએ જ એમને જૂના ચીલે ચાલવાની ના પાડી. રૂઢિના ચીલા એમણે ભૂસ્યા. ત્રીસેક વર્ષ વધુ જીવ્યા હોત તો ક્ષત્રિયોચિત કાંતિવૃત્તિ એમને કઈ ભૂમિકાએ લઈ જાત તે નથી કલ્પાતું. શ્રી આત્મારામજી મહારાજના એક શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં કલ્યાણ મંદિર સ્તવચરણ પૂર્તિસ્વરૂ૫ 44 શ્લોકમાં તથા પ્રશસ્તિના પાંચ શ્લોકમાં અંજલિરૂપ મનોહર રચના કરી છે, જેના આરંભના બે શ્લોક નીચે પ્રમાણે છે श्रेय: श्रियां विमलकेलिगृहं विकाशिपादारविन्दयुगलं नृसुरौघसेव्यम् / भव्याङ्गिनां भवमहार्णवतारणाय पोतायमानमभिनम्य जिनेश्वरस्य / कीर्तिः सितांशुसुभगा भुवि पोस्फुरीति यस्यानधं चरिकरीति मनो जनानाम् / आनन्दपूर्व विजयान्तगसू रिभतु स्तस्याहमेष किल संस्तवनं करिष्ये // i t . - 8 કી .5 1." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy