Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 62
________________ મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશકિત અને સ્મરણશકિત અજોડ હતી. રોજની ત્રણસો ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુ મહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોંશિયારપુર, જીરા, લુધિયાણ, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. અર્ધમાગધી ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવા માટેની તેમને ઘણી લગની હતી. જેમ જેમ તેમને સંસ્કૃત ભાષા અને વ્યાકરણનો અભ્યાસ થતો ગયો તેમ તેમ આગમના કેટલાક પાઠોના ખોટા અર્થ વિશે તેમના મનમાં સંશય થવા લાગ્યો. એમને પોતાના સંપ્રદાયની જે પોથીઓ વાંચવા મળતી હતી તેમાં કેટલીક જગ્યાએ હરતાલ (પીળા રંગનું દ્રવ્ય) લગાડી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા હતા. આથી એમની શંકા ઊલટી વધતી હતી. આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશકિત અને સ્મરણશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથો ભાગ્યે જ મળતા. હસ્તપ્રત-પોથીઓરૂપે ગ્રંથો મળતા. તે વાંચતાં તેમાંની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, શાંકરભાષ્ય ઈત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઈબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મનાં આગમો અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા ગ્રંથોનું એમણે પરિશીલન કર્યું હતું. એથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યકિત પંજાબમાં ત્યારે દેખાતી ન હતી. ઈ. સં. ૧૯૨૦ માં આગ્રામાં એમણે ચાતુર્માસ કર્યું તે વખતે સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પાગ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટે માર્ગે આત્મારામજીને દોરવા ન જોઈએ. એટલે એમણે મૂર્તિપૂજા અને મૂહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, “ભાઈ ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજની તું ક્યારેય નિંદા કરતો નહિ.” આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો. શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંદર્ભમાં ફરી એકવાર આત્મારામજી ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્ય-વિરચિત શ્રી આચારાંગસૂત્રવૃત્તિ નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિશે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય ૫૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75