Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 50
________________ સ્વીકારતા.વિ.સં. ૧૯૩૮માં ગુરુમહારાજ બુટેરાયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એથી જાણે એક આધારસ્તંભ ગયો હોય એવો એમને ખેદ થયો. હવે સમુદાયની જવાબદારી ગણિવર્ય મૂળચંદજી મહારાજ ઉપર આવી. વર્ષે વર્ષે સાધુ-સાધ્વીઓની સંખ્યા વધતી જતી હતી. પણ એની બધી વ્યવસ્થામાં મૂળચંદજી મહારાજ અત્યંત કુશળ હતા. જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ.સં. ૧૯૫૪ માં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ગદ્યમાં પ્રગટ થયેલું, એનો આધાર લઈને વળાવાળા શ્રી દુર્લભજી મહેતાએ પદ્યમાં સાત પરિચ્છેદમાં ઢાળ અને દુહાની મળીને ૧૧૨૫ કડીમાં રાસના પ્રકારની સુદીર્ઘ રચના સં. ૧૯૭૨ માં કરી છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રત્યે એમના ભક્તોની વાણી કેવી રીતે મહોરી છે તે આના ઉપરથી જોઈ શકાય છે. અને તે ઉપરથી એ મહાત્માનો પ્રભાવ કેટલો બધો પ્રેરક અને પ્રોત્સાહક હશે તેની પ્રતીતિ થાય છે. કૃતિના આરંભમાં કવિ કહે છે ઃ શ્રી શુભ વીર પ્રભુ નમી, શારદા માય પવિત્ર, મહા મુનિ વૃદ્ધિચંદનું કહીશું જન્મચરિત્ર. બ્રહ્મચારી સંયમ ગ્રહી, ભારત ભૂમિ મોજાર, વિચર્યા નિસ્પૃહ ભાવથી કીધો અતિ ઉપગાર. શાસન સોહ વધારીને, સ્વર્ગ ગયા ગુરુરાય. દુર્લભ પદપંકજ નમી, ગુણ ગિરુઆ તસ ગાય. કવિ પોતે વળાના હતા અને મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા એટલે એમણે બીજે ન મળતી એવી વળાની કેટલીક વિગતો આ રાસકૃતિમાં અને પાદનોધમાં વણી લીધી છે. તેઓ લખે છે : ૪૪ Jain Education International પ્રતિબોધ સુણતાં નિત્ય ભાવે, મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે, શુદ્ધ જિનમત બીજ વાવે, મુનિ શ્રાવક આચાર બતાવે, લોકા તપા સહુ સુણવા આવે, શુદ્ધ પંથ જાગૃતિ થાવે. ગોચરી રે પણ પોતે આવે, ભક્ષ્યાભક્ષ્ય વિવેક બતાવે, શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75