Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 61
________________ ગણેશચંદ્રનો પુત્ર બાળક દિનારામ પોતાના પિતાની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્ર જોયું કે ઘરનાં બારણામાં દિત્તારામ તલવાર લઈને ઊભો હતો. પિતાએ પુત્રને પૂછયું, “આ તું શું કરે છે ?' દિનારામે કહ્યું તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું. એ જવાબ સાંભળી પિતાએ બાળક દિનારામને શાબાશી આપી. દિનારામની બહાદુરીનો બીજો એક પ્રસંગ પણ છે. એક વખત જીરા ગામને પાદરે એક મુસલમાન બાઈ કેડમાં નાનું છોકરું તેડીને તળાવના કિનારે વાંકી વળીને મોઢું ધોતી હતી. એવામાં બાઈના હાથમાંથી બાળક છૂટી ગયું અને ઊંડા પાણીમાં પડ્યું. બાળકને બચાવવા બાઈ પાણીમાં પડી, પરંતુ તે પણ ડૂબવા લાગી. આ ઘટના પાસે ઊભેલા દિનારામે જોઈ. સોળ વર્ષની ઉમરે એને તરતાં આવડતું હતું. વળી તે હિંમતવાળો પણ હતો અને દયાવાળો પણ હતો. એણે તરત પાણીમાં ઝંપલાવ્યું અને ડૂબતી બાઈને તથા એના બાળકને બચાવી લીધાં. ગામમાં જ્યારે બધાંને આ ઘટનાની ખબર પડી ત્યારે સૌએ શાબાશી આપવા સાથે દિત્તારામની હિંમતની પ્રશંસા કરી. દિત્તારામ બાળપણથી જ જેમ નીડર હતો તેમ સાચું બોલવાનો આગ્રહી હતો. એનામાં ન્યાયપ્રિયતા પણ હતી. એટલે જ પોતાના ગામમાં છોકરાઓમાં જ્યારે કંઈ ઝઘડો થતો ત્યારે તેઓ સમાધાન કે નિરાકરણ માટે દિત્તારામ પાસે આવતા, કારણ કે તેઓને ખાતરી હતી કે પોતાનો આ દોસ્તદાર જૂઠું નહિ બોલે અને અન્યાય નહિ કરે. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ, પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસવાલને ત્યાં દિત્તાને ઉછેર થયો. જોધલના એક ભાઈનું નામ દિત્તામલ હતું. એટલે નામમાં ગોટાળો ન થાય તે માટે દિત્તાનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવાં ઈત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ . પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ. સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી, અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની ૫૩ પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75