Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
તેઓ સાધુઓ પાસે આવવા લાગ્યા અને ધર્મની વાતો સાંભળવા લાગ્યા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તો પોતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રોજ જ્યાં સુધી સાધુભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ પાસે જનાર યુવકોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. જે કોઈ જાય તે સંઘ બહાર થાય તેવો ઠરાવ કરવા પણ કહ્યું. એ પ્રમાણે સંઘની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમાણે ન કરી તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. તે મુદતમાં સહી ન કરે તો સંઘ બહાર મૂકવાની ધમકી આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઉકલ્યો નહિ. ખુદ નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયો, કારણ કે એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તો તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજાં કેટલાંક ઘરોમાં પાણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંઘ ફરી જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું, દરેક પોતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને યતિ પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે સાધુ પાસે જાય.
યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને પોતાનો આગ્રહ છોડી દીધો, આ ઘટના પછી દર્શનવિજયજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલું કર્યું. એમણે સમરાદિત્ય કેવળી ચરિત્રનો વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકોની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી કોઈ ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપકોએ અને ગામના સશકત યુવકોએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી. એ વર્ષથી પાલિતાણામાં સાધુના વ્યાખ્યાનની શરૂઆત થઈ અને યતિઓનું જોર નબળું પડ્યું.
ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ યુવાનોને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિ સંગીત સહિત રાગ-રાગિણીમાં પૂજા ભાગાવવાનું શીખવતા. એ વખતે સંઘમાં હજુ પણ કેટલાક લોકો યતિઓ પાસે જતા હતા. આમ સંઘમાં બે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે સંઘ શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીઓ જોઇ. એટલે એમણે સંઘ ને બદલે ટોળી શબ્દ વાપર્યો અને પોતાને પક્ષે વધુ માણસો હતા એટલે “મોટી ટોળી' એવો શબ્દ પ્રયોજ્યો અને એ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સંઘ માટે ચાલુ છે. યતિઓમાં ભળેલા સમુદાય માટે ત્યારે નાની ટોળી એવો વપરાયેલો શબ્દ, તેઓ યતિઓમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે. મોટી ટોળી સંગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાઓ ભાણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.)
કેટલાક માણસોને નિંદારસથી અને દોષદૃષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને બીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તે એક માણસ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “ગુરુ મહારાજ ! આપ કહે જઈ આવ્યા પછી કેટલું ઓછું પાણી વાપરો છો.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
૩૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org