Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 53
________________ ઉદયપુરથી વિહાર કરીને આવી ગયા હતા. સૌએ અને ખાસ કરીને તો વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી ગણિવર્યની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. કાળધર્મ પામ્યા પછી ગણિવર્ય મૂલચંદજી મહારાજના દેહને મહારાજશ્રીની સૂચનાથી દાદાવાડીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાં આરસની દેરી કરી એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં. એ માટે ખર્ચ કરવામાં ભાવનગરના સંઘે પાછું વળીને જોયું નથી, કારણકે તપગચ્છના સંવેગી સાધુઓના પુનરુત્થાનનું મહત્વનું કેન્દ્ર ભાવનગર બની ગયું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજના છેલ્લે દસ શિષ્યો હતા (૧) કેવળવિજયજી (૨) ગંભીરવિજયજી (૩) ઉત્તમવિજયજી (૪) ચતુરવિજયજી (૫) રાજવિજયજી (૬) હેમવિજયજી (૭) ધર્મવિજયજી (કાશીવાળા વિજયધર્મસૂરિ) (૮) નેમવિજયજી (શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ) (૯) પ્રેમવિજયજી અને (૧૦) કપૂરવિજયજી (સન્મિત્રો, આ શિષ્યોમાં વિજયધર્મસૂરિ અને વિજયનેમિસૂરિએ શાસનનાં ભગીરથ કાર્યો કરી ઘણું ઉજ્જવળ નામ કર્યું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજને વિદ્યાભ્યાસ અને જ્ઞાનસંપાદન પ્રત્યે ઘણી રુચિપ્રીતિ હતી. તેમણે સ્વય શાસ્ત્રસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે ભાવનગરનાં ચાતુર્માસ અને સ્થિરવાસ દરમિયાન એ દિશામાં એમણે પોતે ઘણું સંગીન કાર્ય કર્યું હતું અને સંઘ પાસે કરાવ્યું હતું. કેટલાય જૈન યુવાનો એમની પાસે શંકા-સમાધાન માટે, જ્ઞાનચર્ચા માટે કે વ્યાકરણાદિના અભ્યાસ માટે નિયમિત આવતા. ભાવનગરના કુંવરજી આણંદજી અને અમરચંદ જસરાજ તો રોજ રોજ એમની પાસે નિયમિત આવતા. તેઓ રાતના બાર-એક વાગ્યા સુધી મહારાજશ્રી સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા રહેતા. અંતિમ વર્ષોમાં મહારાજશ્રીની તબિયત લથડતી જતી હતી અને ઉજાગરા થતા નહોતા. એ વખતે પણ તેઓ એ શ્રાવકોને વહેલાં ચાલ્યા જવાનું કહેતા નહિ. પરંતુ જ્યારે ઘણી અગવડ થવા લાગી ત્યારે એમણે પોતાના શિષ્ય મુનિ નેમવિજયજીને કહ્યું હતું, “જો ને નેમા ! મારું શરીર આવું નરમ છે ને આ લોકો મને બહુ ઉજાગરા કરાવે છે. એ સાંભળી, ગુરુ મહારાજની અનુમતિ મેળવી નેમવિજય મહારાજે શ્રાવકોને વહેલો આવવા અને વહેલાં જવા માટે કડક સૂચના આપી હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજના અંતિમ દિવસોમાં જે શ્રાવકોએ એમની દિવસ-રાત સેવા-ભકિત કરી હતી તેમાં શ્રી કુંવરજી આણંદજી અને શ્રી અમરચંદ જસરાજનાં નામ મુખ્ય હતાં. મહારાજશ્રીને વા અને સંગ્રહણીના અસાધ્ય દર્દો તો હતાં જ તેમાં છાતીમાં વારંવાર થઈ આવતા દુ:ખાવાનું દર્દ વધતું ચાલ્યું હતું. વૈદરાજોના ઉપચારો છતાં એમાં ફરક પડતો નહોતો. એટલે આવા શરીર મહારાજશ્રી કેટલું ખેંચી શકશે એ પ્રશ્ન હતો. મહારાજશ્રીના આ અંતિમ કાળે એમની યાદગીરીરૂપે એમનો ફોટો પાડવાની ઇચ્છા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓને થઈ. એ દિવસોમાં ફોટોગ્રાફીની પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75