Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 55
________________ થઈ ગઈ. એ પ્રસંગે અનેક લોકોએ અને જુદા જુદા સંઘોએ એમની સ્મૃતિમાં સંસ્થાઓની સ્થાપનાના, તપશ્ચર્યાના, અનુકંપાદાન, સુપાત્રદાન વગેરેના સંકલ્પો જાહેર કર્યા હતા. વૃદ્રિચંદ્રજી મહારાજ પણ પોતાના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજની જેમ ૫૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા. બંને ભાવનગરમાં કાળધર્મ પામ્યા. બંનેની ઉંમર વચ્ચે ચાર વર્ષનું અંતર હતું અને કાળધર્મ વચ્ચે પણ ચાર વર્ષનું અંતર રહ્યું હતું. બંનેનો અગ્નિસંસ્કાર ભાવનગરમાં દાદાવાડીમાં થયો હતો. બંનેનાં પગલાંની દેરી પણ પાસે પાસે કરવામાં આવી છે. પંજાબથી ભરયુવાન વયે નીકળેલા આ બે સાચા સંયમી, સાચા ત્યાગી, સમર્થ ધર્મોપદેશક મહાત્માઓએ ગુજરાત ઉપર અનન્ય ઉપકાર કરી ગુજરાતમાં જ દેહ છોડયો. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂલચંદજી મહારાજ અને પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી. ત્યારપછી બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ પંજાબ જઈ આવ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ તો પાછા પંજાબ ક્યારેય ગયા જ નહિ. તેમણે પંજાબ ઉપરથી, પોતાના વતન અને કૌટુમ્બિક સ્વજનો ઉપરથી આસકિત ક્યારનીય ઉતારી નાખી હતી. તેઓ ગુજરાતના થઈને, ગુજરાત સાથે, ભાવનગર સાથે એકરૂપ થઈને રહ્યા હતા. ગુરુમહારાજ બુટેરાયજી મહારાજે એમને કાઠિયાવાડ અને તેમાં પણ ભાવનગર ક્ષેત્ર સંભાળવાની આજ્ઞા કરી ત્યારથી તેઓ તે ક્ષેત્રને સવિશેષપણે સાચવવા લાગ્યા હતા. અગાઉ ગુજરાત કરતાં પણ કાઠિયાવાડ ધર્મ અને સંસ્કારમાં પછાત હતું. વળી ત્યાં સ્થાનકવાસી માર્ગ વધુ પ્રચલિત બન્યો હતો. એ દષ્ટિએ મંદિરમાર્ગને ત્યાં વધુ ચેતનવંતો બનાવવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું મોટું યોગદાન રહેલું છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર અને તેમાં પણ ભાવનગર શહેર ઉપર એમનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. એમણે પંજાબ છોડ્યા પછી કુલ ૩૮ ચાતુર્માસ ગુજરાતમાં કર્યા એમાં ચોવીસ ચાતુર્માસ કાઠિયાવાડમાં કર્યા અને અડધા ચાતુર્માસ-૧૯ જેટલાં ચાતુર્માસ ભાવનગરમાં કર્યા. એ ઉપરથી પણ આ વાતની પ્રતીતિ થશે. ભાવનગરના સંઘ પાસે એમણે વખતોવખત વિવિધ સુંદર ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરાવ્યાં અને પરિણામે એ જમાનામાં ભાવનગર માત્ર ગુજરાતનું જ નહિ, સમગ્ર ભારતનું એક મહત્ત્વનું સંસ્કારકેન્દ્ર બની ગયું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી અંજલિ આપતી વિવિધ કાવ્યકૃતિઓની રચના થઈ છે. ગુજરાતીમાં રચાયેલા આઠ શ્લોકના એક અટકમાં એક કવિએ લખ્યું છે મોટા-નાના સરવ જનને માન આપે સુહર્ષે, હેતે બોલી મધુર વચનો ભકતના ચિત્ત કર્યો. જેના ચિત્તે અવિચળ સદા તુલ્ય દષ્ટિ વિભાસે તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ? પંજાબના ચાર કાતિકારી મહાત્માઓ ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75