SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બિકાનેરમાં હતા ત્યારે અજમેરના સંઘનો બુટેરાયજી મહારાજ ઉપર પત્ર આવ્યો કે અજમેરમાં ઢુંઢીઆના પૂજ્ય રતનચંદજી આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા માગે છે. બુટેરાયજી તો એ માટે સજજ જ હતા. તરત તેઓ વૃદ્ધિચંદ્રજી સાથે ત્યાંથી વિહાર કરી અજમેર પહોંચ્યા. રતનચંદજીએ તેરાપંથનું ખંડન કરતી એક પ્રત લખી હતી. રસ્તામાં બુટેરાયજીને એ પ્રત મળી. તે વાંચતાં જ લાગ્યું કે રતનચંદજીનાં વાક્યોથી જ મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકે એમ છે. પરંતુ તેઓ અજમેર પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે રતનચંદજી ત્યાંથી ચૂપચાપ નીકળીને બીજે ચાલ્યા ગયા હતા. આમ અજમેર આવવાનું પ્રયોજન ન સર્યું. પરંતુ એથી બીજો એક લાભ થયો. તેઓની ઇચ્છા સિદ્ધાચલજીની યાત્રાએ જવાની હતી. વિહાર લાંબો અને કઠિન હતો. માર્ગમાં શ્રાવકોનાં ઘર ઓછાં આવતાં. એવામાં અજમેરથી કેસરિયાજીનો એક સંઘ નીકળતો હતો. તેઓએ બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને જોડાવા વિનંતી કરી એટલે તેઓ તેમાં જોડાઈ ગયા. તેઓએ સંઘ સાથે પ્રયાણ કર્યું. એટલે વિહારગોચરી વગેરેની અનુકૂળતા પ્રાપ્ત થઈ. તે વખતે ગુજરાતમાં પ્રાંતિજથી કેસરિયાજી આવેલ એક સંઘ પાછો ફરી રહ્યો હતો. સંઘપતિએ વિનંતી કરી એનો સ્વીકાર કરી બટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ સંઘ સાથે જોડાઈ ગયા એટલે ગુજરાત સુધીનો વિહાર કરી, તેઓ બંને અમદાવાદ પહોંચ્યા અને શહેર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. તે વખતે દેરાસરના દર્શને આવેલા નગરશેઠ હેમાભાઈએ રસ્તામાં તેમને જોયા. કોઈ સાધુઓ આવ્યા હશે એમ માની વંદન કરી શહેરમાં ઉપાશ્રય તરફ જતા હતા ત્યાં એમને થયું કે સાધુઓ ગુજરાતી જેવા નથી. વળી અજમેરના એક વેપારીની પેઢી અમદાવાદમાં હતી ત્યાં સંદેશો આવ્યો હતો કે બે પંજાબી સાધુઓ ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેઓ બહુ વિદ્વાન, ગુણવાન, ચારિત્રશીલ અને પરિચય કરવા જેવા છે. એ વાત શેઠ હેમાભાઈ એ સાંભળી હતી એટલે રસ્તામાં જે એમને થયું કે આ એ બે પંજાબી સાધુઓ તો નહિ હોય ને ! તરત ડેલાના ઉપાશ્રયે આવીને તેઓ ગણિ સૌભાગ્યવિજયના વ્યાખ્યાનમાં બેઠા. તે દરમિયાન સૌભાગ્યવિજયજીને એ બે સાધુઓની વાત કરી. તરત તેમને તેડવા માણસ મોકલાયો. બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ ડેલાના ઉપાશ્રયે આવી પહોંચ્યા. તેમનો પરિચય થતાં સૌભાગ્યવિજયજી બહુ આનંદિત થયા. બીજી બાજુ ગુજરાતમાં આવા સંવેગી સાધુઓનાં દર્શન થતાં બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને પણ બહુ હર્ષ થયો. તેઓ થોડા દિવસ અમદાવાદમાં રહ્યા. ત્યાં વાત સાંભળી કે કેશરીચંદ ગટા નામના એક શ્રેષ્ઠી અમદાવાદથી સિદ્ધાચલનો સંઘ લઈ જાય છે. આ બે પંજાબી સાધુઓ સિદ્ધાચલજીની યાત્રા કરવાની પોતાની ભાવના દર્શાવેલી હતી. એટલે શેઠ હેમાભાઈએ કેશરીચંદને ભલામણ કરી કે આ બે સાધુઓને પણ સાથે લઈ લેવામાં આવે. કેશરીચંદ કહ્યું કે, હા, જરૂર અમે એમને સંઘમાં સાથે લઈ લઈશું. પરંતુ અમારા સંઘમાં બધા યુવાનો છે અને જે વૃદ્ધો છે તેમને માટે ગાડાંની વ્યવસ્થા છે. અમે આઠ દિવસમાં ઝડપથી ત્યાં પહોંચવાના છીએ. બુટેરાયજી ઉમરલાયક છે. વળી લાંબો વિહાર કરીને પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230154
Book TitlePunjabna Char Krantikarai Mahatma
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy