Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 36
________________ ગુરુ મહારાજનો આ જવાબ સાંભળી પ્રેમાભાઇ સમજી ગયા કે ગુરુ મહારાજે આજે વ્યાખ્યાન શા માટે વધુ સમય ચલાવ્યું હતું. અગાઉ બીજા આગળ પોતે કરેલી અજ્ઞાનયુક્ત ટીકા માટે પશ્ચાત્તાપ થયો અને તે માટે તેમણે મૂળચંદજી મહારાજની ક્ષમા માગી. એક વખત પ્રેમાભાઈ શેઠના વડે વૈષ્ણવોની નવનાત મળી હતી. તે વખતે નાતના એક-બે આગેવાનોએ જૈન સાધુઓના આચાર વિશેના પોતાના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યું કે જૈન સાધુઓને ખાવાપીવાની કોઇ ચિંતા નહિ. રોજ મિષ્ટાન્ન મળે. અને સારું સારું ખાઈને લહેર કરે. એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી. એમણે મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, ફરી વૈષ્ણવોની નવ ન્યાત મળે ત્યારે મને જણાવજો. કેટલાક દિવસ પછી પ્રેમાભાઈના વડે વૈષ્ણોવોની નવનાત ફરી એકઠી થઈ. પ્રેમાભાઈ એ એ વાત મહારાજને જણાવી. એટલે તેઓ મધ્યાહ્નના સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વંડે જઈ પ્રેમાભાઈને ધર્મલાભ કહ્યું. મહારાજ વહોરવા પધાર્યા છે એમ જાણી પ્રેમાભાઈ સભામાંથી તરત ઊભા થઈ ગયા અને ગુરુમહારાજને રસોડે લઈ ગયા. બે-ત્રણ મિનિટોમાં જ મહારાજ પાછા ફર્યા અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાનો પાસે બેઠા. કોઈકે કુતૂહલથી પૂછ્યું, તમારા મહારાજ વહોરવા પધાર્યા અને બસ બે મિનિટમાં જ પાછા ફર્યા ? પ્રેમાભાઈએ કહ્યું, હા, એમને માત્ર ચપટી મીઠાનો જ ખપ હતો, એટલે તે વહોરીને પાછા ગયા. એ જાણી આગેવાનો બોલ્યા, ઓહો ! એક ચપટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દૂરથી વહોરવા પધાર્યા ? શું એટલું મીઠું એમની પાસે નહોતું ? પ્રેમાભાઈએ કહ્યું, અમારા જૈન સાધુઓ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટંકે વહોરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માઓ તો દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તો ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરેની યાવત્ જીવન બાધા હોય. સૂર્યાસ્તથી બીજા દિવસે સૂર્યોદય સુધી કોઈ પાણીનું ટીપું સુધ્ધાં મુખમાં નાખે નહિ. પ્રેમાભાઈની આ વાત સાંભળી જૈન સાધુઓના આચાર વિશે નહિ જાણનાર અજૈન લોકોને આશ્ચર્ય થયું. જૈન સાધુઓ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારા વૈષ્ણવ આગેવાનોએ પોતાની અજ્ઞાનયુકત ટીકા માટે ક્ષમા માગી. આમ, મૂળચંદજી મહારાજના વ્યક્તિત્વ અને ચારિત્રપાલન ઉપર પ્રકાશ પાડનારા ઘણા પ્રસંગો છે. મૂળચંદજી મહારાજે વિ.સં. ૧૯૪૪ નું ચોમાસું પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફોલ્લો ઊઠયો હતો તે મટતો ન હતો. છાતીમાં પણ દરદ થતું હતું. ઉપચારો કરવા છતાં આરામ થતો ન હતો. એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણાથી ભાવનગર પધારવા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજે વિનંતી કરી હતી. તે પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાનો પાલિતાણા પહોંચ્યા હતા. મહારાજશ્રી શિષ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૈદોએ જુદા જુદા ઉપચારો કર્યા, પરંતુ ખાસ ફરક પડ્યો નહિ. અશક્તિ ૩૨ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75